The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 15

ભરૂચના નવસર્જન હોન્ડાના શો રૂમમાં રાતના સુમારે આગ ફાટી નીકળતા દોડધામ

જુના નેશનલ હાઇવે પર નવસર્જન મોટર્સના ટુ વહીલર શો રૂમમાં રાતના સુમારે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ ઉપર મેળવવા એક પછી એક 5 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી.

ભરૂચ : જુના નેશનલ હાઇવે પર નવસર્જન મોટર્સના ટુ વહીલર શો રૂમમાં રાતના સુમારે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ ઉપર મેળવવા એક પછી એક 5 ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી હતી. બેઝમેન્ટમાં લાગેલી આગના કારણે બુઝવવા માટે પણ ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો.

fire

ભરૂચ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરફથી મળતી માહિતી અનુસાર રાતે પાલિકાના ફાયર સ્ટેશનમાં નવસર્જન મોટર્સના પાછળના ભાગમાં આગ અને ધુમાડા નજરે પડી રહ્યા હોવાનો કોલ મળ્યો હતો. બેઝમેન્ટ બંધ હોવાના કારણે આગ બુઝાવવા સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 5 ફાયર ટેન્ડરોએ કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ભરૂચના કારેલા ગામે જુગાર રમતા ૬ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન તથાજુગારના બનતા બનાવોને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તીઓ અટકાવવા તથા ગુનાઓ શોધીકાઢવા સારૂ આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. પઢિયાર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમા હતા.

દરમિયાન મળેલ બાતમીના આધારે કારેલા ગામે તાડ ફળીયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં પાથરણું પાથરી પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા હોય પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા જુગાર રમતા ૬ ખેલીઓ ગોવિંદભાઇ પુનાભાઇ વસાવા ઉ.વ-પર રહે.-કારલા ગામ, નવીનગરી તા.જી.-ભરૂચ., ગોકુળભાઇ અંબાલાલ વસાવા ઉ.વ-૪૫ રહે.-કારલા ગામ, તાડ ફળીયું તા.જી.-ભરૂચ., ઉર્વેશભાઇ ગોવિંદભાઇ વસાવા ઉ.વ-ર૮ રહે.-કારેલા ગામ, તાડ ફળીયું તા.જી.-ભરૂચ, મુકેશભાઇ રાવજીભાઇ વસાવા ઉ.વ-૩૩ રહે.-કારલા ગામ, તાડ ફળીયું તા.જી.-ભરૂચ, રણજીતભાઇ મોહનભાઇ વસાવા ઉ.વ-૪૪ રહે.-કારેલા ગામ, તા.જી.-ભરૂચ., પ્રહલાદ ઉર્ફે કાળીયો પરેશભાઇ વસાવા ઉ.વ-ર૪ રહે.-કારેલા ગામ, નાનો ભીલવાડો તા.જી.-ભરૂચને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુધ્ધ જુગારધારા કલમ ૧ર મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.

ઝઘડીયામાં ચોર પકડાયા બાદ કંપની સંચાલકોએ નોંધાવી ચોરીની ફરીયાદ!

ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અનુપમ રસાયણ કંપની માંથી ચોરી થયેલ ૨૪.૯૦ લાખના કેટલીસ્ટ નામના કેમિકલના ચોરોને ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા બાદ કંપનીનો સંપર્ક કરતા કંપની સંચાલકોએ ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. અચરજની વાત તો એ છે કે વેરહાઉસ માંથી કંપનીમાં જ કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સીસીટીવી કેમેરાની કવરેજમાં મુકેલા કેટલીસ્ટ કેમિકલના ડ્રમ સીસીટીવી કેમેરાની દિશા ફેરવીને ચોરી કરી ગયા તે પણ કેમેરા ફરી ગયા છે તેવું કંપની સંચાલકોને ધ્યાને આવ્યું જ નહીં.

ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર કંપનીમાં પ્લાન્ટ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા વિજય રતનજીભાઈ પરમારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે તેઓએ ગત તા.૯.૮.૨૩ ના રોજ કંપનીના પ્લાન્ટ માંથી ઉપયોગ થઈ ગયેલ ૬૮.૫ કિલો કેટલીસ્ટના ડ્રમ ભરી પ્લાન્ટના તાબામાં કામ કરતા વેરહાઉસના ઈન્ચાર્જને કેટલિસ્ટના બંને ડ્રમ સીલ મારી આપી આવેલ હતા.ત્યાર બાદ તા.૨.૧૧.૨૩ ના રોજ પ્લાન્ટ ઈન્ચાર્જ વિજય પરમાર કંપની પર હાજર હતા ત્યારે વેર હાઉસ માંથી વિજય પરમાર પર ફોન આવ્યો હતો કે કેટલીસ્ટ ડ્રમના સીલ ડાઉટફૂલ લાગે છે તેમ કહેતા પ્લાન્ટ ઈન્ચાર્જ વિજય વેરહાઉસ ગયેલ હતા અને બંને કેટલીસ્ટ ડ્રમ કેબલ ટાઈપ સીલ નંબર સાથેના હતા તે બદલાયેલ જણાયા હતા અને તેમાંથી કુલ ૬૮.૫ કિલો જેટલું કેટલીક ચોરી થયાની જાણ થઈ હતી.ત્યાર બાદ કંપની સંચાલકોએ કેટલીસ્ટ ડ્રમ વેરહાઉસમાં સીસીટીવી કેમેરાની કવરેજમાં મુકેલ હતા જેથી તેઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા બંને કેમેરાની દિશા ફેરવી નાખવામાં આવેલ હતી જેથી સીસીટીવી ફૂટેજમાં કોઈ હકીકત જણાયેલ આવેલ નથી અને કોઈ ચોરી ઈસમો ચોરી કરી ગયા હોવાનું જણાય આવેલ હતું.

અનુપમ રસાયણ કંપનીના સંચાલકોને તા.૨.૧૧.૨૩ ના રોજ રૂ.૨૪.૯૦ લાખના કેમિકલની કંપનીમાંથી ચોરી થઈ હોવા છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી જેના પરથી કંપની સંચાલકોની બેદરકારી ફલિત થાય છે ! ગત તા.૨.૧૨.૨૩ ના રોજ કંપનીમાં વેરહાઉસમાં કામ કરતા કિશન વસાવા અને પ્રદીપ વસાવાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે પકડેલ હોવાની માહિતી કંપની સંચાલકોને મળતા તેઓ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં તપાસ કરવા ગયેલ હતા અને જ્યાં તેમને માલમ થયું હતું કે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા ઝડપેલ કિશન હુરજીભાઈ વસાવા તથા પ્રદીપ વસાવા જેઓ અનુપમ રસાયણ કંપનીના વેરહાઉસમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે.ઝઘડિયા પોલીસે બંને ઈસમો પાસેથી ૧૦ કિલો કેટલીસ્ટ જેની કિંમત રૂપિયા ૬ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા.જેથી કંપની સંચાલકોએ કિશન હુરજીભાઈ વસાવા રહે.મોરતલાવ તા. ઝઘડિયા તથા પ્રદીપ પ્રહલાદ વસાવા રહે. પીઠોર તા.વાલીયા વિરુદ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નેત્રંગમાં 11.3 કિલોના ગાંજાના 2 છોડ સાથે 1 આરોપીની ધરપકડ

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ભાવસિંગ વસાવાને મળેલી બાતમીના આધારે નેત્રંગ રાજપારડી રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. SOG ટીમે રણજીત જેસંગબાવા રાજના ઘરની પાછળના વાડામાં તપાસ હાથ ધરી હતી. વાડામાં વાવેલા માદક વનસ્પતિજન્ય ગાંજાના બે છોડ મળી આવ્યા હતા.

એક છોડ 11 ફૂટ અને તુવેરની આડમાં રહેલો બીજો ગાંજાનો 9 ફૂટનો છોડ મળી આવ્યો હતો. જેને મૂળિયા સહિત કાઢી વજન કરવામાં આવતા 11 કિલો 303 ગ્રામના બંને છોડને કબ્જે લેવામાં આવ્યા હતા. NDPS એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી કુલ રૂપિયા 1.13 લાખનો ગાંજાના મળી આવેલા જથ્થા બદલ નેત્રંગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. વૃદ્ધ આરોપીએ વાડામાં ગાંજાના છોડ વેચાણ માટે કે પોતે નશો કરવા વાવ્યા હતા તે અંગે વધુ તપાસ ચલાવવામાં આવી છે.

રાજપારડી ખાતે BAPના મહાસચિવ દિલીપ વસાવાનું ભવ્ય સ્વાગત કરાયું

ભારતીય આદિવાસી પાર્ટીના રાજસ્થાનમાં 3 તેમજ મધ્યપ્રદેશ‌માં 1 ઉમેદવારની ચૂંટણીમાં ભવ્ય જીત થતાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે BAPના મહાસચિવ દિલીપ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને ભારતીય આદિવાસી પાર્ટીના‌ (BAP) મહાસચિવ દિલીપ વસાવાએ પોતાની પાર્ટી બનાવી રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં રાજસ્થાનમાં 3 ઉમેદવાર વિજેતા થયા હતા, તેમજ મધ્યપ્રદેશમાં એક ઉમેદવારનો વિજય થયો હતો.

જેની જીતની ખુશીમાં BAPના મહાસચિવ દિલીપ વસાવા રાજપારડી ચાર રસ્તા ખાતે આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેઓનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપારડી ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી જંગમાં ભારતીય આદિવાસી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો પૈકી 12થી 15 ઉમેદવારોને 50 હજારથી વધુ મતો મળ્યા છે, ત્યારે આદિવાસી સમાજના નવયુવાનો રાજકારણમાં આગળ આવી સમાજનું ઉત્થાન કરીને ન્યાય અપાવે તેમજ આદિવાસી સમાજના અધિકારો અને હકો બાબતે લોકોમાં જાગૃતિ લાવે તેમ BAPના મહાસચિવ દિલીપ વસાવાએ જણાવ્યું હતું.

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપ લાઇનમાં ભીષણ આગ

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ભરૂચ જિલ્લાના વગર તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે સાથે તાલુકાની દહેજ જીઆઇડીસીની ઉત્પાદન માટે તેલ અને ગેસની જરૂરિયાત પાઈપલાઈન મારફતે પુરી પાડવામાં આવે છે.

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.એકતરફ આકાશમાં ઉડતા કાળાડિબાંગ વાદળોએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો તો બીજી તરફ આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તે પણ તપાસનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર , ONGC કે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી ઘટનાને બપોરે 3 વાગ્યા સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથીઘટનાસ્થળે ઇમરજન્સીનો કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે રવાના કરાયા છે જે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. આગ ક્રૂડની પાઈપલાઈનમાં લાગી છે જોકે આ લાઈન કોની છે તે અંગે બપોરે 3 વાગ્યા સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

કોમી એકતાના દર્શન કરાવતી 52 ગજની મોટી-લાંબી મઝાર શરિફ રાજપીપળામાં

દરેક કોમના લોકો જ્યાં માથું ટેકવે છે, કોમી એકતાના પ્રતિક સમી એવી 638 વર્ષ જુની નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સ્થિત મઝાર શરિફ નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિઝામશાહ નાદોડીની મઝાર શરિફની સાથે તેમના સાથી ખિદમત અલી બાબાની પણ મઝાર આવેલી છે. જે 52 ગજની છે, અને તે ગુજરાતની સૌથી મોટી અને લાંબી મઝાર શરિફ હોવાનું મનાય છે. જ્યાં 3 દિવસ તેમનું ઉર્ષની સાથે કવ્વાલીનો મુકાબલો પણ કરવામાં આવે છે. જેમાં કેટલાય જીલ્લાના હિંદુ-મુસ્લિમ બિરાદરો આવે છે.ત્યારે નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી નિમિત્તે કવ્વાલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ મઝાર શરિફનો ઇતિહાસ ઘણો જૂનો છે. જેમાં આ એક એરંબા વન હતું, અને આજ જગ્યાએ નિઝામશાહ દાદા અને તેમનો ચેલો રહેતા હતા. આ દરમ્યાન આકાશમાં એક રાક્ષસને ઉડતા જોતાં જ નિઝામશાહ દાદાએ ચેલાને કહ્યું કે, ઉસકો પકડલે. પરંતુ ચેલો હાઈટમાં નાનો હતો. જોકે, ગુરૂએ કહ્યું એટલે ખિદમત અલી બાબાએ રાક્ષસને પકડવા હાથ ઊંચો કર્યો તો આપોઆપ ખિદમત અલી બાબાની હાઈટ લાંબી થઈ ગઈ અને રાક્ષસને મારી નાંખ્યો હતો. આ ઘટનાને આજે 638 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી દાદાનું ઉર્ષ મનાવવામાં આવે છે સાથે આ ઉર્ષમાં લોકમેળો પણ ભરાય છે અને આ મેળામાં અને ઉર્ષમાં કોમી એકતાના દર્શન થાય છે.

ભરૂચના નંદેલાવ વિસ્તારમાંથી ૬ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના આધારે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા ભરૂચ શહેર એ-ડીવીઝન ના પોલીસ ઇન્સપેક્ટર વી.એન.રબારી દ્વારા ડ્રાઇવ બાબતે પ્રોહી/જુગારના વધુમાં-વધુ કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.

તે દરમ્યાન ટીમને બાતમી મળેલ કે ભરૂચના નંદેલાવ વિસ્તારની જલારામ હોસ્પિટલ પાછળ આવેલ હરીઓમ નગર સોસાયટીના રહેણાંકના મકાનમાં ગેરકાયેસર પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાય છે.જેવી બાતમીના આધારે હરીઓમ નગર સોસાયટીના મકાન નંબર સી-૨૭ ખાતેથી સફળ રેઇડ કરતા ત્યાંથી ૦૬ આરોપીઓ સુરેશભાઇ ઇશ્વરલાલ ભાગવાની રહે. સી-૨૭, હરીઓમ નગર, નંદેલાવ, ભરૂચ., રવિન્દ્રભાઇ નાનુભાઇ માછી રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,હિંમાશુભાઇ કાંતિભાઇ માછી રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,ભાવિનભાઇ રમેશચંદ્ર રાણા રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,ધવલ અશોકભાઇ મિસ્ત્રી રહે. ધોળીકુઇ બજાર, મચ્છી માર્કેટ પાસે, મોગલપુરા, ભરૂચ,વિજયભાઇ ચંદુભાઇ વસાવા રહે. બી-૫૧, હરીદ્વાર સોસાયટી, ભોલાવ, ભરૂચને કુલ કિં.રૂ. ૦૨,૩૭,૯૪૦/- ના રોકડ તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા. ૫૭,૯૪૦/-, મોબાઇલ નંગ-૦૬ કિં.રૂ.૩૦,000/-, મોટર સાઇકલ/ મોપેડ નંગ-૦૩મળી કુલ મુદ્દામાલ કિં રૂ. ૦૨,૫૭,૯૪૦/-કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસે દુકાનમાંથી એસ.એસ ના વાલ્વ સાથે ૩ ઝડપાયા

ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને ડામવા માટે વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત જિલ્લાના અનેક સ્થળે દરોડા પાડી રહ્યા છે, તેમજ ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા હાંસલ થઈ છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે જિલ્લાના પાનોલી નજીક આવેલ બાકરોલ બ્રિજ પાસેની એક દુકાનમાં દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડા દરમ્યાન 280 કિલો ગ્રામ જેટલાં એસ.એસ ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા.જે બાદ આ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા બાબુ સિરાજ અંસારી રહે, યોગી નગર સારંગપુર અંકલેશ્વર, ગોકુલ લાલા શાહુ રહે, બાકરોલ અંકલેશ્વર તેમજ રામ અવતાર ગણપત દાસ સ્વામી રહે, બાકરોલ, અંકલેશ્વરની ધરપકડ કરી તમામ પાસેથી કુલ 83 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ વિધાનસભા ભાજપના નુતનવર્ષ સ્નેહમિલનમાં વિરાટ મેદની વચ્ચે 2024 માં ઐતિહાસિક વિજયનો સંકલ્પ

ભરૂચ વિધાનસભા ભાજપના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત નુતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં વિરાટ મેદની વચ્ચે 2024 માં ઐતિહાસિક વિજયનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા પ્રભારી અશોક પટેલ, સાંસદ મનસુખ વસાવા તેમજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં 153 ભરૂચ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.

ભરૂચ જિલ્લા ભાજપના મહાનુભવો અને આગેવાનોએ તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી 2024 ની લોકસભા ચૂંટણી માટે ભરૂચમાં ફરી ઐતિહાસિક જીત માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.

ભરૂચ ભાજપ વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,  પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ખુમાનસિંહ વાસીયા, ધર્મેશ મિસ્ત્રી, ભારતસિંહ પરમાર, પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!