-
પ્રજાની તકલીફોને ધ્યાને રાખી વિપક્ષ લાલધૂમ
-
૨૪ કલાકમાં સેવા યથાવત કરવાની પાલિકા પ્રમુખની ખાતરી
ભરૂચ શહેરમાં છેલ્લા ૩ થી ૪ દિવસથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું બંધ કરવાને પગલે સમગ્ર શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ તમામ કચરા પેટીઓ ઉભરાવા પામી છે. ત્યારે પ્રજાના સ્વાથયની ચિંતા સાથે વિપક્ષે વર્તમાન ભાજપ સરકારના વહીવટ પર નિશાન સાંધી ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપી સેવા યથાવત કરવાની માંગ કરી હતી.
વળી પાલિકા દ્વારા જે.બી.મોદી પાર્ક નજીક આવેલ ગેરેજ વિભાગ જ ડંમ્પીંગ સાઇટ બનાવી કચરો ઠલવાતા વિપક્ષે લાલધૂમ બની ભાજપા વહીવટમાં નિષ્ફળ ગયાનું જણાવી ૪૪ કાઉન્સીલરો લીલા લહેર કરે છે અને લાઇટ વિભાગ,પાણી વિભાગના દેવા સહિત કામદારોને પણ ઓટી જેવા નહીવત રકમના ચૂકવણા કરવામાં અખાડા કરાય છે.જે ખરેખર શરમજનક છે.
તો બીજી તરફ પાલિકા પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું કે ડંમ્પીંગ સાઇટનો જે પ્રશ્ન ઉભો થયો છે તે આગામી ૨૪ કલાકમાં જ વૈકલ્પીક જગ્યા કાલથી શરૂ કરી દેવાશે અને તમામ પ્રશ્નો સોલ્વ થઈ ડોર ટુ ડોરની સેવા પૂર્વવત કરાશેની ખાતરી ઉચ્ચારી છે.