The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 178

ભરૂચ : વાગરાથી સારણ વચ્ચે કાંસના ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદન

વાગરાથી સારણ વચ્ચેના આવેલ કાંસમાં ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવી કામબંધ કરવા રજુઆત કરી હતી.

ખેડૂતો એ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર આપી રજૂઆતમાં જણાવ્યું હતું કે વાગરાથી સારણ વચ્ચે આવેલ કાંસમાં ખૂબ જ ઉંડે સુધી માટી ખોદકામ કરવામાં આવતું હોય,વળી તેમના ખેતરો કાંસની બિલકુલ બાજુમાં હોય ખેતરોમાં પણ ધોવાણ થતા ખેતરના પાકને ખૂબજ નુકશાન થાય છે.સાથે વાગરા ગામમાં ગોચરની જમીન ઓછી હોય, પશુપાલકો ગાય – ભેંસો આ કાંસમાં જ ચરાવે છે અને આ કાંસ ખૂબ જ ઊંડો ઝરણ ફુટે ત્યાં સુધીનો ખોદી નાંખતા ભેખડ ધસી પશુઓ અંદર પડી જવાથી મૃત્યુ પામવાની શકયતા વધે છે. આ કાંસના ખોદકામના પરમિશન બાબતે લાગુ ખાતેદારોની કોઇ સંમતિ લીધેલી નથી.

આ ઉપરાંત જણાવાયું હતું કે આ કાંસ ખેડૂતોના હિતમાં ઉંડો થતો ન હોય પરંતુ તે ભૂમાફિયાઓના હિતમાં માટી ખોદકામ માટે ઉંડો કરાતો હોય આ કાંસનું ખોદકામ અટકાવવા અજે આવા તત્વો ઉપર જરૂરી પગલા ભરવા ખેડૂતોએ માંગ કરી કામ બંધ કરવાવવા જણાવ્યું હતું.

ગતિશીલ ગુજરાત! દેડીયાપાડાની તાલુકા પંચાયત કચેરીની હાલત બની જર્જરીત

  • દેડીયાપાડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની કેબિનમાં છત નાં પોપડા પડ્યા, મોટી જાનહાની ટળી
  • તાલુકા પંચાયત કચેરી ૬૦ વર્ષ જૂની, ચાર દિવસ પહેલા પણ કચેરીના બાથરૂમમાં છત નો એક ભાગ પડ્યો હતો

દેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ની કચેરી આવેલી છે જે અંદાજે 1960ની આસપાસ ના વર્ષ જૂની છે, અંદાજીત 62 વર્ષ જૂની છે ખુબ જ જર્જરીત થઈ ચૂકી છે. અઠવાડિયા પહેલાં જ એક ઘટના બની જેમાં તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા તેમની ચેમ્બર માંથી બાથરૂમ તરફ ગયા હતા. ત્યારે અચાનક જ છતનો એક ભાગનો મોટો ટુકડો તેમના ઉપર પડ્યો હતો, પરંતુ તેઓ સતર્ક બન્યા હતા. જેમાં તેમને નાની સરખી ઈજા થઈ હતી TDO સહિત ત્યાં કામ કરતા 30 થી 40 સ્ટાફના માણસો તથા રોજના હજારો માણસો આ ઓફિસ ની મુલાકાત લે છે. જેમના માટે પણ જીવનું જોખમ ઊભું થયું છે. વર્ષો પહેલા પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી પ્રાંત કચેરી નવા બની ગયા, પરંતુ તાલુકા પંચાયત કચેરી હજુ સુધી મળી નથી જેના કારણે તમામ કર્મચારી અધિકારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે.માટે તત્કાલ નવી ઓફીસમાં જૂનું કાર્યાલય ખસેડાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવાએ ન્યુઝલાઇન રિપોર્ટર સર્જન વસાવા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ઓફિસ ખૂબ જૂની છે અંદાજિત ૬૦ વર્ષ ઉપરની છે અને હું જ્યારે ચાર દિવસ અગાઉ બાથરૂમમાં ગયો હતો ત્યારે છત નો ભાગ અચાનક મારા ઉપર પડ્યો હતો મને નાની-મોટી ઇજા થઇ હતી, પરંતુ જીવ બચી ગયો હતો ખરેખર આ ઓફિસમાં બેસવું જોખમકારક છે. જેની અમે પણ કચેરીએ જાણ કરી છે કે જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ અને બીજું બિલ્ડીંગ મળે, નવી બિલ્ડીંગ બને તો તાલુકાની જનતાના જાનમાલને ફાયદો થાય

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

દેડીયાપાડા પોલીસે ૬ ખેલીઓને જુગારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

દેડીયાપાડા પોલીસ ને બાતમી મળેલ કે દેડીયાપાડા થાણા ફળીયુ, હાટ બજાર ચોકડી પાસે રહેતા નિતેશભાઇ ગંભીરભાઇ વસાવા કે જે દેડીયાપાડા થાણા કળીયુ હાટબજાર ચોકડી પાસે આવેલ કાચા ઝુંપડામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી આધારે દેડીયાપાડા પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે છાપો મારતા તે જગ્યાએથી નિતેશભાઇ ગંભીર ભાઇ વસાવા ઉં.વ.૨૫ રહે,દેડીયાપાડા,થાણાફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદારાયસિંગભાઇ કાલીયા ભાઇ વસાવા ઉં.વ.૪૩ રહે.બેસણા, નિશાળ ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા, દશરથભાઇ સિગાભાઇ વસાવા ઉ.વ.૩૭ રહે.પાટવલી, પટેલફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા, મુકેશભાઇ રાયસિંગભાઇ વસાવા ઉ.વ.૨૭ રહે. નાના સુકાઆંબા, મંદિરફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા, રાજેશભાઇ દિવલીયાભાઇ વસાવા ઉ.વ.૩૩ રહે.કંકાલા, ઉપલુફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા વિક્રમભાઇ ભુટીયાભાઇ વસાવા ઉં.વ.૨૬ રહે.પીપલખુંટા તા.અક્લકુવા જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)ના ઝડપાયા હતા.

પોલીસ ટીમે દેડીયાપાડા,હાટબજાર ચોકડી પાસે આવેલ કાચા ઝુંપડામાંથી આ ખેલીઓ પાસે વરલી મટકાના આંક ફરકના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી આંકડા લખેલ સ્લીપ બુક નંગ-૧ તથા એક બોલપેન તથા એક કાર્બન પેપરનો ટુક્કો તથા તેમની અંગ ઝડતીના રોકડા રૂ.૧૦,૪૩૦/- કબ્જે કરી ઝડપાયેલા ૩ ખેલીઓ વિરૂધ જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ : સરકારી નોકરી અપાવાના બહાને ૧૬ લાખથી વધુ રૂપિયા ચાંઉ કરી આપી મારી નાંખવની ધમકી

  • અમદાવાદના ભેજાબાજ પિતા-પુત્ર પર 16.60 લાખ લઈ ઠગાઇની ફરીયાદ

ભોલાવના મૈત્રીનગર ખાતે રહેતાં રિટાયર્ડ સ્ટેશન માસ્તર પિયુષ હેરમાન પરમારના પુત્રના લગ્ન વડોદરા ખાતે રહેતાં સદગુણ મેકવાનની પુત્રી સાથે થયાં હતાં. હાલ પુત્રવધુ વડોદરાની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. રિટાયર્ડ સ્ટેશન માસ્ટર પિયુષ પરમારની પત્નીનું આણંદ પિયર હોઇ તેઓ અવાર નવાર આણંદ જતાં હતાં. જ્યાં મુળ આણંદના અને હાલમાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતાં મનોજ પાઉલ મેકવાન સાથે પરિચય થયો હતો.

મનોજ મેકવાને સમાજના અગ્રણી હોવા સાથે તેમની સારી ઓળખાણને લઇને સરકારી નોકરી અપાવતાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે પિયુષ પરમારે તેમની પુત્રવધુને સરકારી નોકરી માટે વાતચીત કરતાં મનોજ મેકવાને તેમની પાસે 5 લાખની માંગણી કરી હતી. જોકે, તેમણે તબક્કાવાર કુલ 4.50 લાખ રૂપિયા આપ્યાં હતાં. તે જ પ્રમાણે તેમના સગાસંબંધીઓ પણ મનોજ મેકવાન તેમજ તેના પુત્ર જેમીલની વાતોમાં ભોળવાઇ જતાં તેમણે પણ કુલ 12.10 લાખ આપ્યાં હતાં. જોકે બાદમાં પિતા-પુત્રએ કોઇને નોકરી ન અપાવતાં રૂપિયા પરત માંગતાં જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સેલ્ફ એમ્પલોઈડ ટેલર (સિવણ) તાલીમ વર્ગની થઈ શરૂઆત

સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સંયુકત ઉપક્રમે મંગલ દર્શન સોસાયટી ચામુંડા મંદિર પાસે ઝાડેશ્વર રોડ ભરૂચ ખાતે બહેનો માટે સ્વરોજગાર પ્રેરિત સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમ વર્ગની આજરોજ શુભ શુરૂઆત ઝાડેશ્વર ગ્રામ પંચાયતનાં ઉપસરપંચશ્રી શ્રીમતી પૂર્વીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાનના ઈન્ચાર્જ લાઈવલી હુડ કો.ઓર્ડિનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કથોલીયાએ જન શિક્ષણ સંસ્થાન વિષે ટુંકમા માહિતી આપી સંસ્થાન દ્વારા હેડ્કવાર્ટર તથા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો અને સબ સેન્ટર ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં તાલીમ વર્ગો વિષે માહિતી આપી બહેનો માટે ઘેરબેઠાં સ્વરોજગાર પ્રેરિત વિવિધ તાલીમ થકી પુરક આવક મેળવી પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે તે હેતુસર વિવિધ સંસ્થાનોનાં સહયોગ અને સમનવયથી તાલીમનું આયોજન કરવામાં આવે છે તેની માહિતી પ્રદાન કરી હતી. હાલની કોવિડ-૧૯ની સરકાની વખતો વખત અપાતી માર્ગદર્શિકા અનુસાર તાલીમ આપવામાં આવે છે. જેનું ચુસ્ત પણે પાલન કરી તાલીમ પૂર્ણ કરી સફ્ળતા મેળવવાની સલાહ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્કૃતી સમાજ સેવા ટ્ર્સ્ટના ટ્રસ્ટી પ્રકાશભાઈ પટેલ અને હેમાબેન પટેલ હાજર રહી તાલીમાર્થીઓને જન શિક્ષણ સંસ્થાનનાં નિયામક્શ્રી ઝયનુલ સૈયદનો આભર વ્યક્ત કર્યો હતો.

અંકલેશ્વર: રૂ.૨૦,૩૦,૪૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટેનર ઝડપાયું, ૧ ની અટક, બે વોન્ટેડ

  • અંકલેશ્વર શહેર પોલીસનું સફળ ઓપરેશન

અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે ને.હા ૪૮ ઉપર વોચમાં હતા દરમિયાન સુરતથી વડોદરા તરફ જતા કન્ટેનર નંબર GJ.1.CV.2522 ને રોકી તેની તલાશી લેતા તેમાં વિદેશી શરાબનો મસમોટો જથ્થો નજરે પડતા પોલીસે કન્ટેનરમાં સવાર ચાલક લક્ષ્મણ રૂખમણારામ ચૌધરી ઉ.વ.૨૬ રહે- સોનાણીયો કા તલા,બિજરાડ,તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર નેશનલ હાઈવે ૪૮ પર મુલદથી નર્મદા ટોલટેક્ષ તરફ આવતા કન્ટેનરમાં કુલ ૫૦૭૬ જેટલા બોક્ષમાં વિદેશી શરાબનો જથ્થો મૂકી વહન કરી વડોદરા તરફ થઇ રાજકોટ લઈ જતા સમયે પોલીસ વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

શહેર પોલીસે ઝડપાયેલ કન્ટેનરમાંથી વિદેશી દારૂ ની જુદીજુદી બ્રાન્ડના કુલ પુઠ્ઠાના ૪૨૩ બોક્ષમાં કુલ -૫૦૭૬ નંગ બોટલ જેની કુલ કી.રૂ.૨૦,૩૦,૪૦૦/- તથા અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કી.રૂ.૨૦૦૦/- તથા કન્ટેનર નંબર GJ-01-CV-2522 ની કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કી.રૂ. ૩૦,૩૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે લક્ષ્મણ રૂખમણારામ ચૌધરી ઉ.વ.૨૬ ને ઝડપી તેની પુછતાછ કરતા આ દારૂનો જથ્થો રાજકોટ મોકલનાર ગેનારામ અર્જુનરામ બેનીવાલ રહે,રતાસર તા.ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન) અને વિદેશી દારૂ રાજ્કોટ મંગાવનાર ઇસમ ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધ આરંભવા સાથે વધુ કાર્યવાહી આરંભી હતી.

અંકલેશ્વર : માંડવા ટોલ પ્લાઝા પાસે બે કાર વચ્ચે ટક્કર થી એક કાર રસ્તા વચ્ચે પલટી

અંકલેશ્વર ભરૂચ ને જોડાતા નેશનલ હાઇવે નંબર 48 મૂલંદ ટોલ પ્લાઝા પાસે માંડવા પાટિયા નજીક સ્વીફ્ટ અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને કાર વચ્ચે થયેલ ટક્કર માં કાર આખી ઊંધી વળી ગઈ હતી. કાર ચાલક ને ઇજા ઓ સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતના પગલે હાઇવે પર વાહન વ્યવહાર ને આંશિક અસર થઇ હતી. અંકલેશ્વર પંથકમાં સતત્ત અકસ્માત ની ઘટના માં ઉત્તરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

છેલ્લા 3 દિવસમાં કાર પલ્ટી મારવાની ઘટના સામે આવી રહી છે. સદ્દનસીબે ત્રણે અકસ્માતમાં કાર ચાલક ને ઇજા પહોંચી હતી. જયારે કોઈ મોટી જાનહાની સર્જાઈ ના હતી. મુલદ નજીક સર્જાયેલા અકસ્માતમાં પણ કાર રસ્તા ની વચ્ચો વચ્ચ પલટી મારી હતી. જો અન્ય પાછળ આવતા ભારદારી વાહનો કાર સાથે ભટકાતે તો મોટી હોનારત સર્જાઈ હોત. ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.

ગ્રીષ્માના હત્યારાને કડક સજાની માંગ સાથે ભરૂચ આમ આદમીપાર્ટીએ આપ્યું આવેદન

સુરતના કામરેજ હત્યાકાંડમાં આરોપી અને કડકમાં કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા બાબતે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સુરતના કામરેજ ખાતે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના ઘરે જઇ ફેનિલ નામના યુવકે જાહેરમાં ગળું કાપી નિર્મમ હત્યા કરી મોત નિપજાવ્યું હતું. આ ઘટના ગુજરાતમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલત હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટી એ ગુજરાતના રાજ્યપાલને સંબોધતુ આવેનપત્ર ભરૂચ કલેક્ટરને આપી રજુઆત કરી હતી કે અવારનવાર બનતી આવી ઘટનાઓ નિંદનીય છે અને રાજ્ય સરકાર એ આ બાબતે કડકમાં કડક પગલાં ભરવા જોઇએ અને આવા માનસિકતા ધરાવનાર વ્યક્તિઓને કડકમાં કડક સજા કરી સમાજમાં ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેવી માંગ કરી હતી.

આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ આપ મહિલા સંગઠન ગોરી દેસાઈ, પ્રદેશ મહિલા સાઉથ ઝોન સંગઠન મંત્રી, શહેર તાલુકા પ્રમુખ મહિલા સંગઠન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં યુવતીની હત્યા મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમીતી દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન

  • ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજી મૃતક યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના સામે આવતાની સાથે જ ગુજરાતભરમાં બનાવના ઘેરા પ્રત્યાઘાત સાથે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની  મહિલાઓ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સરકારના કાયદા અંગે ની ઢીલી નીતિના  વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આરોપીને ફાંસી ની સજા ની માંગ કરી હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહિલા ઓ દ્વારા રાજ્ય સરકાર ની કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ બાબતે સૂત્રોચાર અને પોસ્ટર સળગાવવામાં આવતા પોલીસે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતની મહિલા કાર્યકરોની ધરપકડ કરી હતી.

ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં સ્થાપકના જન્મદિન તથા સંસ્થાના સ્થાપના દિનની કરાઇ ઉજવણી

  • ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા એ આજે પોતાના કાર્યશૈલી ના 15 વર્ષ પૂર્ણ કર્યા

અસ્મિતા વિકાસ કેન્દ્ર ની સ્થાપના સન ૨૦૦૭ માં માનસિક દિવ્યાંગ બાળકો માટે ની  નિશુલ્ક નિવાસી શાળા તરીકે આ સંસ્થાની  શરૂઆત થઈ.

સંસ્થાના સ્થાપકનો જન્મદિન તથા સંસ્થા ને 15 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ સેવા સેવા ટ્રસ્ટ, મુક્તિ નગર  ભરૂચ ના કાર્યકર્તાઓ દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ તથા ગુજરાતી શાળાના તથા આજુબાજુના નાના બાળકો  વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું.

આ તમામ બાળકોને  પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ યશવંત ભાઈ પટેલ,  મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ,  ખજાનચી કિર્તીભાઈ પટેલ તથા સંસ્થાના કર્મચારીગણ ઉપસ્થિત રહી  ખૂબ સારી રીતે ઉજવણી કરી હતી. સંસ્થાના સ્થાપક તથા તેમના પરિવાર જનો આ સમગ્ર  કાર્યક્રમમાં ઝૂમ એપ દ્વારા સાથે   જોડાયા હતા.

error: Content is protected !!