વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે, વડાપ્રધાનએ શરૂ કરેલા વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય – વેપારને નવી દિશા મળી છે તેમ રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે અંકલેશ્વર ખાતે 12 માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા આયોજિત 12મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો 2022 ના ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ , અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઇશ્વર પટેલ, AIA પ્રમુખ રમેશ ગાભાણી, પ્રવીણ તેરૈયા સહિતના ઉપસ્થિત રહયા હતા. મંત્રી જગદીશ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશન રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું.
એક તરફ વધતા જતા કોરોના ઓમિક્રોન ના પગલે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ રદ્દ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ સરકારના જ મંત્રીના હસ્તે અંકલેશ્વર ખાતે AIA આયોજીત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આરંભ કરવામાં આવ્યો છે.જેમાં સોશ્યલ ડિસ્ટન્સ ની વાત તો દૂર પરંતુ ભાજપના નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ પણ વગર માસ્કે જોવા મળ્યા હતા.વળી આ 3 દિવસ ચાલનાર એક્સપોમાં કોરોના સંક્રમણ રહિત રહેશે કે પછી વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતનું ગ્રોથ એન્જીન બનેલ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2022 ગુજરાતના કેસોમાં વધારો કરવાની સિદ્ધિ હાંસલ કરશે તે તો આવનારા દિવસોજ બતાવશે.પરંતુ હાલ તો માસ્ક વિના પણ સામાન્ય માણસ જ દંડાતો જોવા મળી રહ્યો છે.