The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 13

મરહૂમ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માણી

રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પનોતા પુત્ર એવા મરહૂમ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માણી હતી.

ફેજલ પટેલ દરેક તહેવારમાં અગ્રીમ ભાગ ભજવે છે અંકલેશ્વર ખાતે તેમણે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નાઝુ ફડવાલાના ઘરે ઉત્તરાયણની મજા માણી હતી અને ઉતરાયણ પર્વ તેમજ પોંગલ પર્વની તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાઝુ ફડવાલા તેમજ અંકલેશ્વર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર જાની સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા  ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગતા વાતાવરણ સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું.

અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જાવા પામી હતી. આ ઘટનામાં અંકલેશ્વર DPMC ,પાનોલી નોટીફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્ડરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. એ ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવ સંદર્ભે પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવાના કારણની તપાસ પણ હાલ શરૂ કરવામાં આવી છે. જોકે આ આગની ઘટનાનું ખરૂં કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે ચિંતા ઉભી કરી રહી છે.

ખુલ્લી ફાટકના કારણે દહેજ -ભરૂચ રેલવે ટ્રેક પર ઇકોની ટ્રેન સાથે ટક્કર, 4ને ઇજા

દહેજ પોર્ટને જોડતી ભરૂચ – દહેજ રેલવે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગસરતો પૈકી બેની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ – ભરૂચ ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટને કારણે ઇકોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે 35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર એક ઇકો પસાર થઇ રહી હતી, ત્યારે આ ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાન ચાલકને ફાટકની પરવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ સિવિલના ઓર્થોસર્જન બન્યા સ્ટીલ મેન,બોડી બિલ્ડીંગમાં મિસ્ટર ભરૂચના જીત્યા બે ખિતાબ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા બજાવતા ડો. કૃણાલ ચાપાનેરીએ થર્ડ મેન ઓફ સ્ટીલ બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ 2023-24 ના બે એવોર્ડ અંકે કર્યા છે.


ભરૂચ બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં મોદીની વાડી ખાતે સ્પર્ધા યોજાઈ હતી. થર્ડ મેન ઓફ સ્ટીલ મિસ્ટર ભરૂચ 2023-24 ની સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી.
જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડો. કૃણાલ ચાપાનેરીએ બોડી બિલ્ડીંગ ક્લાસિક અને મેન્સ ફિઝિક્સ 170 સેમી ઉપરની બે કેટેગરીમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. સ્પર્ધામાં કુલ 110 થી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો.


વિજેતાઓને એસોસિએશનના પ્રમુખ નરેશ ઠક્કર, ઉપપ્રમુખ સંદીપ વિઠલાની, ટ્રેઝરર જીજ્ઞેશ રાજપૂત સહિતના તરફથી પ્રમાણપત્ર સાથે ટ્રોફી એનાયત કરાઈ હતી.ડો. કૃણાલ છેલ્લા 8 વર્ષથી ફિટનેસ પર પૂરૂ ધ્યાન આપી વર્ક આઉટ કરી રહ્યા છે. તેઓએ કોઈ સ્ટીરોઇડ કે પ્રોટીન પાઉડર લીધા વગર નેચરલ બોડી બનાવી છે. ખાસ ડાયટમાં કઠોળ, દ્રાયફૂટ, પનીર, સિંગદાણા લઈ રહ્યા છે. તેઓ 5 વર્ષથી ખાંડ કે કોઈ સ્વીટ આરોગતા નથી. સાથે જ મેંદા અને રિફાઇન તેલથી દૂર રહી ઘાણીનું તેલ જ આરોગે છે. અગાઉ બે વખત તેઓ વિજેતા બન્યા છે જોકે પેહલી વખત પ્રથમ ક્રમ બે કેટેગરીમાં મેળવી મિસ્ટર ભરૂચ બન્યા છે.

ભરૂચ તાલુકામાં લવજેહાદની ઘટના : હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઝડપાયો

ભરૂચ તાલુકાના વેસદડા ગામે રહેતી યુવતીને લગ્નની લાલચ આપી મુસ્લીમ યુવાને હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે બળાત્કાર આચરનાર આરોપી ને ભરૂચ રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.

ભરૂચ જિલ્લામાં લવજેહાદની ધટનાઓમાં વધરો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના ભરૂચ તાલુકાના એક ગામેથી પ્રકશમાં આવી છે. જેમાં આદિલ પટેલનામના એક મુસ્લીમ યુવાને પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી ઇન્સ્ટાઆઇડી ઉપર “આર્ય પટેલ” હિન્દુ નામ ધારણ કરી પોતાની ઓળખ છુપાવી અને કોલેજીયન યુવતી સાથે છેતરપીંડી આચરી, યુવતીનો પીછો કરી તેની મરજી વિરૂધ્ધ તેને બ્લેકમેઇલ કરી તેની સાથે વારંવાર શારીરીક અડપલા તેમજ દુષ્કર્મ આચરી યુવતીને પોતે મરી જવાની ધમકીઆપી રૂ. ૫૦,૦૦૦/- ની માંગ કરી હેરાન પરેશાન કરતો હોવાની ફરીયાદ નોંધાવા પામી હતી.

જે ગુનાની ગંભીરતા  ધ્યાને લઈ પોલીસે બળાત્કાર,છેતરપીંડી અને બ્લેકમેઇલીંગ જેવી વિવિધ કલમો હેઠળ યુવતીની ફરીયાદ નોંધી આરોપી આદિલ ઉર્ફે આર્ય પટેલને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી ઝણકાટ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.દરમિયાન બાતમીના આધારે આરોપી આદિલની માહિતી મેળવી પોલીસ માણસોની એક ટીમ બનાવી તપાસ હાથ ધરતા ચાવજ ખાતે થી આ ગુનાના ૨૫ વર્ષીય આરોપી આદીલ અબ્દુલ પટેલને ઝડપી પાડી ભરૂચ રૂરલ પોલીસ મથકે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખતા હોવાના અનેક ચોકવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રિના ભરૂચની LCBની ટીમે અંકલેશ્વર GIDCમાંથી વધુ એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું. LCBએ ગોડાઉનમાંથી કુલ રૂ. 34.23 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે.જેમાં અનેક કંપનીઓ ગોડાઉનોમાં પોતાના માલ સામાન રાખતા હોય છે.પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે.જોકે તેમના આ કારસ્તાન પોલીસની નજરેથી બચી શકતા નથી. જીહા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા ના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા.જે અનુસંધાને ભરૂચના LCB ના ઈન્ચાર્જ PI એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી.

આ સમયે એક ટીમને માહિતી મળી હતી કે,અશોક કેશરીમલ માલી રહે, કંબોડીયા તા-નેત્રંગ તથા લખીરામ ગીરીરાજ ગૌતમ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર GIDC ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર.4504 ખાતે ગોડાઉનમાં કટીંગ કરે છે.આ માહિતીના આધારે પોલીસે GIDC માં આવેલી ક્રીસ્ટલ ચોકડી નજીક પ્લોટ નંબર- 4504 માં રેઇડ કરીને દારૂનો જથ્થો ભેરલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું.પોલીસે ગોડાઉન તથા આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ- 13656 કુલ કી.રૂ.19,23,000 તથા આઇસર ટેમ્પો નંબર- MH-05-EL-6012 કી.રૂ.15,00,000 સહીત કુલ રૂ.34,23,000 ના મુદામાલ સાથે એક ઇસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

રાજપીપળા ની મહિલાએ પોતાના ઘરના ધાબા પર ફ્લાવર શો બનાવ્યો

હાલ ગુજરાત ના અમદાવાદ માં ફ્લાવર શૉ ચાલી રહ્યો છે. અને SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલી નું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળા ના મહાવિદ્યાલ રોડ પાર રહેતા ભાવનાબેન પટેલ નથી કોઈ ફાર્મિંગનું ભણ્યા કે નથી કોઈ તાલીમ લીધી પણ બસ ફૂલ છોડ ઉગાડવાનો શોખ થી ધાબાપર નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા.

ઘરમાં તેલની ડબ્બો ખાલી થાય કે કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંગ્સના બોટલ, ઘરના કુકર તપેલા જે ખરાબ થયા હોય કાન થયા હોય પેન્ટ, પાર્સ ફાટી ગયા હોય તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી ને જેમાં માટી ભરી ને તેમાં છોડ રોપી ને જેની માવજત કરતા નિયમિત પાણી આપતા અને જે ફૂલ સુકાઈ ગયા હોય એને માટી માટી સાથે મિક્સ કરીને ખાતર પણ જાતે બનાવતા અને એકદમ ઓર્ગેનિક ફૂલવાડી બનાવી.
આજે કોઈ ધાબા પાર એક ફ્લાવરશો ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લગતા રાજપીપળા માં ભાવનાબેન પટેલ નું ઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ભાવનાબેન પટેલ ના ફ્લાવર શો ને જોવા મોટી સંખ્યા માં સાગા સબંધીઓ આવે છે. જરૂર પડે સલાહ લે છે અને કલમો તૈયાર કરેલી હોય તે મફતમાં આપે છે. આમ એક ગૃહિણી ધારે તો શું ના થાય એ આજે ભાવનાબેને કરી બતાવ્યું અને ભલભલા ગાર્ડનિંગ નો કોર્ષ કરનારા તજજ્ઞોને પણ પાછળ પાડી દીધા છે.

આદિવાસી બહેનો કેળાના રેશા માંથી વિવિધ વસ્તુઓ બનાવીને બની પગભર

નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના રેશા માંથી વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે. આ આદિવાસી બહેનો દ્વારા બનાવેલ હેન્ડ વોલેટ, હેન્ડ બેગ,પેન સ્ટેન્ડ, બેલ્ટ, ટુર બેગ,કેપ,મોબાઈલ પોકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે હાથે ગુંથીને બનાવે છે.

વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલ સમોટ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે. આ મહિલાઓ ને હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનની મદદ થી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.આ બહેનોએ બનાવેલ વસ્તુઓને માર્કેટમાં લોકો સુધી પહોચાડવા માટે આ ફાઉન્ડેશન એકતા મોલ, ફર્ન હોટેલ, સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સોવિનિયાર શોપ શરૂ કરાવીને આ મહિલાઓ જ આ દુકાનો પર બેસી વેચાણ કરાય છે અને આજે ઉત્પાદન થી લઈને વેચાણ સુધીની કામગીરી પણ આ આદિવાસી મહિલાઓ જ કરે છે.આ કાર્ય થી મહિલાઓ પગભર બની છે અને  આર્થિક રીતે સદ્ધર પણ થઈ છે.

ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો વધતાની સાથે વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું

ભરૂચ જીલ્લામાં આજે ગાઢ ધુમ્મસભર્યું વાતવારણ જોવા મળ્યું હતું જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી.

ભરૂચ જિલ્લામાં ઠંડીનો પારો વધતાની સાથે સવારથી જ વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું હતું. આજે વહેલી સવારે હાઇવે સહિતના માર્ગો ઉપર ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. જેના કારણે વિઝિબ્લિટીમાં પણ ઘટાડો થયો હતો. તો વાહનચાલકોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને પગલે રાજ્ય સહિત ભરુચ જીલ્લામાં ઠંડીનું જોર ઘટી ગયું હતું જેને પગલે લોકોને ઠંડીનો અનુભવ થયો ન હતો પરંતુ હાલ રાજ્યમાં ઠંડી પાડવાની આગાહીને પગલે બુધવારની વહેલી સવારે ભરુચ શહેર સહિત જીલ્લામાં ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું હતું વાતાવરણમાં ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ભરૂચ શહેરમાં વહેલી સવારે ધુમ્મસ્યા વાતાવરણને પગલે લોકોએ શિયાળાની કડકડતી ઠંડીની સિઝનનો અનુભવ કર્યો હતો.સમગ્ર જિલ્લો ધુમ્મસને કારણે હિલ્સ સ્ટેશનમાં ફેરવાયો હતો લોકોએ ધુમ્મસ્યા વાતાવરણ વચ્ચે પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.જ્યારે ધુમ્મસને પગલે ખેતીમાં ભેજનું પ્રમાણ વધતાં ખેડૂતોએ ઘઉં જેવા પાકમાં ફાયદો થવાની ધારણા સેવી છે. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી. વાહનચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઇવે ૪૮ અતિવ્યસ્ત માર્ગ છે. જ્યાં વિઝિબ્લિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઉભો કરે છે. ધુમ્મસના પગલે હાઇવે પર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા.

રાજ્ય સરકારના સૂર્ય નમસ્કાર વર્લ્ડ રેકોર્ડ અભિયાનમાં ભરૂચવાસીઓ જોડાયા

આજે ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારમહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : આજે ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારમહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજ રોજ રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવી હતી. ભરૂચના જે.પી.કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેકટર તુષાર સુમેરરા સહિત મોટી સંખ્યામાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

error: Content is protected !!