ભરૂચ LCB પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બાકરોલ બ્રીજ નીચેથી બોલેરો પીકમાં ભરેલા શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડી કુલ કિં.રૂ.3.35 લાખનો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ LCB  ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.દરમ્યાન બાતમી મળેલ કે, બોલેરો પીક ટેમ્પો નંબર- GJ-16-AU-7978 નો બાકરોલ બ્રીજ નીચે ઉભેલ છે. જે બોલેરો પીક અપમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલ છે.જે આધારે ભરૂચ LCBની ટીમે બાકરોલ બ્રીજ નીચે રેઇડ કરી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ધનેશ વિષ્ણુદેવ યાદવ ઉ.વ. ૪૦ રહે, કામધેનું એસ્ટેટ નારાયણના ગોડાઉનમાં બાકરોલ ગામ તા-અંક્લેશ્વર જી-ભરૂચને ઝડપી પાડી અને ભંગાર નો ૧૧૮૦ કિ.ગ્રામ જથ્થો કિ.રૂ. ૩૫,૪૦૦/- તથા બોલેરો પીક ટેમ્પો કી.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૩૫,૪૦૦/- ના મુદ્દામાલ કબ્જે લઈ સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આરોપીને પાનોલી પોલીસ મથકે સોપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here