-
રાજસ્થાન ના સિકર જિલ્લાના નાડા ચારણવાસ ગામે હાથ ધર્યું હતું બચાવ અભિયાન.
એન.ડી.આર.એફ. વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગ થી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમ ને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે.
રાજસ્થાન ના સીકર જિલ્લાના નાડા ચારણવાસ ગામમાં ગિરધારીલાલનો ૪ વર્ષની ઉંમરનો પુત્ર રવીન્દ્ર એક ખુલ્લા બોરવેલમાં સરકી જવાને લીધે ફસાઈ જતાં કટોકટી સર્જાઈ હતી. જિલ્લા પ્રશાસન દ્વારા આ બાળકને હેમખેમ ઉગારી લેવા વડોદરા એન.ડી.આર.એફ.ની મદદ માંગવામાં આવી હતી.તેના અનુસંધાને કુલદીપસિંઘ અને યોગેશ મીનાની ટીમે નાગરિક સંરક્ષણ દળ,રાજ્ય આપદા પ્રબંધન દળ અને સ્થાનિક પોલીસના સહયોગ થી બચાવ અભિયાન આદર્યું હતું.
આ તમામે કટોકટીના સંજોગોમાં સૂઝબૂઝ દાખવી અને સંકલન થી બચાવ કાર્ય હાથ ધરી શુક્રવારની સાંજના ૫.૩૦ કલાકે આ બાળકને બોરવેલમાં થી બહાર કાઢી જરૂરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું હતું. વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે એન.ડી.આર.એફ., વડોદરાના આ સેવાકર્મીઓ ની જીવન રક્ષક સેવાઓને બિરદાવી છે.