દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને તાલુકામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંસ્થાપક શ્રી ડૉ. ટી.એમ ઓંનકાર ના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ ની રચના કરવામાં આવી છે, ત્યારે માનવસેવા રાષ્ટ્રની સેવા ના સિદ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાના કામો કરીને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર સમાજ સેવાનું કાર્ય કરે છે અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઇપણ જાતનો ભેદ-ભાવ કે અન્ય હશે ત્યાં તેઓ અવાજ ઉઠાવે છે, ત્યારે દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામના ઈશ્વરભાઈ વસાવાને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ માં કોર્પોરેટ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકે નિમણુક થતાં પરિવાર માં તેમજ સમાજ અને તાલુકામાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. તેઓ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં કંપની ફાર્મ, મીડિયા તેમજ સમાજ સેવાના કાર્યો કરશે.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા