ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે માતા-પિતા નિરક્ષર હોવા છતાં દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેના તેમણે તમામ પ્રયાસો કર્યા અને આખરે માતા-પિતાના સહકારથી એક દીકરી કે જેણીને મામલતદારનો જોઈન્ટ લેટર પોસ્ટ મારફતે મોકલ્યો પરંતુ ગામ લોકોએ તેને જાણ ન કરતા. આખરે આ દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બનવા માટે પણ તનતોડ મહેનત કરી અને 19 મી ડિસેમ્બરે ગરીબ પરિવારની દીકરી વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેનાર છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ કે જેઓ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી અને તેમની પત્નીએ પણ માત્ર 4 ધોરણનો અભ્યાસ કર્યો છે જેના માતા પિતાએ ઊંચો અભ્યાસ ન મેળવ્યો હોય અને તેની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તો કેટલી ખુશી હોય. બસ આવી જ ખુશી જીતાલી ગામના એક આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે.
ભરતભાઈ રાઠોડની દીકરી ઊર્મિલા રાઠોડ આજે ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છે. ઉર્મિલાનો જન્મ 12 એપ્રિલ 2000માં થયો 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં જ વગર ટ્યુશને કર્યો. ધોરણ 8 થી 10સુધીનો અભ્યાસ પણ પરિસ્થીતિને કારણે અંકલેશ્વરના જીતાલી ગામમાં જ કર્યો. જ્યારે ધોરણ 11 અને 12મું ઉર્મીલાએ વગર ટ્યુશને અંકલેશ્વરની લાઇન્સ સ્કૂલમાં કર્યું. જે બાદ તેણે કડકિયા કોલેજમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.
ઉર્મીલાનો મામલતદાર તરીકેનો નિમણૂંક પત્ર તેણીના જન્મ સ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો અને ત્યાં ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલને સ્વીકારી પરંતુ તે નિમણૂંક પત્ર જીતાલી સ્થીત ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તે આ નોકરીથી વંચીત રહી પણ તેનાથી નિરાશ ના થઈ તેણે વધુ મહેનત કરી જીપીએસ સુધી અભ્યાસ કર્યો. જેના ફળસ્વરૂપ તેની ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામતા તેની નિમણૂંક આજે વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે થવા પામતા જીતાલીના આ આદિવાસી પરિવારમાં ખુશહાલી છવાઇ હતી.
ઉર્મિલા રાઠોડ આગામી તા.19મી ડિસેમ્બર 2023 ના રોજ વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેવાની છે.ઉર્મીલાની આ સફળતાનો સંપૂર્ણ યશ તેણે તેના નિરક્ષર માતા-પિતાને આપી એક ગરીબ આદિવાસી દિકરી પણ કલેકટ બની શકે છે નો દાખલો બેસાડતા જીતાલી ગામના રહીશોએ તેનું ફૂલહાર થી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.