•માર્ગ બિસ્માર બનતા રૂપિયા 2.50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી
•વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

ભરૂચના શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના ફોર લેન માર્ગના કામનું ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ભરૂચના શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધી શહેરી વિસ્તારથી દહેજ જી.આઈ.ડી.સી.ને જોડતો મહત્વનો માર્ગ છે. જે માર્ગ બિસ્માર બન્યો છે જેથી વાહન ચાલકોને હલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હતો. ત્યારે આ અંગે સ્થાનિક આગેવાનોએ ઉચ્ચાકક્ષાએ રજૂઆત કરી હતી. જેથી ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 2.50 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

આ ફોર લેન માર્ગનું શક્તિનાથ સર્કલ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ દિવ્યેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી, દક્ષાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here