આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે તેમજ કાર્યકર્તાઓએ આજ રોજ આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપી કોરોના મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા ચાર લાખની સહાય ચૂકવે તેવી માંગણી કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં ગુજરાત સરકારના બેદરકારી અને અણઘડ વહીવટને કારણે હોસ્પિટલમાં બેડ,દવાઓ,ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતમાં ત્રણ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતાં.ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારના નામે લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી.સરકાર દ્વારા મોતના આંકડા છુપાવી મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી.ત્યારે આમોદ શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ થી અવસાન પામેલા દરેક મૃતકના પરિવાર માટે ચાર લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી.તેમજ ભાજપ સરકાર દ્વારા પશુ તેમજ માનવી માટે ૫૦,૦૦૦ વળતરના એકસમાન ધારાધોરણ જાહેર કરી અસંવેદનશીલ હોવાનું પુરવાર કરી માનવજાતની પણ ક્રુર મજાક કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ પટેલઉર્ફે બાબુભાઇ બરફવાલા,સાજીદ રાણા,સલીમ રાણા,હીરાભાઈ સોલંકી,ત્રિભોવન સોલંકી,અરવિંદ સોલંકી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતાં.
[breaking-news]
Date: