- પુઠ્ઠાના પ્લાન્ટમાં આગ લાગતાં લાખો ની કિંમતના પૂઠ્ઠા બળી ને ખાખ થઈ જવા પામ્યા હતા.
ઝાધડીયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આવેલી સીતારામ પેપર મીલ માં આજરોજ બપોરના બે વાગ્યા ના અરસામાં પુઠ્ઠાં બનાવવાના પ્લાન્ટ રહેલા પૂઠ્ઠાં ના રોલમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પૂઠ્ઠાંના જથ્થો સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયેલ. કંપનીમાં રહેલા પૂઠ્ઠાંનો લાખોની કિંમત નો સ્ટોક બળી ગયો હતો.
આ ઘટનાની જાણ ઝઘડીયા જીઆઇડીસી માં આવેલી યુપીએલ કંપની DCM શ્રી રામ કંપની અંકલેશ્વર ખાતે આવેલી આલ્કેમ કંપની અને ભરૂચ નગરપાલિકા ન ફાયર ફાયટરો ફાયર બ્રાઉઝર સાથે સીતારામ પેપરમીલ ખાતે દોડી આવીને લાગેલી આગ ઉપર પાણીની મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા.આગ એટલી મોટી હતી કે ૧૫ જેટલા ફાયરના વોટર બ્રાઉઝર ની જરૂર પડી હતી.
આ ઘટનાની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને હતા સીતારામ પેપરમીલ ખાતે દોડી આવીને કંપનીના પાણીના નમૂના લીધા હતા અને આ આગના કારણે હવામાં ધુમાડા નું પ્રમાણ વધુ હોવાથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હવામાં રહેલા પ્રદૂષણની માત્રા પણ એર ક્વોલિટી મશીન દ્વારા ચેક કરવામાં આવી હતી. જોકે સીતારામ પેપરમીલ માં લાગેલી આગના બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી.