- ભરૂચ જીલ્લા કોંગ્રેસ મહીલા સમિતિ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજી મૃતક યુવતીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી. જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના સામે આવતાની સાથે જ ગુજરાતભરમાં બનાવના ઘેરા પ્રત્યાઘાત સાથે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા પાંચબત્તી વિસ્તારમાં સરકારના કાયદા અંગે ની ઢીલી નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી મૃતક યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આરોપીને ફાંસી ની સજા ની માંગ કરી હતી.ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહિલા ઓ દ્વારા રાજ્ય સરકાર ની કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ બાબતે સૂત્રોચાર અને પોસ્ટર સળગાવવામાં આવતા પોલીસે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતની મહિલા કાર્યકરોની ધરપકડ કરી હતી.