આમોદ તાલુકાના ઘમણાદ ગામે પરાયા પુરુષ સાથે રહેતી મહિલાનું કોઈ કારણોસર શંકાસ્પદ મોત થતા આમોદ પોલીસ દોડતી થઈ ગઈ હતી.પુત્રની ફરિયાદને પગલે પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ મોતનું સાચું કારણ જાણવા આમોદ પોલીસે સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે મૃતક મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના ઘમણાદ ગામે રહેતા સંજય જયંતીભાઈ વસાવાની માતા જીવીબેનને તેના પિતા સાથે અણબનાવ રહેતો હતો જેથી જીવીબેન ગામમાં જ રહેતા પરાયા પુરુષ ભરત છોટુભાઈ વસાવાના ઘરે લગભગ એક વર્ષથી રહેતી હતી.ત્યારે આજ રોજ જીવીબેનના પુત્ર સંજયને ગામલોકોના કહેવાથી જાણ થઈ હતી કે તારી માતાનું ગઈ કાલ રાતથી અવસાન થયું છે.ત્યારે મહિલાનો પુત્ર સંજય વસાવા ભરત વસાવા ના ઘરે તેના ભાઈ સાથે જોવા ગયો હતો.જ્યાં સ્થળ ઉપર કોઈ લોહીના ડાઘ કે અન્ય શરીર ઉપર કોઈ શંકાસ્પદ નિશાન જેવું મળ્યું નહોતું તેમજ તેમને કોઈ બીમારી પણ નહોતી.આમોદ પોલીસ મથકે સંજય વસાવાએ તેના માતાના સાચા મોતની તપાસ કરવા માટે ફરિયાદ આપતા આમોદ પોલીસે જીવીબેન વસાવાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here