The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 200

ભરૂચ: નંદેલાવ ગામના ૩૦ જેટલાં લાભાર્થીઓને રેશનકાર્ડનું કરાયું વિતરણ

•નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયું વિતરણ

ભરૂચ તાલુકાના નંદેલાવ ગામના ૩૦ જેટલાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેશનકાર્ડ(NFSA)નું વિતરણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના સદસ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજપારડી: રૂપિયા ૨૦,૫૦૦ની લૂંટનો ભેદ ઉકેલાયો,૧ ઝડપાયો, બે ફરાર

ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વણઉકલ્યા ગુનાઓ ઉકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રાજપારડી પોલીસ મથકમાં ગત તા .૧૩ મી ડિસેમ્બર ના રોજ ફરીયાદી પોતાની બાઇક લઇને રાજપારડીથી અંક્લેશ્વર જવા માટે નિકળેલા હતા,દરમિયાન સદર કામના આરોપીઓએ ફરીયાદીના મોબાઈલ ઉપર જણાવેલ કે હું મનુભાઈ બોલુ છું અને મારે ખુરશીઓ વેચાતી જોઈએ છે. તમે અવિધા જવાના રોડ ઉપર આવો હું તમને રસ્તામાં મળીશ. ત્યારબાદ આરોપીઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને ફરીયાદીની મોટર સાયકલ ઉભી રખાવી હતી.

બાદમાં ફરીયાદીને મોઢાના ભાગે લાફો મારી પૈસા આપ નહીતર બહુત માર પડેગા, એમ જણાવ્યુ હતું.અને બીજાને કહેલ કે ચપ્પુ નિકાલ ઓર ઉસકો માર ,આ જોઇને ફરીયાદી ઇસમે ગાડી ઉભી રાખી પોતાની મોટર સાયકલની ચાવી સાઈડમાં ફેકી દઈ સીમોદરા ગામના રોડ તરફ ભાગવા લાગ્યા હતા. ફરીયાદીની પાછળ દોડીને આરોપીઓેએ તેમને પકડીને માર માર્યો હતો. તેમજ રોકડા રૂપીયા તથા મોબાઇલ મળીને કુલ રૂ .૨૦,૫૦૦ / -ની લુટ કરી નાશી છુટ્યા હતા.

લુંટનો ભોગ બનનારની ફરીયાદના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોબાઇલ પોકેટકોપ તેમજ ઇ ગુજકોપની મદદથી સદર આરોપીઓની મોટરસાયકલના નંબર મુજબ તપાસ કરીને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં લૂંટના ગુનાને અંજામ આપનાર વર્ણનવાળા ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવેલ. મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરના આધારે લૂંટનો ગુનો કરનારા ઇસમો રામપરા ( જબુગામ ) તા.વાલીયા વિસ્તારમાં રહેતા હોવાની જાણ થઇ હતી. આરોપી ચિરાગભાઇ ગણપતભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા જી , ભરૂચના પોતાના ઘરે આવેલ હોવાની બાતમી મળતા રાત્રીના સમયે છાપો મારી તેને પોતાના ઘરેથી ઝડપી લીધો હતો. લૂંટના મુદ્દામાલ અંગે કડકાઇથી પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી. આ ગુના બાબતે અન્ય આરોપીઓ ધર્મેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા અને દિપેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયાનાને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

આમોદ: કોરોનામાં મરણ ગયેલાને ૪લાખના વાળતર ની માંગ સાથે કોંગ્રેસે આપ્યું આવેદન

આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે તેમજ કાર્યકર્તાઓએ આજ રોજ આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપી કોરોના મૃતકના પરિવારજનોને સરકાર દ્વારા ચાર લાખની સહાય ચૂકવે તેવી માંગણી કરી હતી.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીમાં ગુજરાત સરકારના બેદરકારી અને અણઘડ વહીવટને કારણે હોસ્પિટલમાં બેડ,દવાઓ,ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે ગુજરાતમાં ત્રણ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતાં.ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારના નામે લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી.સરકાર દ્વારા મોતના આંકડા છુપાવી મૃતકોની યાદી ગેઝેટ મારફતે પ્રસિદ્ધ કરતી નથી.ત્યારે આમોદ શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ થી અવસાન પામેલા દરેક મૃતકના પરિવાર માટે ચાર લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી.તેમજ ભાજપ સરકાર દ્વારા પશુ તેમજ માનવી માટે ૫૦,૦૦૦ વળતરના એકસમાન ધારાધોરણ જાહેર કરી અસંવેદનશીલ હોવાનું પુરવાર કરી માનવજાતની પણ ક્રુર મજાક કરી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ પટેલઉર્ફે બાબુભાઇ બરફવાલા,સાજીદ રાણા,સલીમ રાણા,હીરાભાઈ સોલંકી,ત્રિભોવન સોલંકી,અરવિંદ સોલંકી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતાં.

ભરૂચ: મહિલા તલાટીને ફરજ દરમિયાન કચેરીમાં જ હૂમલો કરી મારમારવા મામલે અપાયું આવેદન

ભરૂચના મનુબર ખાતે ગ્રામપંચાયત કચેરીમાં જ મહિલા તલાટી ઉપર કેટલાક ઇસમો દ્વારા હૂમલો કરી મારમારવા મામલે ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી તથા ડીએસપીને આવેદન પાઠવાયું હતું.

આવેદનમાં ઉલ્લેખાયા મુજબ ભરૂચ તાલુકાના મનુબર ગામપંચાયતમા ફરજ બજાવતા મહિલા તલાટીને ફરજ દરમિયાન ગામપંચાયત મનુબર કચેરીમાં ઈસમો દ્વારા હૂમલો કરી માર મારવાના ના બનાવમાં ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા હુમલો કરનાર ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને ફરી થી આ પ્રકાર ની ઘટના નુ પુનરાવર્તન ન થાય તે માટે સરકારી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર તથા ડીએસપીને આવેદનપત્ર ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી હતી.

ભરૂચ: જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઇનીઝ દોરીનો વેપલો કરતો ૧ ઝડપાયો

•શક્તિનાથ સર્કલ ખાતેથી પ્રતિબંધીત ચાઇનીજ દોરીનું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

આગામી દિવસોમાં આવી રહેલ ઉત્તરાયણના તહેવાર દરમ્યાન “સ્કાય લેન્ડર્સ”(ચાઇનીઝ તુક્કલ) તેમજ સિન્થેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ (ઝેરી તત્વો) અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે ચાઈનીઝ મટીરીયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય, જે બાબતે આવા નુકશાન કારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું કલેક્ટર કચેરી થી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
જે જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાં તરફથી સુચના મળતા ભરૂચ વિભાગ, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ મથક તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન ચોક્કસ બાતમી મળેલ કે શક્તિનાથ સર્કલ ખાતે આવેલ જલારામ સીઝનલ પતંગ સ્ટોરમાં રૂપેશભાઈ રાજુભાઈ કાયસ્થ ઉ.વ ૩૪ ધંધો-વેપાર રહે. બી/૬૩, સ્વતીક સોસાયટી, જે.બી.મોદી પાર્ક સામે તા.જી ભરૂચ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય,

જે આધારે જલારામ સીઝનલ સ્ટોલ ખાતે તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ-૧૧ મળી આવેલ જે દરેકની અંદાજીત કીંમત રૂ.૨૫૦/- લેખે કુલ કિંમત રૂ.૨૭૫૦/- નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે. ખાતે કલમ. ૧૮૮ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમા ભરૂચ શહેર “એ” ડોવી. પો.સ્ટે. આવી પ્રતિબંધીત વસ્તુઓના વેચાણ તથા ઉપયોગ કરતાઓને શોધી કાઢવા કટીબધ્ધ બની છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રદ્દ કરવા સાથે અંકલેશ્વરમાં ત્રિદિવસીય AIA ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનો પ્રારંભ

વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે, વડાપ્રધાનએ શરૂ કરેલા વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય – વેપારને નવી દિશા મળી છે તેમ રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે અંકલેશ્વર ખાતે 12 માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા આયોજિત 12મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો 2022 ના ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ , અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઇશ્વર પટેલ, AIA પ્રમુખ રમેશ ગાભાણી, પ્રવીણ તેરૈયા સહિતના ઉપસ્થિત રહયા હતા. મંત્રી જગદીશ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશન રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું.

એક તરફ વધતા જતા કોરોના ઓમિક્રોન ના પગલે ગુજરાત સરકાર વાઇબ્રન્ટ સમિટ રદ્દ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ સરકારના જ મંત્રીના હસ્તે અંકલેશ્વર ખાતે AIA આયોજીત ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આરંભ કરવામાં આવ્યો છે.જેમાં સોશ્યલ ડિસ્ટન્સ ની વાત તો દૂર પરંતુ ભાજપના નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ પણ વગર માસ્કે જોવા મળ્યા હતા.વળી આ 3 દિવસ ચાલનાર એક્સપોમાં કોરોના સંક્રમણ રહિત રહેશે કે પછી વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતનું ગ્રોથ એન્જીન બનેલ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો 2022 ગુજરાતના કેસોમાં વધારો કરવાની સિદ્ધિ હાંસલ કરશે તે તો આવનારા દિવસોજ બતાવશે.પરંતુ હાલ તો માસ્ક વિના પણ સામાન્ય માણસ જ દંડાતો જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર: રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, ૩નાં મોત

• કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો

અંકલેશ્વર ખાતે આવેલી રાજપીપળા ચોકડી હાઈવે ઉપરના ફ્લાય ઓવરબ્રિજ પર કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારની બે મહિલા અને ૧ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના ૩ સદસ્યોના મોતના પગલે ગમગીની છવાઇ હતી. આ ઘટનામાં ઘટના બાદ કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતો અખિલેશ સિંઘ ઉ.વર્ષ તેની ભાભી પ્રિયંકા અજીત સિંઘ અને ભાભીની પિતરાઈ બહેન નિધિ વિલાસ ચૌધરીને બાઇક નંબર જીજે ૧૬.એ.સી.૧૩૮૦ ઉપર બેસાડી કીમ કોઠવા દરગાહ ખાતે ગયો હતો. જયાંથી પરત આવતી વેળા રાજપીપળા ચોકડી પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નંબર – એ.પી.૧૨.એચ.૯૨૭૭ના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર સવાર ત્રણેય નીચે પટકાયા હતા.

નીચે પટકાયેલા બાઈકસવારો ઉપરથી કન્ટેનર ફરી વળતાં ત્રણેય કચડાઈ જવા પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિયર-ભાભી સહીત ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરૂચ : બાઇક ઉપર હથિયારો સાથે સ્ટન્ટ કરી ભય ફેલાવનાર ૪ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન મુજબ તા- ૦૪/૦૧/ર૦રર ના રોજ ભરૂચ જીલ્લામાં હાથમાં ધારીયા જેવા પ્રાણઘાતક હથિયારો લઈ મોટર સાયકલો ઉપર જાહેરમાં યુવાનોએ કેબલ બ્રીજ ઉપર સ્ટન્ટ કર્યા અંગેનો વિડીયો વાયરલ થયો હતો.

જે વાયરલ વિડીયોના આધારે ભરૂચ જીલ્લાના પોલીસ માણસોની ટીમો બનાવી સ્ટન્ટ કરનાર ચારેવ ઇસમો અસ્ફાક યાકુબ માલા રહે- સીતપોણ લીમડી ચોક સ્ટ્રીટ તા.જી.ભરૂચ, ડે્‌યાઝ હનીફ સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચ, મુબારક સફીક સીંધી રહે- કંબોલી નવી નગરી તા.જી. ભરૂચના તથા ઇર્ષાદ જુસબ સિંધી હાલ રહે- વરેડીયા કાસીમ પાર્ક તા.જી.ભરૂચ મુળ રહે- સુરા સામળ તા. કરજણ જી. વડોદરાને બે બાઇક તથા હાથમાં ધારણ કરેલ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા તમામને નસીયત કરવામાં આવે છે કે, જો કોઇ પણ ઇસમ દ્વારા આ રીતે જાહેરમાં હથિયારો ધારણ કરી લોકોમાં ભય ફેલાય તેવુ કૃત્ય કરવામાં આવશે તો તેઓના વિરૂધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેની નોધ લેવા પણ જનતાને જણાવાયું છે.

અંકલેશ્વર : ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨નું ઉદ્યોગ મંત્રી જગદીશભાઈના હસ્તે કરાયો પ્રારંભ

વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. વડાપ્રધાને શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય-વેપારને નવી દિશા મળી છે તેમ સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ૧૨માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨નું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા સહયોગી સંસ્થાના સહયોગથી આયોજિત ૧૨મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનનું રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું. તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. આ તબક્કે માઈક્રો, સ્મોલ, મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલ તમામને એઆઈએ આનંદપુરા ટ્રોફી મંત્રી જગદીશભાઈ પંચાલ તથા નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ વેળાએ એઆઈએ ઈન્ડસ્ટ્રીઝ ડીરેક્ટરી-૨૦૨૨ નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડી.એ.આનંદપુરા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રી જગદીશભાઈ પંચાલે અંકલેશ્વર ખાતે એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના સુંદર આયોજનને બિરદાવી સાથ આપનાર તમામ સંસ્થાઓ-ઉધોગોને અભિનંદનના અધિકારી હોવાનું કહ્યું હતું.
મંત્રીએ ઉમેર્યું હતું કે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉધોગોનો ગ્રોથ વધ્યો છે, હરિફાઇના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉધોગોના વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે. દેશનો વિકાસ કરવો હોય તો ઉધોગ ક્ષેત્રેનો વિકાસ કરવો પણ જરૂરી બને છે ઉધોગોના વિકાસના માધ્યમથી જ તમે સારો વિકાસ સાધી શકશો.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને આત્મનિર્ભર ગુજરાત બને તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાના અભિયાન વડે દેશ ઔધોગિક ક્ષેત્રે સફળતાના શિખર સર કર્યું હોવાનું જણાવી સકારાત્મક પરિણામોની વિસ્તૃત જાણકારી અનેક દાખલાઓ સાથે આપી હતી. તેમણે વોકલ ફોર લોકલના મંત્ર થકી કેન્દ્ર સરકાર અંત્યોદયની વિચારધારાને વેગવાન બનાવી હોવાનું પણ ઉમેર્યું હતું.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ના આયોજનને બિરદાવતા આજથી બે દિવસીય એકઝીબીશનમાં નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લો ઔધોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહયો હોવાનું જણાવી આવનારા પાંચ વર્ષમાં ભરૂચ પંથકમાં પુરા થનારા પ્રોજેક્ટોની વિસ્તૃત માહિતી પણ તેમણે રજૂ કરી હતી.

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં એક્સ્પો-૨૦૨૨ ના આયોજનને બિરદાવી ઔદ્યોગિક વિકાસમાં આવા પ્રકારના ઈન્ડસ્ટ્રીયલ પ્રદર્શનો ખુબ જ સરાહનીય છે. આવા એકઝીબીશનના માધ્યમથી ટેકનોલોજીનું શ્રેષ્ઠ આદાન-પ્રદાન થાય છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે એઆઈએના પૂર્વ પ્રમુખ નાવડીયાએ એઆઈએ ધ્વારા કરેલી કામગીરીની ટૂંકી રૂપરેખા આપી હતી.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ ગાબાણીએ ઇન્ડસ્ટ્રીયલ સેમીનાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. અંતમાં આભારવિધિ એઆઇએના મહામંત્રીએ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, ચેરમેન અતુલભાઈ બુચ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોદેદારો, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના હોદ્દેદારો, એકસ્પો-૨૦૨૨ના હોદેદારો, નોટીફાઇડ તેમજ જીઆઇડીસીના અધિકારીગણ, ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા.

ભરૂચ: મનુબરમાં દુકાનના ભાડા મુદ્દે તલાટીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ

ભરૂચનાં મનુબર ગ્રામ પંચાયત ખાતે દુકાનના ભાડા મુદ્દે માતા-પુત્ર સહિત ત્રણ ઇસમોએ તલાટી-કમ-મંત્રીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

હાલ ભરૂચની દહેગામ ચોકડી સ્થિત અલમુકામ રેસિડેન્સીમાં રહેતા અને મૂળ વિરમગામના માલીવાડના મુસાર્રતજહાં મોઈન ઝૈનુલઆબેદ્દીન સૈયદ મનુબર ગ્રામ પંચાયતમાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત રોજ પંચાયત ઓફિસ ખાતે હતા, તે દરમિયાન સુહેલ સઇદ ડોગાના પિતાએ ગ્રામ પંચાયતની હદના પાદરમાં બનાવેલા મુન્નવર શોપિંગ સેન્ટર નામની દુકાન પૈકી બે નંબરની દુકાન ભાડા કરાર મુજબ આપી છે. જેનો વહીવટ સુહેલ સઇદ ડોગા કરે છે, જે આ દુકાનનું ભાડુ આપવા આવ્યો હતો.

તેણે જાન્યુઆરીનું ભાડું કરવાનું કહી રસીદ આપવાનું કહેતા તલાટીએ ડિસેમ્બર 2021નું ભાડું ભર્યા બાદ જ રસીદ આપવા કહેતા તેણે તેની માતાને અગાઉની રસીદો સાથે બોલાવ્યા હતા. તે રસીદોમાં પણ ડિસેમ્બર 2021ની રસીદ ન હોવાથી ભાડું ભરવા કહેતા માતા-પુત્ર અચાનક આવેશમાં આવી ગયા હતા અને અપશબ્દો ઉચ્ચારી ઝપાઝપી કરી તલાટીની સોનાની ચેઇન તોડી નાખી હતી. તેમજ તેમના ચશ્મા ફોડી નાખી કપડાં ફાડી નાખ્યા હતા. જે બંનેનું ઉપરાણું લઈ હબીબ પટેલે પણ અપશબ્દો ઉચ્ચારી “પૈસા માંગે છે તેમ કહી પોલીસમાં પકડાવી દો” તેવી ધમકી આપી જતાં રહ્યા હતા. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!