The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 177

ભરૂચ કોવિડ સ્મશાન ખાતે વધુ બે દર્દીઓને અપાયા અગ્નિદાહ

  • અંકલેશ્વર ના ૮૧ વર્ષીય વૃધ્ધ તો ભરૂચ ના ૪૫ વર્ષીય મહિલાને અપાયા અગ્નિદાહ

કોરોનાની ત્રીજી લહેર 50 વર્ષથી વધુ વયના વ્યક્તિ ઓ માટે પ્રાણ ઘાતક બની રહી છે. કોરોનાથી અંકલેશ્વર ના ૮૧ વર્ષીય વૃધ્ધ તો ભરૂચ ના ૪૫ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું હતું.

૧,રામવાટિકા નગર,અંકલેશ્વર માં રહેતા ૮૧ વર્ષીય મોદી ચંપકલાલ છોટાલાલને ગત ૦૬/૦૨/૨૦૨૨ ના રોજ કોરોના સંક્રમિત થતા તેમને અંકલેશ્વરની રીધમ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ૧૮/૦૨/૨૦૨૨ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.

ભરૂચમાં ૨૯૧૦,રામણીવાસ ચાલી, સેવાશ્રમ રોડ ખાતે રહેતા ૪૫ વર્ષીય પટેલ કાશ્મીરાબેન રાજેન્દ્રકુમાર ને ગત ૦૮/૦૨/૨૦૨૨ ના રોજ કોરોના સંક્રમિત થતા તેમને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ૧૮/૦૨/૨૦૨૨ના રોજ તેમનું મોત નીપજ્યું હતું.

જેમની અંતિમ વિધિ કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યના સૌ પ્રથમ કોરોના સ્મશાન ગૃહ ખાતે સ્વજનો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જે વચ્ચે 50 પ્લસ ઉંમર ધરાવતા લોકો મોતને ભેટી રહ્યા છે. જેમાં બંન્નેવે વેક્સીન ના લીધી હોવાનું બહાર આવ્યું છે. ત્રીજી લહેર માં ૧૫ થી વધુ મૃતદેહ ને અત્યાર સુધીમાં અગ્નિદાહ અપાયા છે.

જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે એચ.બી.વાય.સી તાલીમનો કરાયો પ્રારંભ

સરકાર દ્વારા જનતાના આરોગ્ય અર્થે અનેક વિધ યોજનાઓ અમલમાં છે તથા તાલુકા હેલ્થ કચેરી અધિકારીઓ સ્ટાફ દ્વારા વખતોવખત માતા તેમજ બાળકોનોસર્વાંગી વિકાસ થાય ગુજરાતમાંથી કુપોષણ નાબુદ થાય બાળમરણમાં ઘટાડો થાય તે માટે ટ્રેનિંગ કેમ્પ યોજી  જનજાગૃતિ ફેલાવવામાં આવે છે  જે અંતર્ગત જંબુસર તાલુકા હેલ્થ કચેરી ઇન્ચાર્જ ટી એચ ઓ ઓમકારનાથ દેસાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ  પાંચ દિવસ આશાબેનનો માટે યોજાનાર હોમ બેઝ યંગ ચાઇલ્ડ કૅર તાલીમનો પ્રારંભ  મેડીકલ ઓફીસર એસ આર વર્મા દ્વારા તાલીમ આપવાનો પ્રારંભ કરાયો હતો.

આશા બહેનોને આ ટ્રેઇનિંગ દરમ્યાન ત્રણ થી પંદર માસ  સુધી બાળકોની આરોગ્યસંભાળ પોષણ વિકાસ કેવી રીતે વૃદ્ધિ થાય  તે માટે આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈ માતાને સમજણ આપી  બાળકની તપાસ કરાવી જેના થકી બાળમરણનો ઘટાડો કરવાનો ઉદ્દેશ છે  ને તે અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવે તે માટે તાલીમ રાખવામાં આવી હતી .તાલીમ કાર્યક્રમમાં કાવી મેડીકલ ઓફીસર ઈમરાન ઘાસીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુમિત્રા પટેલ  ટંકારી પીએચસીના સુપરવાઈઝર અમિતભાઈ  હાજર રહી વિવિધ પ્રકારની આશા બહેનોને તાલીમ આપવાનો પ્રારંભ કરાયો  જેમાં આશા બહેનોએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

ભરૂચના કેલોદમાં આદીવાસીના રસ્તે દબાણ મુદ્દે રીશ રાખી ડે. સરપંચ ઉપર હૂમલો

ભરૂચ તાલુકાના કેલોદ ગામે આદીવાસી ફળીયાના આવનજાવનના રસ્તે ગામના જ એક માથાભારે ઇસમે પોતાનું ઘર બનાવી દબાણ કર્યાની ફરિયાદની રીશે કેલોદના ડે.સરપંચને ૬ જેટલા ઇસમોએ માર મારતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

આ ઘટનામાં કેલોદના આદિવાસી ફળીયાના રસ્તા ઉપર ગામના બળદેવભાઇ દેસાઇભાઇ પટેલે દબાણ કર્યાની અરજી આદિવાસી ફળીયામાંથી ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને કરાતા સ્થળ તપાસ અર્થે ટી.ડી.ઓએ તલાટી અને સરપંચના ચાર્જમાં રહેલ ડે. સરપંચને સાથે રાખી ખરાઇ કરવા ગયા હતા.જે બાબતની રીશ રાખી બીજા દિવસે જ્યારે ડે.સરપંચ રાજેન્દ્ર ડાહ્યાભાઇ પ્રજાપતિ ઉ.વર્ષ.૫૭ રહે. રામજી મંદિર સામે કેલોદના પોતાન ઘરના ઓટલે બેઠા હતા ત્યારે ગત રાતે ૮.૩૦ કલાકની આસપાસ ભાવેશ બળદેવ પટેલ,હસમુખ મોતી પટેલ,જીતેન્દ્ર વિક્રમ પટેલ,ભાવેશ વિક્ર્મ પટેલ,પ્રણવ શાંતિલાલ પટેલ, જય હસમુખ પટેલે પ્રથમ સામાન્ય વાતચીત કરી અચાનક તમે જ અરજી કરી નું કહી ડે. સરપંચ ઉપર હૂમલો કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.

ઘાયલ ડે.સરપંચને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે વર્ધી જતા પોલિસે વધુ તપાસ હાથધરી છે.

ઝઘડીયાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર ૮ નરાધમોએ કર્યો સામુહિક બળાત્કાર

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઇ જવાના બહાને ખેતરોમાં લઇ ગયો હતો જ્યાં ૮ શખ્સોએ કિશોરી ઉપર સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ વસાવાએ મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી વિશાલને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. ૧૬ ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ બાળકી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

પીડિતાની ઉંમર ૧૬ વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય ૭ મિત્રોને કિશોરી ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ ૭ શખ્સોએ પણ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી.પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.

ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ 363 , 366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ૮ શખ્શ વિશાલ ચંદ્રેશ વસાવા,કમલેશ ચંદ્રેશ વસાવા,કાર્તિક પ્રવીણ વસાવા,મનોજ મુકેશ વસાવા,ભાવિન સુરેશ વસાવા,અક્ષય રાજુ વસાવા,મેહુલ કલ્પેશ પટેલ,શાહિલ શબ્બીર મોગલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.

સુરત : બાળકોના કિલકિલાટ અને ગુંજારવથી બે વર્ષ બાદ પ્રિ- સ્કૂલો જીવંત બની

કોરોના સંક્રમણમાં સતત થઈ રહેલા ઘટાડાને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજથી તમામ પ્રિ-પ્રાઈમરી શાળામાં ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી છે, ત્યારે બે વર્ષ બાદ ભૂલકાઓના આગમન સાથે જ શાળાના વર્ગોમાં ફરી કિકિયારીઓ ગુંજી ઉઠી હતી.

કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા માન્યતાપ્રાપ્ત તથા ‘ડિજીટલ ઇન્ડીયા’ અભિયાન હેઠળ CSC-કોમન સર્વિસ સેન્ટર અંતર્ગત સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી નેસ્ટ પ્રિ-સ્કુલ CSC બાલ વિદ્યાલયમાં આજે બે વર્ષ બાદ નાના ભૂલકાઓના આગમનથી શાળાનું કેમ્પસ ખીલી ઉઠ્યું હતું. બાળકોને ઘણા દિવસો બાદ શાળાના વર્ગખંડમાં બેસતા જોઈને તમામ શિક્ષકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

નેસ્ટ પ્રિ-સ્કુલના પ્રિન્સીપાલ શ્રીમતી નેહા ગાંધીએ પ્રિ-પ્રાઈમરી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક સમયથી ચાલતા ઓનલાઈન વર્ગોમાં નાનકડા બાળકોને અભ્યાસ કરાવવો એ શિક્ષકો માટે ખૂબ પડકારજનક હતું. ચંચળ બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં વાલીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે બે વર્ષના લાંબા અંતરાલ બાદ બાળકોને વર્ગખંડમાં જોઈ અમે ફરી જીવંત થયા હોય અનુભવી રહ્યાં છીએ. બાળકોનો કલબલાટ જોઈને સંતોષ અનુભવીએ છીએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાના તમામ શિક્ષક અને અન્ય સ્ટાફ ગણ રાજ્ય સરકારે બહાર પાડેલી કોવિડ ગાઈડલાઈન્સના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ. શાળામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝર ફરજિયાત છે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બાળકોની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.

નર્સરીમાં અભ્યાસ કરતી ૪ વર્ષીય અવધિકા તિવારીના માતા નીતિ તિવારીએ જણાવ્યું હતું કે “આજે હું મારી દીકરીને ફરીથી શાળાએ મૂકવા આવી છું. અન્ય બાળકો સાથે અભ્યાસ કરતાં અને રમતા જોઈ મને ખુબ આનંદ થઈ રહ્યો છે. ઓનલાઈન વર્ગોમાં અમારે પણ બાળક સાથે બેસવું પડતું હતું, જેથી એ સમય દરમિયાન ઘરના અન્ય કામો કરવામાં ઘણી મુશ્કેલી ઉભી થતી હતી. વધુમાં તેમણે કહ્યું કે, હાલ કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં હોવાથી શાળામાં અભ્યાસ માટે બાળકોને મોકલવા હિતાવહ છે. બાળકો ઘણાં સમય બાદ સ્કુલ પરત ફર્યા હોવાથી તેમના બાળમિત્રો અને શિક્ષકોને રૂબરૂ મળીને ઘણાં ઉત્સાહિત છે.

ભરૂચ: સિવિલ હોસ્પીટલમાં મિત્રને મળવા આવેલ યુવાન આંઠમા માળથી પાંચમાં માળે પટકાતા ગંભીર

  • ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લીફટના ચાલી રહેલ કામકાજ દરમિયાન બની ઘટના
  • અમદાવાદથી મિત્રને મળવા આવેલ યુવાન પગ લપસતા ૮માં માળથી પાંચમાં માળે પટકાયો

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં નવનિર્મિત ઇમારતના ફ્લોર વધારવાનું કામકાજ સાથે દર્દીઓને ૮માં માળ સુધી જવા માટે યુદ્ધના ધોરણે લીફટનું કામકાજ ચાલે છે. દરમિયાન લીફ્ટનું કામ કરતા એક મિત્રને મળવા આવેલ એક યુવાનનો અચાનક પગ લપસતા તે ૮માં માળે થી પાંચમાં માળે પટકાયો હતો.

પ્રાપ્ત માહિતિ અનુસાર આજે સાંજે ૭.૪૫ની આસપાસ ભરૂચ સિવિલ હોસ્પીટલના નવા બિલ્ડીંગમાં ૮માં માળ સુધી દર્દીઓની સુવીધા અર્થે લીફ્ટનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં કામ કરતા મહંમદ શહેબાઝ સમીર નાગોરીને મળવા અમદાવદના શાહપુર ખાતે નાગોરીવાડ પોલીસ ચોકી પાછળ ખાતે રહેતા ૧૮ વર્ષીય આયાન રાજુભાઇ શેખ આવ્યો હતો. આયાન જયારે આંઠમા માળે લીફ્ટનું કામ કરી રહેલ મીત્ર શહેબાઝને મળવા પહોંચ્યો દરમિયાન અચાનક તેનો લીફટના ખાંચામાં પગ લપસતા તે પાંચમાં માળે પટકાયો હતો.

૮માં માળ ઉપરથી પાંચમાં માળે પટકાવાના કારણે આયાનને માથામાં અને ડાબા હાથે ઇજાઓ પહોંચતા તકાલ સારવાર અર્થે ટ્રોમા સેન્ટરમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આયાનને બેભાન અવસ્થામાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડયો છે.

ભરૂચના સરનાર-વ્હાલું ગામના બિસ્માર રોડનું વાગરાના ધારાસભ્યના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

ભરૂચ તાલુકાના સરનાર-વ્હાલું ગામને જોડતો માર્ગ બિસ્માર થઈ જતા તેના નવિનીકરણ માટે સરકારે રૂ. 1.50 કરોડ મંજૂર કરતાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. નોંધનીય છે કે બિસ્માર રોડના નવિનીકરણના પગલે ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

સરનારથી વ્હાલું, મહુધલાથી ત્રાલસા અને ટંકારીયાથી ઘોડી રોડ બિસ્માર થઈ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ત્રણે માર્ગના નિર્માણ માટે રૂપિયા 329 કરોડ મંજુર કર્યા હતા. જેમાં પ્રથમ ચરણમાં સરનાર-વ્હાલું ગામને જોડતા રસ્તાનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના આગેવાનો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણાએ ગ્રામજનોએ હરહંમેશ તેમની સાથે રહી ગામના વિકાસ માટેની ખાતરી આપી હતી. જ્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ધારાસભ્ય અરુણસિંહ રણાના ઘરે ઘરે આયુષ્યમાન કાર્ડ પહોંચાડવાના “ઘર ઘર આયુષ્યમાન, હર ઘર આયુષ્યમાન” અભિયાનની સરાહના કરી હતી.

તો વ્હાલું ખાતે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું. ધારાસભ્ય અરુણસિંહ રણાએ વ્હાલુ ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યાં સરપંચની હાજરીમાં વાસ્મો દ્વારા મંજૂર થયેલ પીવાના પાણીના સ્ટોરેજ માટે સમ્પ અને ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે થયું લોકાર્પણ

ભરૂચમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. જેનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દર્દીઓએ ઓક્સિજન માટે વલખાં મારવા પડ્યા હતા, તે સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકાર તેમજ ખાનગી કંપનીઓ મળીને ઓક્સિજન પ્લાન કાર્યરત કરી રહી છે. ત્યારે ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, હોસ્પિટલ ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાળા, સુકેતુ દવે સહિત ખાનગી કંપનીનાં અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

દેડીયાપાડા અને સાગબારા પોલીસે રૂ.૩૭,૨૮૦૦૦ના વિદેશી દારૂ ઉપર ફેરવ્યું બુલડોઝર

રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે, એમ છતાં દર વર્ષ ગુજરાતમાં કરોડોની કિંમતમાં દારૂના જથ્થા ઝડપાતા હોય છે. ત્યારે આજે નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં છેલ્લા ૬ મહિના દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

નામદાર કોર્ટના હુકમથી પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી, Dy Sp રાજેશ પરમાર ની હાજરી માં દેડીયાપાડા ના કંકાલા ખાતે બે પોલીસ સ્ટેશન દેડીયાપાડા અને સાગબારા પોલીસ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, બંને પોલીસ સ્ટેશન સંયુક્ત થઈને કુલ ૩૭,૨૮૦૦૦/- ના  વિદેશી દારૂ  પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

દેડીયાપાડા પાસે આવેલા કંકાલા રોડ પરના ખરાબાની ખુલ્લી જગ્યામાં આજે વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી. જ્યાં જવાબદાર અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં દેડીયાપાડા પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી, DySp રાજેશ પરમાર, દેડીયાપાડા  મામલતદાર, દેડીયાપાડા અને સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

દેડીયાપાડા : નિંઘટ થી બોરીપીઠા તાબદા સુધીનાં જર્જરિત માર્ગનું કામ બંધ રહેતા વાહન ચાલકો પરેશાન

  • માર્ગની બદ હાલતના કારણે આ ગામોના કેટલા શકશો અકસ્માતો નો ભોગ બન્યા છે.

દેડીયાપાડા તાલુકા નાં નીંગટ થી બોરીપીઠા, તાબદા સુધીનો માર્ગ છેલ્લા ૬ મહીનાથી કામ બંધ રહેતા વાહનચાલકો ને પરેશાન થવાનો વારો આવ્યો છે,અને હાલ મંગળ ગ્રહ જેવી તસ્વીર આ માર્ગની દેખાય રહી છે. અતિ જર્જરિત માર્ગને કારણે અંતરિયાળ ગામડા ના કેટલાક શકશો અકસ્માત નો ભોગ પણ બન્યા છે. અને ૧૭ કીમી સુધીના રોડ ઉપર થી ૧૬ જેટલા ગામોને પ્રભાવિત કરી રહ્યો છે. જેવાકે ઝરણાવાડી, કુનબાર, બાંડી સેરવાણ, ખૂપર, ચૂલી, નવાગામ, પાનુડા, રોહદા, ગુલદાચામ, બોરીપીઠા, રૂખલ, વાડવા, આંબા, ખેડીપાડા, તાબદા, ઝાંક જેવા ગામોનો સમાવેશ થાય છે. આથી આ રોડનું કામ સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના તમામ સરપંચો અને ગ્રામજનો દ્વારા વિરોધ કરી રસ્તાનું કામ વહેલીતકે થાય તેવી ઉગ્રમાંગ ઉઠવા પામી છે.

સાથે સાથે મોસ્કુટ થી વાડવા બોરીપીઠા ચાર રસ્તા થઇ ને મંડાળા ને જોડતો રોડ પણ જર્જરિત હાલતમાં છે. જેને એજન્સીએ આજ દિન સુધી કામ હાથ ધર્યું નથી. તેને પણ સત્વરે પૂર્ણ કરે તેવી ગ્રામજનોની માંગ છે.આ તબક્કે સામાજીક કાર્યકર ચંપક વસાવા અને વાડવા ગ્રામ પંચાયતના સરપંચ  કરણસિંહ વસવાની આગેવાની હઠળ આંદોલનને આખરી ઓપ આપવામાં આવશે જેથી ઉંઘતા તંત્ર અને જેતે એજન્સી સફળ જાગી કામ પૂર્ણ કરે તેવી સરપંચ તેમજ ગ્રામજનોની માંગ છે.

સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

error: Content is protected !!