The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 172

અંકલેશ્વર : કાપોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં ફાયરીંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર ખાતે ગત તા.૨૦/૨૧મીની રાતે યોજાયેલ લોક્ડાયરામાં રૂપિયાની છોળો વચ્ચે હવામાં ફાયરીંગ કરનાર કેસમાં રૂરલ પોલીસે બે આરોપીઓને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અંક્લેશ્વર રૂરલ પોલીસે  તા.૨૦/૦૨/૨૦૨૨ ની રાત્રીના આશરે કલાક ૨૨/૩૦ થી તા.૨૧/૦૨/૨૦૨૨ કલાક ૦૧/૩૦ દરમ્યાન કાપોદ્રા ગામની સીમમાં રૂષીકુળ ગૌધામ ખાતે આ કામના આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાલીયાએ પોતાના કબ્જા ભોગવટાના રિવોલ્વરથી રૂષિકુળ ગૌધામ કાપોદ્રાના ખુલ્લા કમ્પાઉન્ડમાં લોકડાયરાના કાર્યક્રમ દરમ્યાન પોતાની તથા બીજાઓની જીંદગી અને શારીરીક સલામતી જોખમમાં મુકાઈ તે રીતે આરોપી દેવસીભાઈ ભીમાભાઈ સોલંકીનાઓ પાસેથી પરવાનાવાળી રિવોલ્વર લઇ હવામાં ફાયરીંગ કરી હથીયારનો દુર્પયોગ કરી ગુન્હો કરેલ જે ગુનામાં ફાયરીંગ કરનાર આરોપી તથા ગુનામાં વાપરેલ રિવોલ્વર આપનાર આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાળીયા રહે.મોમાઈકુપા ભોમેશ્વર પ્લોટ નં.૬ રેલ્વે ફાટકની સામે જામનગર રોડ,રાજકોટ, દેવસીભાઈ ભીમાભાઈ સોલંકી રહે. મુળ આજોઠા વાડી વિસ્તાર તા. વેરાવળ જી. ગીરસોમનાથ હાલ રહે. કાપોદ્રા રૂષિકુળ ગૌધામ ને.હા.નં. ૪૮ રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ કાપોદ્રા તા.અંકલેશ્વર જી. ભરૂચની અટકાયત કરી તેમની પાસેથી ૩૨ NP બોર રીવોલ્વર કિ.રૂ.૮૫,૦૦૦/- તથા ત્રણ ખાલી કારતુસ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : સ્માર્ટ ફોન સહાય યોજનાના લાભાર્થી ખેડૂતોને પ્રતિકાત્મક સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

  • રૂ.૧૧,૧૩,૬૬૦/- ના ખર્ચે ભરૂચ જિલ્લાના કુલ ૧૯૭ લાભાર્થીઓને સ્માર્ટ ફોન સહાયનો લાભ મળશે
  • કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના હસ્તે સ્માર્ટ ફોન સહાય યોજનાના લાભાર્થીને પ્રતિકાત્મક વિતરણ કરાયું.

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ ધ્વારા આયોજીત ખેડૂત ધ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટ ફોન સહાય યોજનાના લાભાર્થી ખેડૂતોને પ્રતિકાત્મક સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચ કલેક્ટર કચેરીના વી.સી. રૂમ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટની હાજરીમાં યોજાયો હતો.

કલેક્ટર કચેરી ભરૂચ ખાતે ઉપસ્થિત ખેડૂત લાભાર્થીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજીત કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામના મહેન્દ્રસિંહ બળવંતસિંહ રાજને ગાંધીનગર ખાતેથી સ્માર્ટ ફોન ખરીદીની સહાય ચૂકવવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ૧૯૭ લાભાર્થીઓને રૂ.૧૧,૧૩,૬૬૦/- ના ખર્ચે સ્માર્ટ ફોન ખરીદી સહાયની મંજૂરી આપવામાં આવી છે. આ વેળાએ સ્માર્ટ ફોન સહાયના લાભાર્થી શ્રી દિક્ષિત મનોજભાઈ નિઝામાએ એક મુલાકાતમાં જણાવ્યું કે, સ્માર્ટ ફોન સહાય ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે જેનો મહત્તમ લાભ લેવો જોઈએ. સ્માર્ટ ફોનના ઉપયોગથી ખેડૂત સ્માર્ટ અને સજ્જ બનશે. આ તકે તેઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. બીજા એવા લાભાર્થી અંકલેશ્વરના મનીષાબેન રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદ્દાત અભિગમ અપનાવ્યો છે જે સરાહનીય છે. ખેતરમાં બેઠા બેઠા જ જરૂરી માહિતી મેળવી શકાશે. તેઓએ પણ સરકારના ઉમદા અભિગમને બિરદાવ્યું હતું. આ પ્રસંગે ખેતીવાડી ખાતાના અધિકારીગણ, ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં સિંગણપોર વિસ્તારમાં એક બિલ્ડીંગમાં આગની મોટી દુર્ઘટના, 20 બાળકો ફસાયા

  • દિલધડક રેસ્ક્યૂ કરાયું

જોકે ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિલઘડક રેસ્ક્યૂ કરીને તમામ લોકોનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં બિલ્ડિગમાં લાગેલી આગથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા વળ્યા હતા.

સુરત શહેરમાં ફરી એકવાર તક્ષશિલાકાંડની યાદ તાજી કરાવનારી ઘટના બની છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નાની અમથી ભૂલ આજે ફરી ભારે પડી શકે તેમ હતી. આજે સિંગણપોર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં મોટી આગની દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 20થી વધુ બાળકો ફસાયા હોવાના સમાચાર હતા.

જોકે ઘટનાની માહિતી મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દિલઘડક રેસ્ક્યૂ કરીને તમામ લોકોનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં બિલ્ડિગમાં લાગેલી આગથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા વળ્યા હતા.

આજે સુરતના ડભોલીમાં એમ સ્કેવર બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના બની હતી. બિલ્ડિંગના બીજા માળે આગની ઘટના બનતા તેમાં 20 બાળકો ફસાયા હતા. જોકે તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ આગની દુર્ઘટનાની માહિતી મળતા ફાયરબ્રિગેડના અધિકારીઓ, પોલીસ કાફલો સહિત મેયર અને ડેપ્યૂટી મેયર સહિતના લોકો પહોચ્યા હતા.સુરતમાં આજે બનેલી ઘટનામાં ડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ઉપર બાળકોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બે મિનિટ માટે તો સ્થાનિક લોકોને ફરી તક્ષશિલાકાંડની આગના દ્રશ્યો દેખાયા હતા. જોકે ફાયરબ્રિગેડ આવી જતાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને મોટી દુર્ઘટના ટાળી હતી.

ભરૂચ : નંદેલાવથી પાલેજ રોડનું વાગરાના ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ

  • પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું પણ ખાતમુહૂર્ત

ભરૂચ થી પાલેજનો મુખ્યમાર્ગ રૂપિયા 16 કરોડના ખર્ચે તથા કરગટથી સિતપોણ ગામને જોડતો રોડ રૂપિયા 72 લાખના ખર્ચે તૈયાર થતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે ટંકારીયા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ચાર ગામોને જોડતા માર્ગો, કહાંન ગામ ખાતે સ્મશાનને જોડતો માર્ગ તથા પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ પાણીની ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું હતું.

ભરૂચથી પાલેજનો રોડ બિસ્માર બની જતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની રજૂઆતના પગલે સરકારે રૂપિયા 16 કરોડના ખર્ચે મંજુર કરતા નવા રોડનું નિર્માણ થયું છે. સાથે કરગટથી સિતપોણનો માર્ગ પણ રૂપિયા 72 કરોડના ખર્ચે બનતા ટંકારીયા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા માર્ગોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે ટંકારીયા ખાતે પહોંચતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી ઘોડા પર બેસાડી રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળ સુધી લાવ્યા હતા.

ધારાસભ્ય અરૂણસિંહ રણાએ બન્નેવ માર્ગોના લોકાર્પણ કર્યા હતા. સાથે ટંકારીયાથી ઘોડી, કિસનાડ થી ઘોડી, હિંગલ્લા -સિતપોણ-ટંકારીયા, પાલેજ-કિસનાડ-ઠીકરીયા તથા કહાંન ગામ ખાતે જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણની ગ્રાન્ટમાંથી સ્મશાનને જોડતો રોડ મંજુર કરાતા તેનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કર્યું હતું. આ ઉપરાંત પારખેત ખાતે નલ સે જલ યોજના હેઠળ ઓવરહેડ ટાંકી અને સમ્પ મંજુર થતા તેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.

આ તકે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તથા પ્રતિક્ષા પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાન પઠાણ, ભાજપના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભાજપના આગેવાન યતીન પટેલ, લઘુમતી સેલના જિલ્લા પ્રમુખ મુસ્તુફા, ભાજપના, વાગરા તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન ભટ્ટી તથા ઝાકિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કોઈ પણ પ્રકારના જાતિ કે ધર્મના ભેદ વગર ભાજપ સરકાર વિકાસના કામો કરતી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેઓ વાગરા વિધાનસભા ક્ષેત્રમાં રસ્તા અને પાણીની સુવિધા ઉભી કરવા કટિબદ્ધ છે. આ પ્રસંગે ટંકારીયા, પાલેજ, કહાંન, પારખેત સહિતના ગામોના સરપંચ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર નેશનલ હાઇવ બન્યો અકસ્માત ઝોન, ફરી વાલિયા ચોકડી પાસે સર્જાયો અકસ્માત

અંકલેશ્વર નેશનલ હાઇવે આજરોજ અક્સ્માત ઝોન સાબિત થયો હોય એમ એક બાદ એક અક્સ્માતોની વણઝાર સર્જાવા પામી હતી. આજે ફરી એકવાર વાલિયા ચોકડી પાસે ઓવર બ્રિજ ઉપરથી સુરત તરફથી અમદાવાદ જતો એક ટેમ્પો આગળ જતા કન્ટેનર ચાલક દ્વારા અચાનક ઊભી કરી દેવાતા ધડાકાભેર અથડાતા પામ્યો હતો.

આ અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જેમાં ભારે જહેમત બાદ ટેમ્પો ડ્રાઈવરને ક્રેનની મદદથી કાપીને બહાર કરવામાં આવ્યો હતો.જેને ૧૦૮ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.અકસ્માતોને પગલે અંકલેશ્વર નેશનલ હાઈવે આજરોજ સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.તો ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિક હળવો કરવા સતત ઝઝુમી રહી છે.

વાયરલ વિડિયોમાં ગુસ્સામાં કંઈ બોલાયું હોય તો દિલગીરી વ્યકત કરું છું – સાંસદ મનસુખ વસાવા

સોશિયલ મિડિયામાં વાઇરલ થયેલા સાંસદ મનસુખ વસાવાના વિડિયો મુદ્દે તેમણે ગુસ્સામાં કંઇ બોલાયુ હોય તો દિલગીર છું કહી ફેઇસબુક પર દિલગીરી વ્યક્ત કરી જણાવ્યું કે નારેશ્વર પાસેની ઘટનાથી હું ઘણો દુઃખી હતો જેમાં એક બાળક સહિત ત્રણ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ પહેલા પણ ભુ-માફિયાઓ દ્વારા નદી અને ભાઠ્ઠામાં ઊંડા ખાડા પાડવાથી નર્મદા સ્નાન માટે આવેલા અમદાવાદના ૮ થી ૯ લોકો મૃત્યુ પામ્યા હતા, ભાલોદ પાસે કપડાં ધોવા ગયેલી ત્રણ દીકરીઓ એક સાથે ડૂબી ગઈ હતી, ગતવર્ષે ૨ આદિવાસીઓ પણ પાણીમાં ગરકાવ કરી ગયા હતા અને રોડ અકસ્માતમાં વર્ષમાં ૬ થી ૮ ઘટનાઓ બનતી રહેતી હોય છે તદ્ઉપરાંત પાણી ટપકતા ડમ્પરથી રસ્તાઓને પણ નુકસાન થાય છે અને બેફામ ચાલતા હોવાથી બીજા રાહદારીઓ પણ ભયભીત હોય છે. વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે.

આ બધી ઘટનાઓ બાદ લોકો ખૂબ રોષે ભરાયા હતા અને આટલી મોટી ઘટના છતાં જિલ્લા ખાણ – ખનિજ અધિકારી સ્થળ પર આવવાના બદલે નવસારી ચાર્જની ડ્યુટી કરવા ગયા હતા. નારેશ્વર ભાઠ્ઠામાં અને રોડ પર ૫૦ થી ૬૦ ડમ્પર પાણીથી ટપકતી રેતી ભરી ઊભા હતા તેની સામે કાર્યવાહી કરવા માટે મેં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું અને મૃત્યુ થયા હતા એ સ્થાને ફૂલહાર મૂકતો હતો ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોઈ હસતા હતા. આટલી મોટી ઘટના બાદ પણ અધિકારીઓ ગંભીર ના જણાતા ઉપસ્થિત બધા અધિકારીઓને ભારપૂર્વક જે કહેવાનું હતું એ કીધું અને જ્યારે હું ગુસ્સે ભરાયો ત્યારે રેત માફિયાઓ વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા અને ચોક્કસ વાતનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

ત્યાં મેં બધા અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોને પણ એકબીજાની મિલીભગત હોવાનું જણાવ્યું હતું અને આજે પણ સ્પષ્ટપણે માનું છું કે આ કાર્ય રાજકીય આગેવાનોના પીઠબળથી થઈ રહ્યું છે. મેં ફકત અધિકારીઓનો નહિ પણ સ્થાનિક નેતાઓની સંડોવણીનો પણ ઉલ્લેખ કર્યો છે અને આ કોઈ મારો વ્યક્તિગત પ્રશ્ન નથી પ્રજા સાથે જોડાયેલ પ્રશ્ન છે જેના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે. અધિકારીઓ ગંભીર ના હોવાથી સ્વાભાવિકપણે મારે ઊંચા અવાજ થી બોલવું પડ્યું છે અને જેનો કેટલાક લોકો દ્વારા જે વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે જેમાં ગુસ્સામાં કંઈ બોલાયું હોય તો દિલગીરી વ્યકત કરું છું અને આ જનહિતના કાર્યમાં સૌ સમર્થન કરે એવી આશા રાખું છું.

વંદે માતરમ્…

મનસુખભાઈ વસાવા,સંસદ સભ્ય, ભરૂચ લોકસભા

ભરૂચ : નાંદ ગામે નદીમાં પુલીયુ બનાવી,ખેત તલાવડી તોડી ગોચરમાંથી રસ્તો આપવાના વિરોધ સાથે અપાયું આવેદન

  • રેત માફિયા દ્વારા ગેરકાય્દેસર કરાય છે ખનન

ભરૂચના નાંદ ગામે સરપંચ અને ડે.સરપંચ દ્વારા ખેત તલાવડી તોડી ગોચરની જ્ગ્યા માં રસ્તો આપી ખેત માફીયાઓ સાથે મીલાપીપણું કરી નદીમાં ગેરકાયદેસર પુલ બનાવડાવ્યાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરી કસુરવારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

નાંદ ગામના ગ્રામજનોના જણાવ્યાનુસાર નાંદ ગ્રામપંચાયતના હાલના સરપંચ અને ડે.સરપંચે તલાટીને વિશ્વાસ માં લીધ વિના જ પોતાનિ મનમાની કરી હોદ્દાનો દુરપયોગ કરી ગામની સીમમાં ખેત તલાવડી તોડી,ગોચરમાં રસ્તો આપી રેત માફીયાઓ સાથે સીધી રીતે તોડ કરી નદી ઉપર ગેરકાયદેસર મોટા પત્થર નાંખી માટી પુરી અને નદીને બે ભાગમાં વહેચી નાંખી છે. જેના પગલે કચરો એકઠો થતાં નદીનું પાણી પણ પ્રદુષિત થવાના કારણે માનવ અને પશુના સ્વાસ્થય  માટે હાનીકારક હોય તેમજ ગોચરની જ્ગ્યા આપી પશુઓનો ધાસચારો છીનવવાનું કૃત્ય આચરેલ છે. જેમને તાત્કાલીક અસરથી આ હોદ્દા ઉપરથી દુર કરી તેમની સામે શિક્ષાત્મક પગલા ભરાય તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

અંકલેશ્વર: અભિલાષા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ ૧ કામદાર મોતને ભેટ્યો

  • ગત 5મી ફેબ્રુઆરીએ ઘટના બની હતી
  • અગાઉ 2 કામદારોના મોત થયાં હતાં

અભિલાષા ફાર્મા કંપનીના રિએક્ટર બ્લાસ્ટ માં વધુ એક કામદારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગત 5 મી ફેબ્રુઆરી ના રોજ ઘટના બનેલ આ ઘટનામાં બે કામદારોના મોત તેમજ 3 કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. જીઆઇડીસી પોલીસ મથકે જાણ થતા પોલીસે નોંધ કરી હતી.હાલમાં આ ઘટના માં મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે.

ગત 5 મી ફેબ્રુઆરી ના પૂર્વ રાત્રીએ અંકલેશ્વર જીઆઇડીસીની કંપનીમાં રાત્રી કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 5 કામદારો ગંભીર રીતે દાઝી ગયા બાદ બે કામદારોના મોત થવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વર GIDC માં આવેલ અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામ દિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. ત્યારે રીએક્ટરના ઢાંકણ ખોલતા જ રિએક્ટર માં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી.

કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારો ને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી મેઘમણી ચોકડી સ્થિત યોગી એન્જિનિયરિંગ પાસેના ભાડાના ગામમાં રહેતા 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્ર સિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હતા જે પૈકી આજરોજ ગોપાલ સુદામ નું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ટેલિફોનિક જાણ કરતા પોલીસે આ પૂર્વે ની ફરિયાદ માં નોંધ લઇ વધુ તપાસ આરંભી છે.

ભરૂચ : પદ્મશ્રી ડૉ. લતાબેન દેસાઇ ૧૬ જેટલી સંસ્થાઓ દ્વારા કરાયા સન્માનીત

* ભરૂચ જિલ્લાની વિવિધ 16 જેટલી સંસ્થાઓ દ્વારા કરાયું બહુમાન

* પડકારોને પણ મઝાથી માણ્યા : ગરીબોને કેન્દ્રસ્થાને રાખી સેવાની ધૂણી ધૂખાવનાર ડો. લતાબહેનની નિખાલસ વાત.

* સેવારૂરલ અને શારદા મહિલા વિકાસ સોસાયટીના સ્થાપક પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઈનું ભરૂચ જિલ્લાની વિવિધ 16 સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ભરૂચ જિલ્લાના ઝગડિયા ખાતે સેવા રૂરલ અને શારદા મહિલ વિકાસ સોસાયટી સ્થાપી ગરીબોની સેવાને કેન્દ્ર સ્થાને રાખનાર ડો. લતાબહેન અનિલભાઈ દેસાઈને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા માટે આ ગૌરવની બાબત છે કે ઝગડિયા જેવા આદિવાસી વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવનાર ડો. લતાબહેનને આટલું મોટું સન્માન મળ્યું છે. સરળ અને નિખાલસ ડો. લતાબહેન દેસાઇ તથા તેઓની ટીમને શરૂઆતથી જ પડકારો ઝીલવા પડ્યા હતા પરંતુ આ પડકારોને પણ તેઓએ માણ્યા અને મઝા લઈને તેનો સામનો કર્યો અને તેથી જ એક છાપરા નીચે શરૂ કરાયેલ સેવા રૂરલ આજે એક વટવૃક્ષ  બની ગઈ છે.

ભરૂચ જિલ્લાની 16 જેટલી સ્વૈચ્છીક સંસ્થાઓ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેંટ એસોસિએશન, ભરૂચ સીટીઝન કાઉન્સીલ ટ્રસ્ટ, શ્રી સદવિદ્યા મંડળ, ભારતીય વિચાર મંચ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી, ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, જન શિક્ષણ સંસ્થાન, ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ એંજિનિયર્સ, નર્મદા એજ્યુકેશન કેમ્પસ, મહાવીર ઇન્ટરનેશનલ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ, જૈન સોશ્યલ ગ્રૂપ ભરૂચ, સ્વામી વિવેકાનંદ સ્કૂલ પરિવાર અંકલેશ્વર  દ્વારા તેઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે.પી. કોલેજના અતુલાનંદજી  ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તમામ સંસ્થાના પ્રતિનિધિઓએ તેઓને સન્માન પત્ર, મોમેન્ટો તથા વૃક્ષ આપી સન્માન કર્યું હતું. તમામ સંસ્થાઓએ ભેગા મળી સેવા રૂરલને  રૂ. 1 લાખ 21 હજારનું અનુદાન આપ્યું હતું.

પદ્મશ્રી ડો. લતાબહેન દેસાઇ સાથે યોજાયેલ સંવાદમાં તેઓએ જણાવ્યુ હતું કે જ્યારે શરૂઆતમાં ઝગડિયા ખાતે કામ શરૂ કર્યું ત્યારે લોકો અમને ગાંડા ગણતા હતા પરંતુ અમે અનેક પડકારોને ઝીલીને પણ સેવાકીય પ્રવૃત્તિ શરૂ રાખી હતી અને આજે પરિણામ સ્વરૂપે આ સંસ્થા એ અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ડો. અનિલભાઇ દેસાઈને તેઓએ યાદ કરી જણાવ્યુ હતું શુભની શક્તિમાં જ શ્રદ્ધાની ભાવના સાથે કાર્ય શરૂ રાખ્યું અને આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ આખીએ સંસ્થાનું છે. તેમ તેઓએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં બીડીએમએ ના પ્રમુખ હરીશ જોષી, સી.ઇ.ઑ જયેશ ત્રિવેદી, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, કમલેશભાઈ ઉદાણી, મિનલબહેન દવે, આનંદપુરા પરિવાર, સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોકિલાબહેન પંડયાએ કર્યું હતું.

અંકલેશ્વર નિલેશ ચોકડી પાસે બે ટ્રેલર અનેબે ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • બે વ્યકતિઓને ગંભીર ઇજા,મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ પર આજે વહેલી સવારે ૫.૪૫થી ૬ના સમયગાળા દરમિયાન નિલેશ ચોકડી પાસે ભયાનક અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઇઅજાઓ થવા પામી છે.જ્યારે આ અકસ્માતમાં મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વહેલી સવારે બે ટ્રેલર, બે ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં બે વ્યક્તીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે અકસ્માતમાં મહારાષ્ટ્રના પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ ઘટનાના પગલે આસપસના વાહનચાલકો સહિત પોલિસ પણ હાઇવે ઉપર દોડી આવી હતી અને રેશ્ક્યુ ટીમ દ્વારા અકસ્માતમાં ફસાયેલાઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની તજવીજ સાથે ટ્રેલરમાં ફસાયેલા ડ્રાઇવરોને પણ બહાર કાઢવા કવાયત હાથધરી હતી. અ અકસ્માતને પગલે ટ્રાફિકજામ થવા પામ્યો હતો જેને યથાવત કરવા પોલીસે કવાયત હાથધરી છે. હાલમાં આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણી શકાયું નથી.

error: Content is protected !!