The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 158

ભરૂચ : તાડીયા બાવા જમ્મન દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ખેલીઓ ઝડપાયા, ૩ ફરાર

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ મળેલ બાતમી આધારે ભરૂચ તાડીયા બાવા જમ્મન દરગાહ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાપાનાનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ આરોપીઓ મોઇન ગુલામનબી ખલીફા રહે,સોનેરી મહેલ,રસુલભાઇ બગીવાલાની સામે ભરૂચ,મોહંમદ આકીબ ફરીદભાઇ શેખ રહે,મ.નં ઇ-૨૧૩૫,સિપાઇવાડ,મદીના હોટલ પાસે ભરૂચ, મોહંમદ સાજીદ ફારુક કુરેશી રહે, કતોપોર બજાર,કસાઈવાડ,ભરૂચ, અજીમુદ્દીન કુતુબુદ્દીન શેખ રહે,કાનુગાવાડ,બાવડી ભરૂચ, સાહીલ નજીર મન્સુરી રહે,સોનેરી મહેલ,એદ્રુશબાવાની દરગાહ પાસે,ભરૂચ,અખ્તરહુશેન ઉર્ફ બબલુ અબ્દુલ અજીજ ખલીફા રહે,મ.નં સી-૪૬,મુસ્લીમ સોસાયટી,સબજેલ પાછળ ભરૂચ.ને  ઝડપી પાડ્યા હતા જયારે કૈફ શેખ, જસ્ટન ફેર બાપુ બન્નેવ રહે,બાવા જમ્મન દરગાહ પાસે ભરૂચ તથા શબ્બીર રહે.સક્કર તળાવ,ભરૂચ.ને વોંન્ટેડ જાહેર કર્યા હતા.

બી ડિવિઝન પોલીસે ઝડપાયેલ જુગારીઓ પાસે રોકડા રૂપિયા તથા મોબાઇલ નંગ-૦૫ તથા મોપેડ ગાડી નંગ-૦૨ મળી કુલ કિ.રૂ।. ૧,૩૦,૨૯૦/- ના મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચ : સ્ટર્લિંગ પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કલેકટરને પાઠવાયું આવેદન

ભરૂચના આવેલ વેજલપુર વિસ્તારમાં સ્ટર્લિંગ પાર્કમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ સ્ટર્લિંગ પાર્કના સ્થાનિકોએ ભેગા મળી એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર કોમ્પલેક્ષના માલિક દ્વારા પાર્કિગની જગ્યા ઉપર ગેરકાયદેસર કારખાનું ઉભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે કોમન પ્લોટ અને રસ્તા પર થયેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં આવે અને યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

દેડીયાપાડા : પાર્થ વિદ્યાલયનો વિદ્યાર્થી સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝમાં ઝળક્યો

વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ ગુજરાત સરકાર ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રત્યેક જિલ્લાના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માહિતીના પ્રચાર પ્રસાર સાથે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો હતો, જે અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય માંથી ૫ લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લામાં મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા ધોરણ ૯ થી ૧૨ નાં કુલ ૨૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ માંથી ૧૩૧૪૭ વિદ્યાર્થીઓ એટલે કે ૫૬% વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન સ્ટેમ ક્વિઝ કરાયું હતું.

જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં થી ૪૧૦ વિદ્યાર્થીઓ ફાઇનલ ક્વિઝ માટે પસંદગી પામ્યા હતા, જેમાં નર્મદા જિલ્લાના ૧૦ વિદ્યાર્થીઓ ચૌહાણ સાગર, અન્સારી સભા પરવીન, દેશમુખ રુચિતા, નીરજ પાટીલ, માનવકુમાર પટેલ, મોહિત પટેલ, પંચોલી ધારા, ટોની બ્રૂઝ વેલા, અને પીંજારી અયાનની પસંદગી થઈ હતી.

આ ક્વિઝ સ્પર્ધામાં દેડીયાપાડા ના પાર્થ વિદ્યાલય નો ધોરણ ૯ માં અભ્યાસ કરતા અયાન ઇમરાન પીંજારીએ ભાગ લઈ તેમણે ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં આમોદમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો

  • આમોદમાં કાર્યકરોએ મીઠાઈ વહેંચી વધામણાં લીધાં.

ભારત દેશના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવતા પંજાબમાં આમ આદમી પાર્ટી ભવ્ય વિજય મેળવતા આમોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિજયોત્સવના વધામણાં લીધા હતા.અને એકબીજાને મીઠાઈ વહેંચી હતી.તેમજ સુત્રોચાર સાથે પાર્ટીના કાર્યકરોએ દુકાને દુકાને લોકોને મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યું હતું અને આમોદ ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડી આમ આદમી પાર્ટીના ભવ્ય વિજયને વધાવ્યો હતો.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આમોદ તાલુકા પ્રમુખ દીક્ષિતા રાજે જણાવ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં અમો આમોદના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી હતી.તેમજ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા મહામંત્રી પિયુષ પટેલે જણાવ્યું હતું કે પંજાબની પ્રજાએ ભ્રષ્ટાચાર મુક્ત સરકારને જે ભવ્ય વિજય અપાવ્યો છે તેથી અમો પંજાબની જનતાનો આભાર માનીએ છીએ.અને આમોદમાં મીઠાઈ વહેંચી વિજય મનાવ્યો હતો તેમની સાથે તેજસ પટેલ,સફિક આછોદી,એડવોકેટ જુનેદ જાદવ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

દેડીયાપાડા :NSSના વિદ્યાર્થીઓ પાટવલીના પરિવારોને મદદ માટે ફંડ એકત્ર કર્યું

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે આગજની હોનારતમાં 18 પરિવારોના ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, તેમજ તમામ પરિવારો બે ઘર બન્યા હતા, તેના સમાચાર અનેક તાલુકાઓ તેમજ જિલ્લાઓમાં વાયુવેગે ફેલાતા ઘણી સંસ્થા તેમજ ટ્રસ્ટો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે.

ત્યારે દેડીયાપાડા સરકારી વિનયન કોલેજ નાં NSS અંતર્ગત કોલેજના  પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં NSS નાં કોર્ડીનેટર રમેશભાઈ વસાવા દ્વારા વાર્ષિક NSS શિબિરના અર્થે દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામના 18 પરિવારોના ઘર આકસ્મિક આગ લાગતા બળીને રાખ બની ગયા હતા, જેમને મદદરૂપ થવાને અર્થે NSS નાં સ્વયં સેવકો દ્વારા દેડીયાપાડા ના હાટ બજારમાં ફંડ એકત્રિત કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વિનયન કોલેજ ના 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સાથે અંગ્રેજીના પ્રધ્યાપક મહેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

નારી શક્તિ પુરસ્કાર થી સન્માનિત ઉષાબેન વસાવાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે કરાયું સ્વાગત

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને મહિલાઓના અધિકાર અને પ્રશ્નોની સચોટ રજૂઆત અને હંમેશા ખડે પગે રહી દોડવા માટે ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, તેમજ ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર-2018 થી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉપરાંત સીઆઈઆઈ ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી અને મહિલા સશક્તિકરણ માટે અવૉર્ડ એનાયત થયો હતો.

વિશ્વ આદવાસી દિન નિમિત્તે નર્મદા જિલ્લા ક્લેક્ટર પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યું હતું. બાગાયત વિભાગ દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતા, જે પોતાના ગામની બહાર ક્યારેય નિકળ્યા નહોતા તે મહિલાને સજીવ ખેતીની વિશેષતા સમજાવવા માટે 17 દેશના પ્રવાસ માટે મોકલવામાં આવ્યા હતા.તેઓ ૨૦૧૩ થી મહિલા ખેડૂતોને બહેનોના નામે જમીન કરવાનું અને કઈ રીતે ટકાઉ ખેતી પોતાની કરતા થાય એ બાબતે તેઓ ખાસ પ્રયત્ન કરી રહ્યા છે અને શરૂઆતમાં તેઓએ પોતે કરી અને ત્યારબાદ તેઓ બીજાને પણ શીખવી રહ્યા છે જેને લઇને તેઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે “નારી શક્તિ પુરસ્કાર” થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.ત્યારે આદિવાસી સમાજનું ગૌરવ વધારતા ઉષાબેન વસાવા નું  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમને આ પુરસ્કાર મેળવવા પાછળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા નું ખાસ યોગદાન રહ્યું છે , અને તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચ : પાલિકામાં કરાયેલ શુદ્ધિકરણ કેસમાં RTI એક્ટીવિસ્ટોને મળી ક્લીનચીટ

ભરૂચ નગરપાલિકામાં વધતા ભ્રષ્ટાચારને પગલે આર.ટી.આઇ.એક્ટીવીસ્ટો દ્વારા પાલિકા ખાતે શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવતા તમામ સામે પાલિકા તંત્ર દ્વારા ફરિયાદ કરાઇ હતી.જેમાં સત્યની જીત થઇ કોર્ટે પાલિકાની અરજી અને ફરિયાદ ફગાવી શુદ્ધિકરણ કરનાર તમામને ક્લીન ચીટ આપી હતી.

તા ૧૪-૦૨-૨૦૨૦ ના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા એક FIR કરવામાં આવી હતી,જેમાં ધન્સ્યામભાઈ કનોજીયા ,જસવંતસિંહ ગોહિલ,રાજેશભાઈ પંડિત અને સંદીપભાઈ દેસાઈનાઓ દ્વારા ભરૂચ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાને લઈને શુદ્ધીકરણ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.

જેના કારણે ભરૂચ નગરપાલિકા દ્વારા તેમના વિરુદ્ધ FIR કરી કોર્ટ માં કેસ મુકવામા આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા ભરૂચ નગરપાલિકા દ્વારા કરાયેલ ફરિયાદને નામંજૂર કરવામાં આવી છે.સાથે એફ.આઇ.આર નોંધનાર અપી.આઇ તેમજ પાલિકા સત્તાધિશોની ઝાટકણી કાઢી પ્રજાના હિતમાં કાર્યો કરવા તાકીદ કરી હતી.  ધવલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર દ્વારા આવેલા ચુકાદામાં ખોટી અરજીઓ કરનારાઓને ચાબુક સમાન ફટકો પડ્યો છે.

અંકલેશ્વર: ફૈઝલ પટેલના વરદ હસ્તે પ્રાથમિક શાળા પીરામણ ખાતે પાણીની પરબની અર્પણ વિધિ યોજાઇ

આજરોજ પિરામણ ગામના સામાજિક અગ્રણી અને સ્વર્ગીય અહેમદ પટેલના સુપુત્ર એવા ફૈઝલ પટેલના વરદ હસ્તે પ્રાથમિક શાળા, પીરામણ તા. અંકલેશ્વર ખાતે પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન સહ અર્પણવિધિ સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

આ સુવિધા આપવા માટે અંકલેશ્વરની નામાંકિત સન ફાર્મા કંપનીએ  સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 3,50,000 જેટલો ખર્ચ બાળકોને શુદ્ધ પાણી મળે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાય તે માટે  કરવામાં આવેલ છે.

આ સુવિધાનો ઉપયોગ શાળાના 550 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળનાર છે.આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે પિરામણ ગામના સામાજિક અગ્રણી અને સ્વર્ગીય એહમદ પટેલ સાહેબના સુપુત્ર ફૈઝલ પટેલ હાજર રહ્યા હતા.તમામ મહાનુભાવોનું સ્વાગત શાળાના આચાર્ય રાજુભાઇ પ્રજાપતિએ કરેલ હતું.

દેડીયાપાડા :લોકોએ પર્યાવરણની સુરક્ષા કરવી અને જતન ખેડાણ અટકાવવા બાબતે આપ્યું આવેદન

દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે તાલુકાના ચુલી, ઉદાલી, અલમવાડી, ભાટપુર ગામના લોકોએ રાજ્યપાલ ને સંબોધીને પર્યાવરણની સુરક્ષા કરવી અને જતન ખેડાણ અટકાવવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન માં જણાવ્યા મુજબ ભારત દેશ ભારતના બંધારણ મુજબ ચાલે છે. અને મારો વિસ્તાર ભારત દેશના બંધારણની કલમ ૨૪૪ (૧)માં આવે છે. જળ, જંગલ, જમીન અને ખનીજનું બચાવ કરીને અમારો સમાજ જીવી રહ્યો છે. છેલ્લા ૫ વર્ષથી આ જંગલોનું નાશ કરીને ગામના મૂડીવાદી લોકોએ રાજકીય વગ ધરાવતાં તેમજ મોટાં લોકોએ ગેરકાયદેસર રીતે જમીન કબજે કરી લીધી છે. એ લોકોને ગ્રામજનોએ જંગલ નાશ કરવાનું ના પાડયું હોવા છતાં એ લોકોએ દાદાગીરી કરીને ટ્રેકટર તથા JCB મશીનથી જંગલોનો તથા પર્યાવરણનો નાશ કરેલ છે.

સ્થાનિક દેડીયાપાડાના જંગલ વિભાગમાં (સોરાપાડા રેંજ)ના અધિકારીઓને જાણ કરી હતી. રૂબરૂમાં વિગતવાર માહિતગાર કર્યા હતા. પરંતુ, તે મોટા- મોટા લોકો. રાજકીય વગ બતાવીને જંગલ ખાતાના અધિકારીઓને તેમનું કામ નિષ્ઠાપૂર્વક કરવા દેતા નથી અને તેઓને દબાવીને રાખે છે. તેથી આપ રાષ્ટ્રપતિશ્રીને અમો અગાઉ પણ અરજી આપી ચુક્યા છે, અને હવે જંગલો અને અમારા પશુપાલનને ચરાવવા માટે જગ્યાનું દબાણ દુર કરવામાં આવે તે માટે તા.10.3.200 ના રોજ  અમો ગ્રામજનો અમારી સાથે ગાય – ભેંસો સાથે દેડીયાપાડા મામલતદાર અને પ્રાંત કલેકટરની કચેરીની સાથે આમરાણ અં:શન કરવામાં આવશે, જે પણ બનાવ બને એના જવાબદાર તંત્ર હશે.

અમારી માંગ છે કે, અમારું જંગલ ફરી થી વિકસીત થવું જોઈએ અને જેમણે જંગલો નાશ કર્યો છે. તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે એવી તમામ ગ્રામજનો ની માંગ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભરૂચમાં ક્રેટા ફોરવ્હીલ ગાડીમાંથી તથા ધોળીકુઇ બજાર મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, ૨ વોન્ટેડ

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા આપેલ સુચના આધારે.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ગત રાત્રીએ કોમ્બીંગ નાઇટ અન્વયે ભરૂચ એલ.સી.બી.ની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન “સફેદ કલરની નંબર વગરની હુન્ડાઇ ક્રેટા ફોરવ્હીલ ગાડીમાં ભરી અયોધ્યાનગર તરફ આવનાર છે” જે મુજબની મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં લીંક રોડ થી અયોધ્યાનગર તરફ જવાના રસ્તા ઉપર વોચમાં રહી પ્રોહી સફળ રેડ કરી

કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ નાએ મોકલાવેલ નંબર વગરની હુન્ડાઇ ક્રેટામાંથી તથા ધોળીકુઇ બજાર ભરૂચ ખાતે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ-૦૯ માં નાની-મોટી બોટલ/બીયર નંગ-૨૭૬ સહીત કુલ મુદ્દામાલ કિ.રૂ. ૩,૪૫,૫૦૦/- સાથે પ્રિયાંક ઉર્ફે પિન્કો ધર્મેશભાઇ મહંત રહેવાસી. ૨૧૩ આશ્રય સોસાયટી રેલ્વે ગોદી રોડ ભરૂચ,મહેન્દ્ર રમણભાઇ ગાંધી ઉર્ફે શકુભાઇ ટ્રેલર રહેવાસી.એ/૫પ૬૦ ધોળીકુઇ બજાર ભરૂચને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે. સાથે આ ગુનાના નયન ઉર્ફે બોબડો કીશોરભાઇ કાયસ્થ રહે. દાંડીયાબજાર ભરૂચ,ભરત ઉર્ફે યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઇ મિસ્ત્રી રહે. સમની તા.આમોદ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કર્યા છે.

error: Content is protected !!