The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 154

ભરૂચની કે.જે પોલીટેકનીક કોલેજમાં પાણીની અસુવિધાને લઈ NSUI મેદાનમાં

ભાવી ઇજનેરોને ભર ઉનાળે તરસે મરવાનો વારો

ભરૂચમાં એવા કેટલાય જાહેર સ્થળો છે, જ્યાં પાણીની પરબો અને કુલરો છે પણ તેની જાણવણી ન થવાના કારણે હાલ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યા છે.આજ પ્રકારના હાલ ભરૂચની કે.જે પોલીટેકનીક કોલેજના છે. આજકાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ કે.જે પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલ ઠંડા પાણીની પરબો અને કુલરો બંધ અવસ્થામાં છે, જે જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે, ત્યારે આટલા આકળા તાપમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં પાણી વગર વલખા મારવા પડી રહ્યા છે અને ના છૂટકે વેચાતુ પાણી લાવી પોતાની તરસ છીપાવવી પડી રહી છે.

કોલેજમાં પાણીની અસુવિધાને લઈ NSUI મેદાનમાં આવ્યું છે અને કોલેજના તંત્રને રજૂઆત કરી આ પરબો અને કુલરો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે સાથે જો આ પરબો અને કુલરો રાબેતા મુજબ ચાલુ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં કોલેજ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, ત્યારે આશા રાખીએ કે સારા પરિણામો લઈને સત્તા સુધી પહોંચેલા નેતાઓ કોલેજ સત્તાધીશોનું ઘ્યાન કેન્દ્રીત કરી હજારો વિદ્યાર્થીઓની તરસની તલબનો અંત લાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

દેડીયાપાડા ચાર રસ્તા પાસે ટ્રેકટરના શો રૂમની બાજુમાં જુગાર રમતા ૩ ઝડપાયા

  • પોલીસે કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના મુદ્દામાલ કબ્જે કર્યો

દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા. તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, દેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા ટ્રેકટર શો રૂમની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોબાઇલ ફોનમાં સકુન નેપાલ સિંહ મુળ ઉ.વ.આ.૩૫ રહે.દયા પો.સ્ટ-રતનપુરખાસ તા.રસુલાબાદ જી.કાનપુર દેહનત (ઉતરપ્રદેશ) હાલ રહે. દેડીયાપાડા ચાર રસ્તા પાસે તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) સંજયભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૨૮ રહે.નવાગામ (દેડીયાપાડા) સુથાર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદાના આંક ફરકના આંકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડે છે.

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સકુન નેપાલ સિંહ તથા રાજયભાઇ મુળજીભાઇ વસાવા તથા દિપસીંગભાઇ મુળજીભાઇ વસાવા રહે.ટીલીપાડા નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા ઝડપાઇ જવા પામ્યા હતા.

પોલીસે તેમની અંગ ઝડતી માંથી રોકડ રૂપીયા ૩,૧૩,૮૬૦/- મોબાઇલ ફોન નગ-૦૨ કિ.રૂ.૪,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના જુગાર સાથે મળી આવી તથા આરોપી રાકેશભાઇ ઉર્ફે રાકો અભેસીગભાઇ વસાવા રહે.પારસી ટેકરા તા.દેડીયાપાડા જી.નર્મદા અને ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજો રૂપસિંગભાઈ વસાવા રહે રહે.દેડીયાપાડા ટેકરા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા ને  વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

*સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

દેડીયાપાડાના સેજપુર ગામેથી ઉકરડામાં દાટેલો રૂ.૨૭,૯૦૦/- વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

દેડીયાપાડા પોલીસ મથકના પીએસઆઇ વસાવા  તથા પોલીસ સ્ટાફના માણસો પ્રોહી.ડ્રાઇવમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળેલ કે, સેજપુર ગામે દવાખાના ફળીયામાં રહેતા ગણેશભાઇ હર્ષદભાઇ વસાવા નાઓએ તેના ઘરે ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે.

જે બાતમી આધારે બાતમીવાળા ઘરે રેઇડ કરી છાણમાટીના ઉંકરડામાં દાટેલ  વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ.૨૭૯૦૦/- ના પ્રોહી.મુદામાલ સાથે આરોપી ગણેશભાઇ હર્ષદભાઇ વસાવા રહે-સેજપુર, દવાખાના ફળીયા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદાને પકડી તેના વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એ.એસ.વસાવા દેડીયાપાડાએ હાથ ધરેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

દેડીયાપાડામાં મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો છેલ્લા ચાર મહિનાથી વેતનથી વંચીત

  • આદિવાસીઓના મુખ્ય તહેવાર હોળી પેહલા વેતન ચુકવવા શ્રમિકોની માંગ

દેડીયાપાડા તાલુકામાં મનરેગા અંતર્ગત કામ કરતાં શ્રમિકોને છેલ્લા ચાર મહિનાથી વેતન ચુકવવામાં આવ્યું નથી. આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો દેડીયાપાડામાં હોળીના તહેવાર પહેલા શ્રમિકોને વેતન ન ચૂકવાતા હાલત કફોડી બની છે.

મનરેગા યોજના અંતર્ગત દેશમાં વસવાટ કરતા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકો વધારવા માટે નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી દેડીયાપાડા તાલુકાના શ્રમિકોને વેતન ન ચૂકવાતા હોળીનો તહેવાર ના રંગમાં ભંગ પડે તેવું લાગી રહ્યું છે. હોળીના તહેવાર નિમિતે આદિવાસી લોકો બજારમાં કપડાં, અનાજ, કરિયાણું, વગેરેની ખરીદી કરતાં હોય છે. ત્યારે હોળીના તહેવાર પેહલા વેતન ચુકવવામાં આવે તો લોકોની હોળી સુધરે એમ લાગી રહ્યું છે. એક બે દિવસમાં હોળીના તહેવાર પેહલા વેતન ચૂકવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

ઝઘડિયામાં ખનીજ સંબંધી કુલ 13 વાહનો સામે થઈ કાર્યવાહી

ઝઘડિયા તાલુકાના ગોવાલી ટોઠીદરા તરસાલી પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં આડેધડ થતા રેતખનનનો પ્રવર્તમાન વિવાદ હાલ ચરમસીમાએ પહોંચતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. થોડા સમય પૂર્વે જ કરજણ નજીક ત્રણ માણસોનું રેતીના ડમ્પરની અડફેટે મોત થયા બાદ હાલમાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પણ રેતીવાહક ટ્રકે અકસ્માત સર્જતા એક વૃધ્ધ મહિલાનું કરુણ મોત થયું હતું. વારંવાર આવા અકસ્માત સર્જતા વાહન ચાલકો તેમજ નિયમોનો ભંગ કરી આડેધડ રેતખનન કરતા લીઝ સંચાલકો સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લડત ઉપાડતા તંત્ર એકદમ એકશન મોડમાં આવી ગયું હતું.

આ દરમિયાન ભાલોદ ખાતે અકસ્માતનો ભોગ બની મરણ પામનાર મહિલાના પરિવારજનોને સાંત્વના આપવા આવેલા સાંસદે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના પોલીસ અધિકારીઓને વારંવાર સુચનાઓ આપવા છતાં બેફિકરાઈથી ચાલતા વાહનો સામે કોઇ કાર્યવાહી થતી નથી, ઝઘડીયા તાલુકાના અકસ્માતમાં તાલુકાની પોલીસની જવાબદારી હોવાનું સાંસદે વધુમાં જણાવ્યુ હતું.

સાંસદે તેમની ભાલોદની મુલાકાત સમયે આપેલ ખુલ્લી ચેતવણી બાદ ઝઘડિયા તાલુકાનું પોલીસ તંત્ર એકદમ એકશનમાં આવ્યુ હતું, અને તેના પગલે ગતરોજ ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા આડેધડ બેફામ દોડતા વિવિધ ખનીજવાહક વાહનો સામે તથા જાહેર સ્થળોએ આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી વાહનો જપ્ત કર્યા હતા. ખનીજ માફિયાઓ દ્વારા રોયલ્ટી ચોરી, ઓવરલોડ જથ્થો ભરવો તેમજ ટ્રકોમાં પાણી નિતરતી રેતી ભરીને તેનું વહન કરવું જેવી બાબતો સંબંધે સાંસદની ચેતવણી બાદ નિયમભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરાતા વાહનચાલકો તેમજ ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથકો દ્વારા કુલ ૧૩ જેટલા નિયમભંગ કરતા વાહનો ઝડપીને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચની ઈકરા સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ભરૂચ શેરપુરા રોડ પર આવેલ ઈકરા સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.

જેમાં સ્કૂલ ના ટ્રસ્ટી મિનાજ સર સ્કૂલના પ્રિન્સિપાલ,શિક્ષકો સહિત વિદાય લેત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ વિદાય સભારંભ પ્રોગ્રામમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ નાટક, નૃત્ય તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રવચન સાથે પોતાના સંસ્મરણો વાગોળયા હતા. અપ્રસંગે શાળાના આચાર્ય સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.

આમોદ:તેગવા ખાતે સમાજની એકતા જળવાઈ રહે તેવા આશયથી યુવાનો અને મહિલાઓ ટુર્નામેટ યોજાઇ

આમોદ તાલુકાના તેગવા ગામે પાટીદાર સમાજ દ્વારા સમાજની એકતા જળવાઈ રહે તેવા શુભ આશયથી યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તથા મહિલાઓ માટે ખોખો ટુર્નામેટ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યમાં યુવાન યુવતીઓ તેમજ મહિલાઓએ ભાગ લીધો હતો.

ક્રિકેટ ટુર્નામેટમાં આમોદ અને ભરથાણા વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી.જેમાં આમોદની ટીમ વિજેતા બની હતી તેમજ ભરથાણાની ટીમ રનર્સ અપ રહી હતી.પાટીદાર સમાજની બહેનો માટે પણ ખોખો ટુર્નામેટ યોજાઈ હતી.જેમાં ૧૫ થી ૬૫ વર્ષની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખોખો ની ૨૧ ટીમોના મુકાબલા વચ્ચે દાંદા અને કવિઠા વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં દાંદા ની ટીમ વિજેતા બની હતી.

*વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

અંકલેશ્વર ખાતે ચોથી જાગીરનું ચિંતન વિષય પર સેમિનાર યોજાયો

ફોરવર્ડેડ મેસેજીસ, ફેક ન્યુઝ અને આધારહીન વિગતો અને રજૂઆતથી બચવું અતિ આવશ્યક : ડૉ. ખુશ્બુ પંડયા

અંકલેશ્વરના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિકસ માધ્યમોના પત્રકાર સમુદાય તથા અંકલેશ્વર નગરપાલિકાના સંયુકત ઉપક્રમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલ સંકુલમાં શારદા ભવન હોલમાં “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં તજજ્ઞો ધ્વારા પત્રકારત્વના વિવિધ પાસાઓ અને સોશ્યલ મીડિયાની ઉપયોગિતા અંગે રસપ્રદ વિચારો વ્યક્ત કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલે સાંપ્રત સમયમાં પત્રકારત્વની વિશ્વસનીયતા વિષય પર રસપ્રદ વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે, જનતાનો વિશ્વાસ સંપાદન કરી વિશ્વસનીય સમાચારો પીરસીને સમાજસેવાનો ભાગ બની શકાય છે. સમાચાર સમૂહોએ એકપક્ષીય ન બની સર્વને હિતકારી લેખન કરવું એ તેમની પ્રાથમિક ફરજ છે. નાગરિકોને પ્રેસ-મીડિયા પર ભરપૂર વિશ્વાસ છે તેનું કારણ છે વિશ્વસનીયતા. પરંતુ ઝડપી સમાચાર આપવાની દોડમાં ઘણીવાર આ વિશ્વસનીયતા દાવ પર ન લાગી જાય એ પણ સાવધાની રાખવા તેમણે જણાવ્યું હતું.

અમદાવાદના ઈલેક્ટ્રોનિક મીડિયાના જાણીતા પત્રકાર ભૌમિક વ્યાસે ઇલેક્ટ્રોનિક મીડિયા સામેના પડકારો અંગે વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વેબ મીડિયા, સોશ્યલ મીડિયાના વધતા પ્રભાવ અને માહિતીના ધોધ વચ્ચે જરૂરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. ન્યુઝ ચેનલોની કામગીરી રિઅલ ટાઈમમાં કરવાની હોય છે. દોડધામ કરીને રિપોર્ટિંગ સંઘર્ષભર્યું અને પડકારજનક હોય છે, પરંતુ તેનો આનંદ પણ વિશેષ હોય છે.

અંકલેશ્વરના સોશ્યલ મીડિયા તજજ્ઞ ડૉ. ખુશ્બુ પંડયાએ વધી રહેલા સોશ્યલ મીડિયાના પ્રભાવ અને તેની અસરો અંગે જણાવ્યું કે, સોશ્યલ મીડિયા હવે માત્ર મનોરંજન માટે નહીં, પણ માનવજીવનનું અભિન્ન અંગ બની ગયું છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે. જેથી ફોરવર્ડેડ મેસેજીસ, ફેક ન્યુઝ અને આધારહીન વિગતો અને રજૂઆતથી બચવાની શીખ પણ તેમણે આપી હતી.તેમણે ડિજિટલ માધ્યમો થકી હકીકતલક્ષી વિગતો, સમાચારો રજૂ થાય અને આધારહીન વિગતોના સ્થાને વાસ્તવિક ન્યુઝ લોકો સુધી પહોંચે એના પર વિશેષ તકેદારી રાખવા સૌને અનુરોધ કર્યો હતો.

અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મીડિયાની ઉપયોગિતા વિષય પર સંબોધન કરતા પત્રકારત્વને મિરર ઓફ ધ સોસાયટી તરીકે ગણાવ્યું હતું. તેમણે લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે, સમાજમાં વર્ગવિગ્રહ ન ફેલાય, જનઆક્રોશ ઉત્પન્ન ન થાય એ પ્રકારે શુદ્ધ બુદ્ધિથી સમાચારનું પ્રસારણ, પ્રસિદ્ધિ કરવી જોઈએ. ઘણીવાર ઉત્સાહમાં એવું લખાણ પ્રસિદ્ધ થઈ જતું હોય છે, જે આરોપીના બચાવમાં મદદગાર બને છે, અને આરોપીને કડક સજામાંથી છટકવાની તક મળે છે એમ જણાવતાં સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મીડિયાકર્મીઓનું મોટું યોગદાન હોવાનું ઉમેર્યું હતું.વરિષ્ઠ પત્રકાર અને ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં પોતાના અનુભવો વર્ણવીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સેમિનારનું કુશળ સંચાલન અંકલેશ્વર પ્રેસ ક્લબના પ્રમુખ દેવાનંદ જાદવે કર્યું હતું. તેમણે તજજ્ઞ વક્તાઓને આવકારતા પ્રેસ ક્લબની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓની ઝલક વર્ણવી હતી.આ વેળાએ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરી મીડિયાલક્ષી વિચારવિમર્શના આ પ્રયાસને આવકાર્યો હતો.પ્રારંભે કોરોના કાળમાં દિવંગત પત્રકારો, મીડિયાકર્મીઓને બે મિનિટ સામૂહિક મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સેશનમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓએ નિષ્ણાંત વક્તાઓને વિષય અનુસંધાને પ્રશ્નો પૂછ્યા હતા, જેમના સંતોષકારક ઉત્તરો વક્તાઓએ આપ્યા હતા.

સેમિનારમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રમુખ જયોતિન્દ્ર ગોસ્વામી, અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના જીતેન્દ્ર પટેલ સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, વીર નર્મદ યુનિવર્સિટીના જર્નલિઝમ-માસ કોમ્યુનિકેશન વિભાગના પત્રકારત્વના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ:ધો.૧૦-૧૨ની પરીક્ષાના આયોજન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

આગામી તા.૨૮ માર્ચથી શરૂ થતી ધો-૧૦ અને ધો-૧૨ની પરીક્ષા વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાય તેવુ આયોજન કરવા અર્થે સમીક્ષા બેઠક કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓનો ભય ન રહે તેમજ કોઇ અવ્યવસ્થા ન રહે તે માટે કંટ્રોલરૂમ સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી એસ.ટી વિભાગને વાહન વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહે તે માટે સુદઢ આયોજન ગોઠવવા તથા પોલીસ, આરોગ્ય, વિજળી વિભાગને પણ પોતાના વિભાગની કામગીરી સુપ્રેરે અદા કરવા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થીઓની સંખ્યા, બ્લોક વ્યવસ્થા તેમજ કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષકોને પરીક્ષાના સુચારૂં આયોજન માટે તાલીમ અને માર્ગદર્શક સેમિનારનું આયોજન અંગેની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ આપી હતી. વધુમાં તેમણે ભરૂચ જિલ્લામાં ધો-૧૦માં કુલ-૩૨ કેન્દ્રો, ૮૩ બિલ્ડીંગ અને કુલ-૨૩૯૬૨ વિદ્યાર્થીઓ, ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં કુલ-૦૪ કેન્દ્રો, ૧૬ બિલ્ડીંગ અને કુલ-૩૧૪૫ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ-૧૨ કેન્દ્રો, ૨૮ બિલ્ડીંગ અને કુલ-૭૫૯૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.સી. કેમેરાથી સજ્જ કરાયા હોવાનું પણ જણાવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ તા.૨૭/૦૩/૨૦૨૨ થી તા.૧૩/૦૪/૨૦૨૨ સુધી સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૦:૦૦ કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર – ૦૨૬૪૨ – ૨૪૦૪૨૪ છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સ પણ યોજાઈ હતી જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, ડીવાયએસપી અને શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાની દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ

ભરૂચના સંસદસભ્ય અને નર્મદા જિલ્લાકક્ષાની  દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષપદે આજે રાજપીપલામાં નર્મદા જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી દિશા મોનીટરીંગ સમિતિની બેઠકમાં જિલ્લાના જુદા જુદા  વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરવાની સાથોસાથ જનસમુદાયને સમયસર  તેના લાભો મળી રહે  તે રીતનું  સુચારૂં આયોજન ઘડી કાઢવા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષ મનસુખભાઇ વસાવાએ અનુરોધ કર્યો હતો.

બેઠકને સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એ એસ્પિરેશનલ જિલ્લો છે ત્યારે સરકારની અનેકવિધ જનલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં લોકો આત્મનિર્ભર બને અને નર્મદા જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ઉંચ્ચકક્ષાની સિધ્ધિ પ્રાપ્ત કરે તેમ વસાવાએ ઉમેર્યું હતું.

મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક સરકારી સ્કૂલોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા ઉપરાંત જિલ્લામાં મહત્તમ વૃક્ષારોપણ સાથે તેનું જતન થાય તેવા સહિયારા પ્રયાસો માટે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. રાજપીપલા શહેરી વિસ્તારમાં ચાલી રહેલા ભુગર્ભ ગટરલાઇન અને ગેસ પાઇપલાઇનના કામો સહિત અન્ય કામો ઝડપભેર અને સમયસર પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.આ પ્રસંગે મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, અન્ન નાગરિક પુરવઠા, ટ્રાયબલ સબ-પ્લાન, આરોગ્ય, આઇસીડીએસ, પાણી પુરવઠા, વાસ્મો, ડીઆઇએલઆર, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ-બાગાયત, સિંચાઇ, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રોજગાર અને તાલીમ, મહિલા અને બાળ વિકાસ, વન વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઇ-ગ્રામ યોજના, ખાણ-ખનીજ, એસ.ટી, આરટીઓ, વિજ વિભાગ, નગરપાલીકા વિસ્તાર સહિતના વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.

error: Content is protected !!