વાગરાથી સારણ વચ્ચેના આવેલ કાંસમાં ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવી કામબંધ કરવા રજુઆત કરી હતી.
ખેડૂતો એ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્ર આપી રજૂઆતમાં જણાવ્યું હતું કે વાગરાથી સારણ વચ્ચે આવેલ કાંસમાં ખૂબ જ ઉંડે સુધી માટી ખોદકામ કરવામાં આવતું હોય,વળી તેમના ખેતરો કાંસની બિલકુલ બાજુમાં હોય ખેતરોમાં પણ ધોવાણ થતા ખેતરના પાકને ખૂબજ નુકશાન થાય છે.સાથે વાગરા ગામમાં ગોચરની જમીન ઓછી હોય, પશુપાલકો ગાય – ભેંસો આ કાંસમાં જ ચરાવે છે અને આ કાંસ ખૂબ જ ઊંડો ઝરણ ફુટે ત્યાં સુધીનો ખોદી નાંખતા ભેખડ ધસી પશુઓ અંદર પડી જવાથી મૃત્યુ પામવાની શકયતા વધે છે. આ કાંસના ખોદકામના પરમિશન બાબતે લાગુ ખાતેદારોની કોઇ સંમતિ લીધેલી નથી.
આ ઉપરાંત જણાવાયું હતું કે આ કાંસ ખેડૂતોના હિતમાં ઉંડો થતો ન હોય પરંતુ તે ભૂમાફિયાઓના હિતમાં માટી ખોદકામ માટે ઉંડો કરાતો હોય આ કાંસનું ખોદકામ અટકાવવા અજે આવા તત્વો ઉપર જરૂરી પગલા ભરવા ખેડૂતોએ માંગ કરી કામ બંધ કરવાવવા જણાવ્યું હતું.