The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 227

અંકલેશ્વર: વાસુદેવ કેમિકલ્સ કંપનીના સ્ટોર રૂમમાં એક કામદારે કરી ફાંસો ખાઈ આત્મહત્યા

અંકલેશ્વરની વાસુદેવ કેમિકલ્સ કંપની સ્ટોર રૂમમાં એક કામદારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના બનવા પામી છે. જેમાં મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાસુદેવ કંપની માં રહેતા 27 વર્ષીય કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસી માં વાસુદેવ કેમિકલ કંપની માં રહી કંપનીમાં ફરજ બજાવતા મૂળ ઉત્તર પ્રદેશના 27 વર્ષીય મહેન્દ્ર લલ્લુ પ્રજાપતિએ કંપની ના સ્ટોર રૂમમાં કોઈ અગમ્ય કારણોસર સીલિંગ ફેન સાથે પ્લાસ્ટિકની લેવલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના ની જાણ કંપની ના સંચાલકો ને થતા તેઓ દોડી આવ્યા હતા અને આ બનાવ ની જાણ જીઆઇડીસી પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહેન્દ્ર પ્રજાપતિ ના મૃતદેહ ને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ: કસક વિસ્તારના અપ્સરા એપાર્ટમેન્ટ માંથી બોગસ ડોક્ટર ઝડપાયો

•”મીરા આયુવેદીક ઓષદ કેંદ્ર” ના નામથી બોગસ દવાખાનું ચલાવતા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા નાઓએ હાલમાં ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના આપેલ હતી.

જેથી મદદનીશ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ વિકાસ સુંડા નાઓના માર્ગદર્શન હેઠળ “સી”ડીવીઝન પોલીસ દ્વારા ભરૂચ કસક વિસ્તારમાં આવેલ અપ્સરા એપાર્ટમેન્ટ માંથી “મીરા આયુવેદીક ઓષદ કેંદ્ર” ના નામથી બોગસ દવાખાનું ચલાવતા મોગલ મીરાશાહ મસ્તાનવલી ઉ.વ.૨૯ રહેવાસી ૧૦૧ મહેતાવાડી સુલેમાની બેન્ક પાસે નાગરવાડા વડોદરા વાળો કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો,એલોપેથિક દવાઓ, ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ. ૬૦૩૬/- ના મુદામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરી હતી.

સી ડીવિઝન પોલીસે આરોપી વિરૂધ્ધ મેડોકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ સહિત વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરી અને વધુ તપાસ હાથધરી છે.

ધર્માંતરણ કેસના ૪ આરોપીઓના બીજી વખતના રિમાન્ડ કોર્ટે કર્યા નામંજૂર

આમોદ તાલુકાના નાનકડા ગામ કાંકરિયામાં ચર્ચિત ધર્માંતરણ કેસમાં આરોપીઓના વધુ 8 દિવસના રિમાન્ડ આમોદ કોર્ટે નામંજૂર કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બહુચર્ચિત બનેલ ધર્મ પરિવર્તનના મામલામાં આરોપીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં પોલીસે આરોપીઓના વધુ 8 દિવસના માંગેલ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા હતા.

આરોપીઓ તરફથી બચાવ પક્ષના વકીલ ઇકબાલ વ્હોરા, મોહમ્મદ કાસિમ વ્હોરા અને શોકત ઇન્દોરીએ ધારદાર દલીલો કરી હતી. જ્યારે સરકારી વકીલ જગદીશ વસાવાએ રિમાન્ડ મેળવવા દલીલો કરી હતી. જો કે, કોર્ટે બચાવ પક્ષના વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાંકરિયા ગામમાં 37 આદિવાસી પરિવારોના 100 જેટલા લોકોએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અપનાવ્યો હોવાની વિગતો સામે આવી હતી. જેમાં બળજબરી પૂર્વક અને લોભ લાલચથી ધર્મ પરિવર્તન કરાયું હોવાના આક્ષેપ સાથે આમોદ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે, પોલીસની તપાસ વચ્ચે ગામમાં પરિશ્રમ કરીને ગુજરાન ચલાવતા ધર્મ પરિવર્તન કરનાર પરિવારોની હકીકતો પણ સામે આવી હતી. જેમાં સ્વૈચ્છિક રીતે મુસ્લિમ ધર્મ અપનાવી, વિના લોભ લાલચે પરિશ્રમ કરી જીવનનું ગુજરાન ચલાવતા હોવાનો મહિલાઓએ સ્વીકાર કર્યો હતો.

હાલાકી સમગ્ર ઘટનાનો મુદ્દો ગ્રામ પંચાયતની ચુંટણીને લઇને ઉઠ્યો હોવાનું અને દર ચૂંટણી પહેલાં આ મુદ્દો ઉઠતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. હાલ તો કોર્ટ તરફથી આરોપીઓને રાહત મળી છે અને બચાવ પક્ષના વકીલો દ્વારા જામીન મેળવવા મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. તો બીજી તરફ પોલીસે પણ તપાસમાં આ મામલે નવા પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ભરૂચ મઢુલી ચોકડી પાસે રૂ. 50 ની લાંચ લેતો TRB જવાન પકડાયો

•ભરૂચ શહેરમાં હાઇવે અને સ્ટેટ હાઇવે સહિતના માર્ગો ઉપર એન્ટ્રીના નામે પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોનું વાહનચાલકો પાસે રૂ.50 થી 500 નું ઉંઘરાણું

ભરૂચના NH 48 કે અન્ય સ્ટેટ હાઇવે કે બાયપાસ ઉપર વાહનચાલકો પાસેથી એન્ટ્રીના નામે ઉધરાણું બેરોકટોક ચાલી રહ્યું છે. ઝાડેશ્વર ટોલ પ્લાઝા પાસેથી જ 5 દિવસ પેહલા ₹50 ની લાંચ લેતા પો.કો. ઝડપાયા બાદ વડોદરા ગ્રામ્ય ACB ના છટકામાં TRB જવાન ₹50 ની લાંચ લેતા ભરૂચની મઢુલી ચોકડી પરથી પકડાઈ ગયો છે.
ભરૂચના હાઇવે તેમજ વિવિધ પોઇન્ટ ઉપર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને પોલીસ જવાનોને જાણે ACB નો પણ ખોફ ન હોય તેમ તેઓ બેખોફ બની વાહનચાલકો પાસેથી એન્ટ્રી ફી ના નામે ઉઘરાણું કરી રહ્યા છે. પાંચ દિવસ પેહલા જ ઝાડેશ્વરનો પો.કો. ભરૂચ ACB ની ટ્રેપમાં રૂ.50 લેતા ઝડપાયો હતો. જેની શાહી હજી સુકાય નથી ત્યાં સોમવારે વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ ભરૂચ-દહેજ રોડ પરથી વધુ એક ટીઆરબી જવાનને એન્ટ્રી ફી ના નામે લાંચ લેતા પકડી પાડ્યો છે.

વડોદરા ગ્રામ્ય ACB ને માહિતી મળી હતી કે, ભરૂચથી દહેજ જવાના માર્ગ ઉપર પોલીસ, GRD, હોમગાર્ડ અને TRB ના માણસો વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે ₹50 થી 500 સુધી લાંચ પેટે લે છે. ACB એ સોમવારે છટકું ગોઠવુ હતું. PI કે.વી. લાકોડ દ્વારા મદદનીશ નિયામક એસ.એસ. ગઢવીના સુપરવીઝનમાં ટ્રેપ ગોઠવાઈ હતી. ભરૂચની મઢુલી ચોકડી પરથી TRB જવાન રવિન્દ્રસિંહ ગણપતસિંહ ઠાકોર લાંચની માંગણી કરી વાહન ચાલક પાસેથી ₹50 લેતા ઝડપાઇ ગયો હતો. ACB ની 5 દિવસમાં જ ભરૂચમાં બીજી સફળ ટ્રેપ છતાં વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે રૂપિયા પડાવતાં જવાનો બિન્દાસ હોવાનું લાગી રહ્યા છે.

ઝઘડીયાના ફુલવાડી ગામની સીમમાંથી ૮ ફુટનો અજગર ઝડપાયો

• ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમે અજગરને ઝડપ્યો
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામની સીમમાંથી અંદાજે ૮ ફુટ લાંબો અને અંદાજે ૨૦ કીલો વજન ધરાવતો અજગર સલામત રીતે ઝડપાયો હતો.

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં અજગર નજરે પડતા ખેડૂતે ઝઘડીયા વનવિભાગને જાણ કરી હતી અને ઝઘડીયાની સેવ એનિમલની ટીમને પણ માહિતી મળતા ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી અજગરને સલામત રીતે ઝડપી પાડી ઝઘડીયા વનવિભાગને સુપરત કર્યો હતો. વનવિભાગ દ્વારા ઝડપાયેલા અજગરને સુરક્ષિત અને ખોરાક પાણી મળે રહે તેવા સ્થળે અજગરને મુક્ત કરવાની કવાયત હાથધરી હતી.

ઉલ્લેખનીય છેકે હાલ શેરડી કટીંગની સીઝન ચાલી રહી છે. શેરડી કટીંગ દરમિયાન ખેતરોમાંથી દિપડા,અજગર,સર્પ,સસલા જેવા પ્રાણીઓ પોતાના નવા આશ્રય સ્થાનો શોધવા બહાર દેખાતા હોય છે.

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે શકીલ અકુજી વિજેતા જ્યારે વિધાનસભામાં ઉપપ્રમુખ પદે નીખીલ શાહને જાહેર કરાયા

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં આજરોજ ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુથ કોંગ્રેસમા વર્ષો પર્યંત સક્રિય ભૂમિકા ભજવનાર તેમજ નબીપુર જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે ભુતકાળમાં જ્વલંત મતોથી ચૂંટાઇ આવેલા હાલ નબીપુર તાલુકા પંચાયત ના સદસ્ય શકીલ અકુજીએ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. લાંબા સમય અગાઉ આયોજિત ચૂંટણીમાં લોક પ્રિયતાને અનુલક્ષી શકીલ અકુજી ની જીત નિર્ધારિત હતી.

જો કે હરીફ ઉમેદવારોએ પણ એડીચોટીનું જોર લગાવતા યુથ કોંગ્રેસ ની ચૂંટણી રસપ્રદ બની હતી. જેમાં આજરોજ પરીણામો જાહેર કરાયા હતા જેમાં શકીલ અકુજી ને ૫૦૦ ઉપરાંત મતોએ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જયારે વિધાનસભામાં નીખીલ શાહને ઉપપ્રમુખ જાહેર કરાયા હતા. શકીલ અકુજીને યુથ કોંગ્રેસના પ્રમુખ પદે અને વિધાનસભામાં નીખીલ શાહને ઉપપ્રમુખ તરીકે જાહેર કરાતા તેમના સમર્થકો અને ગ્રામજનો માં ખુશીનું મોજુ પ્રસરી જવા પામ્યું છે.

ભરૂચ જિલ્લામાં જ્યાં ખૂબ નજીકનાં દિવસોમાં એટલે કે ડિસેમ્બર માસમાં પંચાયતી ચૂંટણીઓ યોજવાની છે તે સાથે વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણીઓના પણ દસ્તક સંભળાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણીના પરિણામો ખૂબ મહત્વના સાબિત થશે તેમાં બે મત નથી. ભરૂચ જિલ્લમાં કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતા યુથ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કોંગ્રેસ પક્ષને તેમજ લોકોને ખૂબ આશા અને અપેક્ષા હોય તે સ્વાભાવિક બાબત છે. યુથ કોંગ્રેસની ચૂંટણીની ખૂબ રસપ્રદ પક્રીયા છે જેમાં ઉમેદવારો મહિનાઓ અગાઉથી ઉમેદવારી નોંધાવે છે અને આખુ પ્રચાર તત્ર ગોઠવે છે. જાણકારોના જણાવ્યા મુજબ ઉમેદવારોની યોગ્યતાના આધારે જ યુથ કોંગ્રેસની ચૂંટણી જીતી શકાય છે. ભરૂચ જિલ્લાની યુથ કોંગ્રેસની ચૂંટણી રસાકસી ભરેલ હોવા છતાં તંદુરસ્ત વાતાવરણમાં યોજાઈ તે મહત્વની બાબત છે.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પરિણામોની વિગત જોતા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે શકીલ અકુજી અને વિધાનસભામાં નીખીલ શાહને ઉપપ્રમુખ તરીકે જયારે ભરૂચ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે આસિફ સિતપોનિયા અને. અંકલેશ્વર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પદે શરીફ કાનૂગા જયારે વાગરા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અફઝલ ગોડીવાલા અને વિધાનસભામાં નીખીલ શાહને ઉપપ્રમુખ તરીકે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા તેમજ ઝઘડીયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિપુલ વસાવાનો ભવ્ય વિજય થયો છે.

અંકલેશ્વર: ૨૨ વર્ષીય આશાસ્પદ યુવાને નદીમાં કૂદી કરી આત્મહત્યા

•૩ દિવસથી હતો ઘરેથી ગાયબ
•અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

અંકલેશ્વરના ગડખોલ ખાતે રાજપીપળા રોડ પર આવેલ વસંત વિહાર સોસાયટીમાં રહેતા એક ૨૨ વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેવાની ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વરના ગડખોલ ખાતે રાજપીપળા રોડ પરની વસંત વિહાર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૨૨ વર્ષીય મોહિત ચંન્દ્રશેખર કારપી છેલ્લા ૩ દિવસથી ઘરેથી કોઇ કારણોસર ગાયબ હતો. જે અંગે પરિવારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મોહિતની શોધખોળ આરંભી હતી. આજે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન તરફના કિનારે એક પાણીમાં તરતી લાશ મળી હતી. જેના કપડા અને નીશાનના આધારે આ લાસ મોહિતની હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસે મૃતક મોહિતની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આશસ્પદ યુવાન મોહિતે હાલમાં જ એનવાયરમેન્ટ એન્જીનયરીંગ પૂર્ણ કરી બરોડા ખાતે એમ.ટેક કરવા એડીમીશન લીધું હતું. તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ રહેતા અંકલેશ્વર પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે.

ગુજરાતમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, બેલેટ પેપરથી થશે મતદાન

•21મીએ કરાશે મત ગણતરી
•29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી કરી શકાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે. આ અંગે આજે રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત પણ કરી દીધી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.

આમ આ સાથે જ રાજ્યના કુલ 18000 ગામડાંઓમાંથી 10,879 ગામોમાં એટલે કે 60 ટકા જેટલા ગામોમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. આ ચૂંટણીમાં કુલ 2 કરોડ 6 લાખ 53 હજાર મતદારો છે.
કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા માટે થઈને કલેક્ટર અને ડીડીઓ(જિલ્લા વિકાસ અધિકારી)ને સુચના આપવામાં આવી રહી છે, તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના વિસ્તારમાં ચાલી રહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટની સ્થિતિ આપવા આદેશ કરવામાં આવ્યા છે.

ઝઘડીયા: બામલ્લા ગામે લગ્નમાં ગયેલ યુવકને ત્રણ ઇસમોએ માર્યો માર

•વઢવાણા ગામની યુવતી સાથેના પ્રેમસંબંધની રીષ રાખીને હુમલો કરાયો

ઝઘડીયા તાલુકાના બામલ્લા ગામે લગ્નમાં ગયેલા એક યુવકને અન્ય ત્રણ ઇસમોએ લોખંડની પાઇપથી માર મારી ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામે રહેતા દિનેશભાઇ દરૂભાઇ વસાવાને ચારેક વર્ષ પહેલા વઢવાણાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.

દિનેશ વસાવા ગત તા.૨૦ મીના રોજ તેના મિત્ર સાથે રાતના નવેક વાગ્યાના સમયે મોટરસાયકલ લઇને બામલ્લા ગામે લગ્નનો પ્રસંગ હોઇ બામલ્લા ગયો હતો. ત્યારબાદ રાતના અગિયારેક વાગ્યાના સમયે તે મોટરસાયકલ એક જગ્યાએ મુકીને નજીકમાં આવેલ દુકાને જતો હતો ત્યારે તે વખતે હરેશભાઇ સોમસંગ વસાવા તથા ગણેશભાઇ સોમભાઇ વસાવા બન્ને રહે. ગામ સરસાડ તા.ઝઘડીયા તેમજ ગૌતમભાઇ શાંતિલાલ વસાવા રહે.ગામ સુથારપુરા તા.ઝઘડીયાનાએ તેને ઉભો રાખ્યો હતો અને મારવાનુ ચાલુ કરી દીધુ હતુ.

આ લોકો દિનેશને કહેતા હતા કે તુ વઢવાણાના સંદિપભાઇની બહેન સાથે પ્રેમસંબંધ કેમ રાખે છે? આ લોકોએ દિનેશને લોખંડની પાઇપથી માર મારીને પગ તેમજ કપાળના ભાગે તથા હાથ પર ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત દિનેશને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજપીપલા લઇ જવાયો હતો.

આ અંગે દિનેશભાઇ દરૂભાઇ વસાવા રહે.ગામ વઢવાણા તા.ઝઘડીયાનાએ ગૌતમભાઇ શાંતિલાલ વસાવા રહે.સુથારપુરા તા.ઝઘડીયા તેમજ ગણેશભાઇ સોમભાઇ વસાવા અને હરેશભાઇ સોમસંગ વસાવા બન્ને રહે.ગામ સરસાડ તા.ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

•જયશીલ પટેલ,ન્યુઝલાઇન, ઝઘડીયા

ભરૂચ: એસ.ટી. વિભાગના નવા ૨૯૦ ડ્રાઇવરોને અપાયા નીમણુંકપત્ર

•રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ ના હસ્તે અપાયા નિમણુંકપત્ર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા નવીન નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર આપવા અંગેનો કાર્યક્રમ વાહન વ્યવહાર, માર્ગ અને મકાન, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, આગેવાન પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાયવરો નવી નિમણૂંક પામતા જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના તેમજ મહાનુભાવોના હસ્તે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા.
મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, યુગ અને પરિવર્તન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકોની આશા-આકાંક્ષા-અપેક્ષા પુરી કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ભારતના વિકાસને આગળ લઈ જવા માસ્ક ટ્રાન્સ્પોર્ટેશનની ભૂમિકા ખુબ મહત્વની રહેલી છે. રાજ્ય સરકારે નાનામાં નાના વર્ગની તેમજ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં રહેતા ગરીબ વ્યક્તિની ચિંતા કરી છે. ગરીબ વ્યક્તિ ધંધા વ્યાપાર માટે એમના સ્થળે ઝડપી અને સમયસર પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર એસ.ટી. બસ ગામડે-ગામડે દોડાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, એસ.ટી. નિગમના કર્મચારીઓ કુદરતી આપત્તિ તેમજ કોવિડ-૧૯ ની મહામારીમાં ખડેપગે હાજર રહી મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવાની સેવા પુરી પાડવામાં આવેલ છે. એસ.ટી. વિભાગ નફા ધોરણે નહિં પરંતુ સેવાના ધોરણે બસો દોડાવી લોકોને સમયસર પહોંચાડવાની જવાબદારી પુરી પાડેલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય માનવીની સુખ – સુવિધાને કેન્દ્રસ્થાને રાખી એસ.ટી. વિભાગ સેવાના મુખ્ય ધ્યેય સાથે સરાહનીય કામગીરી કરવામાં આવે છે તેમ જણાવી તેમણે એસ.ટી. વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. છેવાડાના માનવીની સુવિધાઓ પુરી પાડવાનો એસ.ટી. નિગમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેમ પણ મંત્રીશ્રી જણાવ્યું હતું.
નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને શુભેચ્છા પાઠવી એસ.ટી. વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવી નિરામય આરોગ્ય યોજનાની વિગતો જણાવી એસ.ટી. વિભાગના પરિવારો આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી હિમાયત કરી હતી.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં એસ.ટી. વિભાગની કામગીરી બિરદાવી નવી નિમણૂંક પામતાં ડ્રાયવરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલનું એસ.ટી. યુનિયન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
પ્રારંભે વિભાગીય નિયામક સી.ડી.મહાજને સ્વાગત પ્રવચન કરતાં ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપી હતી. અંતમાં આભારવિધિ નાયબ ઈજનેર અક્ષય મહેતાએ કરી હતી. આ પ્રસંગે લોક ગાયક અભેસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ નીનાબા યાદવ, આગેવાન પદાધિકારીઓ. એસ.ટી. વિભાગના અધિકારી-કર્મચારીઓ અને નિમણૂંક પામેલ ડ્રાયવરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!