The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 153

ખોખરાઉંમર ગામે આંગણવાડીમાં કુપોષિત બાળકોને સુપોષણ કિટનું કરાયું વિતરણ

બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં જન્મ દિવસ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો કાર્યક્રમ

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં જન્મ દિન નિમિત્તે ડેડીયાપાડાનાં ખોખરાઉંમર ગામે આંગણવાડી માં કુપોષિત બાળકોની મુલાકાત લઈ સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું,

જેમાં નર્મદા જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત સભ્ય ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, ખોખરાઉમરનાં સરપંચ દિનેશભાઇ વસાવા, ડેડિયાપાડા તાલુકા કારોબારી સભ્ય શ્રીમતી દક્ષાબેન રોહિતભાઈ વસાવા, નિવાલ્દા તા.પંચાયત સભ્ય યતિનભાઈ નાયક, જીલ્લા એસ.સી.મોરચા મહામંત્રી જીવણભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વરના હજાત ગામે ONGCની લાઈનમાં પંક્ચર પાડી ક્રૂડ ઓઈલની ચોરી કરતા ૧ ઝડપાયો

અંકલેશ્વરના હજાત ગામની સીમમાં ઓએનજીસી લાઈનમાં પંક્ચર પાડી ને ક્રૂડ ઓઈલની ચોરી કરતા ચોર રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો છે. અંકલેશ્વર ઓએનજીસી એસેટમાં ફરજ બજાવતા એસ. આર. પી સર્વેલન્સ સ્ક્વોડ ના જવાન હર્ષદ પટેલ અને તેમની ટીમ અંકલેશ્વર ના ઓએનજીસી એસેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી માહિતીના આધારે હજાત ગામ પાસેથી પસાર થતી ક્રૂડ ઓઇલની પાઈપલાઈન પર તપાસ અર્થે ગયા હતા, જ્યાં ક્રૂડ ઓઇલ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું .એસઆરપી જવાનોને જોઈને ઓઇલ ચોરી કરતા એક કદમ ચોર ફરાર થઇ ગયો હતો,

જ્યારે હજાત ગામના કંડમ ચોર પ્રવીણ વસાવાની ધરપકડ કરી હતી, અને ઓએનજીસી ક્રૂડ ઓઇલ ની પાઇપલાઇન માંથી ચોરી કરેલ ચાર કારબા ભરેલું રૂપિયા 7500નું 150 લીટર ક્રુડ ઓઇલ જપ્ત કર્યું હતું. તેમજ હજાત ગામના ફરાર રમેશ વસાવાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.આ બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

જુના દીવામાં ભુતીયા વગામાં આવેલ શેરડીના ખેતરમાંથી જુગાર રમતા ૮ ઝડપાયા

  • જુગારીઓને કુલ કિ રૂ. ૧૪,૮૧,૭૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આગામી હોળી અને ધુળેટીના તહેવાર અનુસંધાને પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી કામગીરી કરવા મળેલ સુચના આધારે ડ્રાઇવ દરમ્યાન પ્રોહી-જુગારની બદ્દીઓ ડામવાના ઉદ્દેશથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમ પ્રયત્નશીલ હતી.

આજરોજ એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામની સીમમાં ભુતીયા વગામાં શેરડીના ખેતરના ખુણા પર ખુલ્લી જ્ગ્યામાં આયોજનબધ્ધ રીતે જુગારની સફળ રેડ કરી જુગાર રમતા કુલ-૦૮ જુગારીઓ મનોજકુમાર બાલુભાઇ પટેલ ઉ.વ.-૪૩ રહે.જુના દીવા વશી ફળીયુ તા.અંક્લેશ્વર જી.ભરૂચ, શૈલેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ ઉ.વ.૫૦ રહેવાસી.જુના દીવા વશી ફળીયુ તા.અંક્લેશ્વર, જી.ભરૂચ., ફરસુભાઇ કેશુરભાઇ વસાવા ઉ.વ.૪૦ રહેવાસી. જુની દીવી મંદીર ફળીયુ તા.અંક્લેશ્વર જી.ભરૂચ, ગુલામ અકબર બશીર અહેમદ મુલ્લા ઉ.વ.૩૦ રહેવાસી. મુલ્લાવાડ અંક્લેશ્વર, જી.ભરૂચ., સંદીપભાઇ સોમાભાઇ પટેલ ઉ.વ.૩૪ રહેવાસી.નવા હરીપરા તા.અંક્લેશ્વર. જી.ભરૂચ., કેશવભાઇ રાજેન્દ્રભાઇ કલાલ ઉ.વ.૩૨ રહેવાસી.બી/૭૮ સાંઇવાટીકા કોસમડી તા.અંકલેશ્વર,. અર્જુનસિંહ રતનસિંહ અટોદરીયા ઉ.વ.-૬૨, રહે.હરીપુરા ગામ, તા.ઝઘડીયા જી.ભરૂચ., પાર્થકુમાર જનકભાઇ વાઘેલા ઉ.વ.-૨૪, રહેવાસી.મીલેનીયમ માર્કેટની પાછળ પાંચબતી ભરૂચને જુગારના રોકડા રૂપીયા તથા મોબાઇલો તેમજ વાહનો સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૪,૮૧,૭૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરી આગળની તપાસ સારૂ અંક્લેશ્વર શહેર પોલીસ મથકમાં સોપવામાં આવ્યા હતા.

દેડીયાપાડા સરકારી હોસ્પિટલના કર્મીઓના ક્વાર્ટર્સની દુર્દશા જોઇને સાંસદ લાલઘુમ

  • સાંસદ મનસુખ વસાવાએ અચાનક દેડીયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 16 માર્ચના રોજ દેડીયાપાડા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના ક્વાર્ટર તેમજ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલ તેમજ સ્ટાફના ક્વાર્ટરની જર્જરિત હાલત જોતા તેમણે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને બોલાવી તેમનો ઉઘડો લઈ નાખ્યો હતો. હોસ્પિટલના કર્મચારીઓના ક્વાર્ટરના દરવાજા, બારી બારણાં તૂટેલા તેમજ જર્જરિત હાલતમાં હતા. હોસ્પિટલ તેમજ કર્મચારીઓના ક્વાર્ટરના છત ઉપરથી પોપડા ઉખડી ગયા હતા. તેમજ છત ઉપરથી લોખંડના સળિયા પણ દેખાતા હતા.

તેમજ બારીઓના વેન્ટિલેટર પણ તુટેલા હતા. ક્વાર્ટર રીપેરીંગની કામગીરી કરનાર કોન્ટ્રાકટર પણ હોળી કરવા માટે જતાં રહેતા સાંસદ મનસુખ વસાવા અકળાઈ ગયા હતા. અને તરત જ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિવેક કંટારીયાને બોલાવીને આ કોન્ટ્રાકટરની કામગીરીને લઇને ઉધડો લીધો હતો.

તેમણે તાત્કાલિક કોન્ટ્રાકટરને બોલાવી સત્વરે કર્મચારી ક્વાર્ટરનું રીપેરીંગ કરવામાં આવે એમ તેમણે સૂચના આપી હતી. સુપ્રિટેન્ડેન્ટ અને ડો. રાણા દ્વારા આવનાર દર્દીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યાની ફરિયાદ આવતા તેમને પણ સાંસદ મનસુખ વસાવાએ ઠપકો આપ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ સુપ્રિટેન્ડેન્ટને ખખડાવ્યો હતો અને સત્વરે કોન્ટ્રાકટરને બોલાવી ક્વાર્ટર અને સરકારી સિવિલ હોસ્પિટલને સત્વરે રીપેરીંગ કરવાની સૂચના આપી હતી.

*સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચના રંગ કુટીરમાં યોજાયો રંગોનો ઉત્સવ ફાગ રસીયા

ભરૂચની રંગ કુટીર સોસાયટીમાં અખીલ શાહના ઘર આંગણે ફાગ રસીયાનું આયોજન શ્રી વલ્લભ મિત્ર પરિવારના સહયોગ્થી કરવામાં આવ્યું હતું.જેમાં અબાલ વૃદ્ધ સૌ મન મુકીને ફાગ ખેલી રસીયામાં ઝુમ્યા હતા.

વ્રજનો વસંતોત્સવ તેમના વૈભવ ઉલ્લાસ તથા અનેક વિધતાને કારણે સમગ્ર ભારતમાં સુપ્રસિદ્ધ છે. આ તહેવારમાં રાધા તથા કૃષ્ણની વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ તથા અનોખું રૂપ પ્રતિબિંબિત થાય છે. ફાગ ખેલીને રસિયા ગવાય છે. ત્યારે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે.

વ્રજમાં ફાલ્ગુની અષ્ટમીથી જ વાતાવરણમાં પ્રસન્નતાના રંગો છેક ફાગણ વદ પાંચમ સુધી લહેરાતી રહે છે. હોળી-ધુળેટીના આ તહેવાર રાધા તથા શ્રીકૃષ્ણની વિશુધ્ધ પ્રેમના રુપ તથા તેમની અનોખી અભિવ્યક્તિને પ્રતિબિંબિત કરે છે. ‘ભાગવત પુરાણ’માં જણાવ્યા અનુસાર શ્રીકૃષ્ણને યુવાવસ્થામાં આત્મન્યૂનતા સતાવતી હતી કે રાધા ખૂબ ગોરી છે. અનેતે પોતે શ્યામ વર્ણના હતા. કનૈયાએ પોતાની મા યશોદા પાસે શંકા વ્યક્ત કરી કે રાધા ગોરી છે, તો તે મારા શ્યામ વરણને પસંદ કરશે કે નહીં? ત્યારે યશોદાએ સલાહ આપી ‘તું રાધાને રંગી દે, તેને પણ શ્યામ વર્ણની બનાવી દે..!’ આ સલાહ માનીને શ્રીકૃષ્ણે રાધા પર રંગ ઉડાડયો. એવું મનાય છે કે શ્રીકૃષ્ણ-રાધા વચ્ચેની આ હોળી આ દિવસ બાદ રંગોત્સવનો પ્રારંભ થયો.

કૃષ્ણના અષ્ટસખા કવિઓએ હોળીના ઉત્સવનું તેમનાં પદોમાં વિસ્તૃત વર્ણન કરે છે. વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં એક મહિના સુધી હોળીનાં પદો ગવાય છે.

ભરૂચમાં પે એન્ડ પાર્ક માંથી ચોરીની બાઇક તથા બાઇકની ચેસીસ સાથે ૧ ઝડપાયો

  • બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી તથા વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા વાહન ચોરી ઉપર નિયંત્રણ લાવવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી વર્કઆઉટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.

જેના ભાગરૂપે આજરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ભરૂચ શહેરમાં શીતલ સર્કલ પાસે આવેલ “શ્રી હીંગળાજ પે એન્ડ પાર્કીંગ”માંથી મીતેષકુમાર બાબુભાઇ ડાભીને ચોરીના બાઇક તથા ચોરીની બાઇકની એક ચેચીસ સાથે ઝડપી પાડયો હતો.

પોલીસે પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટેની એક મોટર સાયકલ નં. GJ-16-BP-3625 કિં.રૂ. ૧૬,૦૦૦/- અને મો.સા. ચેસીસ નંબર-MBLHA10CGG4A06167 જે મો.સા.રજી.નં. GJ-23-BF-9820 કિં.રૂ. ૩૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૯,૦૦૦/-ની ચોરીનો કરી હોવાનો ગુનો શોધી કાઢવામા સફળતા મળેલ છે.જ્યારે આ ગુનાનો એક આરોપી રવી ઉર્ફે બોબડા શોટ વસાવા રહે.વડોદરાને વોન્ટેડ જાહેર કર્યો હતો.આ ગુનાની વધુ તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પકડાયેલ આરોપી ડોપ્લોમા મીકેનીકલનો અભ્યાસ કરેલ છે તથા ફાયર સેફ્ટીનો ૩ વર્ષેનો કોર્ષ કરેલ છે. તેમજ છેલ્લા છ વર્ષ થી ભરૂચ શહેરમાં શીતલ સર્કલ પાસે “ શ્રી હીંગળાજ પાર્કીંગ સ્ટેન્ડ” નામથી વેપાર ધંધો કરે છે.

હરિધામ સોખડામાં બે સંતોના જૂથો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે મામલતદારને આવેદન

હરિધામ સોખડા ખાતે બે સંતોના જૂથો વચ્ચે ચાલતા વિવાદ બાબતે આજે આમોદમાં મામલતદારને આત્મીય સમાજ દ્વારા આવેદનપત્ર આપી પ્રેમ સ્વરૂપસ્વામીને કોઠારી પદેથી દૂર કરવા તેમજ ત્યાગવલ્લભસ્વામીને હરિધામથી દૂર કરવા માંગ કરવામાં આવી હતી.

આમોદ નગર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં આત્મીય સમાજના ભાઈઓ બહેનોએ આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહી પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય,પ્રબોધ સ્વામી મહારાજની જય,આત્મીય સમાજની જય નો જયકારો બોલાવ્યો હતો.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હરિધામ સોખડાના કેમ્પસમાં ત્યાગવલ્લભસ્વામી અને તેમના જૂથ દ્વારા પરાણે પ્રેમસ્વરૂપસ્વામીનો અનુગામી તરીકે સ્વીકારવા માટે સંતો તેમજ સેવકોને દબાણ કરવામાં આવે છે.તેમજ કેમ્પસમાં હરિભક્તોને હળવા-મળવા ઉપર દેખરેખ રાખવી,મોબાઈલ બંધ કરાવી દેવા,ગાડીઓનો સામાન ચેક કરવો,પાસપોર્ટ જપ્ત કરી લેવો.પ્રેમસ્વરૂપસ્વામી અને ત્યાગવલ્લભસ્વામીએ મનસ્વી નિર્ણયો લઈને ગુરુ હરિ પ્રસાદ સ્વામીની આત્મીયતાની પ્રતિભા અને સંસ્થાને ખૂબ જ હાનિ પહોંચાડી છે.આ બાબતે સરભાણના મયુર ભગતે જણાવ્યું હતું કે ત્યાગ વલ્લભસ્વામીએ એક તરફી વલણ દાખવીને પ્રેમસ્વરૂપસ્વામીને જ સર્વેસર્વા બનાવવામાં આવતા વિવાદ કરીને સંતો,સાધકોને ટોર્ચર કરવામાં આવી રહયા છે. તેમજ મંદિર પરિસરમાં અસામાજીક તત્વોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પ્રબોધસ્વામી અને તેમના સંતોને ત્રાસ અપાઈ રહ્યો છે. અનુજ ચૌહાણ નામના યુવકને માર મારવામાં આવતા સંતો સામે કાર્યવાહી કરવામાં આવે. પ્રેમસ્વરૂપ સ્વામીને આગળ કરવાનું સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

ભરૂચ:અયોધ્યાનગરના બંધ મકાનને નિશાન બનાવી રૂ.૩.૧૨ લાખની મત્તાની થઈ ચોરી

ભરૂચના અયોધ્યા નગરમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.12 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મૂળ બિહારના અને હાલ ભરૂચના અયોધ્યા નગરના મકાન નંબર-3065માં રહેતા શ્રવણકુમાર શ્રીવાલક શાવ ગત તારીખ-13મી માર્ચના રોજ પોતાનું મકાન બંધ કરી વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં પૌત્રની સારવાર ચાલતી હોય ત્યાં ગયા હતા.

તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.12 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના યવતેશ્વર ઘાટે વિશ્વામિત્રી માતાની પ્રતિમાનું સ્થાપન-ભાવ વંદનાનો કાર્યક્રમ યોજાયો

  • નગરજનોને નદી વિષે ક્વિઝ રમાડી વિશ્વ નદી દિવસ ઉજવાયો

વિશ્વામિત્રી નદી નામ સાંભળતા જ વટવૃક્ષની નગરી વડોદરા જ યાદ આવે…  ભલે નદી યાત્રાધામ પાવાગઢના પહાડની વચ્ચેથી સ્ફૂરિત થઈ કલકલ વહેતી થઈ હોય.

આ વિશ્વામિત્રી નદીના કાલાઘોડા નજીકના  યવતેશ્વર ઘાટ પર માં વિશ્વામિત્રીની પ્રતિમાનું  સ્થાપન તા. 14 ને સોમવારે ‘વિશ્વ નદી દિવસે’ બપોરે રાજુ નવઘણભાઇ રબારીના યજમાનપદે હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટિલ, બિનિતા પારેખે પંડિત પ્રવીણ જોષી દ્વારા કરાવવામાં આવ્યું હતું.

તે બાદ  વિશ્વામિત્રીના પુનઃનિર્માણ માટે જે યુવાનોએ તન, મન કે ધનથી મહેનત કરીને ઘાટને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધો છે. તે દરેક સંસ્થાના અગ્રણીઓને પદ્મશ્રી મુનિ મહેતા, રાજુભાઇ ઠક્કર, વિરલ ચૌધરી અને ચંદ્રશેખર પાટિલે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.

આ મહાઅભિયાન સાથે “વિશ્વામિત્રી” પર બનાવેલી ફિલ્મના ટેલરને પણ નદી પ્રેમીઓ અને નગરજનો નિહાળી હતી. તેમજ નદી પર કવીઝમાં ચૈતાલી રાવલે નદી વિષયક પ્રશ્નો પુછી નગરજનોની જ્ઞાનપિપાસા સંતોષી હતી.  સલુણી સંધ્યાની લાલિમા ઘાટના આ સુવર્ણ કાળની સાક્ષી બન્યો હતો. તેને વધુ યાદગાર બનાવવા અને  જયતિ મહેતાના (નૃત્યમ ડાન્સ એકેડેમી) ભારતનાટ્યમ દ્વારા ભાવ વંદના રજુ કર્યા બાદ ઘનશ્યામભાઇની હળવી અને માર્મિક વાતો વચ્ચે વૈષ્ણવાચાર્ય પુ.શ્રી પંકજકુમારજી અને પાર્થ બારોટે ભજનની રસલ્હાણ પીરસીને  નદીપ્રેમીઓને તરબોળ કરી દીધા હતા. વિશ્વામિત્રી સેવા સમિતિના નેજા હેઠળ આયોજિત થયેલા કાર્યક્રમનું સંચાલન પત્રકાર મનીષ જોષી “મૌન” દ્વારા કરવામાં આવ્યું હતું.

ભરૂચ એન.એ.બી દ્વારા ૧૫૦ અંધ લાભાર્થીને અનાજકીટ અને સેન્સર્સ સ્ટીકનું વિતરણ કરાયું

તા.૧૬ / ૦૩ / ૨૦૨૨ ને બુધવારના રોજ ડેકન કંપની ‘ અને ‘ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિયેશન અમદાવાદ, વસ્ત્રાપુરના સહયોગથી તેમજ ” નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ, ભરૂચ જીલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ અને નર્મદા જીલ્લાના ૧૫૦ અંધ લાભાર્થીને અનાજકીટ અને સેન્સર્સ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે અંધજન મંડળ ભરૂચના પ્રમુખ ખુમાનસિહજી વાંસીયા સહિત એન.એ.બી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાના પ્રમુખના હસ્તે અનાજકીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેલ, ખાંડ, ઘઉં નો લોટ, ચોખા, ચણાની દાળ વગેરે જેવી જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!