ભરૂચ પોલીસ દ્વારા આગામી તહેવાર ૩૧ ડિસેમ્બરને ધાને રાખી લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમ્યાન ગતરોજ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળા નાઓની ટીમના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.ત્યારે બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચ શહેરમાં વેજલપુર વાણીયાવાડમાં રહેતો શૈલેષ માછી વિદેશી દારૂ મંગાવી તેના ઘરમાં સંતાડી રાખેલ છે. જે ચોક્કસ બાતમીને આધારે પોલીસ ટીમે છાપો મારતા, ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના વેજલપુર વાણીયાવાડમાંથી બુટલેગરના રહેણાંક મકાનમાંથી અલગ-અલગ વિદેશી દારૂની નંગ ૧૯૩ બોટલો/ટીન સહીત, કુલ કિંમત રૂપિયા ૯૮,૨૩૦/- ના જથ્થા સાથે એક ઈસમ રોહિત ઉર્ફે શૈલેષ ભાણાભાઇ માછી રહે, મકાન નંબર ડી/૧૫૩ ૭ વાણીયાવાડ વેજલપુર, ભરૂચને ઝડપી પાડી, પ્રોહીબીશન એક્ટ સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.