The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 148

ભરૂચ સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિતે શહીદોને શ્રદ્ધા સુમન કરાયા અર્પણ

આજે 23 માર્ચ, આજના દિવસે ભારત માતાના વીર સપૂતો દેશની ભારતવર્ષની આઝાદી માટે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ શહીદ થયા હતા.ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં ભારત માતાની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચઢી શહીદ થનાર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ ના માનમાં શહીદ દિન તરીકે ઉજવાય છે.

ભરૂચ સ્ટેચ્યુપાર્કમાં આવેલ ભારત માતાની પ્રતિમા તેમજ શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ફોટા સહિત તમામ વીર શહીદોની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ હતા.આ પ્રસંગે જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા મહામંત્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી, યુવા પ્રમુખ ઋષભભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિત હોદ્દેદારો તેમજ યુવા કાર્યકરોએ ઉપસ્થિત રહી શહીદો ને યાદ કર્યા હતા.

પેટ્રોલ ડીઝલ પછી હવે રાંધણ ગેસના ભાવમાં વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલની કિંમત માં વધારો નહોતો થયો જયારે હાલમાં પેટ્રોલ ડીઝલ સહિત હવે LPG ગેસ ના બાટલા પર પણ વધારો થતાં સામાન્ય ગૃહિણીઓના રસોડા પર તેની અસર પડી છે .

હાલમાં ઘરેલુ હોઈ તેવા એલપીજી ના તમામ સિલિન્ડરના ભાવમાં  કમરતોડ વધારો થયો છે. જો કે આ નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. જેમાં ઘરેલુ એલપીજીના તમામ સિલિન્ડરના રેટ 6 ઓક્ટોબર 2021 પછી વધારો થયો છે. આજથી એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 949.5 થયો છે .

આ ઘરેલુ એલપીજી ના તમામ સિલિન્ડર માં 50 રૂપિયાનો ખૂબ જ મોટો ભાવ વધારો કર્યો છે. જેમાં હવે મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ખરીદશો તો તમારે 949.50 રૂપિયા આપવા પડશે. જો કે કોલકાતામાં તમે સિલિન્ડર ખરીદવા તમારે 976 રૂપિયા ચૂકવવા પડશે. આમ દરેક રાજ્યમાં ભાવ માં વધારો કરાયો છે .

ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરાયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. કેટલો વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. વધેલા ભાવ આજ સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા. અત્રે જણાવવાનું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 137 દિવસથી વધારો થયો નહતો.

જ્યારે ડીઝલ અને પેટ્રોલના રિટેલ ભાવમાં ભલે 137 દિવસમાં વધારો ન થયો હોય પરંતુ જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ ખુબ વધ્યો છે. જેમાં ખૂબ મોટો વધારો થયો છે . તે પણ સીધો 25 રૂપિયાનો વધારો કરાયો. જેમાં દિલ્હીમાં જથ્થાબંધ ગ્રાહકોને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે .

હાલમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 79 પૈસા અને ડિઝલમાં 85 પૈસાનો વધારો થયો છે. જેમાં હાલમાં 138 દિવસ સુધી ભાવ પેટ્રોલના સરેરાશ 96 રૂપિયા અને ડીઝલના 89 રૂપિયાએ સ્થિર છે. જો કે બીજી બાજુ ઘરેલુ ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો થયો છે.

કસ્ટોડિયન કમિટીની નિયુક્તિ બાદ જુઓ પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલાએ શું આપી પ્રતિક્રિયા!

ભરૂચ જિલ્લાની અગ્રણી ખેડૂતોની જીવાદોરી સમાન ગણેશ સુગર વટારીયા માં કસ્ટોડિયન તરીકે જિલ્લા રજિસ્ટ્રારની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરી ચૂંટાયેલા બોર્ડ ને વિખેરી નાખવામાં આવ્યું છે. 21 માર્ચ 2022 ના આદેશથી ખાંડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ બાબતનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

કસ્ટોડિયન કમિટીની નિયુક્તિ બાદ સુગર ના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા એ સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કેટલાક લેભાગુ તત્વોના ઈશારા ઉપર સંસ્થાને નબળી પાડવાનું કામ કરી રહી છે. એક તરફ જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે ની ડબલ બેન્ચ દ્વારા નિર્દિષ્ટ મંડળી તરીકે સુગર મંડળીઓને ગણવાનો હુકમ કરેલો છે. ત્યારે સરકાર યેનકેન પ્રકારે પોતાનો કરેલો ખોટો નિર્ણય હજી સ્વીકારવા તૈયાર નથી.

કારણ કે દક્ષિણ ગુજરાતની તમામ સુગરની ચૂંટણી પૂર્ણ કરાવવા ની થાય છે જે સરકાર ઈચ્છી રહી નથી. જેના કારણે લાખો ખેડૂતો નું અહિત થઈ રહ્યું છે. અને સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ નુકસાન કરી રહ્યો છે. ગણેશ સુગર મા કસ્ટોડિયન મૂકવાનું કૃત્ય ખેડૂતો અને સંસ્થા માટે ખૂબ જ હાનિકારક છે અને એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે. તેઓએ જણાવ્યું છે કે ખાંડ નિયામક ના આ હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન સંસ્થાને કેસતોડીયન ના હવાલે કરવી યોગ્ય નથી. આ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી નિર્દિષ્ટ મંડળીના નિયમો મુજબ તાત્કાલિક હાથ ધરવી જોઈએ.ચૂંટાયેલા બોર્ડ સંસ્થાનો વહીવટ કરે એ જરૂરી છે.

બાંગ્લાદેશ સામે ભારતની જીતમાં વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની મહત્વની ભૂમિકા

વડોદરામાં જન્મેલી યુવા બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2022માં બાંગ્લાદેશ સામે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. યાસ્તિકાએ 50 રનની ઇનિંગ રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. તેણે વર્લ્ડ કપ માં સતત બીજી અડધી સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં તેણે 59 રન બનાવ્યા હતા. ભારતને વર્લ્ડ કપમાં આ યુવા બેટ્સમેન પાસેથી ઘણી આશાઓ હતી અને અત્યાર સુધી તે ઘણી હદ સુધી તેના પર ખરી ઉતરી છે. 21 વર્ષની યાસ્તિકાએ સપ્ટેમ્બર 2021માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે મિડલ ઓર્ડરનો ભાગ બની ગઈ છે.

યાસ્તિકા ભાટિયા લેફટી બેટ્સમેન છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં એક ટેસ્ટ, 12 વનડે અને ત્રણ T20 રમી છે. વનડેમાં તેણે ત્રણ અડધી સદીની મદદથી 369 રન બનાવ્યા છે. તે વડોદરાથી આવે છે. બાંગ્લાદેશ સામેની મેચમાં જ્યારે તે બેટિંગ કરવા ઉતરી ત્યારે ભારતની હાલત ખરાબ હતી. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને મિતાલી રાજની વિકેટ 74 રનમાં પડી ગઈ હતી. આવા સમયે તેણે 80 બોલનો સામનો કરીને 50 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. યાસ્તિકની બેટિંગના કારણે ભારતે 229 રન બનાવ્યા હતા, જે પિચની દૃષ્ટિએ ખૂબ જ સારુ કહી શકાય. બાદમાં ટીમ ઈન્ડિયાએ 110 રનની આસાન જીત નોંધાવી હતી.

નર્મદા જિલ્લાના ૩ શિક્ષકોનું ઇડર ખાતે કરાયું સન્માન

  • પ્રાથમિક શાળા કાંદાનાં શિક્ષક નિલેશભાઈ પ્રજાપતિનો રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોનું ઇડર ખાતે સન્માન કરાયું હતું.

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન ઇડરના સાયુજ્યે રાજ્યકક્ષાનો સાતમો ઇનોવેશન ફેસ્ટિવલ ઇડર મુકામે તાજેતરમાં યોજાયો હતો, આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજપીપળાના વડપણ હેઠળ નર્મદા જિલ્લાના ત્રણ શિક્ષકોએ પોતાનું શૈક્ષણિક ઇનોવેશન રજૂ કર્યું હતુ.

જેમાં ડેડીયાપાડા તાલુકાની પ્રાથમિક શાળા કાંદાના શિક્ષક નિલેશભાઈ એમ પ્રજાપતિ એ ધોરણ 4 આસપાસ (પર્યાવરણ) માં ગુજરાતની સૌપ્રથમ ડિજિટલ ઓડિયોબુક તથા ડિજિટલ આમંત્રણ પત્રિકાઓ દ્વારા ” અર્વાચીન આસપાસ ” નવતર પ્રયોગ રજુ કર્યો હતો  ગરુડેશ્વર તાલુકાની ગોરા (ન.પુ.વ.) પ્રાથમિક શાળાના શિક્ષક શાંતિલાલભાઈ કે, ભોઈએ ICT નો ઉપયોગ કરી ” ઓપન સ્માર્ટ ક્લાસ ” નવતર પ્રયોગ રજુ કર્યો તથા તિલકવાડા તાલુકાની બુજેઠા પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલભાઈએ સામાજિક વિજ્ઞાન વિષયમાં ” સામાજિક વિજ્ઞાન એકમ ચિત્રપોથી ”દ્વારા પોતાનો નવતર પ્રયોગ રાજ્યકક્ષાએ રજૂ કર્યો.

રાજ્યકક્ષાના આ ઇનોવેશન ફેસ્ટિવલમાં શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવસાહેબે ત્રણેય સ્ટોલની મુલાકાત લઇ તેમના કાર્યોને બિરદાવ્યા હતા. નર્મદા જિલ્લાના D.I.C દીપકભાઈ ચૌહાણના માર્ગદર્શન તથા K .R.P સનતભાઈ વણકરના સહકારથી ત્રણેય શિક્ષક મિત્રોએ ઉત્કૃષ્ટ રીતે પોતાના નવતર પ્રયોગ રજુ કર્યા. રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં નર્મદા જિલ્લાનું નામ રોશન કરનાર ત્રણેવ શિક્ષક મિત્રોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ તથા ડાયટ પ્રાચાર્ય એમ.જી. શેખ એ અભિનંદન પાઠવ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ઝઘડિયાની સીતારામ પેપર મીલ પુઠ્ઠા બનાવવાના પ્લાન્ટમાં ભયાનક આગ

  • પુઠ્ઠાના પ્લાન્ટમાં આગ લાગતાં લાખો ની કિંમતના પૂઠ્ઠા બળી ને ખાખ થઈ જવા પામ્યા હતા.

ઝાધડીયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આવેલી સીતારામ પેપર મીલ માં આજરોજ બપોરના બે વાગ્યા ના અરસામાં પુઠ્ઠાં બનાવવાના પ્લાન્ટ રહેલા પૂઠ્ઠાં ના રોલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પૂઠ્ઠાંના જથ્થો સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયેલ. કંપનીમાં રહેલા પૂઠ્ઠાંનો લાખોની કિંમત નો સ્ટોક બળી ગયો હતો.

આ ઘટનાની જાણ ઝઘડીયા જીઆઇડીસી માં આવેલી યુપીએલ કંપની DCM શ્રી રામ કંપની અંકલેશ્વર ખાતે આવેલી આલ્કેમ કંપની અને ભરૂચ નગરપાલિકા ન ફાયર ફાયટરો ફાયર બ્રાઉઝર સાથે સીતારામ પેપરમીલ ખાતે દોડી આવીને લાગેલી આગ ઉપર પાણીની મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા.આગ એટલી મોટી હતી કે ૧૫ જેટલા ફાયરના વોટર બ્રાઉઝર ની જરૂર પડી હતી.

આ ઘટનાની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને હતા સીતારામ પેપરમીલ ખાતે દોડી આવીને કંપનીના પાણીના નમૂના લીધા હતા અને આ આગના કારણે હવામાં ધુમાડા નું પ્રમાણ વધુ હોવાથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હવામાં રહેલા પ્રદૂષણની માત્રા પણ એર ક્વોલિટી મશીન દ્વારા ચેક કરવામાં આવી હતી. જોકે સીતારામ પેપરમીલ માં લાગેલી આગના બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.

દહેજના જાગેશ્વરમાં સ્ટેટ વિજીલન્સના દરોડા, ૨ લાખના દારૂ સહિત ૧ મહિલા અને ૨ બુટલેગર ઝડપાયા

  • જાગેશ્વરના મુખ્ય બજારમાંથી કુલ રૂ. 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
  • સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 1482 બોટલો કરી કબજે

ભરૂચના દહેજના જાગેશ્વર ગામના મુખ્ય બજારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે જાગેશ્વર ગામના છેલ્લા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર મનુબેન રાયજી પટેલ બજારમાં આવેલા તેના કિરાણા સ્ટોર અને બાજુના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી માણસો રાખી તેમની પાસે વિદેશી દારૂનું વેચાણ કરાવે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે ત્યાં દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 1482 બોટલો કબજે કરી હતી અને રૂ. 2 લાખનો દારૂ, વાહન તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 4.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મરીન પોલીસે મહિલા બુટલેગર મનુબેન રાયજી પટેલ, હિતેશ દિનેશ પટેલ તેમજ વિનોદ વિશ્વનાથ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા ઇસમોને વિદેશી દારૂ અંગે પુછપરછ કરતાં દારૂનો જથ્થો ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થ પાસેથી ધર્મેશ રાયજી પટેલ લઇ આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું. જેથી પોલીસે વોન્ટેડ ઇસમોની પણ વધુ તપાસ હાથ ધરી છે.

સંવિધાન સમર્પણ સંકલ્પ સમિતિ આયોજિત અધિકાર રેલીમાં સહભાગી થવા ભરૂચથી કાર્યકરો રવાના

ભરૂચ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રેલ્વે સ્ટેશન સંકલ્પ ભૂમિ થી માટી કળશ યાત્રા માટે કાર્યકર મિત્રો વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે જવા પ્રસ્થાન કર્યું હતું.
રાજકોટથી ગાંધીનગર સુધી સિદ્ધાર્થ પરમાર સંકલ્પ ભૂમિ માટી કળશ યાત્રા લઈને પહોંચવાના છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પણ અનુસૂચિત જાતિના મંડળો આ યાત્રામાં સહભાગી થવાના છે. જેમાં ઓબીસી/અનુસુચિત જાતી, આદીવાસી અને લઘુમતી સમાજને તેના સંવૈધાનિક અધિકાર માટે ભારત રાષ્ટ્ર અને સામાજિક જવલંત પ્રશ્નનો અન્વયે ગુજરાત રાજ્યમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે જ્યાં રાષ્ટ્ર અને સમાજ માટે સંકલ્પ લીધો હતો, એ વડોદરાની “ભીમ સંકલ્પ ભૂમિ”થી સંવિધાન સંકલ્પ સમર્પણ પદયાત્રા માટે સંકલ્પ માટી ભીમ જ્યોતિ કળશમાં લઈ રાજકોટથી સામાજિક યોદ્ધા સિધ્ધાર્થ પરમાર અન્ન ત્યાગ કરીને તારીખ 1 એપ્રિલથી સમર્પણ સંકલ્પ પદયાત્રાની શરૂઆત કરનાર છે.
ત્યારે આ પદયાત્રા રાજકોટ શહેરથી નીકળી અમદાવાદ થઈ ગાંધીનગર સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક પહોંચશે. આ દરમ્યાન રસ્તામાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં યાત્રા સામાજિક ન્યાયની ભીમજ્યોતિથી બહુજન સમાજમાં સંદેશો ફેલાવશે, ત્યારે ભરૂચથી પણ સંવિધાન સમર્પણ સંકલ્પ સમિતિ સંકલ્પ ભૂમિ માટી કળશ યાત્રામાં સહભાગી થવા આગેવાનો રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી વડોદરા તરફ જવા રવાના થયા હતા.

દેડિયાપાડાના નાનીબેડવાણ ગામે આગ લાગવાથી એક ઘર બળીને ખાખ

ફરી એકવાર દેડીયાપાડા તાલુકાના નાનીબેડવાણ ગામે રહેતા રેવજીભાઈ બાવાભાઈ વસાવાના સોમવાર ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાક ના સમયમાં કાચું ઘર સંપૂર્ણ બળી ગયેલ છે, જે બનાવમાં કોઈ જાનહાનિ કે પશુહાની થયેલ નથી તથા આગ લાગવાથી અંદાજિત રૂ. ૪૦ હજારનું નુકસાન થવા પામેલ છે, જે બાબતે નાનીબેડવાણ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પંચકેસ કરી મામલતદાર કચેરી દેડીયપાડા ને જાણ કરેલ છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય ખાનસિંગભાઈ વસાવા સરપંચ, તલાટી સહિતના આગેવાનો ઘટના સ્થળ પહોંચી ઘટનાની સમીક્ષા કરી હતી, વધુમાં સરકાર દ્વારા મળતી સહાય ઝડપથી પૂરી પાડવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે, તેમજ તાત્કાલિક ધોરણે ઘરવપરાશના સામાન પણ પરિવારને ઉપલબ્ધ કરાવ્યો હતો.

વધુમાં આવા ગરીબ પરિવાર ઉપર આવી પડેલ આફત સમયે ઝડપથી મદદ મળી રહે તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઇ ઘટનાસ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ પરિવારને ઝડપથી મદદરૂપ બનવા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..! આ ઘટનામાં બળી ગયેલ ઘર ખેતર ની સીમમાં આવેલ છે જે ખેતરમાં થોડી ઘણી શાકભાજી બનાવી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો પરિવાર હોવાની વિગતો સામે આવી રહી છે.

આ બે ઘર થયેલ પરિવાર ને રસોડાનો સામાન, દરરોજની ખાદ્ય સામગ્રી તેમજ આર્થિક મદદ કરવામાં આવી જેમાં પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, ચિક્દા જિલ્લા પંચાયતના સભ્ય ખાનસીંગભાઇ, નાની બેડવાણ તાલુકા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઇ, જીલ્લા ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, દેડીયાપાડા મંડળ પ્રમુખ ઈશ્વરભાઈ, ટી.ડી.ઓ, તલાટી, નાની બેડવાણ ગ્રામ પંચાયત નાં સરપંચ, ચિકદા ગામના આગેવાન રાકેશભાઈ, પ્રતાપભાઈ, મનીષભાઈ વગેરે હાજર રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝ લાઇન, દેડીયાપાડા

આમોદના પુરસા ગામે ધર્માંતરણના ૪ આરોપીઓ સામે વિવિધ ક્લમો ઉમેરાઇ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા બાદ પુરસા ગામે પણ રોકડ, લોભ, પ્રલોભન, ધમકી આપી ધર્માંતરણના વધુ એક કાંડનો ઘટસ્ફોટ થયો હતો. આમોદ પોલીસ મથકે 5 કટ્ટરપંથીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. આમોદ પોલીસ સ્ટેશનમાં 16 માર્ચે ફરીયાદી છગનભાઇ પરમારએ 5 આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કલમ -4, 5 તથા ઇપીકો કલમ 406, 420, 504, 506 (2), 114 એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરાવી હતી.

આ સંવેદનશીલ ગુનાની તપાસ દરમ્યાન ગામના જ 4 આરોપી અનવરખાં ઇબ્રાહીમખાં પઠાણ, ગેમલસંગ ભારતસંગ સિંધા, ઇમરાનભાઇ નુરભાઇ મલેક અને જહાગીર ગુલામ સરદાર મલેકની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓને કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ દરમ્યાન આરોપીઓની પુછપરછ દરમ્યાન બનાવટી દસ્તાવેજ અથવા ઈલેકટ્રોનિક રેકર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાથી તેઓ વિરૂધ્ધ વધુ 5 કલમો તથા એટ્રોસીટી એક્ટની કલમ ઉમેરવા કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે. હજી આ કેસમાં ભોલાવનો મૌલવી અબ્દુલ રહીમ હાફે નાપવાલા વોન્ટેડ છે.

નોંધનીય છે કે આ અગાઉ આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી 150 આદિવાસી લોકોનું ધર્માંતરણ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધી 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જ્યારે મૂળ નબીપૂરના અબ્દુલ્લાહ ફેફડવાળા સહિત 5 આરોપી વોન્ટેડ હોય તેમની સામે વોરંટ પણ જારી કરાયા હતા.

error: Content is protected !!