ફરી એકવાર દેડીયાપાડા તાલુકાના નાનીબેડવાણ ગામે રહેતા રેવજીભાઈ બાવાભાઈ વસાવાના સોમવાર ના રોજ રાત્રે ૧૧.૦૦ કલાક ના સમયમાં કાચું ઘર સંપૂર્ણ બળી ગયેલ છે, જે બનાવમાં કોઈ જાનહાનિ કે પશુહાની થયેલ નથી તથા આગ લાગવાથી અંદાજિત રૂ. ૪૦ હજારનું નુકસાન થવા પામેલ છે, જે બાબતે નાનીબેડવાણ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા પંચકેસ કરી મામલતદાર કચેરી દેડીયપાડા ને જાણ કરેલ છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા જિલ્લા પંચાયત સદસ્ય ખાનસિંગભાઈ વસાવા સરપંચ, તલાટી સહિતના આગેવાનો ઘટના સ્થળ પહોંચી ઘટનાની સમીક્ષા કરી હતી, વધુમાં સરકાર દ્વારા મળતી સહાય ઝડપથી પૂરી પાડવા માટેની ખાતરી પણ આપવામાં આવી છે, તેમજ તાત્કાલિક ધોરણે ઘરવપરાશના સામાન પણ પરિવારને ઉપલબ્ધ કરાવ્યો હતો.
વધુમાં આવા ગરીબ પરિવાર ઉપર આવી પડેલ આફત સમયે ઝડપથી મદદ મળી રહે તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઇ ઘટનાસ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ પરિવારને ઝડપથી મદદરૂપ બનવા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે..! આ ઘટનામાં બળી ગયેલ ઘર ખેતર ની સીમમાં આવેલ છે જે ખેતરમાં થોડી ઘણી શાકભાજી બનાવી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો પરિવાર હોવાની વિગતો સામે આવી રહી છે.
આ બે ઘર થયેલ પરિવાર ને રસોડાનો સામાન, દરરોજની ખાદ્ય સામગ્રી તેમજ આર્થિક મદદ કરવામાં આવી જેમાં પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવા, ચિક્દા જિલ્લા પંચાયતના સભ્ય ખાનસીંગભાઇ, નાની બેડવાણ તાલુકા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઇ, જીલ્લા ઉપપ્રમુખ રણજીતભાઇ ટેલર, દેડીયાપાડા મંડળ પ્રમુખ ઈશ્વરભાઈ, ટી.ડી.ઓ, તલાટી, નાની બેડવાણ ગ્રામ પંચાયત નાં સરપંચ, ચિકદા ગામના આગેવાન રાકેશભાઈ, પ્રતાપભાઈ, મનીષભાઈ વગેરે હાજર રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝ લાઇન, દેડીયાપાડા