ભરૂચ જિલ્લાના વાગરાના વાંટા ફળિયામાં રહેતો શકીલ ઐયુબ રાજ સારણ ગામે આવેલાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાનમાં સારણ ગામે જ રહેતાં તેના મામાના ઘરે તેમના પીર જલાઉદ્દીન બાવા આવ્યાં હોઇ તે તેમની મુલાકાત લેવા માટે બાઇક પર જઇ રહ્યો હતો. તે વેળાં એક થાર કારમાં સારણ ગામનો અખ્તર મહેબુબ રાજ તેની બાજુમાં જ કાર ચાલવી તેની બાઇક રોડની સાઇડમાં દિાલમાં અથડાય તેમ ચલાવતાં શકીલે તેની બાઇક રોકી દીધી હતી.
બાદમાં કારમાંથી અખ્તર તેની કારમાંથી ઉતરી તે રસ્તામાં કેમ બાઇક ઉભી રાખી કહીં તેમજ તેને ધમકાવ્યો હતો કે, મારા ભાઇ કલીમ વિરૂદ્ધ તારા મામાના દિકરા શહેઝાદન ઉશ્કેરી તે ફરીયાદ અપાવી છે તેમ કહીં તેની સાથે ઝઘડો કર્યો હતો. અખ્તરનું ઉપરાંણું લઇ લાલાબાપુ ઉર્ફે ઇમ્તિયાઝ મહેબુબ રાજ, સહેબાઝ ભારતસંગ રાજ, શબ્બીર સિકંદર રાજ તેમજ અન્ય ત્રણ જણા મળી 7 જણાએ તેના પર ધારીયા, ડાંગ સહિતના હથિયાર વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાનમાં આસપાસના લોકોએ તેને મારમાંથી બચાવ્યો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં વાગરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી છે.