છેલ્લા એક મહિનાથી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા. જેઓ આજે 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે.
વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી છે. તેવામાં આજે ચૈતર વસાવાએ પોલીસ સામે સરન્ડર કર્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, બુધવારે જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ ધરી દીધું છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં રહ્યાં હતા.
ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલત અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી.