- ભરૂચ એલ.સી.બીએ દરોડા પાડી રૂ. ૧.૦૪.૨૬૦/-ના મુદ્દામાલ સાથે ૧૦ની કરી અટકાયત
ભરૂચ જીલ્લામાં દારૂ/જુગાર ની પ્રવૃત્તિ નાબુદ કરવા પ્રોહી/જુગાર ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ અનુસંધાને દારૂ/જુગાર પ્રવુતિ નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવ્યા હતા.
જે અંનુસંધાને ભરૂચ એલ.સી.બીના પોલીસ માણસો ની અલગ અલગ ટીમ કાર્યરત હતી દરમ્યાન એલ.સી.બી ટીમને ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર તાલુકાના સંજાલીગામે હોળીચકલા વિસ્તારના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા ગોવિંદભાઇ કાંતીભાઇ પટેલ બહારથી માણસો બોલાવી પત્તાપાના વડે રૂપિયાની હાર જીત નો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે એલ.સી.બી ની ટીમે સંજાલીગામે જુગાર પ્રવુત્તિ અંગે રેડ કરી કુલ – ૧૦ જુગારીયાઓમાં ગોવિંદભાઇ કાંતીભાઇ પટેલ રહે- શોભનાબહેન પટેલના મકાનમાં હોડીચકલા ફળીયુ સંજાલીગામ તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે કામલીગામ તા ઉંઝા જી મહેસાણા, સુર્યપ્રકાશ ઉર્ફે ડબલુસીંગ શ્રીરામ ભવનસીંગ જાતે સીંગ રહે- મકાન નં સી ૧૬ અંબીકાનગર રાજકુમાર ગુપ્તાના મકાનમાં ગડખોલગામ તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે નરસિંહપુર કબરહા તા.ખાગા જી ફતેપુર ઉત્તરપ્રદેશ,ઇમ્તીયાઝ ઇલ્યાશ ગોરી રહે નવાગામ કરારવેલ ઉભુફળીયુ તા અંકલેશ્વર જી ભરૂચ, ઇકબાલ કાસમ ચૌહાણ રહે. નવાગામ કરારવેલ બસડેપો ફળીયુ તા અંકલેશ્વર જી ભરૂચ, જાવીદ ઇસ્માઇલ ડાભી રહે. નવાગામ કરારવેલ બસડેપો ફળીયુ તા અંકલેશ્વર જી ભરૂચ,કલ્પેશભાઇ નગીનભાઇ વસાવા રહે પાનોલી પ્લોટ નં ૪૦૭ ઓમકાર કેમીકલ કંપનીની રૂમમાં અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે સંભોઇ તા કરજણ જી વડોદરા,લલીતભાઇ મોરારભાઇ પરમાર રહે સકાટા ચોકડી ગુજરાત કાટા પાસે જેતુલભાઇના મકાનમાં સંજાલીગામ તા અંકલેશ્વર મુળ રહે રોહોદ પરમાર ફળીયુ તા હાંસોટ જી ભરૂચ, અંબીકાદાસ રધુનાથદાસ જાતે દાસ રહે હાલ સીરાજ બીલ્લીની રૂમ નં ર સંજાલીગામ તા.અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે મકદુમપુર પદરીયા થાના કરજા મી મુઝફરપુર બીહાર,વસંતભાઇ કાંતીભાઇ પટેલ રહે શોભનાબહેન પટેલના મકાનમાં હોડીચકલા ફળીયુ સંજાલીગામ તા અંકલેશ્વર જી ભરૂચ મુળ રહે કામલીગામ તા ઉંઝા જી મહેસાણા, શંકરભાઇ કેશવલાલ પંડયા રહે પાનોલી આર.એસ.પી.એલ કંપની પાસે નહેરઉપર ઝુપડામાં મુળ રહે એંરજ તા માતર જી ખેડાને દાવ તથા અંગઝડતી ના રોકડા રૂપીયા ૨૨૨૬૦/-,મોબાઇલ નંગ ૧૦ કિ રૂ ૩૭૦૦૦/-, વાહન નંગ ૦૨ કિ રૂ ૪૫૦૦૦/-,કુલ રૂ. ૧.૦૪.૨૬૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.