- પોલીસે કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના મુદ્દામાલ કબ્જે કર્યો
દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા. તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, દેડીયાપાડા ચાર રસ્તા પાસે મહીન્દ્રા ટ્રેકટર શો રૂમની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોબાઇલ ફોનમાં સકુન નેપાલ સિંહ મુળ ઉ.વ.આ.૩૫ રહે.દયા પો.સ્ટ-રતનપુરખાસ તા.રસુલાબાદ જી.કાનપુર દેહનત (ઉતરપ્રદેશ) હાલ રહે. દેડીયાપાડા ચાર રસ્તા પાસે તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) સંજયભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૨૮ રહે.નવાગામ (દેડીયાપાડા) સુથાર ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદાના આંક ફરકના આંકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સકુન નેપાલ સિંહ તથા રાજયભાઇ મુળજીભાઇ વસાવા તથા દિપસીંગભાઇ મુળજીભાઇ વસાવા રહે.ટીલીપાડા નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા ઝડપાઇ જવા પામ્યા હતા.
પોલીસે તેમની અંગ ઝડતી માંથી રોકડ રૂપીયા ૩,૧૩,૮૬૦/- મોબાઇલ ફોન નગ-૦૨ કિ.રૂ.૪,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૭,૮૬૦ના જુગાર સાથે મળી આવી તથા આરોપી રાકેશભાઇ ઉર્ફે રાકો અભેસીગભાઇ વસાવા રહે.પારસી ટેકરા તા.દેડીયાપાડા જી.નર્મદા અને ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજો રૂપસિંગભાઈ વસાવા રહે રહે.દેડીયાપાડા ટેકરા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા ને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
*સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા