The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 173

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે ઇશ્વરભાઇ વસાવાની કરાઇ નિમણુંક

દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને  તાલુકામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંસ્થાપક શ્રી ડૉ. ટી.એમ ઓંનકાર ના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ની રચના કરવામાં આવી છે, ત્યારે માનવસેવા રાષ્ટ્રની સેવા ના સિદ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાના કામો કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર સમાજ સેવાનું કાર્ય કરે છે અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઇપણ જાતનો ભેદ-ભાવ કે અન્ય હશે ત્યાં તેઓ અવાજ ઉઠાવે છે, ત્યારે દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને  તાલુકામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. તેઓ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં કંપની ફાર્મ, મીડિયા તેમજ સમાજ સેવાના કાર્યો કરશે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

અંકલેશ્વર : કોસમોસ ટેક્સટાઇલ મિલ્સમાં મધ્યરાતે લાગી આગ,કોઇ જાનહાની નહીં

અંકલેશ્વરમાં આવેલ કોસમોસ ટેક્સટાઇલ મિલ્સ માં ગત રાત્રી ના બે વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા કામદાર વર્ગ સહિતનાઓમાં દોડધામ મચી જવા પામી હતી. મોડી રાતે કંપની પ્લાન્ટમાં કાપડ પ્રિન્ટીંગ ની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ઓવર હિટીંગ થતા આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા માં આગે વિકરાળ રૂપ લેતા કામદારો પ્લાન્ટ છોડી બહાર દોડી આવ્યા હતા અને અ ઘટનાની ડીપીએમસી ફાયર ને જાણ કરવામાં આવતા ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બે જેટલા ફાયર બંબા ની મદદ થી ફાયર ટીમે આગ પર સંપૂર્ણ કાબુ અર્ધા કલાક ની જહેમત મેળવ્યો હતો આ પગલે કોઈ જાનહાનિ ના સર્જાતા કંપની મેનેજમેન્ટે રાહત નો દમ લીધો હતો. જો કે અ આગ ના પગલે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.

ડાંગ જિલ્લામા નાણાકીય સાક્ષરતા સપ્તાહની કરાઇ ઉજવણી

બદલાતી ટેક્નોલોજી સાથે બેંકિંગ ક્ષેત્રેના ગ્રાહકો સુપેરે કદમતાલ મેળવીને અદ્યતન ટેક્નોલોજીના સથવારે તેમનો બેંકિંગ વ્યવહાર સરળ બનાવી શકે તેવા આશય સાથે ડાંગ જિલ્લામા “નાણાકીય સાક્ષરતા સપ્તાહ”ની ઉજવણી કરાઇ હતી.

બેન્કના ગ્રાહકો તેમની બેન્ક સાથે સતત સંકલન કરીને અપડેટ રહી શકે તેવા આશય સાથે સપ્તાહ દરમિયાન ગો ડિજિટલ કાર્યક્રમની સમજ અને માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ. ગ્રાહકો રોજીંદી લેવડદેવડ સાથે બેન્કના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાનો સમય અને નાણાનો વ્યય થતો રોકી શકે છે, તેમ જણાવતા LDM  સેજલ મેડાએ બેંકિંગ વ્યવહારોમા નિયમિતતા સાથે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ, યોજનાઓનો લાભ લેવાની પણ હિમાયત કરી હતી.

રિઝર્વ બેન્કના AGM જસપ્રીતસિંગ કાલરા, LDO સંસ્કાર વિજયે ‘ગો ડિજિટલ- ગો સિકયોર’ વિષયક વિસ્તૃત જાણકારી આપી હતી, નાણાકીય છેતરપિંડી અને તેનાથી બચવાના ઉપાયો અંગે પણ આ મહાનુભાવોએ પ્રકાશ પાડયો હતો.

નાણાકીય સાક્ષરતા સપ્તાહ દરમિયાન આહવા તાલુકાના ગાયગોઠણ અને હનવતચોંડ, સુબિર તાલુકાના કેશબંધ અને સુબિર તેમજ વઘઇ તાલુકાના ગૌર્યા અને વઘઇ ખાતે કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જેમા લીડ બેન્ક, બેન્ક ઓફ બરોડા સહિત જિલ્લાની અન્ય બેન્કો, ISMFW સંસ્થા, અને BSVS, R-Setiના સંયુક્ત ઉપક્રમે જુદાજુદા વિષય નિષ્ણાંતોએ ઉપયોગી જાણકારી પુરી પાડી હતી.

આ કાર્યક્રમનો સ્થાનિક ગ્રામજનો સહિત ITIના વિદ્યાર્થીઓ, દૂધ મંડળીના સભાસદો, વિગેરેએ લાભ લીધો હતો.

ઓલપાડના ગામોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા કૃષિ-ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

  • ઓલપાડ તાલુકામાં મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવવાની બે ફેકટરીઓ સ્થાપવામાં આવશે: કૃષિ રાજ્યમંત્રી

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં જિલ્લા પંચાયતની પીંજરત સીટમાં સમાવિષ્ટ ગામોમાં રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કર્યું હતું. જેમાં અરિયાણા ગામે રૂ.૧૧ લાખ, તેના ગામે રૂ. ૫૯.૨૫ લાખ અને નાની ખોસાડીયા ગામે રૂ. ૬.૨૫ લાખના ખર્ચે રસ્તા, દિહેણ ગામે રૂ.૧૦.૩૮ લાખ, સેલુત ગામે રૂ. ૧૦ લાખના પેવરબ્લોક, છીણી ગામે રૂ.૮ લાખના ખર્ચે પેવરબ્લોક અને નળ સે જળ યોજના અંતર્ગત ૭૦ નળ કનેક્શનના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ ભાંડુત-૨ ગામે રૂ.૧૪ લાખ અને પીંજરત ગામે રૂ.૨૭ લાખના ખર્ચે પેવર બ્લોકનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કામો તીવ્ર ગતિએ થઈ રહ્યાં છે. ઓલપાડના તમામ ગામોમાં ઘરેલુ ગેસલાઈન પહોંચાડવાના લક્ષ્ય સાથે છેવાડાના તમામ ગામોમાં હળપતિ આવાસ હેઠળ આર.સી.સી મકાન બનાવવા અંગે પણ સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે.

મંત્રીએ પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઓલપાડ તાલુકામાં મકાઈ અને ચોખામાંથી ઈથેનોલ બનાવવાની બે ફેકટરીઓ સ્થાપવામાં આવશે, જેથી ચોખા અને મકાઈનું વાવેતર કરનાર ખેડૂતોને સીધો નફો મળશે, આ બે પાકોની માંગમાં વધારો થશે. તેમણે ઉપસ્થિત નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને જનસેવા કરવાની તક મળી છે, ત્યારે ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ મળે તે અંગે કાર્ય કરવા દિશાસુચન કર્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ : ડમ્પીંગ સાઇટ અને ડોર ટુ ડોર સેવા ખોરવાતા વિપક્ષનો હોબાળો

  • પ્રજાની તકલીફોને ધ્યાને રાખી વિપક્ષ લાલધૂમ

  • ૨૪ કલાકમાં સેવા યથાવત કરવાની પાલિકા પ્રમુખની ખાતરી

ભરૂચ શહેરમાં છેલ્લા ૩ થી ૪ દિવસથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું બંધ કરવાને પગલે સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ તમામ કચરા પેટીઓ ઉભરાવા પામી છે. ત્યારે પ્રજાના સ્વાથયની ચિંતા સાથે વિપક્ષે વર્તમાન ભાજપ સરકારના વહીવટ પર નિશાન સાંધી ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપી સેવા યથાવત કરવાની માંગ કરી હતી.

વળી પાલિકા દ્વારા જે.બી.મોદી પાર્ક નજીક આવેલ ગેરેજ વિભાગ જ ડંમ્પીંગ સાઇટ બનાવી કચરો ઠલવાતા વિપક્ષે લાલધૂમ બની ભાજપા વહીવટમાં નિષ્ફળ ગયાનું જણાવી ૪૪ કાઉન્સીલરો લીલા લહેર કરે છે અને લાઇટ વિભાગ,પાણી વિભાગના દેવા સહિત કામદારોને પણ ઓટી જેવા નહીવત રકમના ચૂકવણા કરવામાં અખાડા કરાય છે.જે ખરેખર શરમજનક છે.

તો બીજી તરફ પાલિકા પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું કે ડંમ્પીંગ સાઇટનો જે પ્રશ્ન ઉભો થયો છે તે આગામી ૨૪ કલાકમાં જ વૈકલ્પીક જગ્યા કાલથી શરૂ કરી દેવાશે અને તમામ પ્રશ્નો સોલ્વ થઈ ડોર ટુ ડોરની સેવા પૂર્વવત કરાશેની ખાતરી ઉચ્ચારી છે.

પાનોલી : ફાટક રીઓપન કરવા અથવા વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ સાથે અપાયું આવેદન

  • પાનોલી પાસેની રેલવે ફાટક 6 મહિનાથી બંધ રહેતા સ્થાનિકોને થાય છે 15 કિમીનો ફેરાવો

પાનોલી રેલવે ફાટક બંધ રહેતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.જે અંગે ગ્રામજનો એ આવેદનપત્ર પાઠવી ફાટક રીઓપન કરવા અથવા ગરનાળા નો રસ્તો વૈકલ્પિક રીતે બનાવવા માગ કરી છે. પાનોલી સહીત આજુબાજુમાં 5 ગામોમાં આવાગમન સમસ્યા ઉદભવી છે. આપાતકાલીન સ્થિતિમાં તથા હાર્ડ એટેક કે ડિલિવરીની સ્થિતિમાં કે માર્ગ અકસ્માતમાં લઇ જવું મુશ્કેલ બન્યું છે. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ ને બોલાવવા માટે જયાં એક કિલોમીટરમાં પહોંચાય છે ત્યારે હુકમનામું ઉલ્લેખ કરેલ રસ્તો 15 કિલોમીટર થી વધુ થાય છે.

પાનોલી તથા બીજા અન્ય ગામના લોકોએ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રેલવે કામગીરી ના કારણે છ મહિના માટે બંધ કરેલ ફાટક રીઓપન કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે જાહેરનામામાં પાનોલી ગામના મધ્યેથી નીકળતી રેલવે ફાટક પર તારીખ : 01/01/ 2022થી 30/06/2022 સુધી વાહન વ્યવહાર બંધ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. જે માટે વૈકલ્પિક વાહન વ્યવહાર માટે પાનોલી રેલવે સ્ટેશનથી પશ્ચિમ તરફના વાહનોને ઉમરવાડાથી એલ.સી.169 થઈને અંસાર માર્કેટ થઈને નેશનલ હાઇવે 48 પરથી પસાર થવાનું જણાવવામાં આવેલ છે અને પૂર્વ તરફથી પણ આજ રસ્તાનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવેલ છે. પરંતુ ઉમરવાડા આ વૈકલ્પિક રસ્તાનો વાહન વ્યવહાર માટે યોગ્ય નથી અને પાનોલીથી અન્સાર માર્કેટ રોડ બિસ્માર હાલતમાં છે . તેની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવા અરજ કરવામાં આવી હતી.

નેત્રંગ તાલુકામાં રાત્રીના સમયે જ વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં ભારે રોષ

નેત્રંગ તાલુકામાં બીજા અઠવાડિયે  પણ રાત્રીના સમયે વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.  જેને લઇને નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કચેરી દ્વારા બીજા અઠવાડિયે  પણ રાત્રીના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા  નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

નેત્રંગ વિભાગમાં જંગલ વિસ્તાર છે. દીપડા તેમજ અન્ય જંગલી પ્રાણીઓનો ભય છે. જ્યારે એકલો ખેડૂત પોતાના ખેતરમાં રાત્રીના સમયે પાણી આપી શકે એવી પરિસ્થિતિ નથી. સાથે નેત્રંગ વિભાગના ખેડૂત મિત્રોમાં ચર્ચાઇ રહ્યું છે, કે નેત્રંગ સિવાયના આજુબાજુના વિસ્તારમાં સૂર્યોદય યોજના અમલ કરવામાં આવે છે. પરંતુ આ વિભાગને જંગલ વિસ્તાર હોવા છતાં લાભ નહી મળતા ધરતીપુત્રો માં જે તે તંત્ર સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. જે બાબતે આજ રોજ નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કચેરી ખાતે નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ કાર્યક્રમમાં સહકારી આગેવાન કિશોરસિંહ વાસદીયા, ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ તેમજ તાલુકા ભારતીય કિસાન સંઘ નાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

નર્મદા નદીમાં પુલિયા બનાવી રેતી વહન બંધ કરાવવા વાગરાના ધારાસભ્યે કરી કલેકટરને રજુઆત

  • સામલોદ, ભરથાણા, ઝનોર અને શાહપુરાના ગ્રામજનોએ રેતી વહન સામે ફરિયાદ ઉઠાવી ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજુઆત કરી હતી.

વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારાના સામલોદ, ભરથાણા, ઝનોર અને શાહપુરા ગામના લોકોએ નદીમાં પુલિયા બનાવી બેફામ રીતે રેતી વહન કરવા સામે ઉઠાવેલા સૂર માં સૂર પુરાવી જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિક રજુઆત કરી કરતા રેતી માફિયાઓમાં ફફડાટ ઉભો થયો છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી રેતી માફિયાઓ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ઝઘડિયા તાલુકામાં અને વડોદરા જિલ્લાની હદમાં લિઝો ધરાવતા રેતી માફિયાઓ નર્મદા નદીમાં પુલિયા બનાવી ભરૂચ તાલુકાના ગામોમાંથી બેફામ બની રેતી વહન કરે છે. જેનાથી માર્ગો તૂટવા ઉપરાંત અકસ્માતનો ભય ઉભો થાય છે. સામલોદ, ભરથાણા, શાહપુરા અને ઝનોર ગામમાં અભ્યાસ માટે આવતા બાળકોના જીવન જોખમ ઉભા થયા છે.

રેતી માફિયાઓ ગેર કાયદેસર રીતે પુલિયા બનાવી રેતી વહન કરવા સામે ચારે ગામના લોકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. ચારે ગામના લોકોએ સરપંચોની આગેવાનીમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને રજૂઆતો કરી હતી. જેના પગલે અરૂણસિંહ રણાએ પણ ગ્રામજનોના સૂરમાં સૂર પુરાવી જિલ્લા કલેકટરને લેખિત અને મૌખિક રજુઆત કરી તત્કાલ પગલાં લેવાની માંગ કરી હતી.

  • ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છે.

નદીમાં પુલિયા બનાવી રેતી વહન કરવાનો કોઈ નિયમ નથી. છતાં રેતી માફિયાઓએ ગેરકાયદેસર રીતે નદીમાં પુલિયા બનાવ્યા છે. જેની સામે ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છે. રોજ બેફામ રીતે રેતી ભરેલ વાહનો દોડે છે. જેનાથી અકસ્માતનો ભય ઉભો થાય છે. જો કોઈ પણ અકસ્માત થશે અને જાનહાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ખાણ ખનીજ વિભાગની રહેશેમહાવીરસિંહ વાંસદીયા… (સરપંચ- સામલોદ )

  • 5000 માછીમારોએ રોજી રોટી ગુમાવી છે.

ચાર ગામો ઉપરાંત નદી કિનારાના આસપાસના ગામોમાં 5000 હજાર જેટલા માછીમાર પરિવારો છે. જેમનો જીવન નિર્વાહ નર્મદા નદી પર છે. નદીમાં પુલિયા બનાવવાથી નદીના પાણી અવરોધાય છે. દરિયાના ખારા પાણીના કારણે નર્મદાનો જળ પ્રવાહ અટકી જતા ખારા પાણી ભરાય છે. જેના કારણે માછીમાર પરિવારોએ રોજગારી ગુમાવવી પડી છે.નું નિલેશભાઈ માછી, ડે. સરપંચ-ઝનોરે જણાવ્યું હતું.

  • જિલ્લા કલેકટરે પગલાં લેવા ખાતરી આપી છે.-અરૂણસિ,હ રણા-ધારાસભ્ય-વાગરા

નર્મદા નદીમાં નિયમ ન હોવા છતાં રેતી માફિયાઓએ પુલિયા બનાવ્યા હોવાની ફરિયાદ ગ્રામજનોએ ઉઠાવી રજુઆત કરી હતી.

ઝઘડિયા તાલુકામાં લીઝ હોય અને ભરૂચ તાલુકામાંથી રેતી વહન કરે તે દુઃખદ બાબત છે. જે અંગે ગ્રામજનોની સાથે મળી જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જિલ્લા કલેકટરે પણ સહકાર આપી યોગ્ય પગલાં લેવા ખાતરી આપી છે.

  • ડમ્પરની અડફેટમાં ઝનોરના માછીમાર પરિવારના ત્રણ સભ્યોના મોત : એક ઘાયલ

એક તરફ ચાર ગામના લોકો બેફામ રીતે રેતી ભરી દોડતા વાહનો સામે ધારાસભ્યની આગેવાનીમાં જિલ્લા કલેકટરને રજુઆત કરતા હતા. દરમ્યાન ઝનોર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોને ડમ્પરે અડફેટમાં લેતા મોત થયા હોવાની ઘટના બહાર આવી હતી.

ઝનોર ગામના ઈશ્વરભાઈ માછી, તેમના પત્ની ભીખીબેન માછી, પૌત્ર મયંકભાઈ માછી સહિત ચાર વ્યક્તિઓ બાઇકો લઈ વાસણા ગામ જઈ રહ્યા હતા. દરમ્યાન કરજણ તાલુકાના માલોદ ગામ પાસે બેફામ રીતે દોડતા ડમ્પરે અડફેટમાં લેતા ઈશ્વરભાઈ માછી, ભીખીબેન માછી અને પૌત્ર મયંકભાઈ માછીનાં મૃત્યુ થયા હતા. જ્યારે સોમાભાઈ માછીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે માછીમાર સમાજના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા ગ્રામજનોમાં રોષ ઉભો થયો છે. જે ગમે ત્યારે વિસ્ફોટક બને તેવી સંભાવનાઓ છે.

સાંસદે તાપી જિલ્લાના આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરોને સન્માન પત્ર એનાયત કરી કર્યા સન્માનીત

તાપી જિલ્લાના સર્કીટ હાઉસ ખાતે સાંસદ પરભુભાઇ વસાવાના હસ્તે જિલ્લાની આંગણવાડી કાર્યકર અને આશાવર્કરોને કોરોના કાળ દરમિયાન તેઓ દ્વારા કરવામાં આવેલ ઉચ્ચ કક્ષાની કામગીરી અને સેવા ભાવના વડે કરેલ નિસ્વાર્થે કામગીરીને બિરદાવતા સન્મન પત્રો એનાયત કરાયા હતા.

જેમાં જિલ્લાની તમામ કુલ-૯૯૬ આંગણવાડીના બહેનો અને ૭૯૦ આશાવર્કરોને માટે તૈયાર કરેલ સન્માન પત્રો આપવામાં આવ્યા હતા. તેમણે આ પ્રસંગે બહેનોના કામની સરાહના કરતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની મહામારી દરમિયાન જિલ્લાતંત્ર સાથે મજબુત પાયા સમાન ખડે પગે તમામ બહેનોએ પોતાના પરિવારની પરવાહ કર્યા વગર કામગીરી કરી છે. પ્રજાની સલામતી માટે અને કોરોના અંગે જાગૃતતા ફેલાવવાનું કામ નાનામાં નાના કર્મચારી હોવા છતા મોટી જવાબદારી ઉપાડી રાતદિવસ એક કરી કામગીરી કરી છે જે ખરેખર વંદનિય છે. તેમણે ટોકનના ભાગરૂપ વ્યારા જિલ્લાની પાંચ આંગણવાડી વર્કર બહેનોને પ્રશસ્તિ પત્રો એનાયત કર્યા હતા. અને અન્ય પ્રશસ્તિ પત્રો આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલને સોંપી દરેકને પહોચાડવાની જવાબદારી સોંપી હતી.

પ્રશસ્તિ પત્ર મેળવનાર બહેનો પૈકી ખુશબુબેન ઢોડિયાએ આ અંગે જણાવ્યુ હતું કે, “કોરોના લોકડાઉન દરમિયાન અમે બાળકો તથા માતાઓને સુખડી અને ટીએચઆર વિતરણ કરતા, મોબાઇલથી વિડિયો કોલ દ્વારા બાળકોને શિખવતા, અને સગર્ભા અને ધાત્રી માતાઓનુ કાઉન્સીલીંગ કરતા હતા, જે કામગીરી આંગણવાડીમાં કરતા હતા એ તમામ કામગીરી લોકોના ઘર આંગણે કરતા થયા. રસીકરણણની કામગીરીમાં આશાવર્કર બહેનો સાથે મળી ઘરે-ઘરે જઇ સર્વે હાથ ધર્યો હતો, લોકોને રસી અંગે, કોરોના મહામારી દરમિયાન રાખવાની સાવચેતી અંગે, તેના અંગે પ્રવર્તમાન ખોટી માન્યતાઓ અંગે જાગૃત કર્યા હતા.આ કામગીરી માટે આજે સાંસદે સન્માન પત્ર અર્પણ કર્યુ છે. ત્યારે હું તમામ આશવર્કર બહેનો અને આંગણવાડીની બહેનો વતી તેઓનો ખુબ ખુબ આભર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ અમારી કામગીરી આવી જ રહેશે તેની સૌ બહેનો વતી ખાત્રી આપું છું.”

આ પ્રસંગે મહામંત્રી વિક્રમ તરસાડીયા, કેયુરભાઇ શાહ, મુખ્ય સેવીકા હીનાબેન ગજ્જર સહિત આંગણવાડીના બહેનો, આશાવર્કરો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

સુરત :વનિતા વિશ્રામ કન્યા મહાવિદ્યાલયના ૩૬ એન.સી.સી. કેડેટ્સ ૬-ગુજરાત ગર્લ્સ બટાલિયનમાં સામેલ

દેશભરમાં તા.૨૨ ફેબ્રુઆરી- ‘વિશ્વ સ્કાઉટ દિન’ રૂપે ઉજવવામાં આવે છે. NCC (નેશનલ કેડેટ કોર)એ ‘એકતા અને અનુશાસન’ના ધ્યેયવાક્ય સાથે દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સ્વૈચ્છિક સંસ્થા NCCનો વ્યાપ દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વધ્યો છે, જેના થકી વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીકાળથી જ શિસ્ત અને રાષ્ટ્રરક્ષાની ભાવના મજબૂત બની રહી છે, ત્યારે ડિરેક્ટર જનરલ (દિલ્હી) અને ગુજરાત સરકારના સહયોગથી સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ કન્યા વાણિજ્ય મહાવિદ્યાલયના ૩૬ ગર્લ્સ કેડેટ્સને ‘૬-ગુજરાત ગર્લ્સ બટાલિયન’માં સામેલ કરવામાં આવ્યાં છે. હાલમાં આર્મી યુનિટ અંતર્ગત કુલ ૩૬ કેડેટ્સ આ કોલેજમાં ટ્રેનિંગ લઈ  રહ્યા છે, જેમનો ઉત્સાહ અને જુસ્સો ખરેખર દર્શનીય છે.

મહાવિદ્યાલયના આચાર્ય ડો.અભિલાષા અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓમાં અભ્યાસકાળ અને યુવાવસ્થાથી જ શિસ્ત, રાષ્ટ્રભાવના તેમજ કાયદા પ્રત્યે સમજ કેળવાય અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ આર્મી, એરફોર્સ, નેવી અને પોલીસ સહિત મિલિટરી-પેરામિલિટરી ફોર્સમાં જોડાઈ રાષ્ટ્રરક્ષા માટે કટિબદ્ધ બને તેવા વિચાર સાથે કોલેજમાં એન.સી.સી. યુનિટની શરૂઆત કરી હતી. કોલેજના ખર્ચે શરૂ કરેલી ગર્લ્સ યુનિટની NCC ડિરેક્ટર જનરલ-દિલ્હી અને ગુજરાત સરકારે વિશેષ નોંધ લઈ ‘૬-ગુજરાત ગર્લ્સ બટાલિયન’માં સામેલ થવાની માન્યતા આપી છે. હાલ અમને એક જ યુનિટ(ટ્રુપ) મળ્યું છે, જેમાં ૩૬ કેડેટ્સ સામેલ છે. આ ક્ષેત્રમાં અમારી અન્ય વિદ્યાર્થિનીઓ પણ જોડાવવા ઈચ્છુક હોવાથી મહાવિદ્યાલયને બીજી ટ્રુપ પણ મળશે એવી આશા તેમણે વ્યકત કરી હતી.

આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને ગર્લ્સ બટાલિયનના ટ્રેનિંગ ઈન્ચાર્જ ડો.તન્વી તારપરાએ જણાવ્યું હતું કે, સૈન્યની વિવિધ પાંખોમાં જોડાઈને રાષ્ટ્રસેવાની ભાવના તેમજ સેલ્ફ ડિફેન્સ જેવા મુખ્ય વિચારોથી કન્યાઓને એન.સી.સી.માં જોડાવાની પ્રેરણા મળી છે. તેમણે કહ્યું હતું કે, ‘અમારી કોલેજમાં પ્રથમ વર્ષના ૧૮ અને દ્વિતીય વર્ષના ૧૮ મળી કુલ ૩૬ કેડેટ્સ આ યુનિટમાં સામેલ છે, જયારે દ્વિતીય વર્ષના કેડેટ્સ આ વર્ષે એન.સી.સી. ‘બી સર્ટિફિકેટ’ની પરીક્ષા આપી ઉત્તીર્ણ થવાની તૈયારીમાં છે. આર્મી યુનિટમાં જોડાનાર કેડેટ્સને હાલમાં પરેડ અને પી.ટી. ટ્રેનિંગ અપાઈ રહી છે, જ્યારે રાઈફલ ફાયરિંગ, મેપ રિડિંગ અને કેમ્પીંગ જેવી તમામ પ્રવૃત્તિઓ આગામી સમયમાં હાથ ધરાશે.’

error: Content is protected !!