The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 171

જંબુસર :કંબોઇ ખાતે સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત લેતાજિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી

રાજયના માર્ગ-મકાન,વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન,પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જંબુસર તાલુકાના કંબોઇ ખાતે આવેલા સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ મંત્રીએ દરિયામાં આવેલા સ્તંભેશ્વર મહાદેવની પૂજા-અર્ચના અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ આ વેળા યજ્ઞશાળાની મુલાકાત લઇ છેલ્લા કેટલાય વર્ષોથી શિવરાત્રી પર્વે ચાલતા મહારૂદ્ર યજ્ઞના દર્શન કર્યા હતા.

આ મુલાકાત વેળાએ મંત્રીએ જણાવ્યું હતું કે  ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન મંદિરો ઐતિહાસિક મહત્તા ધરાવતા છે આજે સ્કંદપુરાણમાં ઉલ્લેખનીય સ્તંભેશ્વર મહાદેવનું મંદિર કે જેના દર્શન- પૂજા કરી હું ધન્યતા અનુભવું છું. યાત્રાધામએ દરેક વ્યકિતની આસ્થા સાથે જોડાયેલો છે આસ્થા અને શ્રધ્ધા હિન્દુસ્તાનની મૂળભૂત સંસ્કૃતિમાં છે.આસ્થા,શ્રધ્ધા અને મંદિરનું મહત્વ સમજાવી મંત્રીએ  શિવરાત્રીની પૂર્વે ભગવાન શિવજીની આરાધના કરવા માટે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો તે બદલ મંદિરના ટ્રસ્ટીગણનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે  ગુજરાત સરકારે આ યાત્રાધામમાં પાંચ કરોડ રૂપિયાનું અનુદાન કર્યું છે જેને કારણે મંદિરનો વિકાસ થાય અને સારામાં સારી સુવિધા લોકોને પ્રાપ્ત થાય તેવો  ઉમદા હેતુ રહેલો છેઆ પ્રસંગે કંબોઇ આશ્રમના અધિષ્ઠાતા પૂ. વિધાનંદજી મહારાજે સ્કંદપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવની મહત્તા સમજાવી હતી. આ વેળાએ મંદિરના ટ્રસ્ટીગણ ધ્વારા મંત્રી પૂર્ણેશભાઇ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્તંભેશ્વર આશ્રમની મુલાકાત વેળાએ મંત્રી સાથે સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય મંત્રી અરવિંદભાઇ બ્રહમભટૃ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાન પદાધિકારીઓ, મંદિરના ટ્રસ્ટીગણ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમની મદદથી બોરવેલમાં ફસાયેલ બાળકનું કરાયું રેશ્ક્યુ

  • રાજસ્થાન ના સિકર જિલ્લાના નાડા ચારણવાસ ગામે હાથ ધર્યું હતું બચાવ અભિયાન.

એન.ડી.આર.એફ. વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગ થી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમ ને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે.

રાજસ્થાન ના સીકર જિલ્લાના નાડા ચારણવાસ ગામમાં ગિરધારીલાલનો ૪ વર્ષની ઉંમરનો પુત્ર રવીન્દ્ર એક ખુલ્લા બોરવેલમાં સરકી જવાને લીધે ફસાઈ જતાં કટોકટી સર્જાઈ હતી. જિલ્લા પ્રશાસન દ્વારા આ બાળકને હેમખેમ ઉગારી લેવા વડોદરા એન.ડી.આર.એફ.ની મદદ માંગવામાં આવી હતી.તેના અનુસંધાને કુલદીપસિંઘ અને યોગેશ મીનાની ટીમે નાગરિક સંરક્ષણ દળ,રાજ્ય આપદા પ્રબંધન દળ અને સ્થાનિક પોલીસના સહયોગ થી બચાવ અભિયાન આદર્યું હતું.

આ તમામે કટોકટીના સંજોગોમાં સૂઝબૂઝ દાખવી અને સંકલન થી બચાવ કાર્ય હાથ ધરી શુક્રવારની સાંજના ૫.૩૦ કલાકે આ બાળકને બોરવેલમાં થી બહાર કાઢી જરૂરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું હતું. વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે એન.ડી.આર.એફ., વડોદરાના આ સેવાકર્મીઓ ની જીવન રક્ષક સેવાઓને બિરદાવી છે.

નેત્રંગ ગ્રામ પંચાયતે રૂ.2.76 લાખનું બિલ ન ભરતાં વીજ જોડાણ કપાયું

નેત્રંગ ટાઉનમાં વીજબીલ ન ભરાતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નેત્રંગ ગ્રામ પંચાયતનું વીજ મીટર કાપી નાંખતા ટાઉનના લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો, કે સત્તાનું ભલે પરિવર્તન થયુ પણ સમસ્યાઓ ઠેર ની ઠેર રહી છે. ગ્રામ પંચાયતમાં વેરો યોગ્ય સમયે ભરાતો હોવા છતાં 18 કરોડનું બજેટ ધરાવતી ગ્રામ પંચાયત સામાન્ય વીજ બીલ ભરવામાં ઉણી ઉતરી છે.

બીજી બાજુ ટાઉનમાં સ્ટ્રીટ લાઈટની જાણવણી પણ યોગ્ય રીતે નથી થતી. દિવસે પણ લાલ મન્ડોટી વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતી જોવા મળે છે. આમ, નવી બોડી બેઠી પણ કામગીરી અને વહીવટી કુનેહના અભાવે ગ્રામ પંચાયતનું વિજ જોડાણ કયાયું હતું.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચ : જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો

  • ભરૂચ જિલ્લાના​​​​​​​ 6317 લાભાર્થીઓને 20 કરોડની સાધન સહાય અપાઈ

ભરૂચ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે 6317 લાભાર્થીઓને રૂપિયા 20 કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ વેળા મંત્રીએ 0થી 19 વર્ષની વયના બાળકો-કિશોરોની સ્વાસ્થ્ય ચકાસણી માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને 26 RBSK વાનની ફાળવણી પૈકી પ્રતિકરૂપે 4 વાનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભરૂચની કે.જે.પોલિટેકનીક કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રોજગાર મેળવી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તેવાં આશયથી જરૂરતમંદ લોકોને પ્રત્યક્ષ અને હાથોહાથ સહાય આપવાના અભિગમથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી. જે પરંપરાને રાજ્ય સરકારે જાળવી રાખી છે. મંત્રીએ આ સંદર્ભે કહ્યું કે, વર્ષ 2009થી ગરીબ કલ્યાણ મેળા થકી લાખો ગરીબોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકાયું છે.વચેટીયા પ્રથા નાબૂદ કરીને સ્થાનિક પ્રશાસનની મદદથી શોધી-શોધીને લાખો લાભાર્થીઓને એક જ સમયે, એક જ સ્થળે સીધો તેમના હાથમાં જ લાભ આપવામાં આવે છે. જેનાથી ગરીબોના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો માહોલ સર્જાયો હોવાનું જણાવી લાભાર્થીઓને મળેલી સાધન સહાયનો યોગ્ય ઉપયોગ કરી પરિવારનું જીવનધોરણ સુધારવાનો સૌ લાભાર્થીને અનુરોધ કર્યો હતો.

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારમાં આઝાદીનાં અમૃતપર્વ નિમિત્તે યોજાયો પુસ્તક સંવાદ

  • માતૃભાષા અને સાહિત્યને અર્પ્ય ..

સાહિત્ય એ આત્માની, ભાવાનુભૂતિની છે. સંવેદનાની કલા છે જે ભાવકના મન, હૃદયને તેની ઊર્મિઓને ઝંકૃત કરી સંવેદનામય બનાવે છે. સુચારુ સમાજનાં નિર્માણમાં તેની ખૂબ મોટી ભૂમિકા બને છે, જે માનવમનનાં ખેડાણને સમૃપ્ય વિચારોના બીજ વાવેતરથી સમાજ, સંસ્કૃતિ અને સસ્કારોને ઘડે છે શાળા તેનું સૌથી મોટું માધ્યમ છે.

શિક્ષકો, બાળકોમાં સાહિત્ય રસ કેળવાય તે માટે અગ્રે શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે દર મહિનાની આખર તારીખે પુસ્તક સંવાદ યોજે છે. જે તેની આગવી વિશિષ્ટ સિધ્ધિ સમો છે. વિદ્યાર્થીઓના ધોરણ વર્ગ પમાણે અસંખ્ય પુસ્તક સંવાદ પણ થયા છે. જેથી બાળકો વાંચતાં શીખ્યા છે.

પરંતુ શિક્ષકો ને માટે 1999 થી શરૂ કરેલી આ સાહિત્ય શ્રેણીનું, 199 મું સોપાન,200 મું 201 મું સોપાન અનુકુમે સતત ત્રણ દિવસ શાળામાં યોજાઇ રહ્યું જેમાં સાહિત્ય જગત, સમાજ જીવનના વિદ્વવત, વિદ્વાનો સાહિત્યકારો મહેન્દ્રભાઇ ત્રિવેદી (પૂર્વ ગૃહમંત્રી -1995), રઈશ મનીઆર તથા રાઘવજી માધડ શાળામાં ઉપસ્થિત રહી પુસ્તક સંવાદ આપ્યો હતો. જેમાં તા.26/02/2022 ના રોજ યોજાયેલ 199 માં પુસ્તક સંવાદમાં વક્તા મહેન્દ્રભાઇ ત્રિવેદી એ લેખક મૂકુન્દ પસશર્ય લેખિત “શ્રી પલ્ષાશંકર પદણી  વ્યક્તિત્વદર્શન” પુસ્તક ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

એક સામાન્ય શિક્ષકમાંથી નોકરીની શરૂખાત કરી અને ભાવનગર રાજયનાં દિવાનપદ સુધી કેવી રીતે પહોંચ્યા એ તેમની ગરવી ગાથાને રજૂ કરતાં મહેન્દ્રભાઈ તેમના રાજકીય આચાર વિચારે કેટલા શુધ્ધ હતા તે ગુણો વિજ્ઞે વાત કરી એક રાજકીય નેતૃત્વ ધરાવતી વ્યક્તિએ કેવી રીતે વર્તવુ જોઇએ રાષ્ટ, સમાજ અને રાજય માટે તેની શું ભૂમિકા છે તેની વાતો દ્વારા, તેમના કાર્યની પભાશંકર પટણીનાં સ્નેહ -સૌજન્ય, પરહિત પરાયણતા, નિરભિમાનની, નિસ્પૃહતા .સહ્દયતા, દ્રડતાની સાથે કોમળતા ત્યાગ વગેરે મહાન ગુણોની વિરલ રાજપુરુષ તરીકેની છબિ તેમણે રજૂ કરી હતી. આ પુસ્તક સંવાદમાં ટ્રસ્ટી તથા ભરૂયનાં અગ્રણીઓ, સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના ઓલપાડ અને ભરૂચના હાંસોટની ઈન્ડસ્ટ્રીઝમાંથી છોડવામાં આવતા ગંદા પાણી બાબતે બેઠક યોજાઈ

  • કૃષિરાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સુરત જિલ્લાના ઓલપાડ અને ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના પ્રદુષિત પાણી છોડવા બાબતે કૃષિરાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત અને ભરૂચ જિલ્લાના કલેકટર, જીપીસીબીના અધિકારીઓ, ગામના સરપંચો, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ, એસોસિયેશનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રદૂષિત પાણીને બંધ કરવા માટે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝ પર્યાવરણને પ્રદૂષિત કર્યા વિના કાર્યરત રહે અને સૌને રોજીરોટી મળતી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. લોકોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તે રીતે ઔદ્યોગિક એકમો કાર્ય કરે તેવી હિમાયત તેમણે કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારમાંથી ઓલપાડ તાલુકાના દેલાડ ખાતે સીઈપીટી પ્લાન્ટ તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યો છે, જે સત્વરે શરૂ થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને દરેક ઈન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ચકાસણી કરીને કાર્ય કરવા જણાવ્યું હતું.

સાયણની આસપાસના વિવિધ ઈન્ડસ્ટ્રીઝોના પ્રમુખોએ પણ પોતાની રજુઆતો કરીને પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી અને જે ફેકટરીઓ પોતાના ETP પ્લાન્ટ ચલાવતા ન હોય તો તેની સામે કાર્યવાહી કરવાની હિમાયત તેઓએ કરી હતી.

આ બેઠકમાં સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, દ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતી, જીપીસીબીના અધિકારીઓ, સાયણ આસપાસના ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

અંક્લેશ્વર :સંજાલી ખાતે ચાલતુ જુગાર ધામ ઝડપાયું

  • ભરૂચ એલ.સી.બીએ દરોડા પાડી રૂ. ૧.૦૪.૨૬૦/-ના મુદ્દામાલ સાથે ૧૦ની કરી અટકાયત

ભરૂચ જીલ્લામાં દારૂ/જુગાર ની પ્રવૃત્તિ નાબુદ કરવા પ્રોહી/જુગાર ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ અનુસંધાને દારૂ/જુગાર પ્રવુતિ નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવ્યા હતા.

જે અંનુસંધાને ભરૂચ એલ.સી.બીના પોલીસ માણસો ની અલગ અલગ ટીમ કાર્યરત હતી દરમ્યાન એલ.સી.બી ટીમને ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર તાલુકાના સંજાલીગામે હોળીચકલા વિસ્તારના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા ગોવિંદભાઇ કાંતીભાઇ પટેલ બહારથી માણસો બોલાવી પત્તાપાના વડે રૂપિયાની હાર જીત નો જુગાર રમી રમાડે છે.

જે બાતમી આધારે એલ.સી.બી ની ટીમે સંજાલીગામે જુગાર પ્રવુત્તિ અંગે રેડ કરી કુલ – ૧૦ જુગારીયાઓમાં ગોવિંદભાઇ કાંતીભાઇ પટેલ રહે- શોભનાબહેન પટેલના મકાનમાં હોડીચકલા ફળીયુ સંજાલીગામ તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે કામલીગામ તા ઉંઝા જી મહેસાણા, સુર્યપ્રકાશ ઉર્ફે ડબલુસીંગ શ્રીરામ ભવનસીંગ જાતે સીંગ રહે- મકાન નં સી ૧૬ અંબીકાનગર    રાજકુમાર ગુપ્તાના મકાનમાં ગડખોલગામ તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે નરસિંહપુર કબરહા તા.ખાગા જી ફતેપુર ઉત્તરપ્રદેશ,ઇમ્તીયાઝ ઇલ્યાશ ગોરી રહે નવાગામ કરારવેલ ઉભુફળીયુ તા અંકલેશ્વર જી ભરૂચ, ઇકબાલ કાસમ ચૌહાણ રહે. નવાગામ કરારવેલ બસડેપો ફળીયુ તા અંકલેશ્વર જી ભરૂચ, જાવીદ ઇસ્માઇલ ડાભી રહે. નવાગામ કરારવેલ બસડેપો ફળીયુ તા અંકલેશ્વર જી ભરૂચ,કલ્પેશભાઇ નગીનભાઇ વસાવા રહે પાનોલી પ્લોટ નં ૪૦૭ ઓમકાર કેમીકલ કંપનીની રૂમમાં અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે સંભોઇ તા કરજણ જી વડોદરા,લલીતભાઇ મોરારભાઇ પરમાર રહે સકાટા ચોકડી ગુજરાત કાટા પાસે જેતુલભાઇના મકાનમાં સંજાલીગામ તા અંકલેશ્વર મુળ રહે રોહોદ પરમાર ફળીયુ તા હાંસોટ જી ભરૂચ, અંબીકાદાસ રધુનાથદાસ જાતે દાસ રહે હાલ સીરાજ બીલ્લીની રૂમ નં ર સંજાલીગામ તા.અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે મકદુમપુર પદરીયા થાના કરજા મી મુઝફરપુર બીહાર,વસંતભાઇ કાંતીભાઇ પટેલ રહે શોભનાબહેન પટેલના મકાનમાં હોડીચકલા ફળીયુ સંજાલીગામ તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે કામલીગામ તા ઉંઝા જી મહેસાણા, શંકરભાઇ કેશવલાલ પંડયા રહે પાનોલી આર.એસ.પી.એલ કંપની પાસે નહેરઉપર ઝુપડામાં મુળ રહે એંરજ તા માતર જી ખેડાને દાવ તથા અંગઝડતી ના રોકડા રૂપીયા ૨૨૨૬૦/-,મોબાઇલ નંગ ૧૦ કિ રૂ ૩૭૦૦૦/-, વાહન નંગ ૦૨ કિ રૂ ૪૫૦૦૦/-,કુલ રૂ. ૧.૦૪.૨૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

વાગરાના સારણમાં ગાડી કેમ ઉભી રાખી છે તેમ કહીં 7 જણાનો હુમલો,૧ ઘાયલ

ભરૂચ જિલ્લાના વાગરાના વાંટા ફળિયામાં રહેતો શકીલ ઐયુબ રાજ સારણ ગામે આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાનમાં સારણ ગામે જ રહેતાં તેના મામાના ઘરે તેમના પીર જલાઉદ્દીન બાવા આવ્યાં હોઇ તે તેમની મુલાકાત લેવા માટે બાઇક પર જઇ રહ્યો હતો. તે વેળાં એક થાર કારમાં સારણ ગામનો અખ્તર મહેબુબ રાજ તેની બાજુમાં જ કાર ચાલવી તેની બાઇક રોડની સાઇડમાં દિાલમાં અથડાય તેમ ચલાવતાં શકીલે તેની બાઇક રોકી દીધી હતી.

બાદમાં કારમાંથી અખ્તર તેની કારમાંથી ઉતરી તે રસ્તામાં કેમ બાઇક ઉભી રાખી કહીં તેમજ તેને ધમકાવ્યો હતો કે, મારા ભાઇ કલીમ વિરૂદ્ધ તારા મામાના દિકરા શહેઝાદન ઉશ્કેરી તે ફરીયાદ અપાવી છે તેમ કહીં તેની સાથે ઝઘડો કર્યો હતો. અખ્તરનું ઉપરાંણું લઇ લાલાબાપુ ઉર્ફે ઇમ્તિયાઝ મહેબુબ રાજ, સહેબાઝ ભારતસંગ રાજ, શબ્બીર સિકંદર રાજ તેમજ અન્ય ત્રણ જણા મળી 7 જણાએ તેના પર ધારીયા, ડાંગ સહિતના હથિયાર વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં આસપાસના લોકોએ તેને મારમાંથી બચાવ્યો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં વાગરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી છે.

જરૂરી તકેદારી રાખવાના સુચન સાથે દેવમોગરાના મેળાને આખરે સરકારે આપી લીલીઝંડી

૩ વર્ષથી કોરોના ને કારણે બંધ આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ મેલા જે શિવરાત્રીના દિવસે થી શરૂઆત થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ દરમ્યાન પાંચલાખ કરતા પણ વધારે ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે 200 સ્થાનિક વેપારીઓ અને 100 જેટલા બહાર થી આવનારા વેપારીઓ ને પણ સારી આવક થતી હોય છે એટલે આ મેળો ભક્તિ સાથે આર્થિક રીતે પણ જરૂરી હોય છતાં સરકારી આધિકારીઓને 5 દિવસની ડ્યુટી લાગે એટલે પોતાના હિસાબે કોરોના ના બહાના હેઠળ મેળો રદ કરી આયોજન કરી દીધું.

પરંતુ લાખો ભકતોની શ્રદ્ધાનું શુ લાખો ભક્તો ત્રણ વર્ષથી પોતાની બાધાઓ પુરી નથી કરી શક્ય પોતાની મન્નત નથી માની શક્યા તમામ બાબતો ને લઈને ભક્તો નો રોષ હોય દિવ્યભાસ્કર અખબારે 5 કરોડ થી વધુના નુકસાની ની વાત પણ કરી હતી આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો એટલું જ નહીં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આગેવાનો એ પણ વિરોધ ઉઠાવ્યો હતો. જેથી રાજ્ય સરકારે આ મેળા માટે લીલો ઝંડી આપતા આખરે પ્રાંત ડેડીયાપાડા કચેરી ખાતે મેળાના આયોજન ની તૈયારી માટે મિટિંગ બોલાવી આયોજન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાન વિધિમાં-ખુલ્લામાં સ્થળની ક્ષમતાના મહત્તમ 75% વ્યક્તિઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ 50% ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. તેમજ દેવમોગરા માતાજીના દર્શનનો સમય 24 કલાક સુધીનો રાખવા, ત્રણેય ગેટ પાસે આવનાર શ્રધ્ધાળુઓ માટે થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર્શની સુવિધા તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા અન્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા ટ્રસ્ટી / સરપંચને જરૂરી સુચનો કર્યા હતાં.

કોઈ રાત્રી રોકાણ કરશે નહિ મંદીરના કંપાઉન્ડમાં આવેલી દુકાનો સવારે 5 કલાકથી રાત્રે 11 કલાક સુધી ખુલ્લી રાખવાની સાથે મેડીકલ ટીમની વ્યવસ્થા કરવાની રહેશે. પોલીસ વિભાગ ધ્વારા પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં રાખવા, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખવા, DGVCL-સાગબારાને સ્ટ્રીટ લાઇટમાં વધારો કરવાની જરૂરી સૂચના આપી હતી.

૨૪મી ફેબ્રુઆરીએ ગુરુવારે નર્મદા મહાઆરતી વેબસાઇટનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે ઇ-લોકાર્પણ

એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે ઘાટનું નિર્માણ કરી શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પ્રાયોગિક ધોરણે આરંભ કરાયો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે અત્રે આવનાર પ્રવાસીઓ માટે  નર્મદા મહાઆરતી એક અનન્ય આકર્ષણ બની રહેશે તે નિશ્ચિત છે.

શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આ સદકાર્ય માટે વેબસાઇટ વિકસાવવામાં આવી છે જેનું આગામી તારીખ – ૨૪/૦૨/૨૦૨૨,ગુરૂવારના રોજ ગુજરાતનાં યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં શૂલપાણેશ્વર મહાદેવની મહાપૂજા બાદ ઇ-લોકાર્પણ કરાશે. www.narmadamahaaarti.in વેબસાઇટ શ્રદ્ધાળુઓ માટે અતિઉપયોગી અને માહિતીસભર બની રહેશે તેવો અમને આશાવાદ છે.

શિવપુત્રી નર્મદા દુનિયાની એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા પણ કરવામાં આવે છે. ભગવાન મહાદેવે મા નર્મદાજીનાં પ્રાગટ્ય અવસરે એવા આશીર્વાદ આપ્યા હતાં કે, મા નર્મદાજીનાં કિનારે પ્રત્યેક કંકર શંકર કહેવાશે માટે નર્મદા નદીનો કાંઠો અતિપવિત્ર માનવામાં આવે છે.

નર્મદા નદીનાં માહાત્મ્ય ને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પરિકલ્પનાને સાકાર કરવા માટે શ્રી શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રતિદિન પૂરા રીત-રીવાજ અને મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહા-આરતીનું આયોજન કરવામાં આવે છે. પવિત્ર વાતાવરણમાં ૭ પૂજારીશ્રીઓ દ્વારા મા નર્મદાજીની આરતી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનાં ગાન સાથે ધૂપ-આરતીથી નર્મદાજીને અર્ઘ્ય આપવામાં આવે છે. સંગીતવૃંદ દ્વારા સુંદર આરતી રજૂ કરવામાં આવે છે જેથી વાતાવરણમાં અતિ પવિત્રતા છવાઇ જાય છે.

વેબસાઈટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીની યજમાનીનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઇ શકશે.આ ઉપરાંત આદિવાસી ખેડુતની જમીનમાં પકવેલા અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતી સ્થળે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે ઉપરાંત મહાઆરતીના યજમાન માટે અન્ય દેવસ્થાનોના પ્રમાણમાં ખુબ જ ઓછા દર સાથે અત્રે આવનાર શ્રદ્ધાળુઓ માટે પણ લાભ ઉપલબ્ધ કરાવવા સારૂ નિર્ણય કરાયો હતો.

આ સુવિધા/સેવા થકી થનાર આવક્થી મંદિર ટ્રસ્ટ પગભર બની શકે અને અત્રે આવનાર પ્રત્યેક શ્રધ્ધાળુ લાભ લઇ શકે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે ઉપરોકત દરો મંદીર ટ્રસ્ટની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા. અને આ થકી થનાર આવકનો ઉપયોગ  નર્મદા મહાઆરતી ઘાટ અને મંદિર પરીસરની સાફ્સફાઇ,જાળવણી અને મરામત પાછળ કરવામાં આવનાર છે.

error: Content is protected !!