ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી જાહેર માર્ગો પરની સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકો અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. ભરૂચ નગરપાલિકાએ જીઇબીના બાકી પડતા નાણાંની ભરપાઈ ન કરતા જીઈબી દ્વારા સ્ટ્રીટ લાઈટના જોડાણ કાપી નાંખતા સમગ્ર શહેરમાં અંધારપટ છવાયો છે.
આ મુદ્દે શાસક પક્ષ ભાજપા સામે આજે વિપક્ષે નગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ સામે આક્રોશ વ્યક્ત કરી શહેરીજનોને પડતી તકલીફોને ઉજાગર કરવા માટે ભરૂચ નગરપાલિકાની ઘેરાબંધી કરી હતી.જેમાં વિપક્ષ દ્વારા પ્લેકાર્ડ સાથે ઢોલનગાર લઈ સુત્રોચ્ચાર કરી ખાલી તીજોરી લઈ પાલીકા સામે હલ્લાબોલ કર્યો હતો.
જેમાં વિપક્ષના નેતા સમશાસાદ અલી સૈયદે જણાવ્યું કે જો પાલિકા સત્વરે લાઇટો ચાલુ કરાવી અંધારપટ દુર નહીં થાય તો વિપક્ષ અને શહેર કોંગ્રેસ દ્વારા બે દિવસમાં પાલીકાને તાળા બંધી કરાશેની ચીમકીપણ ઉચ્ચારી હતી.આ હલ્લાબોલમાં વિપક્ષી સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાલિકાની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કરી ભરૂચ શહેરમાં બંધ થયેલ સ્ટ્રીટ લાઈટો ફરી ચાલુ કરાવવા અને દેવાદાર બનેલ પાલિકાને દેવામાંથી મુક્તિ આપવવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.