The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 199

ભરૂચ: ચાઇનીઝ દોરીના જથ્થા સાથે મયુર પતંગ સ્ટોરનો માલીક રાજેશ ચણાવાલા ઝડપાયો

ભરૂચ એસ.ઓ.જી.ના સ્ટાફના પોલીસ માણસો ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માહીતી મળેલ કે “મયુર પતંગ સ્ટોરનો માલીક રાજેશ નટવરલાલ ચણાવાલા તેના રહેણાંક ઘરમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરીનુ વેચાણ કરે છે” જે આધારે એસ.ઓ.જી. પોલીસે રાજેશના ઘરમાં તપાસ હાથધરી હતી.

જ્યાં એસ.ઓ.જી પોલીસ ટીમને ઘરમાં રાખેલ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફીરકા નંગ-૩૮ મળી આવેલ જે દોરી ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખેલ હોવા છતા રાજેશ નટવરલાલ ચણાવાલા, ઉ.વ.૫૫, રહે. ગુ.હા.બોર્ડ, શિવશક્તિ એપાર્ટમેન્ટ, રૂમ નં-૧, બ્લોક નં-૧, શક્તિનાથ મહાદેવ મંદિરની બાજુમાં ઉત્તરાયણના તહેવાર માટે પતંગ ઉડાડવા માટે ગ્રાહકોને વેચાણ કરવા રાખેલ હોય જે ચાઇનીઝ દોરીનો જથ્થો કુલ ૩૮ ફિરકા દોરીની કી.રૂ. ૧૧,૪૦૦/- નો મુદ્દામાલ જ્પ્ત કરી રાજેશ ચણાવાલા વિરૂધ્ધ ઇ.પી.કો કલમ ૧૮૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરી હતી.

સુરત: માંડવી તાલુકાનાં આંબલી ડેમમાં નાવડી પલટી, ૧૦ ડૂબ્યા,૨ ના મૃતદેહ મળ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ આંબલી ડેમમાં નાવડી પલટી જતા 10 લોકો ડૂબી જવાની દુર્ઘટના બની હતી. જેમાં બે ના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણ નો બચાવ કરાયો હતો. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ની શોધખોળ શરૂ કરાઇ હતી.

સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકા માં આ ગોઝારી ઘટના બનવા પામી હતી. માંડવી ના દેવગીરી ગામની ૬ મહિલા સહિત ૧૦ વ્યક્તિ આજરોજ સવારના સમયે પશુઓ માટે ઘાસચારો લેવા નાવડીમાં બેસી આમલી ડેમના સરોવરમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક નાવડી પલટી જતા અંદર બેસેલા લોકો પણ ડેમના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. નાવડી પલ્ટી જતા ૧૦ પૈકી ૩ મહિલાઓ તરીને સુરક્ષિત કિનારે આવી ગઇ હતી. જ્યારે ૭ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં બે મહિલા ના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે સાંસદ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર તેમજ માંડવી નગરપાલિકા, બારડોલી નગરપાલીકા અને સુરત મહાનગર પાલિકાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. અને બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ દેવગીરી ગામ નિજ દેવનીબેન વસાવા અને ગિમલીબેન વસાવા નામની બે મહિલા ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય પાંચની શોધખોળ હજી ચાલી રહી છે. ડૂબનારાઓમાં ૪ મહિલા અને ૩ પુરૂષનો સમાવેશ થાય છે અને તે તમામની ઉંમર ૫૫ થી ૬૫ વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ: ડમ્પર સાથેના અક્સ્માતમાં શુકલતીર્થના ૧૯ વર્ષીય યુવાનનું મોત

ભરૂચ રાજપીપળા ચોકડી પર નોકરી પરથી બાઇક લઇ પરત આવતા ૧૯ વર્ષીય યુવાન ડમ્પરના પાછળના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળેજ ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું.

ભરૂચના શુકલતીર્થ ગામે જૂની બેંક ફળીયામાં રહેતા જયદત્તસિંહ હરેન્દ્રસિંહ ડોડિયા ઉ.19 આજ્રરોજ અંકલેશ્વર ખાતેની ડેક્કન કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે નોકરી હોય ગયો હતો. જ્યાંથી ઘરે પરત પોતાની બાઇક નં. GJ-16-CG-4286 લઈને આવી રહ્યો હતો. ત્યારે રાજપીપળા ચોકડી નજીક એક ડમ્પરની પાછળના ભાગમાં બાઇક સાથે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કમ્મર થી નીચેનો ભાગ ઉપર ડમ્પરનું તોતીંગ વ્હીલ ફરી વળતા ગંભીર ઇજાઓના પગલે કોઇ સારવાર મળે તે પહેલા જ જયદત્તસિંહનું કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ વાયુવેગે શુકતીર્થ ગામે થતાં જ તેના સ્નેહીજનો અને મિત્રો ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.એકાએક આશાસ્પદ નવયુવાનના મોતના પગલે મિત્રવર્તુળ સહિતનાઓમાં ગમગીની ફેલાઇ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ધટના સ્થળની મુલાકાત સાથે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની શોધ આરંભી અને ભરૂચ સિવિલ આવી મૃતકની લાશને પી.એમ. કરાવવા જરૂરી કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

ભરૂચનું ગૌરવ: કલાકાર ગોરી યુસુફ હુશેનની કૃતિને મળ્યું વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમમાં સ્થાન

યુનાઈટડ આરબ અમિરાત, અબુધાબીના ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમ માં ભરૂચના કલા સાધક કલાકાર ગોરી યુસુફ હુશેન કૃતિ કાયમ માટે આ વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. જે માત્ર ભરૂચ જ નહિ પણ ગુજરાત અને આખા ભારત વર્ષ માટે ગૌરવની બાબત છે.

ડો. લમિશ અલ કૈશ કે જેઓ ખાવલા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન સંચાલિત અરેબિક કેલિગ્રાફી મ્યુઝિયમ ના ડાયરેકટર જનરલ છે જેઓની નિગરાની હેઠળ વિશ્વસ્તરીય કક્ષાની અરેબિક કેલીગ્રાફી આર્ટ વર્ક નું સિલેક્ટ કરવાની કામગીરી હતી તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં સાધક કલાકાર ગોરી યુસુફ હુશેનજી દ્વારા પ્રસ્તુત કલાકૃતિ સ્થાન પામી છે. જે માટે તેઓની ૨૨ વર્ષની કલા સાધનાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ગોરી યુસુફ હુશેનજીની કલા વિશેષતા એ છે કે તેઓ પહેલાં તો એક ઉમદા વ્યક્તિ છે. મિલનસાર સ્વભાવના તેઓ પુરાતન કેલિગ્રાફિ કળામાં નિપુણ છે. તેઓની કલશૈલીમાં પ્રાચીન કેલિગ્રાફિની બેનમૂન ઝલકના દર્શન થાય છે. તેઓ તેમની હાથ બનાવટના કાગળનો ઉપયોગ કરે છે. અને જે રંગો ઉપયોગમાં લે છે તે હર્બલ રંગો હોય છે. આમ તેઓ બીજી રીતે પ્રાકૃતિક પ્રેમી પણ છે. કુદરતી રંગોથી કેલીગ્રાફિ કાર્ય કરવું એ મહેનત અને ધીરજ માંગી લે છે.

ગોરી યુસુફ હુશેનજી દેશ વિદેશના આર્ટ એન્ડ કલ્ચર વિભાગ દ્વારા યોજાતા કેલીગ્રાફી પ્રદર્શનોનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

દુનિયા આખી જ્યારે કોરોના મહામારીથી ઝઝૂમતી હતી ત્યારે લોકડાઉન દરમિયાન કલાકારોનું મનોબળ વધે એ માટે તેઓએ ઓનલાઇન કલા પ્રદર્શનો યોજી દેશ વિદેશના કલાકારોને સંકલિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો છે અને તેઓની કલાને વિશ્વ ફલક ( મંચ) પર લાવવા માટે પ્રયત્ન કર્યો છે જે હજુ પણ ચાલુ જ છે.

એ જણાવતા આનંદ થાય છે કે તેઓએ અત્યાર સુધી ૧૨ થી વધુ દેશો સાથે ભારતનું કોલોબ્રશન કરી સંયુક્ત રીતે ઓનલાઇન કલા પ્રદર્શનો કરી ચૂક્યા છે. જેમાં દેશ વિદેશના થઈને ૨૦૦૦ થી વધુ કલાકારોનો અને તેમની કલાનો પરિચય કરાવી તેઓએ ભારત અને વિશ્વના દેશોની કલાને એક મંચ પર લાવવાની નિઃસ્વાર્થ કામગીરી કરી છે.

બીજું મહત્વનું એ છે કે તેઓ આવા પ્રદર્શન નિ:શુલ્ક યોજે છે. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી કેલિગ્રાફી કલા સાધના કરે છે. તેઓની આગવી પ્રાચીન કલા શૈલી દ્વારા તેઓએ બેનમૂન કેલિગ્રાફી કલાને વિશ્વ મંચ પર પ્રસ્તુત કરતાં આવ્યા છે. પ્રાચીન કલાને તેઓએ જીવંત રાખવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેઓ એક ઉમદા ગુરૂ પણ છે. તેઓ કલાકારોને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડે છે. નિસ્વાર્થભાવે તેઓ આ કલાને સતત જીવંત રાખવા માટે પ્રયત્નો કરતા આવ્યા છે. નિખાલસતા તેઓના આચરણમાં છલકાય છે.

ખાલવા આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબી દ્વારા સંચાલિત આ વિશ્વકક્ષાના મ્યુઝિયમમાં સ્થાન પામવા માટે સમસ્ત વિશ્વમાંથી કેલિગ્રાફી વિષય આધારિત કલાકૃતિઓ પસંદ કરવામાં આવી જેમાં ભારતમાંથી ભરૂચના ગોરી યુસુફ હુશેન દ્વારા પ્રસ્તુત ઉત્કૃષ્ઠ કૃતિ જે હાથ બનાવટના કાગળ પર પ્રાકૃતિક રંગો અને પ્રાચીન શૈલીથી તૈયાર કરવામાં આવી હતી તે સ્થાન પામી છે. જે ખરેખર ભરૂચ અને ગુજરાતનું ગૌરવ છે.

ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા લક્ષી પ્રચાર-પ્રસાર માટે ઓટોરીક્ષાને લીલીઝંડી અપાઈ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- ભરૂચના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા ભરૂચ જિલ્લાના સ્વચ્છતાના સ્તરને શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)ની ટીમ ભરૂચે આજ રોજ ગ્રામ પંચાયત- ઝાડેશ્વર ખાતેથી સ્વચ્છતાલક્ષી પ્રચાર-પ્રસાર માટે સરપંચ અશોકભાઇ પટેલ હસ્તે પ્રચાર-પ્રસારના માધ્યમ તરીકે ઓટો રીક્ષાને લીલીઝંડી આપી હતી. આ વેળાએ ગ્રામ પંચાયતના સભ્યશ્રી કૌશિકભાઇ પટેલ તથા અન્ય સભ્યો, ડીઆરડીએ કચેરી જયેશભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, આશાવર્કર બહેનો, ગ્રામજનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.

જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ગામોને આવરી લઈ આ ઓટો રીક્ષા ગામે-ગામે ઓડિયો પ્રસારણ તેમજ બેનરના માધ્યમથી ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવશે. આ પહેલનો હેતુ ખુલ્લામાં શૌચમુક્ત ગામો તૈયાર કરવા, ODF પ્લસ ગામો તૈયાર કરવા, વ્યક્તિગત અને સામુહિક શૌચાલયના નિર્માણ તેમજ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત કરવાનો છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) સહિત મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ)ના મહત્વના કામો તેમજ વિવિધ યોજનાકીય લાભોની માહિતી પણ આ પહેલ થકી લોકોને આપી સરકારી યોજનાઓના લાભ લેવા જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ :નારાયણ નગર-૦૧ માંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ૧ ઝડપાયો

આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “સ્કાય લેન્ડર્સ” (ચાઇનીઝ તુક્કલ) તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો) અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઈનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય, જે બાબતે આવા નુકશાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું કલેક્ટર તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાંના તરફથી સુચના મળતા ભરૂચ વિભાગ, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ના માર્ગદર્શન આધારે,પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.

દરમીયાન ચોક્ક્સ બાતમી મળેલ કે નારયણ નગર-૧ ના મકાન નં. ૧૪ માં રહેતા પવનકુમાર દિનેશચંદ્ર મહેતા નાઓ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય, જે આધારે ઉપરોક્ત સરનામાં વાળા મકાનમાં તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ-૧૦ મળી આવેલ જે દરેકની અંદાજીત કીંમત રૂ.૩૦૦/- લેખે ગણતા કુલ કિંમત રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ અત્રેના ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે ઇ.પી.કો. કલમ. ૧૮૮ મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે.

ભરૂચ કલેક્ટર કચેરી ના મુખ્ય માર્ગ ઉપર રખડતા ગૌધનના પગલે હાલાકી

એક તરફ ભરૂચ પાલિકા રસ્તા ઉપર રખડતા મુંગા પશુઓને પકડવાની કવાયત કરતી હોવાના દાવા કરે છે. તો બોજી તરફ આ મુંગા પશુઓ સરેઆમ શહેરના મુખ્ય માર્ગો ઉપર બેફામ વિચરતા આવન જાવન કરતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ગાયને માતા સમજી તેની તરફેણ કરનાર અનેક સંસ્થાઓ છે. જે ગૌ પાલનાના મોટા દાવા પણ કરી તેના નામે મોટો ફાળો પણ ઉઘરાવે છે છતાં આપણે ત્યાં આ ગૌમાતા ખુલ્લે આમ રખડતી જોવા મળે છે. આ કહેવાતી સંસ્થાઓની કહેની અને કરણી માં અંતર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારીતાની ખોખલી વાતો કરતા અને ધર્મની કોઈ પણ વાત ઉપર ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદો ઉઠાવી રોડ ઉપર ઉતરી આવી દેકારો મચાવનાર કહેવાતા દંભી હિંદુઓ અને હિન્દૂ સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિની અને હિન્દૂ સમાજની જીવતી જાગતી માતા એટલે ગૌ માતાને રખડતી રિબાતી રસ્તા પરનો કચરો અને પ્લાસ્ટિક ખાઈ બીમારીનો ભોગ બનતી ગૌ માતાને જોવા છતાં પણ અંધ બની રહ્યા છે.

ભરૂચ: માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોના ગાઇડ લાઇન ભંગ કરનાર વેપારી પાલિકાના હાથે હવે દંડાશે

ભરૂચ શહેરમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ કરનાર વેપારી સામે નગર પાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરી પગલાં લેવાશે

હાલ કોરોનાની ત્રીજી લહેરને પગલે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે જીલ્લામાં ગતરોજ નવા કોરોના પોઝિટિવના 50 કેસ નોંધાયા છે ત્યારે ભરુચ નગર પાલિકા પણ કોરોનાની ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કરતાં વેપારી સામે હરકતમાં આવી ગયું છે અને મોલ,દુકાન હોટલ અને વિવિધ સંસ્થાઓના સંચાલકો માસ્ક ,સેનેટાઇઝર તેમજ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન નહીં કરતાં દેખાય તો તેઓ સામે પગલાં ભરવા ઝુંબેસ હાથ ધરશે.અને કોરોનાની ગાઈડ લાઇનનો ભંગ કરનાર વેપારી સામે દંડનીય કાર્યવાહી હાથ ધરશે.

ભરૂચ-અંકલેશ્વરના વિવિધ વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area જાહેર કરાયા

ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.૨૧/૧૨/ર૦ર૧ તથા તા.૨૭/૧૨/૨૦૨૧ થી કોરોનાના સંકમણને રોકવા અધ્યતન સુચનાઓ આપવામાં આવેલ છે. ગૃહ વિભાગના તા.૭/૧/ર૦રર ના હુકમથી નોવેલ કોરોના વાયરસના સંકમણને અટકાવવા જરૂરી નિયંત્રણો મુકવા આવશ્યક પગલાંઓ લેવા જણાવવામાં આવતાં અને ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ હોય, આ વાયરસનો વધુ ફેલાવતો અટકાવવા મારે તકેદારીના પગલારૂપે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતા

અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલ ભરૂચ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-ર૬(ર) મુજ્બ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ક્લમ-ર અન્વયે મને મળેલ સત્તાની રૂએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ ભરૂચ-અંકલેશ્વરના વિવિધ વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area તરીકે જાહેર કરાયા છે.

જેમાં
•ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં મંગલ દર્શન સોસાયટીના મકાન નં.૩૯નો વિસ્તાર,આર.કે. કાઉન્ટ્રીના w/1/1/22 થી w/1/1/24નો વિસ્તાર,રંગ ટાઉનશીપના મકાન નં. ૧૭૫થી ૧૮૦ સુધીનો વિસ્તાર

•ભોલાવના અવધુત-2માં મકાન નં. એ-૬૦ થી એ-૭૧ સુધીનો વિસ્તાર,સોમેશ્વર બંગ્લોઝમાં મકાન નં. બી-૪૫ થી મકાન નંબર. બી- ૫૩નો વિસ્તાર,પાવન પુરી સોસાયટીમાં મકાન નં એ-૫ થી એ-૧૪નો વિસ્તાર,આર.કે.હેબીટેટના બ્લોક બી ત્રીજા માળનો તમામ વિસ્તાર

•ભરૂચ શહેરના વોર્ડનં.૩માં બી-૧૨ ભારતી રો-હાઉસનો વિસ્તાર, ઘર નં. ૧૯ કલ્પતરૂ સોસાયટીનો વિસ્તાર

•ભરૂચના વોર્ડ નં. ૪માં ડી/૧/૮ ન્યાયાધીશ નિવાસ કલેકટર ઓફીસ સામેનો વિસ્તાર,ઘર નં. ૨૯૭૭ અયોધ્યા નગર સોસાયટીનો વિસ્તાર

•ભરૂચના વોર્ડ નં. ૫માં ૧૧ સત્યમ સોસાયટી, આંગન ફ્લેટ કસકનો વિસ્તાર, ઘર નં. એ-૮ પ્રીતમ-૨ સોસાયટીનો વિસ્તાર, ઘર નં. એ-૧૯ પુષ્પમ બંગ્લોઝનો વિસ્તાર,ઘર નં-૬ મહાદેવ નગર સોસાયટી,જેપી કોલેજ સામેનો વિસ્તાર,ઘર નં. ૩૮ વૈકુંઠ સોસાયટીનો વિસ્તાર

•ભરૂચના વોર્ડ નં. ૭માં ઘર નં. ૫૬૪ ધોળીકુઇનો વિસ્તાર

•અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં શાંતિવિલા રેસીડન્સી મકાન નં.૫ થી ૭, સીટી સેન્ટર, કેન્ડલ લકઝીરીયા રેસીડન્સી મકાન નં.બી-૪૦૧ થી બી-૪૦૪ , પ્લોટ નં.૮૪, જી.આઇ.ડી.સી.યુ.પી.એલ.કોલોની પાસે, રીધ્ધી રેસીડન્સી મકાન નં.૩૦૨ થી ૩૦૩, માતૃકૃપા બંગલોઝ, પ્લોટ નં.૩૦/૮/૩, સાંઇનાથ સોસાયટી, મકાન નં. એકસ-૫૮ થી એકસ -૬૦ સુધી.

•અંકલેશ્વર શહેરના ર્વોર્ડ નં. ૧ની ધનલક્ષ્મી સોસાયટી મકાન નં.સી-૫૭ થી સી-૬૨ સુધી.

•વોર્ડ નં.૨,ગજાનંદ સોસાયટી મકાન નં.૨૪ થી ૨૭

•વોર્ડ નં.૩ની આદર્શ સોસાયટી મકાન નં.૩૧ થી ૩૩ સુધી

•અંકલેશ્વરના કોસમડીની અંબેગ્રીન સોસાયટી, એ-૨૯ થી એ-૩૮, મુસા ઇબ્રાહીમ પટેલ થી જાવુદ્દીન ઇસ્માઇલ પટેલના ઘર સુધી

•અંકલેશ્વરના જીતાલીમાં ગાર્ડનસીટીના ડી/૩/૬૦ થી ડી/૩/૬૪ સુધી અને ડી/૩/૭૭ થી ડી/૩/૮૨ સુધીનો વિસ્તાર

•અંકલેશ્વરના ભડકોદ્રાના પટેલ પાર્કમાં મકાન. નં. એ-૧ થી એ-૧૦ સુધીના વિસ્તારોને કૉવીડ-૧૯ Containment Area તરીકે જાહેર કરાયા છે.

ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ આપવાનો કરાયો પ્રારંભ

સમગ્ર રાજયમાં ફન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને કોરોના વેકિસનનો પ્રિક્રોશન ડોઝ આપવાનો રાજયવ્યાપી આજથી શુભારંભ કરાયો છે.

ભરૂચ જિલ્લામાં ૨૫૦૦૦ પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, ૧૫-૧૮ વર્ષની ઉંમરના ૧૨૦૧૫ લાભાર્થીઓ, તથા ૧૮ થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થીને ૨૨૦૨૫નું રસીકરણ જે નિયત થયેલ ૨૨૫ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેકસીનની રસી જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે આજે જિલ્લામાં ૨૨૫ વેકસીન સેન્ટર પરથી તા.૧૦/૦૧/૨૦૨૨ને બપોરે ૦૪:૩૦ વાગ્યા સુધીમાં ફન્ટલાઇન વર્કર-૧૩૯૪, હેલ્થ વર્કર-૧૪૪૯ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસકો-૧૩૪૧ મળી કુલ ૪૧૮૪ લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો.

error: Content is protected !!