- નગરજનોને નદી વિષે ક્વિઝ રમાડી વિશ્વ નદી દિવસ ઉજવાયો
વિશ્વામિત્રી નદી નામ સાંભળતા જ વટવૃક્ષની નગરી વડોદરા જ યાદ આવે… ભલે નદી યાત્રાધામ પાવાગઢના પહાડની વચ્ચેથી સ્ફૂરિત થઈ કલકલ વહેતી થઈ હોય.
આ વિશ્વામિત્રી નદીના કાલાઘોડા નજીકના યવતેશ્વર ઘાટ પર માં વિશ્વામિત્રીની પ્રતિમાનું સ્થાપન તા. 14 ને સોમવારે ‘વિશ્વ નદી દિવસે’ બપોરે રાજુ નવઘણભાઇ રબારીના યજમાનપદે હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટિલ, બિનિતા પારેખે પંડિત પ્રવીણ જોષી દ્વારા કરાવવામાં આવ્યું હતું.
તે બાદ વિશ્વામિત્રીના પુનઃનિર્માણ માટે જે યુવાનોએ તન, મન કે ધનથી મહેનત કરીને ઘાટને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધો છે. તે દરેક સંસ્થાના અગ્રણીઓને પદ્મશ્રી મુનિ મહેતા, રાજુભાઇ ઠક્કર, વિરલ ચૌધરી અને ચંદ્રશેખર પાટિલે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.
આ મહાઅભિયાન સાથે “વિશ્વામિત્રી” પર બનાવેલી ફિલ્મના ટેલરને પણ નદી પ્રેમીઓ અને નગરજનો નિહાળી હતી. તેમજ નદી પર કવીઝમાં ચૈતાલી રાવલે નદી વિષયક પ્રશ્નો પુછી નગરજનોની જ્ઞાનપિપાસા સંતોષી હતી. સલુણી સંધ્યાની લાલિમા ઘાટના આ સુવર્ણ કાળની સાક્ષી બન્યો હતો. તેને વધુ યાદગાર બનાવવા અને જયતિ મહેતાના (નૃત્યમ ડાન્સ એકેડેમી) ભારતનાટ્યમ દ્વારા ભાવ વંદના રજુ કર્યા બાદ ઘનશ્યામભાઇની હળવી અને માર્મિક વાતો વચ્ચે વૈષ્ણવાચાર્ય પુ.શ્રી પંકજકુમારજી અને પાર્થ બારોટે ભજનની રસલ્હાણ પીરસીને નદીપ્રેમીઓને તરબોળ કરી દીધા હતા. વિશ્વામિત્રી સેવા સમિતિના નેજા હેઠળ આયોજિત થયેલા કાર્યક્રમનું સંચાલન પત્રકાર મનીષ જોષી “મૌન” દ્વારા કરવામાં આવ્યું હતું.