ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વણઉકલ્યા ગુનાઓ ઉકેલવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજપારડી પોલીસ મથકમાં ગત તા .૧૩ મી ડિસેમ્બર ના રોજ ફરીયાદી પોતાની બાઇક લઇને રાજપારડીથી અંક્લેશ્વર જવા માટે નિકળેલા હતા,દરમિયાન સદર કામના આરોપીઓએ ફરીયાદીના મોબાઈલ ઉપર જણાવેલ કે હું મનુભાઈ બોલુ છું અને મારે ખુરશીઓ વેચાતી જોઈએ છે. તમે અવિધા જવાના રોડ ઉપર આવો હું તમને રસ્તામાં મળીશ. ત્યારબાદ આરોપીઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને ફરીયાદીની મોટર સાયકલ ઉભી રખાવી હતી.
બાદમાં ફરીયાદીને મોઢાના ભાગે લાફો મારી પૈસા આપ નહીતર બહુત માર પડેગા, એમ જણાવ્યુ હતું.અને બીજાને કહેલ કે ચપ્પુ નિકાલ ઓર ઉસકો માર ,આ જોઇને ફરીયાદી ઇસમે ગાડી ઉભી રાખી પોતાની મોટર સાયકલની ચાવી સાઈડમાં ફેકી દઈ સીમોદરા ગામના રોડ તરફ ભાગવા લાગ્યા હતા. ફરીયાદીની પાછળ દોડીને આરોપીઓેએ તેમને પકડીને માર માર્યો હતો. તેમજ રોકડા રૂપીયા તથા મોબાઇલ મળીને કુલ રૂ .૨૦,૫૦૦ / -ની લુટ કરી નાશી છુટ્યા હતા.
લુંટનો ભોગ બનનારની ફરીયાદના આધારે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોબાઇલ પોકેટકોપ તેમજ ઇ ગુજકોપની મદદથી સદર આરોપીઓની મોટરસાયકલના નંબર મુજબ તપાસ કરીને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં લૂંટના ગુનાને અંજામ આપનાર વર્ણનવાળા ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવેલ. મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરના આધારે લૂંટનો ગુનો કરનારા ઇસમો રામપરા ( જબુગામ ) તા.વાલીયા વિસ્તારમાં રહેતા હોવાની જાણ થઇ હતી. આરોપી ચિરાગભાઇ ગણપતભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા જી , ભરૂચના પોતાના ઘરે આવેલ હોવાની બાતમી મળતા રાત્રીના સમયે છાપો મારી તેને પોતાના ઘરેથી ઝડપી લીધો હતો. લૂંટના મુદ્દામાલ અંગે કડકાઇથી પુછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરી હતી. આ ગુના બાબતે અન્ય આરોપીઓ ધર્મેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયા અને દિપેશભાઇ દિનેશભાઇ વસાવા રહે.જબુગામ ( રામપરા ફળીયુ ) તા.વાલીયાનાને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.
•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી