- બંન્નેવ પાર્ટીના કોર્પોરેટર અને આગેવાનોએ કહ્યું રસ્તો અમે બનાવડાવ્યો
ભરૂચના ગાંધીબજારના રસ્તાને લઈ હવે કોર્પોરેટરો અને કોંગ્રેસ – AIMIM વચ્ચે જસ ખાટવામાં મુદ્દે ગત મધરાતે ધીંગાણું સર્જાયું હતું. ભરૂચ ગાંધીબજારનો રસ્તો પાલિકા, વેપારીઓ, ભાજપ, કોંગ્રેસ અને AIMIM માટે જશ ખાટવાનું કેન્દ્ર બની રાજકીય પ્રસિદ્ધિનો મુદ્દો બની ગયો છે.
સોમવારે ગાંધીબજારમાં રસ્તાની ચાલતી કામગીરી વચ્ચે કોંગ્રેસ અને AIMIM ના કોર્પોરેટર તેમજ આગેવાનો મોડી રાતે ભેગા થયા હતા. રસ્તો પાસ કરાવવા બદલ બંન્નેવ પાર્ટી બોલાચાલીથી વાત મારામારી પર આવી જતા સામ સામે બંનેવ પાર્ટીના 14 લોકો ગાળા ગાળી અને મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. જે ઘટનામાં AIMIM ના શાહબુદ્દીન ભટ્ટી અને કોંગ્રેસના અરબાઝ શેખને ઇજાઓ પોહચી હતી.
હાલમાં તો બંન્નેવ પક્ષે બી ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસી કોર્પોરેટર યુસુફ મહેમુદ ઉર્ફે કાળિયો મલેક, હમજા મલેક, ઊવેશ ઉર્ફે સલામ મલેક, વસીમખાન પઠાણ, ફૈઝલ બમ્બૈયા, અરબાઝ શેખ તેમજ બીજી ફરિયાદમાં AIMIM ના કોર્પોરેટર ફહીમ શેખ, સાહિલ મલેક, શાહનવાઝ કોન્ટ્રકટર, શાહબુદ્દીન ભટ્ટી, સોએબ બાવડી અને ઈરફાન કાપડિયા સામે ગુનો નોંધાવ્યો હતો.