નેત્રંગ તાલુકામાં બીજા અઠવાડિયે પણ રાત્રીના સમયે વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેને લઇને નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કચેરી દ્વારા બીજા અઠવાડિયે પણ રાત્રીના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
નેત્રંગ વિભાગમાં જંગલ વિસ્તાર છે. દીપડા તેમજ અન્ય જંગલી પ્રાણીઓનો ભય છે. જ્યારે એકલો ખેડૂત પોતાના ખેતરમાં રાત્રીના સમયે પાણી આપી શકે એવી પરિસ્થિતિ નથી. સાથે નેત્રંગ વિભાગના ખેડૂત મિત્રોમાં ચર્ચાઇ રહ્યું છે, કે નેત્રંગ સિવાયના આજુબાજુના વિસ્તારમાં સૂર્યોદય યોજના અમલ કરવામાં આવે છે. પરંતુ આ વિભાગને જંગલ વિસ્તાર હોવા છતાં લાભ નહી મળતા ધરતીપુત્રો માં જે તે તંત્ર સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. જે બાબતે આજ રોજ નેત્રંગ દક્ષિણ ગુજરાત વીજ કંપની ની કચેરી ખાતે નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ કાર્યક્રમમાં સહકારી આગેવાન કિશોરસિંહ વાસદીયા, ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ તેમજ તાલુકા ભારતીય કિસાન સંઘ નાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા