The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 174

રાજપીપલા: માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર સાથે માતૃભાષા દિવસની કરાઇ ઉજવણી

નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ મી ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર યોજાઇ હતી. જેને DIET ના પ્રાચાર્ય એમ.જી.શેખ, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર નૈષધ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, રાજપીપલા એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના ડૉ. એસ.કે.પટેલ અને ગુજરાતી વિષયના શિક્ષકોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લી મૂકાઇ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂચન મુજબ માતૃભાષાના સારા પાસાંની ચર્ચા શિક્ષકો ધ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવા ઉમેદા હેતુ સાથેના પ્રયાસોના ભાગરૂપે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાની સરકારી/ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુજરાતી વિષય ભણાવતાં શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત ચિંતન શિબિરના જુદા જુદા સત્રમાં માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તાને આવરી લેતાં વિવિધ પાસાંઓ અંગે નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર નૈષધ મકવાણા, રાજપીપલા એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના વડા ડૉ. એસ.કે.પટેલ, સરકારી વિનયન કોલેજ-નેત્રંગના પ્રો. જશવંતભાઇ રાઠવા, નિવૃત્ત શિક્ષક અને પત્રકાર દિપકભાઇ જગતાપ અને સેલંબા હાઇસ્કૂલના શિક્ષક મોહનભાઇ રોહીત વગેરેએ તેમના વક્તવ્ય રજૂ કર્યાં હતાં. ઉક્ત ચિંતન શિબિરના અંતિમ સત્રમાં કવિ સંમેલનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

 

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી ૪ ખેલીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

પ્રોહી/જુગાર પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાપેટ્રોલિંગમા હતા.દરમિયાન બાતમી મળેલ કે“ મોટા જાંબુડા ગામે બેગમ ફળીયામાં આવેલ ક્રિકેટનાં મેદાન નજીક વાંસના ઝુંડની વચ્ચે ખુલ્લી જગ્યામાં મોટા જાંબુડા ગામનો સંજયભાઇ હરીસીભાઇ વસાવાનો ગામનાં તેમજ અલગ અલગ ગામનાં ઇસમોને ભેગા કરીપત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૪ આરોપી મહેશભાઇ ઉર્ફે મોન્નો બચુભાઇ દિવેલીયાભાઇ વસાવા ઉં.વ.૩૭, રહે.મોટા જાંબુડા, વિઠ્ઠવ ફળીયુ,તા.નેત્રંગ, જી.ભરૂચ, નારણભાઇ ઉર્ફે નારગો ગીમ્બલાભાઇ ઓકરાભાઇ વસાવા ઉ.વ.પપરહે.મોટા જાંબુડા, મંદિર ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ,કિશનભાઇ ધરમસીંગભાઇ અમરસીંગભાઇ વસાવા ઉ.વ.૨૦, રહે.મોટા જાંબુડા, બેગમ ફળીયુ,તા.નેત્રંગ, જી.ભરૂચ અને ચંદુભાઇ રામસીંગભાઇ ઉમરાભાઇ વસાવા ઉ.વ.૫૦, રહે.બયડી, નિશાળ ફળીયુ,તા.ડેડીયાપાડા,જી.નર્મદા રંગે હાથ પકડાઈ ગયા હતા.

પોલીસે ચારેવ આરોપીઓનીઅંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૪૫૭૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭૩૨૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૮૯૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૩ કુલ કિ.રૂ.૧૫૦૦/- તથા મો.સા.નંગ.-૩ કીં.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૯૩,૩૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી સંજયભાઇ હરીસીંગભાઇ વસાવા,નિલેશભાઇ અમરસીગભાઇ વસાવા,પ્રભુભાઇ માલજીભાઇ વસાવા ત્રણેવ રહે.મોટા જાંબુડા, તા.નેત્રંગ, જી.ભરૂચ,હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા નંબર-ઉ”-22-10-2470 નો ચાલક,હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મો.સા નં.૧-૩-05-૩૫૫-2417ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ખેડુત શિબિરનું કરાયું આયોજન

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડા દ્વારા ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દુધધારા ડેરી અને શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. ધારીખેડાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, સહકારી આગેવાન તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કિશોરસિંહ વાસદીયા,ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘના સંયોજક સુરેન્દ્રસિંહ મહારાઉલજી,નેત્રંગ તાલુકા મંત્રી રમેશભાઇ પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ)ના ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ નેત્રંગ તાલુકા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ, સંગઠનમંત્રી મહેશભાઈ વસાવા, તાલુકા ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ગામીત,જિલ્લા પંચાયત ના સભ્ય  વર્ષાબેન દેશમુખ, સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ તેમજ સભ્ય કિરીટ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

  • ઇકરામ શેખ, ન્યુઝલાઇન,નેત્રંગ

દેવમોગરામાં મહાશિવરાત્રીના દિવસથી પ્રારંભાતા મેળાની પરવાંગી મુદ્દે ધારાસભ્યે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

  • દેવમોગરા ખાતે ભરાતા મહા શિવરાત્રિના મેળાનું આદિવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે: ધારાસભ્ય મહેશ વસાવા

સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજ ની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર ખાતે દર વર્ષે મહા શિવરાત્રીના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી કરવામાં આવે છે, અને આ મેળાનું આદિવાસી સમાજ માં ખુબજ મહત્ત્વ છે.

આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીત-રિવાજ પ્રમાણે નૈવેધ, હિજારી ચઢાવવી વગેરે પ્રથાથી આદિવાસી સમાજ પોતની રીત રીવાજ પ્રમાણે પોતાની વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ જાળવી રાખેલ છે. જેથી આ મેળાની પરમીશન આપવામાં આવે એવી દેડીયાપાડા નાં ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવાએ ભલામણ કરી છે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

અંકલેશ્વર: સગીરા સાથે દુષ્કર્મ આચારનાર ઝડપાયો

અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતો સંતોષ વિનોદભાઈ શુક્લાએ એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ બનાવ અંગે શહેર પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગતરોજ દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ફરાર સંતોષ વિનોદભાઈ શુક્લાને અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આ આરોપી રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરત: માત્ર ૧૧ વર્ષીય બાળાને પીંખી નાંખી કરાઇ ઠંડા કલેજે હત્યા

  • ગુજરાતમાં સુરત ફરી શર્મસાર થયું 

ગુજરાતમાં સુરત ફરી શર્મસાર થયું છે.જયાં માત્ર ૧૧ વર્ષીય બાળાને પીંખી નાખીને તેની હત્યા કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. હજુ ગ્રીષ્મા હત્યા કેસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો સુરતમાં દિલને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે જેમાં માત્ર ૧૧ વર્ષીય બાળા ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે બે શકમંદોની અટકાયત કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આ બનાવને લઈ નરાધમ સામે ફીટકાર વરસી રહ્યો છે.

સુરતના પલસાણાના જોળવામાં આ ધટના સામે આવી છે. પલસાણાના જોળવામાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા સહિત માતા-પિતા એમ ચાર જણા જીવન નિર્વાહ કરી રહ્યા છે. જેમાં માતા-પિતા નોકરી કરતા હતા. દરમિયાન સવારે બંને નોકરીએ ગયા હતા અને બે બાળા ઘરમાં એકલી હતી. ૭ વર્ષીય બાળા કંઈક લેવા માટે બહાર ગઈ હતી, ત્યારે તકનો લાભ લઈને એક અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ૧૧ વર્ષીય બાળા કંઈ સમજે વિચારે તે પહેલાં તેણે નજીકના બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને પોતાની હવસ સંતોષી બાળાને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ મૂકીને બહારથી તાળું મારીને ફરાર થઈ ગયો હતો. બાળા કણસતી હાલતમાં પડી રહી હતી અને સાંજે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે બાળા ન દેખાતાં શોધખોળ હાથ ધરી હતી અને અંતે બિલ્ડિંગમાંથી બાળા મળી આવી હતી અને તેની હાલત જોઈને માતા-પિતા દ્રવી ઊઠ્યા હતા. બાળાને તાકીદે સારવાર માટે ખસેડવામાં આવી હતી પણ ત્યાં બાળાએ અંતિમ શ્વાસ લીધો હતો.

બાળાની હત્યાના પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બાળાનું પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને હવસખોરને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આ કેસમાં બિલ્ડિંગના કોઈ જાણભેદૂનો પણ હાથ હોવાનું જણાઈ રહ્યું છે. બાળાના મોતના પગલે પરિવારમાં આક્રંદ છવાઈ ગયું હતું.

જંબુસર : ટંકારી બંદર કન્યા શાળાના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કરાયું

જંબુસર તાલુકાના ટંકારી બંદર ત્યાં વર્ષો જૂની પ્રાથમિક કન્યા શાળા આવેલી છે.જેમાં ધોરણ એક થી આઠની ૨૦૦ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.શાળાનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હોય ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા રજુઆતો કરવામાં આવી હતી અને પ્રાથમિક કન્યા શાળાના નવીનીકરણ કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યા શાળાનું ૭૦ લાખ જેટલી માતબર રકમ નો ખર્ચ કરી આધુનિક સુવિધાઓથી સજ્જ નવું મકાન જે ત્રણ માળનું આઠ રૂમ તથા શૌચાલય  પીવાના પાણી ફાયર સેફ્ટીની સુવિધા સાથે બનાવવામાં આવ્યું છે. જેની ઉદ્ઘાટન વિધિ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય અને  ટંકારીના પનોતા પુત્ર સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે તથા રિટાયર્ડ શિક્ષક વલીભાઈ એસ એમ સી અધ્યક્ષ રોહિતભાઈ મકવાણાના હસ્તે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી કરાયું હતું.

રિટાયર્ડ શિક્ષક વલીભાઈએ પુરાની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે પહેલા મિશ્ર શાળા હતી અને બ્રિટિશ સરકાર દ્વારા ત્રણ રૂમ બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ  સોલંકી માજી સરપંચ તેમજ ત્રણ રૂમ બનાવ્યા કાનજીભાઈ માજી સરપંચ દ્વારા પાંચ રૂમ બનાવ્યાં હતાં જેથી કુમારશાળાના હાલ ત્રણ રૂમ બ્રિટિશ સમયના અને ૮ રૂમ ગુજરાત સરકારના મળી કુલ ૧૧ રૂમો છે. આ શાળામાં સુંદર સંસ્કાર જ્ઞાન થકી ગામની શાળાની પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી તથા શિક્ષણ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. બાળકને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી વધુ સારો અભ્યાસ કરે બાળકોએ  કેળવણી રાખવી પડશે આગામી સમયમાં  કુમાર શાળાનું પણ ખાતમુરત કરવામાં આવશે તેમ ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું. આ નવનિર્મિત મકાનના ઉદ્ઘાટન પ્રસંગે રનકીપર સરપંચ જિલ્લા અગ્રણી પ્રભાતભાઈ મકવાણા આચાર્ય કોસમીયા ઉષાબેન સોલંકી સહિત ગામ અગ્રણીઓ શાળા સ્ટાફ  હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

પાનોલીમાં લોકડાયરામાં રિવોલ્વરથી 3 વખત હવામાં કરાયું ફાયરિંગ

  • ભરૂચ જિલ્લા BJP પ્રમુખ, ધારાસભ્યો એ પણ હાજરી આપી હતી

  • ફાયરિંગ કરનાર વિક્રમ ભરવાડ નામના યુવાનને CR પાટીલ સાથે ઘરોબાની વિગતો આવી સામે

  • રૂપિયાનો પણ વરસાદ કરાયો હતો, રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરવા હિલચાલ

અંકલેશ્વરના પાનોલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલન તેમજ શાકોત્સવ યોજાયો હતો. જેમાં ભાજપ BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સુરત અને ભરૂચ જિલ્લાના ભાજપ અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પતિલની રક્તતુલા પણ કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વિધાનસભા ઉપદંડક ભરૂચ MLA દુષ્યંત પટેલ, અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલ સહિત લિબાયત અને સુરતના ભાજપ પદાધિકારી અને આગેવાનો પણ હાજર હતા.રાતે યોજાયેલા લોક ડાયરામાં નોટોના વરસાદ વચ્ચે વિક્રમ ભરવાડ નામના યુવાને પિસ્તોલથી હવામાં 3 ફાયરિંગ કેયું હતું. જેનો વિડીયો વાયરલ થતા હવે રાજકીય ચણભણાટ અને ખળભળાટ પણ શરૂ થઈ ગયો છે.ફાયરિંગ કરનાર આ યુવાનના BJP પ્રદેશ અધ્યક્ષ સાથે સોશ્યલ મીડિયા ઉપર ફોટા પણ મુકેલા છે અને ઘરોબો હોવાનું પણ હવે ચર્ચાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડાયરાના સમયે યુવાને ફાયરિંગ કર્યું ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત અન્ય MLA, MP અને ભાજપના પ્રમુખ ત્યાં હાજર હતા કે નહીં તેના ઉપર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ હવે ડાયરામાં ફાયરિંગમાં કયો ગુનો નોંધે છે. તેતો આવનાર સમય જ બતાવશે.

દેવમોગરા:પાંડોરી માતાજીના મંદિરે મહાશિવરાત્રિના દિવસથી પ્રારંભાતો મેળો ચાલુ વર્ષે મોકૂફ રખાયો

  • દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં સર્વાનુમતે લેવાયેલો નિર્ણય

સાગબારા તાલુકામાં  દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રિના દિવસથી શરૂ થતાં મેળાની ઉજવણી ચાલુ વર્ષે પણ કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને લોકોનું સ્વાસ્થય  અને સલામતી  જળવાઇ રહે તેવા ઉમદા હેતુથી જાહેરહિતમાં  મોકૂફ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને મંદિરે દર્શનાર્થે આવનાર શ્રધ્ધાળુઓ માટે કોવિડ-૧૯ ની સ્થાયી સુચનાઓ-માર્ગદર્શિકા-પ્રોટોકોલ સહિતની કેટલીક બાબતોનું ચૂસ્ત પાલન થાય તે સુનિશ્વિત કરવા દિશાનિર્દેશ અપાયા છે.

દેડીયાપાડાના પ્રાંત અધિકારી દિપક બારીયાના અધ્યક્ષપદે તાજેતરમાં મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટ-દેવમોગરાના પ્રમુખ તથા સભ્યઓ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા બાદ મહાશિવરાત્રિના  રોજથી પ્રારંભાતા દેવમોગરા ખાતેનો મેળો ચાલુ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સાર્વજનિક માઇ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ-સરપંચ સાથે ચર્ચા થયા મુજબ  દર વર્ષની જેમ આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાનવિધિમાં બહોળી સંખ્યામાં લોકો ભેગા થઇ શકશે નહિ તેની તકેદારી રાખવી અને વધુમાં વધુ ૧૫૦ શ્રધ્ધાળુઓથી સંખ્યા વધવી જોઇએ નહીં. દેવમોગરા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રહેશે. મંદિરના ત્રણેવ ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે સેનીટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે તથા અન્ય કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. મંદિરના ગેટ ઉપર તથા અન્ય જગ્યાએ મેળાનું આયોજન કરેલ નથી તેવી સૂચના પ્રદર્શિત કરવાની રહેશે.

શ્રધ્ધાળુઓએ રાતવાસો કરવાને બદલે ફક્ત દર્શન કરીને સ્થળ છોડી જવાનું રહેશે. લાઉડ સ્પીકર પર મોટેથી તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. મંદિરને ખોલતા પહેલા અને મંદિર બંધ કરતી વખતે નિયત ધોરણોનું પાલન કરીને સેનિટાઇઝ કરવાનું રહેશે. મંદિરના કમ્પાઉન્ડમાં આવેલી દુકાનો સવારે ૫:૦૦  કલાકથી રાત્રીના ૧૧:૦૦  કલાક સુધી ખૂલ્લી રાખી શકાશે. મંદિરના કમ્પાઉન્ડમાં મોટો જનસમુદાય એકત્રીત ન થાય તે સુનિશ્વિત કરવાની સાથોસાથ  સરકારની કોવિડ-૧૯ ની સ્થાયી/ વખતો વખતની સુચનાઓ અને ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

જંબુસર : પરમ પૂજ્ય દાદા ભગવાનનો સત્સંગ કાર્યક્રમ કૃષ્ણ મંદિર ખાતે યોજાયો

આત્મજ્ઞાની પૂજ્ય ડોક્ટર નીરુમાં તથા પુજ્ય દિપકભાઈ ના આશીર્વાદ પ્રાપ્ત  આપ્તપુત્ર નો સત્સંગ જંબુસર ખાતે યોજાયેલ જેમાં નિલેશભાઈએ ઉપસ્થિતોને મૂંઝવતા પ્રશ્નોનાં સમાધાન મેળવવા જરૂરી માર્ગદર્શન આશીર્વાદ આપ્યાં હતાં.

અંબાલાલ મૂળજીભાઈ પટેલ ભાદરણ ગામના જેઓને જૂન ઓગણીસો અઠ્ઠાવનમા સુરતના પ્લેટફોર્મ પર આધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્યરુપ એક કલાકમાં વિશ્વદર્શન લાદ્યુ હતું અને જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા અને એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે અન્યને પણ જ્ઞાન પ્રયોગથી પ્રાપ્ત કરાવી આપતા એ પરમ પૂજ્ય દાદા ભગવાન  હું પોતે ભગવાન નથી મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાન છે. વેપારમાં ધર્મ ઘટે ધર્મમાં વેપારના ઘટે આમ દાદાશ્રી ગામેગામ દેશવિદેશ પરિભ્રમણ કરી મુમુક્ષુ જીવોને સત્સંગ  તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા દાદાએ પોતાની હયાતીમાં પૂજ્ય ડોક્ટર નીરુમાને જ્ઞાન સિદ્ધિ  આપેલ ત્યારબાદ પૂજ્ય દીપકભાઇ દેસાઇ ને સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ તે જ રીતે પુજ્ય દિપકભાઈ ના આશીર્વાદ પ્રાપ્ત આપ્તપુત્ર નિલેશભાઇનો સત્સંગ કાર્યક્રમ જંબુસર શહેરના શ્રીકૃષ્ણના મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો.

જેમાં  જીવનમાં સુખ શાંતિ આનંદ કેમ અનુભવાતાં નથી મોક્ષ એટલે શું ચિંતા અને ટેન્શન વગરનું જીવન શક્ય છે જીવન કેવી રીતે જીવવું આત્મસ્વરૂપ અને અહંકાર સહિતના  મનુષ્યને મૂંઝવતા પ્રશ્નોનાં સમાધાન અંગે ઉપસ્થિતોને સમજાવ્યું હતું. તથા આગામી બાર અને તેર માર્ચના રોજ પૂજ્ય દીપકભાઇ ના સાંનિધ્યમાં વડોદરા ખાતે પ્રશ્નોતરી સત્સંગ અને જ્ઞાન વિધિ રાખવામાં આવી હોય સૌએ લાભ લેવા જણાવ્યું હતું. જંબુસર ખાતે યોજાયેલા સત્સંગ કાર્યક્રમમાં  હિતેન્દ્રસિંહ ઠાકોર રાજેન્દ્રભાઇ ચૌહાણ પુનમભાઈ પટેલ સહિત  ગાયત્રીનગર અવધૂત નગર હાઉસિંગ સોસાયટીના રહિશોએ લાભ લીધો હતો.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન,જંબુસર
error: Content is protected !!