The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 179

ડેડિયાપાડાના ધારાસભ્યે ગ્રીષ્માં વેકરીયાની હત્યામાં ન્યાય અપાવવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • બેટી પડાઓ બેટી બચાવો” એ ફક્ત કહેવા ખાતર જ છે: ધારાસભ્ય મહેશ વસાવા

સુરત નાં કામરેજ માં થયેલ ૨૧ વર્ષીય વિદ્યાર્થીની ગ્રીષ્માં વેકરીયા નું નરાધમ દ્વારા જાહેરમાં ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી,એ વિડિયો સોશ્યલ મીડિયા માં વાયુવેગે ફેલાયો હતો,જે જોતા ”બેટી પડાઓ બેટી બચાવો ” એ ફક્ત કહેવા ખાતરજ છે.

સોશિયલ મીડિયામાં વિડીયો જોતા લાગ્યું કે ઘણા લોકો ગ્રીષ્માં વેકરીયા ને બચાવવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ કોઈ નજીક જાય તો છોકરીને નરાધમ મારી નાખશે એવી બીક થી નજીક નથી જઇ રહ્યા, પરંતુ સ્પાઇડરમેન કે ભગવાન હોત તો છોકરી ને બચાવી શકત, કાતો મારી પાસે સરકાર માન્ય લાયસન્સ વાળી બંદૂક (રિવોલ્વર) હોત તો સટિક નિશાના થી નરાધમને સમય સૂચકતા વાપરીને એ નરાધમને ગોળી મારીને ગ્રીષ્માં વેકરીયા દીકરીને બચાવી શકતા.

આ ઘટના જોયા બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય એ ઘણું દુઃખ વ્યક્ત કર્યું હતું, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ મા-બહેન કે બેટી સાથે આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે આવા નરાધમ સામે સખતમાં સખત પગલાં ભરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ને નરાધમને એક મહિનામાં ફાંસીની સજા આપી ગ્રીષ્માં વેકરીયા, અને એમના પરિવારને અને માનવતાને ન્યાય મળે એવી કાર્યવાહી કરવા મુખ્ય મંત્રીને પત્ર લખીને ભલામણ કરી છે.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા

કેવડીયા : જંગલ સફારીના રાજા રાણી ને ત્યાં બંધાયું પારણું:પાંજરામાં વિચરી રહ્યાં છે બે કુંવર કે કુંવરી

  • જંગલ સફારીમાં 230 દિવસની ગર્ભાવસ્થા બાદ સિંહણે આપ્યો બે બચ્ચાને જન્મ
  • પ્રવાસીઓના મોટી સંખ્યામાં આગમન વચ્ચે પણ સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં બચ્ચાનો જન્મ મોટી ઘટના.

એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં અત્યારે મંગળ ગાન અને વધામણાં ના હરખનું વાતાવરણ છે. રાજાને ઘેર પારણું બંધાયું એ તો આખા જંગલ સફારી માટે ખુશી અને આનંદ નો પ્રસંગ ગણાય.

આવો જ મંગળ અવસર એકતા નગરી ની દેશ પરદેશમા વિખ્યાત થતી જતી જંગલ સફારીના આંગણે આવ્યો છે.અહીંના રાજા અને રાણીના ઘેર બે સિંહ બાળોનું આગમન થયું છે.ભલે વિશાળ અને મોકળા પાંજરામાં રહેતા હોય  પણ આ સિંહ દંપતી આ માનવ નિર્મિત જંગલમાં રાજવી યુગલના સ્થાને તો છે જ.એટલે એમનું નામ રાજા રાણી રાખવામાં આવ્યું છે.

વન્ય પ્રાણીઓ માં પ્રાણી સંગ્રહાલય માં પ્રજનન અને બાળ જન્મ બહુધા સામાન્ય બાબત ગણાતી નથી તેવી લાગણી વ્યક્ત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલે જણાવ્યું કે અહીં ભારતની ઝુ ઓથોરિટી એ નિર્ધારિત કરેલા તમામ માપદંડો ને અનુસરીને જ પ્રાણીઓની કાળજી લેવામાં આવે છે.પરિણામે અહીંના નિવાસી દીપડા અને હરણ યુગલ,વિવિધ પક્ષીઓ પછી આજે રાજવી સિંહ દંપતીના આંગણે પારણું બંધાયું છે.સોમવાર ની મધ્ય રાત્રિએ સિંહણને થયેલી સુવાવડ થી બે બાળ સિંહોનું સફારી પરિવારમાં આગમન થયું છે.

આ જંગલ સફારી રોજે રોજ પ્રવાસીઓની અવર જવર થી ધમધમતી રહે છે.તેની વચ્ચે સાવ સહજ તણાવ મુક્ત સિંહણ નો પ્રસવ ચોક્કસ એક મોટી ઘટના છે.

૨૩૦ દિવસ એટલે કે લગભગ સાત મહિના થી વધુ સમયના ગર્ભ કાળ પછી સિંહણ રાણીએ બાળ જન્મ આપ્યો છે.

સિંહણ ના પ્રસવ પછી થોડા સમય સુધી બચ્ચાની જાતિ (લિંગ) કળી શકાતી નથી એટલે આ ચુલબુલ બાળ સિંહો કુંવર છે કે કુંવરી એ હાલમાં કહી શકાય તેમ નથી.

યોગ્ય સમયે એમની જાતિ પ્રાણી શાસ્ત્રીઓ નક્કી કરે તે પછી ઉચિત સમયે તેમનું નામકરણ કરવામાં આવશે.( મમરો:  આપણી પરંપરા પ્રમાણે નામ પાડવાનો અધિકાર ફોઈનો.તો સફારી પરિવારમાં સિંહબાળો ના નામ પાડવાનો અધિકાર તો દીપડી ફોઈને જ મળશે ને!!!)

એશીયાઇ સિંહ દંપતિ ના નટખટ અને માસૂમ બાળકો ની ચહલ પહલ થી પીંજરું અને તેનો માહોલ જીવંત બની ગયાં છે.એકતા નગરીના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સંલગ્ન આગવા આકર્ષણ સમાન જંગલ સફારીમાં વન્ય પ્રાણીઓની સારસંભાળ નિપુણ પાલકો ( એનિમલ કીપર ) અને તબીબો દ્વારા લેવામાં આવે છે.હરણ અને દીપડા પછી સિંહ યુગલના પ્રસન્ન દાંપત્યના પગલે પ્રજનન અને સફળ પ્રસવની ઘટના,આ લોકો કેટલા વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્મા થી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.

નેત્રંગ: ચાસવડ ચોકડી પર વિચીત્ર અકસ્માત બે કાર અથડાઇ, પાંચ બાઈક અને એક દંપતિને લીધાં અડફેટમાં

નેત્રંગની ચાસવડ ચોકડી ઉપર બે કાર સામ્સામે અથડાતા પાંચ બાઇક સહિત ઉભેલા એક દંપત્તીને પણ અડફેટે લીધા હતા જેમાં એક્નું મોત નીપજવા સાથે ૩ ઘાયલ થયા હતા.

વ્યારાથી નસવાડી એક શિક્ષકના પિતા ચાલક સાથે મારૂતિ સ્વીફ્ટ નેત્રંગ તરફ આવી રહ્યા હતા તે અરસામાં ચાસવડ ખાંડસરી બાજુથી ઝરણા ગામ તરફ ટાટા ટીયાગોના ચાલકે ચાસવડ ચોકડી ઉપર ગફલતભરી રીતે હાઇવે રોડ ઉપર નીકળતા મારૂતિ સ્વિફ્ટને અથાડતા સ્વીફ્ટ ગાડીના ચાલકથી કન્ટ્રોલ નહિ થતા રોડની સાઈડે ઉતરી જતા પાંચ જેટલી ઉભેલી મોટર સાયકલોને અડફેટમાં લઈ નેત્રંગથી આવી રસ્તો ક્રોસ કરવા રાહ જોઈને ઉભેલા પ્રવીણભાઈ પંચાલ અને તેમના પત્ની તારાબેન પંચાલને અથાડી તેમાં તારાબેન ઉછળી ત્રણ ગુલાંટ મારી રોડ ઉપર પડ્યા હતા છેલ્લે મારૂતિ સ્વીફ્ટ ગાડી નરેશ હેયર સલુનની દુકાનમાં ઘુસી ગઈ હતી.

આ અકસ્માતમાં ગાડીના ચાલક અને વૃધ્ધને ગંભીર ઈજા થઈ હતી જ્યારે ચાસવડના દંપતીને સારવાર માટે નેત્રંગ લઈ જતા પ્રવીણભાઈ પંચાલનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું.વિચિત્ર અકસ્માતમાં બે કાર ,પાંચ બાઈક એક દંપતીમાં એકનું મૃત્યુ અને ત્રણને ઈજા થઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈ ઇજાગ્રસ્તોને સારવાર માટે નેત્રંગ સીએચસીમાં રવાના કર્યા હતા અને કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર : નવાગામ કરારવેલની ખાડીમાં પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલાંના મોત

  • ઝઘડિયા GIDCમાંથી પ્રદુષિત પાણીનો ખાડીમાં નિકાલ થયો હોવાની આશંકા સાથે GPCBનું સર્ચ ઓપરેશન શરૂ

અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાડીમાં પ્રદુષિત પાણીથી અસંખ્ય માછલીઓના મોત થયા છે. પ્રદુષિત પાણી ઝગડીયા જીઆઈડીસીમાંથી આવ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કર્યો હતો. જીપીસીબીની ટીમે પ્રદુષિત પાણીના સેમ્પલ લીધા ઝઘડિયા જીઆઇડીસી માંથી પ્રદુષિત પાણી નો ખાડીમાં નિકાલ થયો હોવાની આશંકા સાથે જીપીસીબી ઝગડીયા જીઆઇડીસીમાં પણ સર્ચ કર્યું હતું. ફિશરી વિભાગને પણ જાણ કરાઈ હતી. ઝઘડીયા જીઆઇડીસી દ્વારા પ્રદૂષિત પાણીનો નિકાલ ન થયો હોવાનું રજુઆત સામે આવી છે.

અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામ પાસેથી પસાર થતી ખાડીના પાણીનો ખેડૂતો સિંચાઈ તરીકે ઉપયોગ છે. અને ગામના પશુઓ પણ આ ખાડીનું પાણી પીતા હોય છે. પ્રદુષિત પાણી ને લઇ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી ઉભી થઇ છે. ઝઘડીયા જીઆઇડીસીને અડીને આવેલ ખાડી પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે.ગ્રામજનોએ આ અંગે સરપંચ યાકુબ અટનને જાણ કરી હતી અને સરપંચે અંકલેશ્વર જીપીસીબી ને જાણ કરતા જીઆઇસીબીની ટીમ તાત્કાલિક દોડી આવી પ્રદુષિત પાણી ના સેમ્પલ લીધા હતા. તેમજ મૃત માછલી ઓ અંગે ફીસરી વિભાગ ને પણ જાણ કરવામાં આવી હતી. આ અંગે ગામના સરપંચ યાકુબ અટન એ જણાવ્યું હતું કે ખાડી માં વારંવાર ઝઘડિયા જીઆઇડીસી તરફથી પ્રદુષિત પાણી આવી રહ્યું છે.જેને લઇ સિંચાઈ તેમજ અન્ય સમસ્યા ઉદભવી છે. આજે માછલાં ના મોત થતા જીપીસીબી ને જાણ કરી હતી. તેમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. ઘટનામાં જે પણ કસૂરવાર હોય તેની સામે કાર્યવાહી કરવા માંગ પંચાયત દ્વારા કરવામાં આવી છે.

સંગીતની દુનિયાના વધુ એક સિતારા બપ્પી લહેરીએ કહ્યું અલવિદા દોસ્તો

  • બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈની એક હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ ક્રિટી કેર હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી લહેરીની ઉંમર 69 વર્ષ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બપ્પી લહેરીનુ નિધન રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ થયુ હતું. બપ્પી લહેરી છેલ્લા લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમની સારવાર મુંબઈની હોસ્પિટલમા ચાલી રહી હતી. ગત વર્ષે બપ્પી દા કોરોના વાયરસ શિકાર પણ બન્યા હતા. બપ્પી લહેરીને સોનુ પહેરવુ અને ચશ્મા લગાવીને રાખવુ બહુ જ પસંદ છે. તેમના ગળામા સોનાની મોટી મોટી ચેન અને હાથમાં મોટી મોટી અંગુઠીઓ હંમેશા જોવા મળતી. શરીર પર ઢગલાબંધ સોનુ પહેરીને ફરવુ તે તેમની ઓળખ હતી. બપ્પી લહેરેનો બોલિવુડના પહેલા રોક સ્ટાર સિંગર પણ કહેવાય છે.

બપ્પી લહેરીનુ અસલી નામ અલોકેશન લાહિડી હતું. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952 ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનુ નામ અપરેશ લાહિડી અને માતાનુ નામ બન્સારી લાહિડી હતું. સંગીતની દુનિયાને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. બપ્પી લહેરી પહેલા સ્વર કોકિલા લતા મંગેશકરનુ 6 ફેબ્રુઆરીના રોજ મુંબઈમા નિધન થયુ હતુ. તેઓ પણ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે પંદર દિવસમા જ સંગીતની દુનિયાનો બીજો મોટો સિતારો ખરી પડ્યો.

રાજપીપળા: નાંદોદના જીઓરપાટી ગામે વૃદ્ધ પર દીપડાએ કર્યો હુમલો

નર્મદાના નાંદોદ તાલુકામા આવેલ જીઓરપાટી ગામે પોતાના ખેતરે જતા એક 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો.

આ વૃદ્ધ હિંમત પૂર્વક દીપડાનો સામનો કરી મોતના મુખમાંથી પોતાને છોડાવી તેઓ ગામ તરફ દોડ્યા હતા, જોકે તેઓ ગંભીર રૂપે ઘાયલ થવાથી રસ્તામાં ઢળી પડ્યા હતા, જીઓરપાટી ગામના સરપંચને ખબર મળતા તેમણે આ ઘટનાની ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, તેમજ આધેડને સારવાર અર્થે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

જોકે રાજપીપળા રેન્જ ફોરેસ્ટર તાત્કાલિક જીઓરપાટી ગામે આવી પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ ફોરેસ્ટ વિભાગ ની અન્ય ટીમે સરકારી હોસ્પિટલમાં દાખલ આધેડની મુલાકાત લઈ બનાવની ગંભીરતા જોઈ વહેલી તકે પાંજરું મૂકી માનવ ભક્ષી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

અંકલેશ્વર: અંદાડા ગામે મોબાઇલની તકરારમાં એકની કરાઇ હત્યા

  • ૪૫ વર્ષીય ઇસમને સીમેન્ટ બ્લોક મારતા મોતને ભેટ્યો

અંકલેશ્વરના અંદાડા ખાતે મોબાઇલ બાબતના ઝઘડામાં એક ૪૫ વર્ષીય ઇસમને સીમેન્ટનો બ્લોક માથામાં મારી દેતાં ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

અંકલેશ્વરના અંદાડા ગામે સાંજે ૫.૩૦ની આસપાસ શીવ મંદિરની પાછળના ભાગે છુટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ૪૫ વર્ષીય ભરત લક્ષમણભાઇ મણવર રહે. જી.એન.એફ.સી. તળાવની પાળ પાસે આવેલ નહેર નજીકની ખુલ્લી જગ્યામાંને આરોપી સાથે શીવ મંદિરની પાછલના ભાગે મોબાઇલ બાબતે બોલાચાલી ઝઘડો થતાં આરોપી દ્વારા ઉસ્કેરાઇ જઈને સીમેન્ટનો બ્લોક ઉઠાવી ભરત મણવરને માથે મારી દેતાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને કરાતા અંકલેશ્વર શહેર પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મૃતકની લાસનો કબ્જો મેળવી તેને પી.એમ અર્થે ખસેડી એક શકમંદ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

ભાજપમાં સામેલ થયા સુરતના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા

  • કુંદનબેન કોઠીયાએ ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમમાં ભાજપનો ખેસ ધારણ કર્યો.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 27 નેતા જીતીને કોર્પોરેટર બન્યા હતા. સુરતની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીનો પ્લાન ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરવાનો હતો. આમ આદમી પાર્ટીની નજર આગામી વિધાનસભા ચૂંટણી પર છે. પરંતુ સુરતમાં જીતેલા એક બાદ એક કોર્પોરેટરો પાર્ટીમાંથી રાજીનામાં આવી રહ્યાં છે. આજે સુરત આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદનબેન કોઠીયા ભાજપમાં જોડાયા છે.

સુરત વોર્ડ નંબર-4ના કોર્પોરેટર કુંદનબેન કોઠીયા આજે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવીને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર કુંદનબેન કોઠીયાને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ કુંદનબેને કહ્યું કે, હું ભાજપનો આભાર માનુ છું. ભાજપમાં જોડાયા બાદ હું એક નવી દિશામાં આગળ વધીશ.

ભરૂચ: મુલદ ટોલટેક્સ નજીક મધરાતેટોલ મુદ્દે રકઝક થતાં કન્ટેન્ટર આડું કરી રસ્તો કર્યો બ્લોક

  • ટોલ મુદ્દે રકઝક થયા બાદ કન્ટેનર ચાલકે લાંબુ કન્ટેન્ટર આડું કરી એક તરફનો રસ્તો બ્લોક કર્યો

ભરૂચ નેશનલ હાઇવે ઉપર સોમવારે રાતે મુલદ ટોલટેક્સ નજીક એક કન્ટેનર ચાલકે ટોલ મુદ્દે થયેલી બબાલમાં કન્ટેનરને આડું કરી એક તરફનો રસ્તો રોકી લેતા વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી.

ભરૂચ મુલદ ટોલટેક્સ ઉપર સોમવારે રાતે 10.30 કલાકે એક લાંબુ કન્ટેનર સુરત તરફથી આવ્યું હતું. ટોલ બાબતે કન્ટેનર ચાલકની ટોલ બુથ ઉપર રકઝક થઈ હતી. જેમાં રોષે ભરાયેલા કન્ટેનર ચાલકે ટોલબુથથી થોડે આગળ તેનું વાહન લઈ ગયા બાદ રસ્તા ઉપર આડું કરી દીધું હતું.

ટોલ ટેક્સથી અંકલેશ્વરથી ભરૂચ આવવાનો માર્ગ બંધ થઈ જતા જોતજોતામાં લાંબી કતારો લાગવાની શરૂ થઈ ગઈ હતી. વાહનોના હોન ઉપર હોન વચ્ચે ટોલબુથ કર્મીઓ અને સિક્યોરિટી કન્ટેનર ચાલક પાસે દોડી જઇ તેને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.અડધો કલાક કન્ટેનર ચાલકે હાઇવે નો અંકલેશ્વરથી ભરૂચ આવવાનો માર્ગ બાધિત કરી બાનમાં લેતા વાહનોની કતારોનો ખડકલો સર્જાઈ ગયો હતો. અંતે કન્ટેનર ચાલક સાથે ટોલ મુદ્દેનો વિવાદ સમતા તેણે પોતાનું વાહન હટાવતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

જોકે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. અને ટોલ કર્મચારીઓએ પણ સેને લઈ વિવાદ સર્જાયો હતો અને કન્ટેનર ચાલકે કેમ તેનું વાહન આડસ કરી મૂકી દઇ હાઇવેને બાનમાં લીધો હતો તેની વિગતો બહાર આવી શકી નથી.

સુરત : ગ્રીષ્માના હત્યારાને સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળી રજા

  • પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

છેલ્લા ઘણા દિવસથી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ 12 ફેબ્રુઆરીના રોજ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

ત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.

error: Content is protected !!