સમગ્ર રાજયમાં ફન્ટલાઇન વર્કર, હેલ્થ વર્કર તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને કોરોના વેકિસનનો પ્રિક્રોશન ડોઝ આપવાનો રાજયવ્યાપી આજથી શુભારંભ કરાયો છે.
ભરૂચ જિલ્લામાં ૨૫૦૦૦ પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, ૧૫-૧૮ વર્ષની ઉંમરના ૧૨૦૧૫ લાભાર્થીઓ, તથા ૧૮ થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થીને ૨૨૦૨૫નું રસીકરણ જે નિયત થયેલ ૨૨૫ વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરવામાં આવેલ છે.
કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા કોવિડ-૧૯ વેકસીનની રસી જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે આજે જિલ્લામાં ૨૨૫ વેકસીન સેન્ટર પરથી તા.૧૦/૦૧/૨૦૨૨ને બપોરે ૦૪:૩૦ વાગ્યા સુધીમાં ફન્ટલાઇન વર્કર-૧૩૯૪, હેલ્થ વર્કર-૧૪૪૯ તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસકો-૧૩૪૧ મળી કુલ ૪૧૮૪ લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો.