ભરૂચ નગર પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભી થયો છે. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી તે સામે એકજ દિવસ બાદ ઇમરજન્સી વાહન લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે મોકલવાનો વિવાદ સર્જાયો છે.
ભરૂચ નગર પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભી થયો છે. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી તે સામે એકજ દિવસ બાદ ઇમરજન્સી વાહન લગ્ન પ્રસંગમાં વોર સપ્લાય માટે મોકલવાનો વિવાદ સર્જાયો છે. મામલે વિપક્ષ ઉગ્ર છે તો પાલિકા સત્તાધીશોએ મુખ્ય ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને નોટિસ ફટકારી જવાબ મંગાવની તૈયારી હાથ ધરી છે.
8 નવેમ્બર 2023 ની રાતે ભરૂચમા એક વિડીયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ફાયર બ્રિગેડ ઇમરજન્સી લાઈટ સાથે એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું. આ સ્થિતિ જોઈ સ્થાનિકો ચોકી ઉઠ્યા હતા જેમણે વિડીયો ઉતારી પાલિકા અધિકારીઓ દ્વારા થતો સત્તાના દુરૂપયોગની ઘટના પ્રજા સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો હતો.
મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલ શો રૂમમાં એક દિવસ અગાઉ લાગેલી આગ બાદ ફાયર ટેન્ડર ભારથી મંગાવવા પડ્યા હતા. આબાબતથી પણ સબક ન લઈ ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઈટ સાથે લગ્નમાં વોટર સપ્લાય સાથે મોકલું,આ ગંભીર બેદરકારી અને બેજવાબદાર વર્તન છે. તપાસ અને કાર્યવાહીના આદેશ થવા જોઈએ.
મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરતા ભરુચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મામલો ખુબ ગંભીર છે.આ પ્રકારની હરકત ચલાવી લેવાશે નહીં. ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને કારણદર્શક નોટીસ ફટકારી જવાબ માંગવામાં આવશે. આ ઉપરાંત યોગ્ય જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવામાં આવશે.
વિવાદનું સ્વરૂપ ધારણ કરનારા આ મામલામાં ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે રજા ઉપર હોવાનું જણાવી મામલે જવાબ આપવાનું ટાળ્યું હતું.મામલો ટોઅક ઓફ ધ ટાઉન બની રહ્યો છે અને ઇમરજન્સી સેવાના દુરૂપયોગનો વિવાદ સર્જાયો છે. ત્યારે હવે મામલાની તપાસમાં શું બહાર નીકળે છે? અને વાત દાબી દેવાય છે કે દાખલારૂપ કાર્યવાહી થાય છે. તે જોવું રહ્યું !!!