ગુજરાત સરકાર દ્વારા જીવીકે EMRI મારફતે ચાલતું ફરતું પશુ દવાખાનું. ગ્રામણી વિસ્તારોમાં પશુપાલકોને ઘર બેઠા નિયત કરેલ ગામમાં નિશુલ્ક પશુ સારવાર મળી રહે તે માટે કાર્યરત છે. જેમાં ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરીને Emergency કેસ નોંધાવતા શીલ MVD ફરતું પશુ દવાખાનું તેમના ઘરે જઈ સારવાર આપી પશુઓના જીવ બચાવે છે.
સરકારની યોજના અંતર્ગત ફરતું દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના ચાલે છે. જેમાં ભરૂચ જિલ્લાના અવિધા ગામમાં એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે. જેમાં નજીકના 10 ગામ આવરી લેવામાં આવેલ છે. ગામમાં ફરતું પશુ દવાખાનામાં કાર્યરત ડોક્ટર દેવેન્દ્ર દેવીલાલ તથા pilot મહેશભાઈ પટેલ તેમના શિડયુલ મુજબ વિઝિટમાં હતા.
ત્યારે ગામમાં રહેતા માયાભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ની ગાયને પાછળના પગમાં કુહાડીનો ઘા થયો હોવાથી તેમને 1962 પશુ દવાખાનું માં કેસ નોંધાવ્યો હતો. 1962 ના પશુચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર દેવીલાલ ત્યાં પહોંચ્યા હતા. ગાયની તપાસ કરતા જાણ્યું કે ઘણો ઊંડો ઘા હતો તેથી તેની એક કલાકની ભારે જહેમત બાદ ગાયના એબઝોરેબલ અને નોન એબઝોરેબલ ટાંકા લીધા હતા. અને ગાયને પીડામાંથી રાહત અપાવી હતી. ત્યારબાદ પશુપાલકે રાહતનો શ્વાસ લીધો અને ડોક્ટર અને પાઇલટની કામગીરીને બિરદાવી હતી.