વિશ્વ મહિલા દિનની ઊજવણીના દિવસે જ નેત્રંગ ટાઉનના એક જ ફળિયામાં વસવાટ કરતા ચાર છોકરીઓના પિતાએ પોતાની દીકરીની ઉંમરની અન્ય 14 વર્ષિય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ધટના બાદ લોકોએ નરાધમ ઉપર ફિટકાર વરસાવ્યો હતો. બીજી તરફ નેત્રંગ પોલિસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડયો હતો. નાયબ પોલિસ અધિક્ષકે તપાસ આરંભી આગળ ની કાર્યવાહી હાથધરી હતી. અન્ય બે આરોપીઓને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.
નેત્રંગ પોલીસ સ્ટેશનથી આરોપી મુકેશ રાજા ભરવાડને ભરૂચ સબ જેલમાં ધકેલી દિધો હતો. બીજી તરફ નેત્રંગ પંથકમાં આ ધટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જ્યાં રેપની ધટનાનામાં પીડિતાને વ્હેલી તકે ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે ભારતીય ટ્રાયબલ પાર્ટી આગળ આવી છે. નેત્રંગ મામલતદાર અને કલેકટર તેમજ ગૃહમંત્રીને ઉદ્દેશીને આજે આવેદનપત્ર આપવામાં આવશે. બીટીટીએસના પ્રમુખ વનરાજ વસાવા એ ધટના ને વખોડી કાઢી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સમાજમા આવા પ્રકારની માનસિકતા ધરાવતા લોકો સમાજ માટે કલંક રૂપ છે. જેમને સમાજમાં દાખલો બેસે એવી કડકમાં કડક સજા જ થવી જોઈએ તેવી લોકો માગણી કરી રહ્યાં છે.