ભરૂચ જિલ્લાની અગ્રણી ખેડૂતોની જીવાદોરી સમાન ગણેશ સુગર વટારીયા માં કસ્ટોડિયન તરીકે જિલ્લા રજિસ્ટ્રારની રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરી ચૂંટાયેલા બોર્ડ ને વિખેરી નાખવામાં આવ્યું છે. 21 માર્ચ 2022 ના આદેશથી ખાંડ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ બાબતનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
કસ્ટોડિયન કમિટીની નિયુક્તિ બાદ સુગર ના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા એ સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર કેટલાક લેભાગુ તત્વોના ઈશારા ઉપર સંસ્થાને નબળી પાડવાનું કામ કરી રહી છે. એક તરફ જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે ની ડબલ બેન્ચ દ્વારા નિર્દિષ્ટ મંડળી તરીકે સુગર મંડળીઓને ગણવાનો હુકમ કરેલો છે. ત્યારે સરકાર યેનકેન પ્રકારે પોતાનો કરેલો ખોટો નિર્ણય હજી સ્વીકારવા તૈયાર નથી.
કારણ કે દક્ષિણ ગુજરાતની તમામ સુગરની ચૂંટણી પૂર્ણ કરાવવા ની થાય છે જે સરકાર ઈચ્છી રહી નથી. જેના કારણે લાખો ખેડૂતો નું અહિત થઈ રહ્યું છે. અને સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ નુકસાન કરી રહ્યો છે. ગણેશ સુગર મા કસ્ટોડિયન મૂકવાનું કૃત્ય ખેડૂતો અને સંસ્થા માટે ખૂબ જ હાનિકારક છે અને એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે. તેઓએ જણાવ્યું છે કે ખાંડ નિયામક ના આ હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી હજારો ખેડૂતોની જીવાદોરી સમાન સંસ્થાને કેસતોડીયન ના હવાલે કરવી યોગ્ય નથી. આ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી નિર્દિષ્ટ મંડળીના નિયમો મુજબ તાત્કાલિક હાથ ધરવી જોઈએ.ચૂંટાયેલા બોર્ડ સંસ્થાનો વહીવટ કરે એ જરૂરી છે.