The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 149

ભરૂચ દુબઇ ટેકરી ખાતેથી પાન-બિડીની કેબીન તથા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ દુબઈ ટેકરી ખાતેથી પાન-બીડીની કેબીન પાસે તથા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસે દુબઇ ટેકરી ખાતે થી આરોપી નવીનભાઈ રણછોડભાઈ વસાવા ઉ.વ.૩પ રહે. દુબઈ ટેકરી, રણછોડ ભગતનુ ફળીયુ, ઝાડેશ્વર રોડ ભરૂચને વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી બોટલ/બિયર ટીન કુલ નંગ-૧૦૪ અને સેમસંગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૦૨ સાથે કુલલ મુદ્દામાલ કિ. રૂ. ૪૨,૩૦૦/- સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે નયન ઉફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી.દાંડીયા બજાર, તા.જી.ભરૂચ,યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી. સમની ગામ, તા.આમોદ જી.ભરૂચ, કરણભાઈ દિલીપભાઈ વસાવા રહેવાસી. દુબઈ ટેકરી, તા.જી.ભરૂચ, મારૂતિ સ્વીફટ ડિઝાયર સિલ્વર કલરની ગાડીનો ચાલક જેનુ નામઠામ કે ગાડીનો નંબર જણાય આવેલ નથી તેને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

ખેડૂતો પાસે વસુલાયેલ વ્યાજ પરત કરવાની માંગ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન

૩ લાખ સુધીની પાક ધિરાણ લોન જારો ટકા વ્યાજ આપવાનો પરિપત્ર હોવા છતાં ખેડૂતો પાસે થી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા 7 ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે જે પરત આપવા ની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવાયું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનમાં જણાવાયું હતું કે ખેડૂતો ને આપવામાં આવતી પાક ધિસણ લોન ૩ લાખ સુધી જીરો ટકા વ્યાજે આપવાનો સરકારે પરિપત્ર કરેલ છે તેમ છતાં રાષ્ટ્રીય કૃત બેંકો માં દરેક ખેડૂત પાસે થી ગયા વર્ષે 7 % લેખે વ્યાજ વસૂલવામાં આવ્યું છે. જે હજુ સુધી ખેડૂતોને રિફંડ મળ્યું નથી. અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહિ, બેંકો અને સરકારના મિસ મેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકોમાં ફસાયેલા છે. જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવેની માંગ કરવામાં આવી હતી.

સાંસદ મનસુખ વસવા આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપ સાથે બી.ટી.પીએ આપ્યું આવેદન

ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા સામે આરોપીઓને સાથે રાખી ચમારીયા ગામમાં શાંતિ સુલેહ ભંગ કરવા બાબતે કાર્યવાહી કરવા બાબત ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.

ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના પ્રમુખ અને ચમારીયા ગામની મહિલાઓ સહીત આગેવાનોએ મોટી સંખ્યામાં આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત 18 મી માર્ચના ધુળેટી પર્વના રોજ ચમારીયા ગામના પ્રતીક વસાવના ધરે લાલુ વસાવા, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ડેપ્યુટી સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રતીક દરબાર ,જયદીપ ગોહિલ સહિતનું ટોળું ઘુસી ગયું હતું. જેઓએ છેડતી અને મારામારી કરી અરાજકતા ફેલાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ ઘટનાને દબાવવા માટે તેઓએ ખોટી રીતે સાસુ વહુ અને તેઓના પુત્રો,સરપંચ રજનીકાંત વસાવા,રાજુભાઇ સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.ખોટી ફરિયાદ રદ્દ કરવા સાથે સાંસદ અને તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની લાગણી અને માંગણી કરાઈ છે.

સાથે જો તેમની માંગણી સ્વીકારવામાં નહિ આવે તો તેઓ સૌ આંદોલન પર ઉતારવા મજબુર બનશે જેની તમામ જવાબદારી વહીવટી તંત્ર અને સાંસદની રહેશેની કિમકી પણ ઉચ્ચારી તેમની સામે કડક માં કડક પગલાં ભરવા અને તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી અપીલ કરી છે.

10 Astuces Et Solutions Pour Dépanner Windows 10

Il suffira de redémarrer votre ordinateur pour appliquer les modifications. La protection des ressources Windows a trouvé des fichiers corrompus et les a réparés avec succès. Le processus peut prendre jusqu’à 20 minutes, selon la santé de votre système. Le processus semble bloqué à certains moments, mais attendez qu’il se termine. De nos jours, il est presque impossible d’imaginer que quelqu’un puisse vivre sans ordinateur. Cet outil est devenu un dispositif électronique indispensable chez les personnes de tout âge et surtout dans tout ce qui est en relation avec le monde des affaires. La solution à ces erreurs consiste à activer le dispositif dans le BIOS ou l’UEFI.

  • Lorsque l’installation Windows a terminé de copier les fichiers, l’ordinateur redémarre et continue la mise à niveau.
  • La solution offerte par CCleaner permet de supprimer des programmes installés automatiquement par Microsoft sur le système Windows, qui ne sont pas accessibles depuis « Ajouter raccourci ou supprimer des programmes ».
  • Ces précautions ne sont pas spécifiques à la sécurité de Windows 7, mais assurez-vous de sauvegarder vos données et d’utiliser également un gestionnaire de mots de passe.
  • Certaines applications ne se lancent plus sur votre smartphone Android ?

Windows 10 peut détecter et tenter de réparer les erreurs sur votre disque dur. Mais parfois il est aussi nécessaire de forcer cette opération, et on peut le faire avec Check Disk ou Chkdsk de son nom dans l’Invite de Commandes. Voici un guide pour utiliser l’outil Check Disk qui vient avec toutes les versions de Windows. Un écran bleu de la mort n’est jamais un moment heureux pour aucun utilisateur de Windows.

Attention, les mises à jour restent essentielles, il s’agit juste de gagner un peu de vélocité au quotidien. Fait au bon moment, la mise à jour aura lieu en fin de semaine. C’est particulièrement utile pour les ordinateurs encore dotés de processeurs deux cœurs (s’ils tendent à disparaître, les modèles vendus sous la barre des 500 euros en sont toujours dotés).

Etape 2 : Recherche De Logiciels Et Pilotes Hp

Le programme multiplateforme fait beaucoup mieux que cmd.exe et offre des… L’écran bleu Windows est une indication importante de problèmes internes liés au matériel, aux logiciels ou aux pilotes.

Exigences Relatives Aux Systèmes D’exploitation

Malheureusement, les hackers peuvent manipuler COM Surrogate ou créer de fausses versions du processus pour cacher des trojans et d’autres malwares. Une fois sur votre PC, le faux processus peut fonctionner sans être détecté, en se cachant derrière le processus authentique. Comme il y a souvent plus d’une occurrence de COM Surrogate en cours d’exécution, il peut être encore plus difficile de savoir si le processus est authentique ou non. J’ai également apprécié le bloqueur de publicité de TotalAV qui empêche le chargement de pop-ups envahissantes, ainsi que le VPN. Ce dernier m’a permis de me connecter à un réseau Wi-Fi non sécurisé en toute confidentialité, protégeant ainsi mon appareil des hackers qui pourraient cibler ma connexion.

સરભાણ મહિલા મંડળની બહેનોની આજીવીકા માટે મંજોલા ખાતે પ્રેરણા પ્રવાસ યોજાયો

આમોદ તાલુકાના સરભાણ ગામે કાર્યરત સ્વ સહાય જૂથના મહિલા મંડળની બહેનો ની આજીવીકા માટે મંજોલા ખાતે પ્રેરણા મુલાકાત કરવામાં આવી.

સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે બહેનો પોતે આજીવિકા મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં છે  અને  સ્વસહાય જૂથની બહેનો વિવિધ ગૃહ ઉદ્યોગો થકી આજીવિકા મેળવી સ્વનિર્ભર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વિવિધ સંસ્થાઓ દ્વારા બહેનોને સ્ત્રીસશક્તિકરણ સંરક્ષણ કૃષિ તથા પશુપાલન સહિત આજીવિકાના વૈકલ્પિક સ્રોતો વિકસાવવાની પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

જ્યારે એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મિષ્ટાબેન પટેલ દ્વારાઆમોદ તાલુકામાં મહિલાલક્ષી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે  તેઓ દ્વારા સરભાણ ગામની સ્વસહાય જૂથની મહિલાઓ માટે નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ તથા કેન ઓઇલ એન્ડ ગેસ ના સહયોગથી  મંજોલા ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું  પ્રવાસ દરમ્યાન મહિલા મંડળની બહેનોને ગોબરમાંથી ધૂપ અને હવન માટે છાણા ધૂપસળી ધૂપ કુંડી કોડિયાં કેવી રીતે બનાવવા તે અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.

આ વિવિધ વસ્તુઓ બનાવવા માટે વપરાતાં દ્રવ્યો માત્રા તથા તેના ઉત્પાદનમાં જરૃરી ચીજવસ્તુની  માહિતી આપવામાં આવી જે બાદ બહેનોને મનમાં ઉદભવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રેરણા પ્રવાસનો લાભ લીધો અને પોતાના અનુભવો વર્ણવી આયોજકોનો આભાર માન્યો હતો.આ પ્રવાસ દરમ્યાન નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ પ્રતિનિધિ વિપુલભાઈ તથા ધર્મિષ્ઠાબહેન પટેલ હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

દેડિયાપાડા તાલુકામાં MLA ઉપવાસ કરશે એ અહેવાલ અંગે જિલ્લા આયોજન વિભાગે કરી સ્પષ્ટતા

દેડિયાપાડા તાલુકામાં ૭ દિવસમાં ફાયર ટેન્ડર ન ફળવાય તો MLA ઉપવાસ કરશે એ વિષેના અખબારી અહેવાલ અંગે જિલ્લા આયોજન અધિકારી દ્વારા જરૂરી સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, દેડીયાપાડાના ધારાસભ્ય દ્વારા વિકાસશીલ યોજનાની વર્ષ-૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ની બચત ગ્રાન્ટમાંથી દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓ માટે રૂા.૩૦-૩૦ લાખની ફાયર બ્રિગેડની ગાડીઓ મંજુર કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે.

પરંતુ સામાન્ય વહીવટ વિભાગનાં  ઠરાવ ક્રમાંક: વજઅ/૧૫૨૦૧૯-૨૮૨-ય, તા-૧૮/૧૦/૨૦૨૧ માં સૂચવ્યા મુજબ વર્ષ-૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ની જોગવાઈની રકમ હેઠળનાં કામો તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં શરુ કરી દેવા અને તા-૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ચૂકવણી કરવાની મર્યાદા આપેલ છે. પરંતુ ધારાસભ્યની રજૂઆત ઉક્ત ઠરાવમાં દર્શાવેલ સમય મર્યાદા બાદ મળેલ હોઈ તેને મંજુર કરવા બાબતે કોઈ કાર્યવાહી કરી શકાશે નહિ તે અંગે જિલ્લા આયોજન કચેરીનાં પત્ર ક્રમાંક જઅમ/બચત રકમ/૬૨૮/૨૦૨૨ તા-૧૬/૦૩/૨૦૨૨ થી આ બાબતે ધારાસભ્યને વાકેફ કરવામાં આવેલ છે.

ધારાસભ્યની આ રજૂઆત બાબતે જરૂરી નિયમોનુસારની દરખાસ્ત તૈયાર કરી  ટૂંક સમયમાં થનાર વર્ષ-૨૦૨૨-૨૩ નાં આયોજનમાં ધ્યાને લેવામાં આવશે તે અંગેની જાણ પણ  જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા ધારાસભ્યને કરવામાં આવેલ છે. વધુમાં વિકાસશીલ તાલુકા યોજના વર્ષ-૨૦૨૧-૨૨ નું રૂા.૪.૦૦ કરોડનું આયોજન કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેડિયાપાડા અને સાગબારા તાલુકાની સ્થાનિક આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવેલ હતું. જેને પ્રભારી સચિવ તથા પ્રભારી મંત્રી દ્વારા મંજુર કરવામાં આવેલ હતું. જેની રાજ્યકક્ષાએથી નોંધ લઈ સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં નર્મદા જિલ્લાની રાહે આયોજન કરવા ઉચ્ચકક્ષાએથી ભલામણો કરવામાં આવેલ હતી. સદર આયોજનની  ૧૦૦ % વહીવટી મંજુરી અને ગ્રાન્ટ ફાળવણી જિલ્લા આયોજન કચેરી દ્વારા કરવામાં આવેલ છે. સદર બાબતે અમલીકરણ અધિકારી દ્વારા રાજ્યકક્ષાની ખરીદ સમિતિ સમક્ષ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી ખરીદી કરવા માટે મંજુરી અર્થે દરખાસ્ત કરવામાં આવેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

દેડીયાપાડાના મંડાળા ખાતે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટ યોજાઇ

દેડીયાપાડાના મંડાળા ખાતે ગ્રામ પંચાયત મંડાળાના સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવા તેમજ મંડાળા ગામના યુવાનો દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દેડીયાપાડા , સાગબારા, નેત્રંગ, ઉમરપાડા,તેમજ  માંગરોલ તાલુકાઓ માંથી કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે મંડાળા બી ટીમ વિજેતા બની હતી, તેમજ દ્વિતીય ક્રમાંકે સાગબારાનાં જીગ્નેશભાઈ વસાવાની ટીમ વિજેતા બની હતી.

જેમાં પ્રથમ ક્રમાંકે આવનાર ટીમને 5,000/- રૂ. અને દ્વિતીય ક્રમાંકે આવનાર ટીમને 3000/- રૂ નું ઇનામ આપી પ્રસાહિત કરવામાં આવ્યા હતા.

આ નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન વસાવા સીયોનભાઈ, વસાવા રીફાતભાઈ,વસાવા વાસુદેવભાઈ, વસાવા આશિષભાઈ, વસાવા સુરેન્દ્રભાઈ, વસાવા રાહુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સરપંચ નરોત્તમભાઈ વસાવા, દિલીપભાઈ જી.વસાવા, માલજીભાઈ ટી.વસાવા, શાંતિલાલ જી. વસાવા, દિનેશભાઈ એન. વસાવા, મીરાભાઈ ટી.વસાવા, જેસીંગભાઇ એમ.વસાવા, રામજીભાઈ એમ.વસાવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

ભરૂચના નર્મદા માર્કેટ તલાવડી નજીક ઝાડીમાં જુગાર રમતા ૩ ઝડપાયા

  • ૩ જુગારીઓને કુલ કિ.રૂ. ૨૨,૬૩૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ

ભરૂચ જિલ્લામાં પ્રોહી-જુગારની બદ્દીઓ ડામવાના ઉદ્દેશથી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પ્રોહી/જુગાર ની કામગીરી કરવા અલગ અલગ ઢીમ પ્રયત્નશીલ હતી.

જેમાં આજરોજ ભરૂચ એલ.સી.બી. ની એક ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન મળેલ ચોક્ક્સ બાતમી આધારે ભરૂચ નર્મદા માર્કેટ પાસે આવેલ, તલાવડી પાસે બાવડની ઝાડીમાં જીમી નામનો ઈસમ કેટલાક ઈસમોને ભેગા કરી પોત-પોતાના આર્થીક ફાયદા માટે પત્તા પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે.

જેથી પોલીસ ટીમે આ ખુલ્લી જગ્યામાં આયોજનબધ્ધ રીતે જુગારની સફળ રેડ કરી જુગાર રમતા કુલ-૦૩ જુગારીઓ નરસુમલ બાબુભાઈ નાયડુ ઉ.વ. ૩૫ રહેવાસી ફ્લેટ નંબર એ/૩ ૨૧, રેલ્વે કોલોની, રેલ્વે ગોદી પાસે ભરૂચ,મયુરભાઈ અશોકભાઈ માંછી ઉ.વ. ૨૬ રહેવાસી વેજલપુર, માંછીવાડ, ભરૂચ, વિરાસ્વામી અન્નામલય દ્રવિડ ઉ.વ. ૩૦ રહેવાસી હરિદ્વાર સોસાયટી, મકાન નંબર એ/૪૪, આશ્રય સોસાયટી સામે, ભરૂચને જુગારના રોકડા રૂપીયા તથા મોબાઇલો તથા જુગાર રમવા સાધનો સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૨,૬૩૦/- સાથે ઝડપી પાડી તમામ વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારૂ ભરૂચ શહેર એ ડોવી. પો.સ્ટે. માં સોપવામાં આવેલ છે.

રાજપારડીમાં બી.ઓ.બી બેંક ક્રોપ લોન કૌભાંડ કરનાર ૧ ઝડપાયો, ૨ ફરાર

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે ભરૂચ જીલ્લામાં બનતા નાણાંકીય છેતરપિંડીના ગુનાઓ અટકાવવા આપેલ સુચના આધારે રાજપારડી બેંક ઓફ બરોડા શાખામાં સને-૨૦૧૪ માં આ કામના ફરીયાદીને ખેતી માટે ક્રોપ લોનની જરૂર હોય. જેથી લોનના નાણાં મેળવવા માટે આ કામના આરોપી કિરીટસિંહ મોતીસિંહ મહિડા તથા ગણેશભાઇ શંકરભાઇ વાળંદનો સંપર્ક કરતા આ કામના આરોપીઓએ ફરીયાદી તથા સાક્ષીઓને વિશ્વાસમાં લઈ જરૂરી દસ્તાવેજો મેળવી સહીઓ કરાવી, જે તે વખતના બેંક ઓફ બરોડા રાજપારડી શાખાના મેનેજર ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર સાથે મિલીભગત માં ક્રોપ લોનની સાથે સાથે બોરવેલ ઇરીગેશન લોનના રૂપિયા- ૬,૦૦,૦૦૦/- ની લોન પણ બેંકમાથી મંજુર કરાવી છેતરપિંડી કરી હોવાની ડેપ્યુટી જનરલ મેનેજર બેંક ઓફ બરોડા ભરૂચે રાજપારડી બેંક ઓફ બરોડા શાખામાં થયેલ નાણાંકીય છેતરપિડી બાબતની અરજી કરી હતી.

જે અરજીની તપાસ દરમ્યાન મંજુર થયેલ ઇરીગેશન લોનના રૂપિયા-૬,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત કરી નાણાંકીય છેતરપિડી થયેલાનું જણાય આવતા ભોગ બનનાર સુકલભાઇ કાળીયાભાઇ વસાવા રહે.નાના અણધરા તા,ઝઘડીયાની ફરીયાદના આધારે આ કામના આરોપીઓ (૧)ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર (જે તે વખતનાં બેંકઓફ બરોડા રાજપારડી શાખાનાં મેનેજર) (૨) કિરીટસિંહ મોતીસિંહ મહિડા (૩) ગણેશભાઇ શંકરભાઇ વાળંદ રહે સરસાડ,તા-ઝઘડીયા,જી-ભરૂચ નાઓની વિરૂધ્ધમાં રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપી કિરીટસિંહ મોતીસિંહ મહિડા રહે સરસાડ,તા-ઝઘડીયાને ઝડપી પાડયો હતો. જ્યારે ઠાકોરભાઇ લલ્લુભાઇ પરમાર (જે તે વખતનાં બેંક ઓફ બરોડા રાજપારડી શાખાનાં મેનેજર) ગણેશભાઇ શંકરભાઇ વાળંદ રહે સરસાડ,તા-ઝગડીયા,જી-ભરૂચની શોધ આરંભી પક્ડાયેલ આરોપી વિરૂધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝઘડીયામાં બંધ પડેલ કંપનીમાંથી એંગલોની ચોરી કરતી ટોળકી પકડાઇ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસી માં એક બંધ પડેલ કંપનીમાંથી લોખંડની એંગલો તેમજ લોખંડની જાળીઓની ચોરી કરતી ટોળકી પૈકી એક ઇસમ મુદ્દામાલ સાથે ઝડપાયો હતો, જ્યારે અન્ય ચાર જેટલા ઓળખાયેલા અને ૧૦ જેટલા વણઓળખાયેલા ઇસમોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ઝઘડીયા પી.આઇ પોલીસ ટીમ સાથે ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતીકે જીઆઇડીસી માં બંધ પડેલ આકાશ ટાઇલ્સ નામની કંપનીમાંથી કેટલાક ઇસમો લોખંડની એંગલોની ચોરી કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા એક ઇસમ સ્થળ ઉપર પકડાઈ ગયો હતો, અને કેટલાક ઇસમો ભાગી છુટ્યા હતા. પકડાયેલ ઇસમ પાસે પોલીસે આ સ્થળેથી લોખંડ લઇ જવા માટેના જરૂરી કાગળો માંગતા આ ઇસમ કોઇ વ્યવસ્થિત જવાબ આપી શકેલ નહી.

પોલીસે ઘટના સ્થળેથી લોખંડની એંગલો તેમજ જાળીઓ મળી કુલ રુ.૧૯૧૨૫ નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આ પકડાયેલ ઇસમનું નામ વિજયભાઇ મુન્નાભાઇ વસાવા રહે.ગામ લિંભેટ તા. ઝઘડીયાના હોવાની જાણ થઇ હતી. તેમજ આ પકડાયેલ ઇસમને  ભાગી ગયેલ ઇસમોના નામ પુછતા તેમના નામ અક્ષયભાઇ રવિયાભાઇ વસાવા રહે.ગામ લિંભેટ તેમજ  કનૈયાભાઇ અમરસિંગ વસાવા અને સતિષભાઇ મોહનભાઈ વસાવા બન્ને રહે.તલોદરા તા.ઝઘડીયાના હોવાની જાણ થઇ હતી.

આ ઉપરાંત આ કામમાં બીજા અન્ય દસેક જેટલા ઇસમો પણ સામેલ હોવાનું જણાયુ હતું. પકડાયેલ ઇસમને આ અન્ય ઇસમોના નામ ખબર નહી હોવાનું તેણે જણાવ્યું હતું. આ મુદ્દામાલ નફીશ ભંગારવાળાને આપવાનો હોવાની જાણ થઇ હતી. ઝઘડીયા પોલીસે આ મુદ્દામાલ કબજે લઇને એક પકડાયેલ ઇસમ તેમજ નહિ પકડાયેલ અન્ય ચાર ઓળખાયેલ ઇસમો ઉપરાંત દસેક જેટલા વણઓળખાયેલ ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

  • વિનોદ વસાવા,ન્યુઝલાઇન,ઝઘડીયા
error: Content is protected !!