The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 14

આદિવાસી સમાજને વનવાસી કહેતા ભારતીય ટાઇગર ટ્રાઇબલ સેના દ્વારા અપાયું આવેદન

ભરૂચ ખાતે ભારતીય ટાઇગર ટ્રાઇબલ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લા કલેકટરને એક આવેદન પાઠવી દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા આવા ઇસમોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ગત તા.૧૭/૧૨/ર૦૨૩ના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો એક કાર્યક્રમ હતો.દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધિત કરવામાં આવ્યા હતા. જે સદંતર આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે એને ભુંસી નાખવા માટેના ષડ્યંત્રના ભાગ રૂપે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એમના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ કાર્યક્રમમાં આ ઇસમ દ્વારા આદિવાસી સમાજના મસિહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને દેડિયાપાડાના પુર્વ ધારાસભ્ય મહેશભાઇ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરેલ છે અને એમને પ્રાણી કહી અપમાન કરેલ છે અને એમના સમર્થકોને ગીધડોનું ટોળું કહેલ છે. આ રીતે આ મંદબુદ્ધિ ઇસમ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી સમાજનું અપમાન કરેલ છે. જે ચલાવી લેવામાં નહિં આવે.

વળી વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિંદુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ આવેદન પત્ર આપી  ભારતીય ટાઇગર ટ્રાઇબલ સેના દ્વારા માંગ કરાઇ છે કે આવા દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા ઇસમોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડ્યંત્રો થઈ રહ્યા છે તે રોકવામાં આવેતેમજ આદિવાસી સમાજના નેતાઓ અને આદિતાસી સમાજનું અપમાન કરવા બદલ આ ઇસમ વિરૂધ્ધ એટ્રોસીટી કાયદો ૧૯૮૯ અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

જો તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશેની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ LCB પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બાકરોલ બ્રીજ નીચેથી બોલેરો પીકમાં ભરેલા શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ કિં.રૂ.3.35 લાખનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ LCB  ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન બાતમી મળેલ કે, બોલેરો પીક ટેમ્પો નંબર- GJ-16-AU-7978 નો બાકરોલ બ્રીજ નીચે ઉભેલ છે. જે બોલેરો પીક અપમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલ છે.જે આધારે ભરૂચ LCBની ટીમે બાકરોલ બ્રીજ નીચે રેઇડ કરી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ધનેશ વિષ્ણુદેવ યાદવ ઉ.વ. ૪૦ રહે, કામધેનું એસ્ટેટ નારાયણના ગોડાઉનમાં બાકરોલ ગામ તા-અંક્લેશ્વર જી-ભરૂચને ઝડપી પાડી અને ભંગાર નો ૧૧૮૦ કિ.ગ્રામ જથ્થો કિ.રૂ. ૩૫,૪૦૦/- તથા બોલેરો પીક ટેમ્પો કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૩૫,૪૦૦/- ના મુદ્દામાલ કબ્જે લઈ સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આરોપીને પાનોલી પોલીસ મથકે સોપવામાં આવ્યો છે.

ભરૂચમાં તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો

ભરૂચમાં લોક રક્ષક દળની તાલીમ પૂર્ણ કરનાર 234 મહિલાઓનો પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.

ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો.પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝીક તાલીમ પુર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકોની દિક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહીતના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ વેજલપુર વાણીયાવાડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ પોલીસ દ્વારા આગામી તહેવાર ૩૧ ડિસેમ્બરને ધાને રાખી લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

દરમ્યાન ગતરોજ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળા નાઓની ટીમના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.ત્યારે બાતમીદારથી બાતમી મળેલ કે  ભરૂચ શહેરમાં વેજલપુર વાણીયાવાડમાં રહેતો શૈલેષ માછી વિદેશી દારૂ મંગાવી તેના ઘરમાં સંતાડી રાખેલ છે. જે ચોક્કસ બાતમીને આધારે પોલીસ ટીમે છાપો મારતા, ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વેજલપુર વાણીયાવાડમાંથી બુટલેગરના રહેણાંક મકાનમાંથી અલગ-અલગ વિદેશી દારૂની નંગ ૧૯૩ બોટલો/ટીન સહીત, કુલ કિંમત રૂપિયા ૯૮,૨૩૦/- ના જથ્થા સાથે એક ઈસમ રોહિત ઉર્ફે શૈલેષ ભાણાભાઇ માછી રહે, મકાન નંબર ડી/૧૫૩ ૭ વાણીયાવાડ વેજલપુર, ભરૂચને ઝડપી પાડી, પ્રોહીબીશન એક્ટ સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.

આખરે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે સરન્ડર કર્યું…જુઓ તે પહેલા શંં કહ્યું?(VIDEO)

છેલ્લા એક મહિનાથી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. જેઓ આજે 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે.

વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી છે. તેવામાં આજે ચૈતર વસાવાએ પોલીસ સામે સરન્ડર કર્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બુધવારે જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ ધરી દીધું છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યાં હતા.

ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલત અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી.

ભરૂચ નગર પાલિકાનો ચીંથરે હાલ વેશ, હાથમાં લાકડી, ઘંટડી અને કટોરો લઇ RTI એક્ટિવિસ્ટોએ ઉઘરાવી ભીખ

ભરૂચ ભાજપ શાસિત પાલિકાએ 30 વર્ષમાં પાલિકાને દેવાદાર બનાવી, વેરા ઉઘરાવી નગરજનોને લૂંટી અંધકારમાં ધકેલ્યા હોવાના આરોપ સાથે RTI એક્ટિવિસ્ટોએ પાલિકાનું દેવું ઉતરવા આજે ભિક્ષુક બની ભીખ માંગી હતી.

ભરૂચ નગર પાલિકાનો ચીંથરે હાલ વેશ, હાથમાં લાકડી, ઘંટડી અને કટોરો લઇ RTI એક્ટિવિસ્ટોએ દેવાદાર ભરૂચ પાલિકા માટે ડબ્બાઓ લઈ ભિક્ષા ઉઘરાવી હતી.

શહેરના શક્તિનાથ શાક માર્કેટ, કલેકટર કચેરી રોડ સહિતના વિસ્તારોમાં RTI એક્ટિવિસ્ટો રાજુ પંડિત, સેજલ દેસાઈ, વિનોદ કરાડે, દીપકભાઈ સહિતે ભાજપ શાસિત પાલિકાની રહી સહી શાખના પણ લીરેલીરા ઉડાવ્યા હતા.

વીજ કંપનીએ 8 કરોડના બિલ બાકી પેટે બે દિવસથી શહેરની સ્ટ્રીટલાઈટોના જોડાણ કાપી નાખતા ભરૂચમાં છવાયેલ અંધકાર પટ્ટ દૂર કરવા ભીખ માંગી ઉઘરાવેલા ડબ્બા, કટોરો લઈ તેઓ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા.

જ્યાં પાલિકા મહિલા પ્રમુખ જ કચેરી નીચે મળી જતા આ RTI એક્ટિવિસ્ટોએ પ્રમુખ વિભૂતિબેન યાદવ પાસે પણ વીજ દેવું ઉતારવા ફંડ માંગ્યું હતું. બિચારા મહિલા પ્રમુખ આ સમયે પીછો છોડાવી ભાગતા નજરે પડયા હતા.

બાદમાં પાલિકા કચેરીમાં મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલની કેબિનમાં જઈ ટેબલ ઉપર ઉઘરાવેલા ડબ્બા અને કટોરો મૂકી દેવાતાં અધિકારી પણ અચરજ સાથે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

ભરૂચ નગરમાં સ્ટ્રીટ લાઈટો બંધ થવા મુદ્દે વિપક્ષ દ્વારા નગરપાલિકાની ઘેરાબંધી

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચ નગરપાલિકાએ જીઇબીના બાકી પડતા નાણાંની ભરપાઈ ન કરતા જીઈબી દ્વારા સ્ટ્રીટ લાઈટના જોડાણ કાપી નાંખતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાયો છે.

આ મુદ્દે શાસક પક્ષ ભાજપા સામે આજે વિપક્ષે નગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી શહેરીજનોને પડતી તકલીફોને ઉજાગર કરવા માટે ભરૂચ નગરપાલિકાની ઘેરાબંધી કરી હતી.જેમાં વિપક્ષ દ્વારા પ્લેકાર્ડ સાથે ઢોલનગાર લઈ સુત્રોચ્ચાર કરી ખાલી તીજોરી લઈ પાલીકા સામે હલ્લાબોલ કર્યો હતો.

જેમાં વિપક્ષના નેતા સમશાસાદ અલી સૈયદે જણાવ્યું કે જો પાલિકા સત્વરે લાઇટો ચાલુ કરાવી અંધારપટ દુર નહીં થાય તો વિપક્ષ અને શહેર કોંગ્રેસ દ્વારા બે દિવસમાં પાલીકાને તાળા બંધી કરાશેની ચીમકીપણ ઉચ્ચારી હતી.આ હલ્લાબોલમાં વિપક્ષી સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાલિકાની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કરી ભરૂચ શહેરમાં બંધ થયેલ સ્ટ્રીટ લાઈટો ફરી ચાલુ કરાવવા અને દેવાદાર બનેલ પાલિકાને દેવામાંથી મુક્તિ આપવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.

ભરૂચ:ને.હા.48 ઉપર ચૌધરી પેલેસ હોટલ પર પાર્ક ટેમ્પોમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલના કંપાઉન્ડમાંથી પાર્ક ટેમ્પોમાંથી 9792 બોટલ દારૂ સાથે રૂપિયા 25 લાખ આસપાસનો મુદ્દામાલ કબ્જે કરી 1 શખ્શની ધરપકડ કરી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ ઝડપી પાડ્યો છે.


ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી આ પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.
અધિકારીઓની સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ગુના શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન પો.સ.ઈ. પી.એમ.વાળા ટીમ સાથે ને.હા. નંબર-48 પર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે, “નેશનલ હાઇવે 48 ઉપર ભરૂચ થી અંક્લેશ્વર જતા ટ્રેક ઉપર આવેલ હોટલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં તાડપત્રી બાંધેલ એક આઇસર ટેમ્પો નંબર MH-24-AU-1974 છે જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.


બાતમી આધારે હોટલ ચૌધરી પેલેસના પાર્કીંગમાંથી બાતમીવાળા આઇસર ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 9792કિંમત 14.35 લાખ રૂપિયા સહીત 25 લાખ રૂપિયા આસપાસના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આઇસર ટેમ્પોમાં રબર ફ્રોમ વેસ્ટેજની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો. ગુનામાં ગજાનન વિષ્ણુભાઇ જાદવ ઉ.વ. ૪૦ રહેવાસી કર્મયોગી સોસાયટી-૨ પાંડેસરા હાઉસીંગ બોર્ડ સુરત શહેરની ધરપકડ કરવામાં આવી છે.આ ગુનામાંસંડોવાયેલા 3 આરોપીઓસંજય ઉર્ફે સંજુ દાઢી ગવાણે રહે. લીંબયત,નરેશ મેવાડા,દીપકને વોન્ટેડ જાહેર કરાયા છે.દારૂના જથ્થાને ઝડપી પાડવામાં પો.સ.ઇ. પી.એમ.વાળા સાથે એ.એસ.આઇ. ચંદ્રકાંત, એ.એસ.આઇ. અજયભાઈ , અ.હે.કો. શ્રીપાલસિંહ, અ.હે.કો. હિતેશભાઇ, અ.હે.કો. અજયભાઇ, અ.હે.કો. કિશોરસિંહ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નૈલેષદાન અને વુ.અ.પો.કો. હિરલ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કામગીરી કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકા પર ફાયર બ્રિગેડ દ્વારા લગ્ન પ્રસંગમાં પાણી સપ્લાય કરવાનો થયો આક્ષેપ!

ભરૂચ નગર પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભી થયો છે. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી તે સામે એકજ દિવસ બાદ ઇમરજન્સી વાહન લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે મોકલવાનો વિવાદ સર્જાયો છે.

ભરૂચ નગર પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભી થયો છે. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી તે સામે એકજ દિવસ બાદ ઇમરજન્સી વાહન લગ્ન પ્રસંગમાં વોર સપ્લાય માટે મોકલવાનો વિવાદ સર્જાયો છે. મામલે વિપક્ષ ઉગ્ર છે તો પાલિકા સત્તાધીશોએ મુખ્ય ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને નોટિસ ફટકારી જવાબ મંગાવની તૈયારી હાથ ધરી છે.

8 નવેમ્બર 2023 ની રાતે ભરૂચમા એક વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ફાયર બ્રિગેડ ઇમરજન્સી લાઈટ સાથે એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું. આ સ્થિતિ જોઈ સ્થાનિકો ચોકી ઉઠ્યા હતા જેમણે વિડીયો ઉતારી પાલિકા અધિકારીઓ દ્વારા થતો સત્તાના દુરૂપયોગની ઘટના પ્રજા સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો હતો.

મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલ શો રૂમમાં એક દિવસ અગાઉ લાગેલી આગ બાદ ફાયર ટેન્ડર ભારથી મંગાવવા પડ્યા હતા. આબાબતથી પણ સબક ન લઈ ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઈટ સાથે લગ્નમાં વોટર સપ્લાય સાથે મોકલું,આ ગંભીર બેદરકારી અને બેજવાબદાર વર્તન છે. તપાસ અને કાર્યવાહીના આદેશ થવા જોઈએ.

મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરતા ભરુચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મામલો ખુબ ગંભીર છે.આ પ્રકારની હરકત ચલાવી લેવાશે નહીં. ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને કારણદર્શક નોટીસ ફટકારી જવાબ માંગવામાં આવશે. આ ઉપરાંત યોગ્ય જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે.

વિવાદનું સ્વરૂપ ધારણ કરનારા આ મામલામાં ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે રજા ઉપર હોવાનું જણાવી મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.મામલો ટોઅક ઓફ ધ ટાઉન બની રહ્યો છે અને ઇમરજન્સી સેવાના દુરૂપયોગનો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે મામલાની તપાસમાં શું બહાર નીકળે છે? અને વાત દાબી દેવાય છે કે દાખલારૂપ કાર્યવાહી થાય છે. તે જોવું રહ્યું !!!

અંકલેશ્વરના જીતાલી ગામની આદિવાસી દિકરી બની વડોદરાની ડેપ્યુટી કલેક્ટર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે માતા-પિતા નિરક્ષર હોવા છતાં દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેના તેમણે તમામ પ્રયાસો કર્યા અને આખરે માતા-પિતાના સહકારથી એક દીકરી કે જેણીને મામલતદારનો જોઈન્ટ લેટર પોસ્ટ મારફતે મોકલ્યો પરંતુ ગામ લોકોએ તેને જાણ ન કરતા. આખરે આ દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પણ તનતોડ મહેનત કરી અને 19 મી ડિસેમ્બરે ગરીબ પરિવારની દીકરી વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેનાર છે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી અને તેમની પત્નીએ પણ માત્ર 4 ધોરણનો અભ્યાસ કર્યો છે જેના માતા પિતાએ ઊંચો અભ્યાસ ન મેળવ્યો હોય અને તેની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય. બસ આવી જ ખુશી જીતાલી ગામના એક આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે.

ભરતભાઈ રાઠોડની દીકરી ઊર્મિલા રાઠોડ આજે ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે. ઉર્મિલાનો જન્મ 12 એપ્રિલ 2000માં થયો 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં જ વગર ટ્યુશને કર્યો. ધોરણ 8 થી 10સુધીનો અભ્યાસ પણ પરિસ્થીતિને કારણે અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યો. જ્યારે ધોરણ 11 અને 12મું ઉર્મીલાએ વગર ટ્યુશને અંકલેશ્વરની લાઇન્સ સ્કૂલમાં કર્યું. જે બાદ તેણે કડકિયા કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

ઉર્મીલાનો મામલતદાર તરીકેનો નિમણૂંક પત્ર તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો અને ત્યાં ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલને સ્વીકારી પરંતુ તે નિમણૂંક પત્ર જીતાલી સ્થીત ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તે આ નોકરીથી વંચીત રહી પણ તેનાથી નિરાશ ના થઈ તેણે વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો. જેના ફળસ્વરૂપ તેની ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામતા તેની નિમણૂંક આજે વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે થવા પામતા જીતાલીના આ આદિવાસી પરિવારમાં ખુશહાલી છવાઇ હતી.

ઉર્મિલા રાઠોડ આગામી તા.19મી ડિસેમ્બર 2023 ના રોજ વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેવાની છે.ઉર્મીલાની આ સફળતાનો સંપૂર્ણ યશ તેણે તેના નિરક્ષર માતા-પિતાને આપી એક ગરીબ આદિવાસી દિકરી પણ કલેકટ બની શકે છે નો દાખલો બેસાડતા જીતાલી ગામના રહીશોએ તેનું ફૂલહાર થી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Content is protected !!