The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 226

હિંદુત્વના દિવા તળે અંધારું……. બ્લોગ બાય : જગદીશ પરમાર,ભરૂચ

•ઝઘડિયા ખાતે એક હિન્દૂ આગેવાન મંદિર બાંધવાના વિરોધમાં : માતાજીના મંદિરનું બાંધકામ અટકાવ્યું

એક તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સત્તાધારી પક્ષ ખુદ ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિની દુહાઈઓ આપે છે. સનાતન ધર્મના ગાણા ગાય છે. મંદિરો બાંધવાની હિમાયત કરે છે. તેવામાં સનાતન ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિને લાંછન લાગે તેવો કિસ્સો ઝઘડિયામાં બહાર આવ્યો છે.

ઝઘડિયા ખાતે એક સોસાયટીમાં એક વ્યક્તિએ પોતાના રહેઠાણના ચાર પ્લોતની 4500 સ્કવેર ફૂટ જમીનમાં પોતાનું મકાન બનાવવાના સ્થાને અંબે માતાનું મંદિર બનાવવાની શરૂઆત કરતા જ એક આગેવાનો મંદિર સામે વિરોધ ઉઠાવી ધમકીઓ આપી કામકાજ બંધ કરાવી સનાતન હિન્દૂ ધર્મની સંસ્કૃતિના લીરેલીરા ઉડાવ્યા છે.

કમનસીબી એ વાતની છે કે મંદિર વિરોધી આગેવાન ભાજપ સાથે જ જોડાયેલો છે. જેના કારણે વિવાદ વધુ છેડાયો છે. આનાથી વધુ આ આગેવાન ભાજપના જ સિદ્ધાંતો અને નિષ્ઠા ને નેવે મૂકી લોકોનું શોષણ કરતો હોવાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. આપખુદ બનેલા આ આગેવાનની ધર્મ વિરોધી પ્રવૃત્તિને લઈ સીધે સીધી ભાજપની છબી પણ ખરડાઈ છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ જિલ્લામાં કાંકરિયા ધર્માંતરણ વિવાદ ચાલી રહયો છે. આર એસે એસ સહિતના હિન્દુવાદી સંગઠનો મેદાને પડ્યા છે. ધર્માંતરણ કરાવનારાઓ સામે ફરિયાદો થઈ છે. આરોપીઓની ધરપકડ થઈ છે. અને હિન્દુવાદી સંગઠનો ” યે તો એક ઝાંખી હૈ ” નો હુંકાર કરી હિન્દૂ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ સામે લડાયક મિઝાઝ બતાવે છે. તેવામાં હિન્દુવાદી પક્ષના જ આગેવાન હિન્દૂ ધર્મ વિરોધી કૃત્ય કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે હિન્દુવાદી સંગઠનો આ ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.

આવા તત્વોનો તો ગ્રામ જનોએ જ વિરોધ ઉઠાવી ઘરભેગા કરી દેવા જોઈએ. આવા તત્વો ઘર ભેગા કરવા એનાથી મોટું ધાર્મિક કાર્ય બીજું કોઈ હોઈ ના શકે.
જગદીશ પરમાર,ભરૂચ મો: 94271 16916

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ પર કંટેનર અને ઇકો વચ્ચે અકસ્માત, 7 પેસેન્જરોને ઇજા

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામના બસ સ્ટેશનથી આગળ ડેડીયાપાડા તરફ આવેલ વળાકમા બમ્પ થી આગળ આશરે ૫૦ મીટર દૂર કંટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા થતાં ચાલક સામે ડેડીયાપાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

આ બનાવમાં કંટેનર નંબર GJ-14-w-2827 ના ચાલક ભુવન કુમાર ઉર્ફે મોનુ પ્રભુ રાય (યાદવ) રહે.મીરજાપુર હાઇસ્કુલ પાસે તા.ઉસ્તી જી.સારન છપરા (બીહાર) હાલ રહે.આઇ.ટી.સી.ઇન્ડીયા ટ્રાંસ્પોર્ટ કંપનીની ઓફીસમા શીવાજી માર્કેટ આજવા સર્કલ અમદાવાદ વડોદરા રોડ વડોદરા)એ ફરીયાદી છીતુભાઇ રતનભાઇ રોહિત ઉ,વ.૪૫ રહે, સોલિયા દવાખાના ફળિયુ તા,ડેડીયાપાડાની ઇકો ગાડી નંબર GJ-22-H-6248 પુર ઝડપે હંકારી ઓવરટેઇક કરી ઇકો ગાડીને અથાડી અકસ્માત કર્યો હતો.

આ અકસ્માતમાં ઇકો ગાડીને અડધી પલ્ટી મારતા છીતુભાઇ રતનભાઇ રોહિતને શરીરે મુઢ ઇજાઓ પહોચાડી તથા ઇકો ગાડીમાં બેસેલ પેસેન્જર દિનેશભાઇ રામસિંગભાઇ વસાવા રહે.પણગામ નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા, સંદિપભાઇ રતિલાલભાઇ વસાવા રહે.પણગામ નિશાળ ફળિયા, રામજીભાઇ કરમાભાઇ વસાવા રહે.નવાગામ ડેડીયાપાડાનિશાળ ફળિયું, વિનોદભાઇ ઉક્કડભાઇ વસાવા રહે.કાબરીપઠાર ટેકરા ફળિયા તા.ડેડીયાપાડા, સુરેશભાઇ ભરતભાઇ વસાવા રહે.મોજરા નદી ફળિયા, નિતેશભાઇ કરમસિંગભાઇ વસાવા રહે.મોજરા તા.ડેડીયાપાડા,વિવેકભાઇ ભરતભાઇ વસાવા રહે.મોજરા તા.ડેડીયાપાડાને ઇજાઓ પહોંચાડી આમ કુલ સાત ને ઇજા પહોંચાડી પોતાના કબ્બામાનું કંટેનર લઇ નાસી જઈ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત:ઉધના પોલીસ મથક નજીક દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગની સફળ રેડ, ૩ ઝડપાયા

સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા સુરતના ઉધના પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર ચાલતા દારુના અડ્ડા પર દરોડો કરવામાં આવ્યો હતો અને ત્યારથી 1.10 લાખ રૂપિયાના દારુના મુદ્દામાલને કબ્જે કર્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં રામુ અને કાલુ નામના બુટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો અડ્ડો ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

સ્ટેટ મોનિટરીંગની ટીમને બાતમી મળી હતી કે, સુરતના ઉધના વિસ્તારમાં હેડગેવાર વાડમાં આવેલા પટેલ નગરમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જેથી પોલીસ દ્વારા બાતમીના આધારે આ જગ્યા પર દરોડો કરવામાં આવ્યો હતો. પોલીસે અશોક રાજપત વિશ્વકર્માની ઓરડી પાસેથી વિદેશી દારુની 367 બોટલો, 58 બિયરના ટીન ઝડપી પાડ્યા હતા.

સાથે પોલીસે ઘટના સ્થળ પરથી દારૂનું વેચાણ કરનાર અશોક, સાગર બોન્ડારે અને કામટા મુન્નીલાલની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીઓની સાથે પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી 67,870નો દારૂ અને 1935 રૂપિયા રોકડાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આરોપીના 4 મોબાઈલ અને તેનું મોપેડ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા કરાશે શરૂ

રાજયના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં હરવા ફરવાના સ્થળ તરીકે અમદાવાદ શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં અમદાવાદના શહેરમાં અનેક હરવા ફરવાના સ્થળોની સાથે હવે એક નવું આકર્ષણ ઉમેરાવા જઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં રાજય સરકારના પ્રવાસન વિભાગ અને સિવીલ એવિએશન વિભાગ સાથે મળીને અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે.

આ અંગે જણાવતા રાજયના એવિએશન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે રાજ્યના ઐતિહાસિક શહેર અમદાવાદની સંસ્કૃતિથી લોકો પરીચિત થાય અને અમદાવાદના મહત્વના સ્થળો જોઈ શકે તે માટે સાબરમતિ હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે.

રાજપારડી : અછાલિયા સબ સ્ટેશન અને ઉકાઇ હાઇડ્રો વીજમથક વચ્ચે બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલ યોજાઇ

•ભરૂચ – નર્મદા જીલ્લાના ૬ સબ સ્ટેશનોમાં દોઢ કલાક વિજ પુરવઠો બંધ કરીને પુર્વવત કરાયો

•ભરૂચ – નર્મદા જીલ્લાના ૬ જેટલા સબ સ્ટેશનોમાં દોઢ કલાક સુધી વિજ પુરવઠો બંધ કરીને સફળતાપૂર્વક મોકડ્રીલનુ આયોજન કરાયું

તાપી જીલ્લાના ઉકાઇ હાઇડ્રો વીજ મથક તેમજ ભરૂચ જીલ્લાના ૨૨૦ કે.વી. અછાલિયા સબ સ્ટેશન વચ્ચે વિજ કંપની દ્વારા સંકલન સાધીને મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી લઇને ૧૨:૩૦ વાગ્યા સુધી ભરૂચ – નર્મદા જીલ્લાના ૬ જેટલા ફિડરોમાં વિજ પુરવઠો બંધ કરીને બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલનુ સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યુ હતું.

વિજ કંપનીના કાયદાની જોગવાઇ અનુસાર જેટકો વડોદરાના ગોત્રી ખાતેની મુખ્ય કચેરીના માર્ગદર્શન મુજબ અછાલિયા ગામના સબ સ્ટેશન ખાતે વિજ પ્રવાહન વિભાગના અધિક્ષક ઇજનેર,કાર્યપાલક ઇજનેરના નેજા હેઠળ વિજ કંપનીની ટીમોની હાજરીમાં ઝઘડીયા તાલુકાના ૨૨૦ કે.વી. અછાલિયા તેમજ તાપી જીલ્લાના ઉકાઇ હાઇડ્રો વીજ મથક વચ્ચે સંકલન સાધી ડી.જી.વી.સી.એલ.તથા જેટકો દ્રારા બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
વિજ સુત્રોમાંથી પ્રાપ્તો વિગતો મુજબ વિજ પ્રવાહન વિભાગ તેમજ વિજ ઉત્પાદન વિભાગમાં જ્યારે કોઇ મોટા ટેકનિકલ ફોલ્ટ સર્જાય છે. ત્યારે વિજ પુરવઠો કાર્યરત કરવામાં વિજ ટીમોનો ખુબજ લાંબો સમય વેડફાઇ જાય છે. જેથી આવી કપરી સ્થિતિમાં એકબીજા વિભાગો વચ્ચે સંકલન હોવુ ખુબ જરૂરિયાત ભર્યુ હોઇ જેથી આવી મોકડ્રીલ યોજવામાં આવે છે.

જેના પગલે ભવિષ્યમાં કોઇ મોટા ફોલ્ટ સર્જાય તો તાકીદે વિજ પુરવઠો કાર્યરત કરવામાં સફળતા મળે મોકડ્રીલના સમયે ભરૂચ – નર્મદા જીલ્લાના વિજ સબ સ્ટેશનો જેવાકે આમલેથા, પ્રતાપનગર, રાજપારડી,ઓરી,ભચરવાડા,માંથી નિકળતા તમામ ફિડરોમાં વિજ પુરવઠો અંદાજીત ૨ કલાક સુધી બંધ કરીને મોકડ્રીલ યોજવામાં આવી હતી. વિજ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઇ હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

જૂના ભરૂચની ઠારની ખડીકીમાં બે મકાન ધરાશાયી, ૩નો બચાવ

જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં બે મકાનો ઘડાકાભેર મોડી સાંજે અચાનક ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ ઘટનામાં મકાનોનો સહિત માલસામાનને મોટુ નુકશાન થયું હતું પરંતું કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-૧૩,બી-૧૪ અને બી-૧૫ આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીનભાઈ જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી.આજે સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક બાદ અચાનક ધડાકાભેર તેમના મકાનને અડીને આવેલ એક મકાનની છત અને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી.

આ ઘટનામાં બાજુમાં જ રહેતા જીગર અશોકભાઇ કાયસ્થના મકાનમાં તેમની માતા ભાવનાબેન,પત્ની હિના તથા પુત્રી નિત્યા ઘરમાં દબાયા હતા. અચાનક ધડાકાના પગલે આસપાસ્ના સ્થાનીકો દોડી આવ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેવને હેમખેમ બહાર કાઢ્યા હતા.

ઘટની જાણ નગર પાલિકા ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સહિત ૧૦૮ અને જી.ઇ.બીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિજપૂરવઠો કટ કર્યો હતો.ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા લોકટોળા એકત્રીત થયા હતા.ઘટનાના પગલે સ્થાનીક કોર્પોરેટર ચિરાગ ભટ્ટ અને માજી કોર્પોરેટર રાજેશ ચૌહાણ સહિતના ભાજપના અગેવાનો પણ દોડી આવ્યા હતા અને બચી ગયેલા ઘરના સભ્યોને સાંન્તવના પાઠવી હતી.

FFIના ઈન્ડિયન પેનારોમા હેઠળ પસંદગી પામેલ ગુજરાતી ફિલ્મ “21મું ટિફિન”નું યોજાયું સ્ક્રિનિંગ

952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજાય છે. અહીં ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ભારતની દરેક ભાષામાંથી જે તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરીને આ ફેસ્ટિવલમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો સાથે રીપ્રેઝન્ટ કરવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મોનો IFFI સાથે બહુ જૂનો નાતો છે. અગાઉ ૧૯૮૦માં ફિલ્મ ‘ભવની ભવાઈ’ અને ૧૯૯૨માં ‘હું હુંશી હુંશીલાલ’ ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત IFFIમાં સિલેક્ટ થઈ ચૂકી છે. એ પછી ૨૦૨૧ માં ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ સિલેક્ટ થઈ છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ આ વર્ષે IFFIમાં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નું શો કેઝ તરીકે ઓપનીંગ સેરેમનીમાં ખાસ સ્ક્રીનીંગ ગોઠવાયું હતું.

નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટુંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અગાઉ WRPN WOMEN’S INTERNATIONAL FILM FESTIVALમાં આઉટસ્ટેન્ડિંગ એક્સેલન્સ કેટેગરીમાં વિજેતા થઈ છે. આ ઉપરાંત TORONTO INTERNATIONAL WOMEN FILM FESTIVALમાં પસંદગી પામી અને સફળતાપૂર્વક સ્ક્રીનીંગ થયું છે. પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં મેહુલ સુરતીનું સંગીત છે અને પાર્થ તારપરા લિખિત ગીતને સ્વર આપ્યો છે ભારતીય સિનેમાના જાણીતા પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરે.

ટિફિન સર્વિસનો બિઝનેસ ચલાવતી એક મહિલા તેના 21મા ગ્રાહકને મળે છે, જે બધું બદલી નાખે છે. તેના સંઘર્ષો છતાં, સ્ત્રી તેના અવરોધો પર વિજય મેળવે છે. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, દિગ્દર્શક અને નિર્માતા વિજયગીરી બાવા રોગચાળાની મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન માત્ર સાત દિવસમાં ફિલ્મ બનાવવામાં સફળ થયા છે.ડિરેક્ટર વિજયગીરી બાવાની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ડિસેમ્બર ૨૦૨૧માં દર્શકો સુધી પહોંચશે.

નેત્રંગ પોલીસે ૨ ગાય – ૧ વાછરડાંને કતલખાને લઇ જતાં ટેમ્પાને પકડી પાડ્યો

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને પો કમીઁ નાઈટ પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન પાંચસીમ ગામે ખાડી ફળીયા પાસે આવતા બે અજાણ્યા ઇસમો પોલીસની સરકારી ગાડી જોઇ જગ્યા ઉપર સફેદ કલરની બોલેરો પીકપ ટેમ્પો મુકી નાસી ગયા હતાં.

પોલીસને શંકાસ્પદ જણાતા પીકઅપ ટેમ્પાની તપાસ કરતા બોલેરો પીકપ ટેમ્પા નંબર GJ-22-U-2877 જણાય આવેલ અને ટેંમ્પાના પાછળનાં તપાસ કરતા દોરડા બાંધેલ હોઈ અને પીકપ ટેમ્પામાં ૨ ગાયો અને ૧ વાછરડો મળી કુલ ગૌવંશ -૦૩ કિ.રૂ.૨૫,૦૦૦/- તથા બોલેરો પીકપ ટેમ્પાની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૭૫,૦૦૦/- મુદ્દામાલ કબ્જે કર્યો. ગેરકાયદેસર ખીચોખીચ ભરી ટુંકા દોરડા વડે હલનચલન ન થઇ શકે તે રીતે મુંગા પશુઓને બાંધેલ હોય સદર ભરેલ પશુઓ ગેરકાયદેસર કતલખાને લઇ જવાના ઇરાદે વહન કરતા જણાતા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા ઈસમો ફરાર થઈ ગયા હતા.અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ હતી.

•દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન, નેત્રંગ

ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં નાઈટ્રેકસ કંપનીમાં થયો બ્લાસ્ટ, ૫ કામદારો ઘાયલ

ભરૂચ જીલ્લાની ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આવેલ નાઇટ્રેકસ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.જેમાં કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન અચાનક પ્રેસર વધતા વેસલ્સમાં બ્લાસ્ટ થયો હતો. અચાનક જ ધડાકાભેર બ્લાસ્ટ થતા કંપનીના કામદારોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. આ બ્લાસ્ટમાં કંપનીના ૫ કામદારો ધાયલ થયા હતા. જેમને સારવાર અર્થે ભરૂચ શહેરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં કેમિકલ્સ પ્રોસેસ દરમિયાન પ્રેસર વધતા વેસલ્સમાં ભારે ધડાકા ભેર બ્લાસ્ટ થયો હતો.કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી ઝઘડીયા પોલીસ તેમજ ફાયર ટેન્ડરોને મળતા જ ફાયર ટેન્ડરો તેમજ ઝઘડિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કંપનીના સત્તાધીશો સાથે મળી બચાવ કામગીરી હાથધરી હતી.

સુત્રો પાસે મળતી જાણકારી આનુસાર કંપનીમાં મેન્ટેનન્સ દરમિયાન બ્લાસ્ટ થવાના પગલે બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં કામ કરતા પાંચ કામદારો પ્રવીણ ધીરજભાઈ વસાવા, સુમન વસાવા, રાહુલ રાજેન્દ્રભાઇ વસાવા, પ્રદીપ વસાવા, ચિરાગ ભીખુભાઈ પટેલ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હેડ ઈંજરીના કારણે સુમન વસાવાની હાલત ગંભીર હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટના સંદર્ભમાં ઝઘડીયા પોલીસ સહીતના તંત્રએ વધુ તપાસ હાથ ધરી છે.

સુરત: ચોકબજાર વિસ્તારમાંથી 17 વર્ષિય કિશોરીનું અપહરણ કરી પ્રેમીએ કર્યો બળાત્કાર

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાંથી 17 વર્ષિય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરીને ભાવનગર-અમરેલી લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજારનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. સાથે તેમને મદદ કરનારા પ્રેમીના બે મિત્રોની પણ અમરેલીથી ધરપકડ કરી છે.

સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી 17 વર્ષિય શ્રેયા(નામ બદલ્યું છે) જુલાઈ મહિનામાં ગુમ થઈ હતી. ત્યારે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. જેની પોલીસ તપાસમાં ખબર પડી કે, આરોપી હિતેશ મનસુખ રોજાસર(23 વર્ષ.રહે. ખોડિયાર કોલોની, ચામુંડા નગર,વરાછા)એ શ્રેયાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું છે. તેથી પોલીસે હિતેશની તપાસ કરી હતી. બે દિવસ પહેલા હિતેશ અને શ્રેયા ભાવનગરથી મળી આવ્યા હતા. પોલીસ બંનેને સુરત લઈ આવી હતી.

આ મામલે વધુ તપાસમાં ખબર પડી કે હિતેશે શ્રેયા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેથી પોલીસે અપહરણની ફરિયાદમાં બળાત્કાર અને પોક્સોની કલમ ઉમેરી હતી. પોલીસે હિતેશની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં ખબર પડી કે, હિતેશને તેના બે મિત્રો પ્રકાશ રવજી દેલવાણીયા અને સુરેશ નારણ બજાણીયા( બંને રહે. ધારી,અમરેલી)એ મદદ કરી હતી. હિતેશ શ્રેયાને લઈને ગયો ત્યારે પ્રકાશ અને સુરેશે પોતાને ત્યાં બંનેને 10-10 દિવસ રાખ્યા હતા. તેથી પોલીસે મદદગારીમાં બંને મિત્રોની પણ ધરપકડ કરી છે.

error: Content is protected !!