અંકલેશ્વરમાં આવેલ કોસમોસ ટેક્સટાઇલ મિલ્સ માં ગત રાત્રી ના બે વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા કામદાર વર્ગ સહિતનાઓમાં દોડધામ મચી જવા પામી હતી. મોડી રાતે કંપની પ્લાન્ટમાં કાપડ પ્રિન્ટીંગ ની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ઓવર હિટીંગ થતા આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા માં આગે વિકરાળ રૂપ લેતા કામદારો પ્લાન્ટ છોડી બહાર દોડી આવ્યા હતા અને અ ઘટનાની ડીપીએમસી ફાયર ને જાણ કરવામાં આવતા ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
બે જેટલા ફાયર બંબા ની મદદ થી ફાયર ટીમે આગ પર સંપૂર્ણ કાબુ અર્ધા કલાક ની જહેમત મેળવ્યો હતો આ પગલે કોઈ જાનહાનિ ના સર્જાતા કંપની મેનેજમેન્ટે રાહત નો દમ લીધો હતો. જો કે અ આગ ના પગલે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.