દેડીયાપાડા પોલીસ મથકના પીએસઆઇ વસાવા તથા પોલીસ સ્ટાફના માણસો પ્રોહી.ડ્રાઇવમાં નીકળેલા હતા તે વખતે બાતમીદારથી બાતમી મળેલ કે, સેજપુર ગામે દવાખાના ફળીયામાં રહેતા ગણેશભાઇ હર્ષદભાઇ વસાવા નાઓએ તેના ઘરે ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે.
જે બાતમી આધારે બાતમીવાળા ઘરે રેઇડ કરી છાણમાટીના ઉંકરડામાં દાટેલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ.૨૭૯૦૦/- ના પ્રોહી.મુદામાલ સાથે આરોપી ગણેશભાઇ હર્ષદભાઇ વસાવા રહે-સેજપુર, દવાખાના ફળીયા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદાને પકડી તેના વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એ.એસ.વસાવા દેડીયાપાડાએ હાથ ધરેલ છે.
- રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા