- માતૃભાષા અને સાહિત્યને અર્પ્ય ..
સાહિત્ય એ આત્માની, ભાવાનુભૂતિની છે. સંવેદનાની કલા છે જે ભાવકના મન, હૃદયને તેની ઊર્મિઓને ઝંકૃત કરી સંવેદનામય બનાવે છે. સુચારુ સમાજનાં નિર્માણમાં તેની ખૂબ મોટી ભૂમિકા બને છે, જે માનવમનનાં ખેડાણને સમૃપ્ય વિચારોના બીજ વાવેતરથી સમાજ, સંસ્કૃતિ અને સસ્કારોને ઘડે છે શાળા તેનું સૌથી મોટું માધ્યમ છે.
શિક્ષકો, બાળકોમાં સાહિત્ય રસ કેળવાય તે માટે અગ્રે શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે દર મહિનાની આખર તારીખે પુસ્તક સંવાદ યોજે છે. જે તેની આગવી વિશિષ્ટ સિધ્ધિ સમો છે. વિદ્યાર્થીઓના ધોરણ વર્ગ પમાણે અસંખ્ય પુસ્તક સંવાદ પણ થયા છે. જેથી બાળકો વાંચતાં શીખ્યા છે.
પરંતુ શિક્ષકો ને માટે 1999 થી શરૂ કરેલી આ સાહિત્ય શ્રેણીનું, 199 મું સોપાન,200 મું 201 મું સોપાન અનુકુમે સતત ત્રણ દિવસ શાળામાં યોજાઇ રહ્યું જેમાં સાહિત્ય જગત, સમાજ જીવનના વિદ્વવત, વિદ્વાનો સાહિત્યકારો મહેન્દ્રભાઇ ત્રિવેદી (પૂર્વ ગૃહમંત્રી -1995), રઈશ મનીઆર તથા રાઘવજી માધડ શાળામાં ઉપસ્થિત રહી પુસ્તક સંવાદ આપ્યો હતો. જેમાં તા.26/02/2022 ના રોજ યોજાયેલ 199 માં પુસ્તક સંવાદમાં વક્તા મહેન્દ્રભાઇ ત્રિવેદી એ લેખક મૂકુન્દ પસશર્ય લેખિત “શ્રી પલ્ષાશંકર પદણી વ્યક્તિત્વદર્શન” પુસ્તક ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
એક સામાન્ય શિક્ષકમાંથી નોકરીની શરૂખાત કરી અને ભાવનગર રાજયનાં દિવાનપદ સુધી કેવી રીતે પહોંચ્યા એ તેમની ગરવી ગાથાને રજૂ કરતાં મહેન્દ્રભાઈ તેમના રાજકીય આચાર વિચારે કેટલા શુધ્ધ હતા તે ગુણો વિજ્ઞે વાત કરી એક રાજકીય નેતૃત્વ ધરાવતી વ્યક્તિએ કેવી રીતે વર્તવુ જોઇએ રાષ્ટ, સમાજ અને રાજય માટે તેની શું ભૂમિકા છે તેની વાતો દ્વારા, તેમના કાર્યની પભાશંકર પટણીનાં સ્નેહ -સૌજન્ય, પરહિત પરાયણતા, નિરભિમાનની, નિસ્પૃહતા .સહ્દયતા, દ્રડતાની સાથે કોમળતા ત્યાગ વગેરે મહાન ગુણોની વિરલ રાજપુરુષ તરીકેની છબિ તેમણે રજૂ કરી હતી. આ પુસ્તક સંવાદમાં ટ્રસ્ટી તથા ભરૂયનાં અગ્રણીઓ, સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.